શહેર સિવિલ હોસ્પિટલને ૮૩ લાખના આધુનિક મેડિકલ સાધનોનું લોકાર્પણ, આદિવાસી વિસ્તારમાં આરોગ્ય સેવાઓને મળશે નવી દિશા ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદના ઉપક્રમે ત્રિવેદી ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ યુ.એસ.એ. ના આર્થિક સહયોગ અને શ્રી છોટાલાલ દલપતરામ ત્રિવેદીની અલૌકિક પ્રેરણાથી શ્રીમતી શારદાબેન મધુસૂદન ત્રિવેદીની સ્મરણાંજલિમાં જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્માને રૂપિયા ૮૩ લાખના- મેડિકલ સાધનો અર્પિત કરવામાં આવ્યા હતા. આદિવાસી ટ્રાઈબલ વિસ્તારની આ હોસ્પિટલને આવા મહત્વના સાધનો મળવાથી અહીં સારવાર અર્થે આવતી મધ્યમ અને ગરીબ જનતાને બહારના જરૂરી રિપોર્ટથી જે વધુનો અને નહીં પોષાય તેવો ખર્ચ થતો હતો તેવા ખર્ચ માંથી મુક્તિ મળશે અને આવા તમામ રિપોર્ટ હવે હોસ્પિટલમાં જ ઉપલબ્ધ થશે. હોસ્પિટલને આવી ૮૩,૦૦,૦૦૦/- જેટલી માતબર રકમના જે સાધનો ઉપલબ્ધ થયા છે જેમાં ડિઝિટલ એક્ષરે મશીન, મેમોગ્રાફી મશીન, રેડિયોગ્રાફી મશીન, અલ્ટ્રાસાઉન્ડ મશીન, હિમેટ્રોગ્રાફી મશીન, બાઈનોક્યુલર માઈક્રોસ્કોપ, હોરીઝોન્ટલ ઑટોકલેવ મશીન, બાયોકેમિસ્ટ્રી સેમી ઑટો એનેલાઈઝર તથા ઇમ્યુનો એસે એનેલાઈઝર મશીનોનો સમાવેશ થાય છે. કાર્યક્રમની શરૂવાત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય બાદ આવેલ મહેમાનોનું પુષ્પ ગુચ્છ અને અંબિકા માતાજીનો ફોટો આપી સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આવેલ મહેમાનોએ પ્રસંગોપાત વારાફરથી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને આવા ઉમદા કાર્યને બિરદાવ્યા હતા. કાર્યક્રમના ઉદ્ઘાટક રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા ધ્વારા કાર્યક્રમને અનુરૂપ માહિતી આપી સૌને ઉદબોધિત કર્યા હતા. મુખ્ય મહેમાન અને ડાયરેક્ટર એચ. ઓ.પી.ઇ. ઓન્કોલોઝી ક્લિનિક ન્યૂ દિલ્હીના ડૉ. અમિત વોરા ધ્વારા પોતાના નાનપણના સ્મરણો તાજા કર્યા હતા અને તેમના પરિવારજનો ધ્વારા કરવામાં આવતા આવા સેવાકીય કાર્યોને લઈને પોતાની ફરજ અંગે સવિસ્તૃત માહિતી રજૂ કરી હતી. આ પ્રસંગે રજી. ફાઇનાન્શિયલ એડવાઇઝર યુ.એસ.એ. મધુભાઈ છોટાલાલ ત્રિવેદી, ઓલ ઇન્ડિયા વુમન કોન્ફરન્સ મુંબઈ બ્રાન્ચના દેવયાનીબેન વોરા, મેનેજિંગ ટ્રસ્ટી , માનવ કલ્યાણ ટ્રસ્ટ, અમદાવાદના સાવિત્રીબેન પટેલ, પૂર્વ સીડીપીઓ ઉર્મિલાબેન ત્રિવેદી, સિવિલ હોસ્પિટલ અધિક્ષક અશ્વિનભાઇ ગઢવી, જીગ્નેશભાઈ જોશી,સુરેશભાઈ પટેલ, હિતેશપટેલ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજેન્દ્રસિંહ ચૌહાણ, સિવિલ હોસ્પિટલ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત, અમરેલી જેલમાં ખસેડાયો આજે સવારે 8 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાના આધારે હિંમતનગર બી ડિવિઝન પોલીસે વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીને પાસા એક્ટ હેઠળ ઝડપી લીધો છે. હિંમતનગરના હડીયોલ પુલ છાપરિયામાં રહેતા ફીરોજખાન ઉર્ફે વકાર ઇકબાલખાન પઠાણ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા. ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર થતા પીએસઆઈ આર.એલ. દેસાઈ અને સર્વેલન્સ સ્ટાફે આરોપીને ઝડપી પાડી અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.1
- ઈડરની ગંભીરપુર જીવદયા ટીમ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ સરાહનીય કાર્યથી અનેક ભૂખ્યા લોકોના પેટ ભરાયા અને ટીમને લોકોના હૃદયના આશીર્વાદ પ્રાપ્ત થયા.1
- ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર. ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો: ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર. ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો: #firefighting #hero #community #safetyfirst #environment #cleanland #khedbrahma #gujarat #emergency #response1
- ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામે બાઇક અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ કારચાલકના ઘરે મુકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાતા સમગ્ર નાકા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે.1
- મહેસાણાના માલિકપુર-ગણેશપુરા વિસ્તારમાં કટર લાઇન તૂટવાને કારણે કેરાલારસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.3
- વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા *વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા* વિજાપુર: વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા અને એકતા સમિતિ દ્વારા ખરોડના શ્રી રામદેવપીર મંદિર ખાતે આજે રવિવાર તા. 10/05/2026 ના રોજ પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમિતિના પ્રમુખ મહેશજી ગાંડાજી ઠાકોરની આગેવાની અને કનુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નટુજી હાલાજી ઠાકોરે કર્યું હતું. કનુભાઈ ચૌધરી ભોજનના દાતા રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય નિતીનભાઈ સી. પટેલ, યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શંકાબેન મહેશજી ઠાકોર, ઓ.બી.સી. વર્ગીકરણ ગુજરાતના પ્રદેશ કન્વીનર તારક ઠાકોર અને વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં 24 નવદંપતીઓએ લગ્નગ્રંથીથી જોડાઈને જીવનયાત્રાનો પ્રારંભ કર્યો હતો. હસ્ત મેળાપ બાદ દાતાઓ અને મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ મહેશભાઈ ઠાકોર, સમિતિના સદસ્યો અને સમાજના આગેવાનોની સખત મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. ખોટા ખર્ચા ટાળીને મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન સન્માનભેર યોજવાના હેતુથી આયોજિત ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વજનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.1
- સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયા ગામે અંબિકા માતાજી મંદિરનો 20મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ અવસરે સમગ્ર ગામના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદમાં જોડાયા હતા. આ કાર્યક્રમથી સમગ્ર લાંબડીયા ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.1
- જિલ્લા LCB એ ગુજરાત-રાજસ્થાનમાં ચોરી-ચેઈન સ્નેચિંગ ના ગુના ઉકેલ્યા ગઈકાલે સાંજે 7 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય ચેઈન સ્નેચિંગ કરતી આંતરરાજ્ય ગેંગનો ભંડાફોડ કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓને ઝડપી લઈ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે 6.70 લાખની સોનાની ચેઈન સહિત કુલ 7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે હિંમતનગરના ખેડ-તસિયા રોડ પરથી કાળા રંગની હોન્ડા શાઈન બાઈક સાથે બે શંકાસ્પદને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 4 તૂટેલી સોનાની ચેઈન મળી આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ હિંમતનગર અને અમદાવાદ સહિત રાજસ્થાનમાં થયેલા કુલ 6 ગુનાઓની કબૂલાત કરી છે. બંને આરોપીઓને હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસને સોંપાયા છે, જ્યારે ગેંગના અન્ય 4 સભ્યો હજુ ફરાર છે.1