Shuru
Apke Nagar Ki App…
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી નજીક વિદ્યાર્થીઓ અને લોકોની અવરજવરવાળા માર્ગ પર એક કારચાલકે પૂરઝડપે અને બેફિકરાઈથી કાર હંકારી માનવજીવન જોખમમાં મૂક્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સયાજીગંજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન, પોલીસે કારચાલક સચીનકુમાર દહીયાભાઈ પરમારને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Seva Samaj News
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી નજીક વિદ્યાર્થીઓ અને લોકોની અવરજવરવાળા માર્ગ પર એક કારચાલકે પૂરઝડપે અને બેફિકરાઈથી કાર હંકારી માનવજીવન જોખમમાં મૂક્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સયાજીગંજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન, પોલીસે કારચાલક સચીનકુમાર દહીયાભાઈ પરમારને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
More news from ગુજરાત and nearby areas
- વડોદરા શહેરમાં તહેવારો પહેલાં પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ વારસીયા પોલીસે એક નોંધપાત્ર કામગીરી કરી છે. બાતમીના આધારે પોલીસે ₹4.46 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને એક કાર જપ્ત કરીને એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે અર્થ આઇકોન બિલ્ડિંગના બેઝમેન્ટમાં દરોડો પાડી ૧,૪૦૪ બોટલ અને ક્વાર્ટરિયા સહિત ₹2.96 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કર્યો હતો. આ ઉપરાંત, ₹1.50 લાખની કિંમતની SX4 કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, પોલીસે કુલ ₹4.46 લાખનો મુદ્દામાલ કબજે કરીને ઝડપાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ તડાકેબાજ કામગીરીને સ્થાનિક લોકોમાંથી પ્રશંસા મળી રહી છે.1
- વેનેઝુએલામાં 7.1 તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો છે, જેના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે.1
- વડોદરા જિલ્લાના ચિત્રાલથી ગામેઠા તરફ જતી નર્મદા કેનાલના કાચા રોડ પર આવેલા ઈંટોના ભઠ્ઠા નજીક, એક મોટા લીમડાના ઝાડ નીચે જાહેરમાં પત્તાપાનાં વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો હતો. આ અંગે મળેલી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દરોડો પાડી જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.1
- કાલોલ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. 3 માં આવેલ આંગણવાડી કેન્દ્ર-10, તળાવની પાળ ઉપર “આંગણવાડી પ્રગતિ ઉત્સવ” અંતર્ગત બાળકોનો પ્રવેશોત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી અને વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર પ્રતિકભાઈ ઉપાધ્યાય (મીન્ટુભાઈ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને મહાનુભાવોના હસ્તે આંગણવાડીમાં નવા પ્રવેશ મેળવતા નાના ભૂલકાંઓને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આંગણવાડી કાર્યકર હેતલબેન કિરણભાઈ કોન્ટ્રાક્ટર, મંજુલાબેન, પૂજાબેન રાવલ સહિત આંગણવાડીના લાભાર્થી બાળકો અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની એક વિશેષ વાત એ રહી કે નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી અને સભ્ય પ્રતિકભાઈ ઉપાધ્યાય દ્વારા આંગણવાડીના 30 લાભાર્થી બાળકોને પ્રોત્સાહન રૂપે સ્કૂલબેગ ભેટમાં આપવામાં આવી હતી, જે મળતાં બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. આ અવસરે, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજીએ જણાવ્યું હતું કે, “બાળકો દેશનું ભવિષ્ય છે. તેમને શિક્ષણ તરફ વાળવા અને આંગણવાડીમાં નિયમિત આવવા પ્રોત્સાહિત કરવા આ પ્રકારના કાર્યક્રમો જરૂરી છે.” કાઉન્સિલર મીન્ટુભાઈએ પણ વાલીઓને તેમના બાળકોને નિયમિત આંગણવાડીએ મોકલવા માટે અપીલ કરી હતી.2
