Shuru
Apke Nagar Ki App…
સુરતમાં અંધશ્રદ્ધાના નામે દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે સિંગણપોર પોલીસે નરેશ ચૌહાણ નામના એક ભુવાને ઝડપી પાડ્યો છે. આરોપી નરેશ ચૌહાણ ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને પોતાને માતાજીના સેવક તરીકે રજૂ કરવાનો ઢોંગ કરતો હતો.
प्रतिभा महाजन की आवाज
સુરતમાં અંધશ્રદ્ધાના નામે દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે સિંગણપોર પોલીસે નરેશ ચૌહાણ નામના એક ભુવાને ઝડપી પાડ્યો છે. આરોપી નરેશ ચૌહાણ ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને પોતાને માતાજીના સેવક તરીકે રજૂ કરવાનો ઢોંગ કરતો હતો.
More news from ગુજરાત and nearby areas
- સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૧ મકાન માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી પ્રોપર્ટીને 'ભાળાકાર' વિના ભાડે આપવા બદલ કરવામાં આવી હતી, જેને કાયદાકીય અપરાધ ગણવામાં આવે છે.1
- સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ સ્ટેશનના સ્ટાફે એક મોટી સફળતા મેળવીને છેલ્લા સાત વર્ષથી ફાયરિંગ અને હત્યાના ગંભીર ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપી ભગવાન ઉર્ફે ઉલ્લા પ્રધાનને જોળવા પંચાયત પાસેથી ઝડપી પાડ્યો છે. આ કામગીરી મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ (સુરત વિભાગ) અને સુરત ગ્રામ્યના પોલીસ અધીક્ષક શ્રી રાજેશ ગઢિયા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે આપવામાં આવેલી ખાસ સૂચના અને માર્ગદર્શનના આધારે કરવામાં આવી હતી, જેમાં બારડોલી વિભાગના વિભાગીય પોલીસ અધીક્ષક શ્રી એચ.એલ. રાઠોડનું પણ દિશાનિર્દેશન હતું. આજરોજ તારીખ 23 જૂન, 2026 ના રોજ પલસાણા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ ઘનશ્યામભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જીગરભાઈ દિનેશભાઈને સંયુક્તપણે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી મુજબ, વર્ષ 2019 ના મર્ડર કેસનો નાસતો-ફરતો મુખ્ય આરોપી ભગવાન ઉર્ફે ઉલ્લા પોતાના વતન ઓડિશાથી સુરત આવ્યો છે અને તે કેસરી કલરનો આખી બાયનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરીને જોળવા તરફ આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક જોળવા પંચાયત પાસે વોચ ગોઠવીને આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો. આ ગુનો ગઈ તારીખ 09 ઓક્ટોબર, 2019 ના રોજ પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલા આરાધના એપાર્ટમેન્ટની બાજુમાં જાહેરમાં થયો હતો. જેમાં આરોપીઓ બનવાસી ઉર્ફે બન્નો, કુન્ના, વિક્કી તથા ભગવાન ઉર્ફે ઉલ્લા સત્યમ પ્રધાને ફરિયાદીના સાળા સાથે હોટેલના ધંધા બાબતે તકરાર કરી હતી. આ ઝઘડા દરમિયાન આરોપીઓએ પિસ્તોલ વડે આડેધડ ફાયરિંગ કરી ફરિયાદીના સાળાને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. બચાવ કરવા પડેલા રોશન જીતુભાઈ રાઠોડ નામના યુવકને આરોપીઓએ પિસ્તોલથી ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઉપરાંત, ફરિયાદીને પણ લોખંડની પાઇપ વડે ઢોર માર મારી ઈજાઓ પહોંચાડી આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ 303, 307, 324, 114, આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. પકડાયેલ આરોપીનું નામ ભગબાન ઉર્ફે ભગવાન ઉર્ફે ઉલ્લા સત્ય પ્રધાન છે, જેની ઉંમર 40 વર્ષ છે અને તે મજૂરીનો ધંધો કરે છે. તે નૂતન બહેરામપુર, થાના: ખલીકોટ, જીલ્લો: ગંજમ, ઓડિશાનો રહેવાસી છે. આ સફળ કામગીરી પલસાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી બી.ડી. ઝીલરીયાના નેતૃત્વમાં અ.હે.કો. હેમંતભાઈ ઘનશ્યામભાઈ, અ.હે.કો. નિકેતકુમાર ખુમાનસંગભાઈ, પો.કો. જીગરભાઈ દિનેશભાઈ, પો.કો. વિક્રમભાઈ ગંધુભાઈ, પો.કો. નિલેશભાઈ જગદિશભાઈ, પો.કો. સંજયભાઈ હેમંતભાઈ, પો.કો. વિષ્ણુભાઈ નારણભાઈ અને પો.કો. મહિપાલસિંહ દીપકસિંહ દ્વારા કરવામાં આવી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની જેલભેગા કરવાની કાર્યવાહી હાથ ધરી છે.1
- રાજસ્થાનના પૂર્વ કોન્સ્ટેબલ સુરેશ છાબાની વર્ષ 2024માં ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામાં ઓડિશાથી ધરપકડ કરવામાં આવી છે.1
- તાપી પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જ્યાં તેમણે એક રીઢા ઘરફોડ ચોરની ધરપકડ કરી છે. આ કાર્યવાહીના પરિણામે, પોલીસે કુલ ૧૨ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન, પોલીસ દ્વારા ૯ લાખ રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.1
- સુરત રેલવે ગોડાઉન ઉપર બનેલા બ્રિજનો એક ભાગ તૂટી ગયો છે. મળતી માહિતી મુજબ, બ્રિજનો જે ભાગ બે પિલરની વચ્ચે આવેલો હતો, તે સંપૂર્ણપણે નીચે નમી પડ્યો હતો. આ ભાગ સંપૂર્ણપણે નમી પડ્યા બાદ તેને તોડી પાડવામાં આવ્યો છે. સદનસીબે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.1
