પ્રધાનમંત્રીશ્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને જનઆંદોલન બનાવી દરેક નાગરિક વૃક્ષ વાવી તેનું જતન કરે તેવો મંત્રીશ્રીનો અનુરોધ ** માનગઢની પવિત્ર તપોભૂમિ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ૭૭માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી ** આઝાદી પહેલાં દેશ માટે બલિદાન આપવાનું હતું, હવે દેશ, પ્રકૃતિ અને સંસ્કૃતિ માટે જીવવાનું છે: મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ * પ્રધાનમંત્રીશ્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને જનઆંદોલન બનાવી દરેક નાગરિક વૃક્ષ વાવી તેનું જતન કરે તેવો મંત્રીશ્રીનો અનુરોધ ** માનગઢના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વન વિભાગના શ્રેષ્ઠ કર્મીઓનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરાયું તથા સખી મંડળોને ચેક/સહાય વિતરણ કરાયું ** મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તેમજ ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું ** મહીસાગર, ૨૭ ઓગસ્ટ ૨૦૨૬: મહીસાગર જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ માનગઢ (ભમરી-કુંડા, તા. સંતરામપુર) સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લાકક્ષાના ૭૭માં વન મહોત્સવ–૨૦૨૬ની ભવ્ય ઉજવણી રાજ્યકક્ષાના નાણાં, પોલીસ હાઉસીંગ, જેલ, નાગરિક સરક્ષણ,ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ,સરહદી સુરક્ષા અને નશાબંધી અને આબકારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદ્બોધન આપતાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે માનગઢની ઐતિહાસિક ક્રાંતિભૂમિ અને ગોવિંદ ગુરુના પ્રેરણાદાયી જીવનનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, ૧૯૧૩માં આ જ ભૂમિ પરથી મા ભારતીની આઝાદી માટે ૧૫૦૭ જેટલા વીર શહીદોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું, જેના પરિણામે આજે આપણે આઝાદીનો પ્રકાશ માણી રહ્યા છીએ. આઝાદી પૂર્વે દેશ માટે શહીદી વહોરવાની હતી, જ્યારે આઝાદી પછી હવે આપણે દેશ, પ્રકૃતિ, સંસ્કૃતિ અને મા ભારતીના ઉત્કર્ષ માટે જીવવાનું છે. મંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિના અવિભાજ્ય સંબંધને રેખાંકિત કરતાં જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ સદીઓથી પ્રકૃતિપ્રેમી અને પર્યાવરણનું જતન કરનારી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વૃક્ષોમાં પીપળાનું મહત્વ દર્શાવ્યું છે. આપણા શાસ્ત્રોમાં તુલસી, વડ, બીલીપત્ર તેમજ ગંગા, યમુના, નર્મદા અને મહીસાગર જેવી પવિત્ર નદીઓને પૂજનીય માનવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'નો મંત્ર આપણા જીવનમાં ઉતારી પૃથ્વી અને પર્યાવરણને પ્રદૂષણમુક્ત રાખવું એ આપણી નૈતિક ફરજ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા ‘એક પેડ મા કે નામ’ (એક વૃક્ષ માના નામે) મહાઅભિયાનનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશની ૧૪૦ કરોડ જનતા જો પ્રત્યેક એક વૃક્ષ વાવી તેનું સંવર્ધન કરે તો પ્રકૃતિનું સંતુલન આપોઆપ જળવાઈ રહેશે. તેમણે ગુજરાતના સપૂત કનૈયાલાલ મુનશી દ્વારા શરૂ કરાયેલા વન મહોત્સવની પરંપરાને આગળ ધપાવી હરિયાળી ક્રાંતિ લાવવા, જળ સંચય કરવા અને ભાવિ પેઢી માટે સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ કરવા સૌ ઉપસ્થિત ગ્રામજનો અને યુવાનોને વૃક્ષારોપણ કરી તેનું જતન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ સાથે તેમણે પૌષ્ટિક આહાર તરીકે મિલેટ્સ (શ્રીઅન્ન - બાજરો, જુવાર, રાગી, મકાઈ) અપનાવી સ્વસ્થ ભારત નિર્માણમાં સહભાગી થવા પણ આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે વન સંરક્ષણ અને નર્સરી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામીણ સ્તરે નર્સરી રોપા ઉછેર ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન આપનાર મિશન મંગલમ સખી મંડળોને પ્રોત્સાહક આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ જનજાગૃતિ અર્થે ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન આપતાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારે પર્યાવરણ સંતુલન જાળવવા માટે ગ્રામીણ સ્તરે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને મહિલા શક્તિ પણ આ હરિયાળી ઝુંબેશમાં સક્રિય ભાગીદારી નોંધાવે તે બાબત પર ભાર મૂક્યો હતો. જ્યારે સંતરામપુરના ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે માનગઢની ઐતિહાસિક તપોભૂમિનું મહત્વ વર્ણવતા જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને વનસંપદાનું રક્ષણ એ આપણી સંસ્કૃતિનો મુખ્ય આધાર છે. તેમણે નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડીને ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રોપેલા દરેક છોડનું વૃક્ષ બને ત્યાં સુધી જતન કરવાનો અનુરોધ કર્યો હતો. આ ગૌરવપૂર્ણ અવસરે મહીસાગર નાયબ વન સંરક્ષકશ્રી,અરવલ્લી અને ગોધરા વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રીઓ, મદદનીશ વન સંરક્ષકશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, સ્થાનિક પદાધિકારીઓ, વનકર્મીઓ, સખી મંડળની બહેનો, યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીશ્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને જનઆંદોલન બનાવી દરેક નાગરિક વૃક્ષ વાવી તેનું જતન કરે