- ભરૂચ શહેરની “એ” ડીવીઝન પોલીસે એક નાસતા-ફરતા આરોપીને સફળતાપૂર્વક પકડી પાડ્યો છે. આ આરોપી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ગુનામાં સજા પામેલો હતો.1
- કાલોલ પોલીસે એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે, જ્યાં પેટ્રોલિંગ દરમિયાન હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી સાયલેન્સર ચોરીના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓને ઉકેલવા માટે આપવામાં આવેલી સૂચનાઓના આધારે આ સફળતા મળી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ અને તેમની સર્વેલન્સ ટીમ નાઈટ રાઉન્ડ પર હતી, તે દરમિયાન મધવાસ ગામ પાસે હીરો કંપની નજીક એક આઇસર કન્ટેનર ટ્રક (રજી. નં. GJ-17-XX-4953) બંધ હાલતમાં ઊભેલી જોવા મળી હતી. આ ટ્રકમાંથી બે વ્યક્તિઓ અંધારામાં કંઈક સામાન નીચે ઉતારી રહ્યા હતા, જેનાથી પોલીસને શંકા ગઈ અને તેમણે બંનેની પૂછપરછ શરૂ કરી. સઘન પૂછપરછ દરમિયાન બંને આરોપીઓ ભાંગી પડ્યા હતા અને તેમણે સ્વીકાર્યું હતું કે આ સાયલેન્સર 'બડ-વે' કંપનીમાંથી ચોરવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક મોટરસાયકલના સાયલેન્સર અને ટ્રક કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેનાથી હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો ડીટેક્ટ થયો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ હરેશભાઈ ગુલાબસિંહ ચૌહાણ (ઉં.વ. ૨૫, ધંધો: ડ્રાઇવિંગ, રહે: મોકળ સાગોળ ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ) અને રાજકુમાર દિનેશભાઈ ચૌહાણ (ઉં.વ. ૨૩, ધંધો: મજૂરી/વર્કર, રહે: દાઉધરા ચૌહાણ ફળિયું, તા. ઘોઘંબા, જી. પંચમહાલ) તરીકે થઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹૧૧,૩૪,૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં કાળા કલરના ૭૨ નંગ સાયલેન્સર જેની કિંમત ₹૧,૨૯,૬૦૦/-, એક લોખંડની ટ્રોલી જેની કિંમત ₹૫,૦૦૦/-, અને આઇસર ટ્રક જેની કિંમત ₹૧૦,૦૦,૦૦૦/-નો સમાવેશ થાય છે. આ સફળતાથી હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયલેન્સર ચોરીનો વણશોધાયેલ ગુનો આખરે ઉકેલાઈ ગયો છે.3
- જંબુસર તાલુકાના કહાનવા ગામમાં મોહર્રમના પવિત્ર તહેવાર નિમિત્તે આજે 7મા ચાંદનો દિવસ છે.1
- પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના રામેશરા ગામમાં 23 જૂનની મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામના શાંત માહોલને ડહોળવાનો પ્રયાસ કરતી 15થી વધુ અજાણ્યા યુવકોની એક 'બાઈક ગેંગ'એ બજારમાં દંડા લઈને ઘૂસી આતંક મચાવ્યો હતો અને ભારે બૂમાબૂમ કરી હતી. આ ઘટનામાં એક યુવકે પોતે જ લાઈવ વીડિયો બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવક રામેશરા ગામના લોકોને ખુલ્લેઆમ બિભત્સ ગાળો બોલી રહ્યો છે અને પડકાર ફેંકી રહ્યો છે કે, 'જો તમારામાં તાકાત હોય તો તમારા ગામની ચોકડી પર આવીને બતાવો.' મોડી રાત્રે જ્યારે આખું ગામ સૂતું હતું, ત્યારે આ અજાણ્યા શખ્સો બાઈકો પર સવાર થઈને ગામના અલગ-અલગ રસ્તાઓ અને ગલીઓમાં દોડ્યા હતા અને બૂમાબૂમ કરી હતી. યુવકોએ ગામમાં ભયનો માહોલ ઊભો કરવા માટે ખુલ્લેઆમ ગાળાગાળી કરી આ વીડિયો શૂટ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે. ગામની શાંતિ જોખમાતા અને આ પ્રકારે ખુલ્લી ધમકી મળતા રામેશરા ગામના અગ્રણીઓ તુરંત સક્રિય થયા હતા. ગામના આગેવાનો દ્વારા આ સમગ્ર મામલાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે. ગામલોકો અને સ્થાનિક રહેવાસીઓ માંગ કરી રહ્યા છે કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોના આધારે આ ગુંડાતત્વોની તાત્કાલિક ઓળખ કરીને તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.1