Shuru
Apke Nagar Ki App…
"ખેલકૂદ એ સુખી જીવનનો આધાર છે" - ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ 🏏 આજ રોજ કડાણા તાલુકાના દિવડા ખાતે દિવડા કોલોની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ - 2026 નો શુભારંભ વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબે કરાવ્યો. આ તકે કડાણા મંડળ મહામંત્રીશ્રી અજયપાલસિંહ ચૌહાણ,શૈલેન્દ્રસિંહ બાપુ, ભગવતસિંહ બાપુ,કાર્યકર્તાઓ, આયોજકમિત્રો અને ખેલાડીઓ હાજર રહ્યાં હતાં.
DILIPBHAI BARIA
"ખેલકૂદ એ સુખી જીવનનો આધાર છે" - ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ 🏏 આજ રોજ કડાણા તાલુકાના દિવડા ખાતે દિવડા કોલોની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ - 2026 નો શુભારંભ વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબે કરાવ્યો. આ તકે કડાણા મંડળ મહામંત્રીશ્રી અજયપાલસિંહ ચૌહાણ,શૈલેન્દ્રસિંહ બાપુ, ભગવતસિંહ બાપુ,કાર્યકર્તાઓ, આયોજકમિત્રો અને ખેલાડીઓ હાજર રહ્યાં હતાં.
More news from ગુજરાત and nearby areas
- મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં અંદાજે રૂ. ૭૫૩૧.૩૧ લાખના ખર્ચે નિર્માણ થયેલ સરસડી ગામથી કડાણા તાલુકાના ઉત્તર ભાગના ૩૪ જેટલા તળાવોમાં પાણી છોડવાની કામગીરી વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબના વરદ હસ્તે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ યોજનાથી વિસ્તારના તળાવો ભરાવાની સાથે સાથે ભૂગર્ભ જળસ્તર સુધરશે, ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે અને સ્થાનિક લોકોને પાણીની સમસ્યામાં રાહત મળશે. આ પ્રકારના વિકાસ કાર્યો ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ તકે કડાણા મંડળ પ્રમુખશ્રી પર્વતભાઈ ડામોર,જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરશ્રી રણછોડભાઈ ડામોર,ભુલ સરપંચશ્રી પોપટભાઈ ડીંડોર, નવી ગોધર સરપંચશ્રી અભેસિંગભાઈ,યુવા નેતા જાલુભાઈ ડામોર,બકાભાઈ પટેલ પ્રતાપભાઈ ડામોર અને કાર્યકર્તાઓ ગામજનો હાજર રહ્યાં હતાં.4
- Post by Salman moravala1
- દાહોદમાં કોંગ્રેસ દ્રારા પાલિકા ચોક ખાતે ધરણા યોજવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીને રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના હોદ્દેદારો નનામી કાઢી વિરોધ કરી રજુઆત કરવા પહોંચ્યા હતા1
- દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા પંંચેલા ખાતે ત.ક મંત્રીશ્રી ના દફતરની apendix-A મુજબ તપાસણી હાથ ધરાઈ આજે તારીખ 30/03/2026 સોમવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર પ્રાંત અધિકારી દેવગઢ બારીયા દ્વારા પંચેલા ગામ ખાતે તલાટી કમ મંત્રીશ્રીના દફતરની Appendix-A મુજબ તપાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ નોંધપોથી, રજીસ્ટર અને સરકારી દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરવામાં આવી. દફતર વ્યવસ્થાપન અને રેકોર્ડ જાળવણીની પ્રક્રિયા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન દફતર અધ્યતન રાખવાની બાબતે ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારીએ તલાટીશ્રીને તમામ નોંધપોથી સમયસર સુધારવા, જરૂરી એન્ટ્રીઓ નિયમિત કરવા તેમજ દસ્તાવેજોની યોગ્ય રીતે જાળવણી કરવા માટે સૂચનાઓ આપી હતી. આ સાથે દફતરની કામગીરી વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બને તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.1
- રખડતા ઢોર અને કૂતરાઓના વધતા ત્રાસ મુદ્દે દાહોદમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૨ દિવસથી ધરણા પર બેઠેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હવે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. નગરપાલિકા અને શાસકો સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પીવાના પાણીની સમસ્યા, બંધ સ્ટ્રીટ લાઈટ અને ઉભરાતી ગટર જેવી મૂળભૂત સમસ્યાઓથી જનતા પરેશાન છે. પ્રાંત કચેરીએ કોંગ્રેસ કાર્યકરો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો અને તંત્રને ચીમકી આપવામાં આવી કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. 🎙️ બાઈટ: હર્ષદ નિનામા (પ્રમુખ, દાહોદ જિલ્લા કોંગ્રેસ) 👉 આવી જ લેટેસ્ટ ન્યૂઝ માટે પેજને ફોલો કરો1
- DAHOD..AAP नेता,युवराज सिंह जाडेजा का लिमखेड़ा मे धमाकेदार भाषण। #dahodnews #aap #breaking #gujarat1
- મોડાસા શહેરમાં સતત વધી રહેલી ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ના. જિલ્લા પોલીસવડા આર.ડી.ડાભી ને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરો દ્વારા રેકી કરીને ખાસ કરીને બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને શાળા-કોલેજોના વેકેશન દરમિયાન મકાનો બંધ રહેતા હોવાથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્રને જણાવ્યું હતું કે, જો ચોરીના બનાવોને તાત્કાલિક કાબૂમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને નાગરિકોની સુરક્ષા માટે લડત લડશે. કોંગ્રેસ દ્વારા પોલીસ સમક્ષ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું, ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વિશેષ ટીમ બનાવવી, CCTV સર્વેલન્સ મજબૂત કરવું, તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે શાળા અને કોલેજોમાં વેકેશન દરમિયાન કોમ્પ્યુટર સહિતના શૈક્ષણિક સાધનોની ચોરી અટકાવવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, બલવંતસિંહ રાઠોડ, રાહુલભાઈ પટેલ, કોર્પોરેટર ખાલકભાઈ, અંજુબેન, યુવા પ્રમુખ આશુતોષ રાઠોડ , અચલ સગર, મદની મલેક,હીરાભાઈ, અમિત મકવાણા, બાલુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જવાનસિંહ ઠાકોર અરવલ્લી . મોં. 96385006503
- દાહોદમાં કોંગ્રેસ દ્રારા પાલિકા ચોક ખાતે ધરણા યોજવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીને રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના હોદ્દેદારો નનામી કાઢી વિરોધ કરી રજુઆત કરવા પહોંચ્યા હતા1