- સરદાર નગરી બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 1 હેઠળ આવતી નહેર કોલોની અને અલંકાર સિનેમા સામેના ઝૂંપડપટ્ટી વિસ્તારના રહેવાસીઓએ શૌચાલય અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી બારડોલી નગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ પરિસ્થિતિને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વિસ્તારની મહિલાઓના જણાવ્યા મુજબ, વસાહતમાં જાહેર શૌચાલયની કોઈ વ્યવસ્થા ન હોવાથી મહિલાઓ, કિશોરીઓ અને ગર્ભવતી મહિલાઓને પણ માત્ર રાત્રિના સમયે ખુલ્લામાં શૌચક્રિયા કરવા જવાની ફરજ પડે છે. આનાથી તેમની સુરક્ષા, સ્વાસ્થ્ય અને ગૌરવ પર ગંભીર અસર પડી રહી છે. રહેવાસીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકાર "હર ઘર નળ, ઘર ઘર નળ" જેવા દાવા કરે છે, પરંતુ તેમના વિસ્તારમાં હજુ સુધી પૂરતું અને નિયમિત પીવાનું પાણી મળતું નથી. ઉપરાંત, ગંદકી, ગટર અને અસ્વચ્છ વાતાવરણ વચ્ચે તેમને જીવન જીવવું પડી રહ્યું છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે બારડોલી નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર સ્વાતિબેન પટેલ, કાલુ કરીમ શાહ અને કેયુરીબેન ચૌધરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિક રહેવાસીઓ બારડોલી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. તેમણે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક જાહેર શૌચાલયનું નિર્માણ કરવા, પીવાના પાણીની નિયમિત વ્યવસ્થા પૂરી પાડવા અને વિસ્તારની સફાઈ તથા સ્વચ્છતા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ રજૂઆત દરમિયાન ચીફ ઓફિસર મિલનભાઈ પલસાણાએ રજૂઆત કરનારાઓને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે વિસ્તાર માટે કાયમી જાહેર શૌચાલય બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જ્યાં સુધી કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તાત્કાલિક રાહતરૂપે હરતું-ફરતું શૌચાલય (મોબાઇલ ટોયલેટ વાન) ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે પીવાના પાણીની સમસ્યાનો પણ ઝડપથી નિકાલ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ચીફ ઓફિસરના આશ્વાસન બાદ રજૂઆત કરવા આવેલા લોકોનો રોષ શાંત પડ્યો હતો. જોકે, સ્થાનિકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો વહેલી તકે આ સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં આવે, તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.1
- બિહારમાં 28 વર્ષીય ભરત તિવારીનું પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું છે, જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે ભરત તિવારીએ થોડા દિવસો અગાઉ લાઈવ આવીને પૂર, અપૂરતી સરકારી કાર્યવાહી અને 600થી વધુ પરિવારોની વેદના અંગે જિલ્લા પ્રશાસન પર સવાલો ઉઠાવ્યા હતા. આ ઘટનાના થોડા સમય બાદ જ પોલીસ એન્કાઉન્ટરમાં તેમનું મૃત્યુ થયું હતું. 17 જૂન 2026ના રોજ બિહાર પોલીસ દ્વારા ભોજપુર જિલ્લાના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બિલોટી ગામના યુવક ભરત તિવારીને એન્કાઉન્ટરમાં ગોળી મારવામાં આવી હતી, અને સારવાર દરમિયાન તે જ દિવસે તેમનું હોસ્પિટલમાં અવસાન થયું હતું. લોકોના જણાવ્યા અનુસાર, ભરત તિવારી સ્થાનિક લોકોની સમસ્યાઓ બાબતે પ્રશાસન અને કાયદા વ્યવસ્થા સામે લડી રહ્યા હતા. તેઓ ભ્રષ્ટાચાર અને લાંચરુશવત સામે લડતા હતા, અને તેમને ચૂપ કરવાના ઇરાદાથી તેમના પર ખોટા આરોપો લગાવીને કાયદા વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા અને પછી તેમનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. આ ઘટનાને શહીદ ભગતસિંહ સાથે સરખાવવામાં આવી રહી છે, જ્યાં એક ભગતે અંગ્રેજો સામે લડાઈ લડી હતી અને બીજા (ભરત તિવારી)એ ભ્રષ્ટાચાર અને વ્યવસ્થાની નિષ્ફળતા સામે અવાજ ઉઠાવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં, ગુજરાત બ્રાહ્મણ જન જાગરણ સંસ્થા સમાજ દ્વારા સુરતના ડિંડોલી વિસ્તારના મધુરમ સર્કલ પર વીર ભરત તિવારીના એન્કાઉન્ટરનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે પ્રભાત દુબે, હરિ પાંડે, અમિત તિવારી, કુંદન ઝા, સુશીલ દુબે, દીપક બજરંગી પાંડે, અમિત પાંડે, અંજની શુક્લા જેવા સેંકડો બ્રાહ્મણ સમાજના લોકો હાજર રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ પ્રશાસન પાસેથી સ્વર્ગસ્થ અમિત તિવારીને ન્યાય મળે તેવી માંગ કરી હતી.1
- સુરતમાં અંધશ્રદ્ધાના નામે દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે સિંગણપોર પોલીસે નરેશ ચૌહાણ નામના એક ભુવાને ઝડપી પાડ્યો છે. આરોપી નરેશ ચૌહાણ ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને પોતાને માતાજીના સેવક તરીકે રજૂ કરવાનો ઢોંગ કરતો હતો.1