Shuru
Apke Nagar Ki App…
થાન નવાગામ પ્રાથમિક શાળા: વિજ્ઞાન અને પ્રકૃતિના સંગમ સાથે શિક્ષણનું અનોખું મોડેલ થાન નવાગામ પ્રાથમિક શાળામાં શિક્ષકોના નવતર પ્રયોગોથી શિક્ષણ અને પ્રકૃતિનો સંગમ રચાયો છે. અહીં સોલાર ફુવારા, વેસ્ટ પાઈપોમાંથી બનાવેલ 'વર્ટિકલ ગાર્ડન' અને જૂની બેન્ચોમાંથી તૈયાર કરાયેલા શૂ-સ્ટેન્ડ દ્વારા 'વેસ્ટમાંથી બેસ્ટ'નો મંત્ર સાકાર કરાયો છે. પ્રકૃતિના ખોળે અભ્યાસ માટે નિર્મિત પારંપરિક 'હટ' (ઝૂંપડી) અને હરિયાળું કેમ્પસ આજે અન્ય શાળાઓ માટે એક આદર્શ મોડેલ બની રહ્યું છે.
Shailesh Vaniya
થાન નવાગામ પ્રાથમિક શાળા: વિજ્ઞાન અને પ્રકૃતિના સંગમ સાથે શિક્ષણનું અનોખું મોડેલ થાન નવાગામ પ્રાથમિક શાળામાં શિક્ષકોના નવતર પ્રયોગોથી શિક્ષણ અને પ્રકૃતિનો સંગમ રચાયો છે. અહીં સોલાર ફુવારા, વેસ્ટ પાઈપોમાંથી બનાવેલ 'વર્ટિકલ ગાર્ડન' અને જૂની બેન્ચોમાંથી તૈયાર કરાયેલા શૂ-સ્ટેન્ડ દ્વારા 'વેસ્ટમાંથી બેસ્ટ'નો મંત્ર સાકાર કરાયો છે. પ્રકૃતિના ખોળે અભ્યાસ માટે નિર્મિત પારંપરિક 'હટ' (ઝૂંપડી) અને હરિયાળું કેમ્પસ આજે અન્ય શાળાઓ માટે એક આદર્શ મોડેલ બની રહ્યું છે.
More news from Surendranagar and nearby areas
- સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈને વિવિધ વોર્ડ અને ઓપરેશન થિયેટરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દર્દીઓ સાથે સીધો સંવાદ કરી સારવાર અંગે પ્રતિભાવો મેળવ્યા હતા અને હોસ્પિટલના રજીસ્ટરો તેમજ સરકારી યોજનાઓના અમલીકરણની ચકાસણી કરી હતી. કલેક્ટરશ્રીએ પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી અને પાવર બેકઅપ સુદ્રઢ કરવા સૂચના આપી હતી. અંતમાં, તેમણે હોસ્પિટલ સ્ટાફને તાકીદ કરી હતી કે છેવાડાના માનવીને કોઈ પણ અગવડ વિના શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવું.1
- સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ-પાટડી રોડ પર સવલાસ ગામ નજીક સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાયો હતો. ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પર આવેલા વિજપોલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતમાં વિજપોલને ભારે નુકસાન થયું હતું અને તે તૂટી ગયો હતો. સદભાગ્યે, કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાની થઈ નથી.1
- પાટણ: આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને અનુલક્ષીને પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકશાહીના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મતદારોમાં મતદાન પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ કોઈપણ પ્રકારના ખચકાટ વિના પોતાના પવિત્ર મતાધિકારનો પ્રયોગ કરી શકે તે હેતુથી પાટણ નગરપાલિકા ખાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના જીવંત નિદર્શન અને પ્રેક્ટિસની વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટીતંત્રના આ ભગીરથ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાનના દિવસે મતદારોમાં જોવા મળતી મુંઝવણને દૂર કરવાનો અને પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે. પાટણ નગરપાલિકા ખાતે વિશેષ કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં કુશળ કર્મચારીઓ દ્વારા નાગરિકોને ઈવીએમ મશીનની કાર્યપદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી રહી છે. મતદારો સ્વહસ્તે મશીન પર પ્રેક્ટિસ કરી રહ્યા હોવાથી તેમના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વિશેષ કરીને પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારો અને વરિષ્ઠ નાગરિકો માટે આ પ્રાયોગિક પ્રક્રિયા અત્યંત આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ કાર્યક્રમને જનતા તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકશાહીના આ મહાપર્વમાં પ્રત્યેક નાગરિક જવાબદારીપૂર્વક જોડાય તે અનિવાર્ય છે. 'જાગૃત મતદાર, મજબૂત લોકશાહી'ના મંત્રને સાર્થક કરવા માટે મહત્તમ મતદારો આ પ્રેક્ટિસ કેન્દ્રની મુલાકાત લે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રની આ સક્રિયતાને કારણે આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે અને પ્રક્રિયા નિર્વિઘ્ને સંપન્ન થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. પાટણ રિપોર્ટર વિજય વડલિયા4
- Post by Pankaj Parmar1
- Post by Pooja patel1
- Post by Ramesh thakor Halvad Morbi1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- પાટણનું ટ્રાફિક વધારે વધી ગઈ છે1