તેવો મંત્રીશ્રીનો અનુરોધ ** માનગઢની પવિત્ર તપોભૂમિ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ૭૭માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી ** આઝાદી પહેલાં દેશ માટે બલિદાન આપવાનું હતું, હવે દેશ, પ્રકૃતિ અને સંસ્કૃતિ માટે જીવવાનું છે: મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ * પ્રધાનમંત્રીશ્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને જનઆંદોલન બનાવી દરેક નાગરિક વૃક્ષ વાવી તેનું જતન કરે તેવો મંત્રીશ્રીનો અનુરોધ ** માનગઢના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વન વિભાગના શ્રેષ્ઠ કર્મીઓનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરાયું તથા સખી મંડળોને ચેક/સહાય વિતરણ કરાયું ** મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તેમજ ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું ** મહીસાગર, ૨૭ ઓગસ્ટ ૨૦૨૬: મહીસાગર જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ માનગઢ (ભમરી-કુંડા, તા. સંતરામપુર) સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લાકક્ષાના ૭૭માં વન મહોત્સવ–૨૦૨૬ની ભવ્ય ઉજવણી રાજ્યકક્ષાના નાણાં, પોલીસ હાઉસીંગ, જેલ, નાગરિક સરક્ષણ,ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ,સરહદી સુરક્ષા અને નશાબંધી અને આબકારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદ્બોધન આપતાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે માનગઢની ઐતિહાસિક ક્રાંતિભૂમિ અને ગોવિંદ ગુરુના પ્રેરણાદાયી જીવનનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, ૧૯૧૩માં આ જ ભૂમિ પરથી મા ભારતીની આઝાદી માટે ૧૫૦૭ જેટલા વીર શહીદોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું, જેના પરિણામે આજે આપણે આઝાદીનો પ્રકાશ માણી રહ્યા છીએ. આઝાદી પૂર્વે દેશ માટે શહીદી વહોરવાની હતી, જ્યારે આઝાદી પછી હવે આપણે દેશ, પ્રકૃતિ, સંસ્કૃતિ અને મા ભારતીના ઉત્કર્ષ માટે જીવવાનું છે. મંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિના અવિભાજ્ય સંબંધને રેખાંકિત કરતાં જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ સદીઓથી પ્રકૃતિપ્રેમી અને પર્યાવરણનું જતન કરનારી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વૃક્ષોમાં પીપળાનું મહત્વ દર્શાવ્યું છે. આપણા શાસ્ત્રોમાં તુલસી, વડ, બીલીપત્ર તેમજ ગંગા, યમુના, નર્મદા અને મહીસાગર જેવી પવિત્ર નદીઓને પૂજનીય માનવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'નો મંત્ર આપણા જીવનમાં ઉતારી પૃથ્વી અને પર્યાવરણને પ્રદૂષણમુક્ત
રાખવું એ આપણી નૈતિક ફરજ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા ‘એક પેડ મા કે નામ’ (એક વૃક્ષ માના નામે) મહાઅભિયાનનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશની ૧૪૦ કરોડ જનતા જો પ્રત્યેક એક વૃક્ષ વાવી તેનું સંવર્ધન કરે તો પ્રકૃતિનું સંતુલન આપોઆપ જળવાઈ રહેશે. તેમણે ગુજરાતના સપૂત કનૈયાલાલ મુનશી દ્વારા શરૂ કરાયેલા વન મહોત્સવની પરંપરાને આગળ ધપાવી હરિયાળી ક્રાંતિ લાવવા, જળ સંચય કરવા અને ભાવિ પેઢી માટે સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ કરવા સૌ ઉપસ્થિત ગ્રામજનો અને યુવાનોને વૃક્ષારોપણ કરી તેનું જતન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ સાથે તેમણે પૌષ્ટિક આહાર તરીકે મિલેટ્સ (શ્રીઅન્ન - બાજરો, જુવાર, રાગી, મકાઈ) અપનાવી સ્વસ્થ ભારત નિર્માણમાં સહભાગી થવા પણ આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે વન સંરક્ષણ અને નર્સરી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામીણ સ્તરે નર્સરી રોપા ઉછેર ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન આપનાર મિશન મંગલમ સખી
મંડળોને પ્રોત્સાહક આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ જનજાગૃતિ અર્થે ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન આપતાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારે પર્યાવરણ સંતુલન જાળવવા માટે ગ્રામીણ સ્તરે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને મહિલા શક્તિ પણ આ હરિયાળી ઝુંબેશમાં સક્રિય ભાગીદારી નોંધાવે તે બાબત પર ભાર મૂક્યો હતો. જ્યારે સંતરામપુરના ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે માનગઢની ઐતિહાસિક તપોભૂમિનું મહત્વ વર્ણવતા જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને વનસંપદાનું રક્ષણ એ આપણી સંસ્કૃતિનો મુખ્ય આધાર છે. તેમણે નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડીને ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રોપેલા દરેક છોડનું વૃક્ષ બને ત્યાં સુધી જતન કરવાનો અનુરોધ કર્યો હતો. આ ગૌરવપૂર્ણ અવસરે મહીસાગર નાયબ વન સંરક્ષકશ્રી,અરવલ્લી અને ગોધરા વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રીઓ, મદદનીશ વન સંરક્ષકશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, સ્થાનિક પદાધિકારીઓ, વનકર્મીઓ, સખી મંડળની બહેનો, યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
- ડીટવાસબીપોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેટા ફોરવીલર ગાડીમાં લઈ જવા તો રૂપિયા 3,92,640 નો મુદ્દા માલ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ ઝડપી પાડી પ્રોવીબિશનનો ઘરના પાત્ર કેસ શોધી કાઢતી પોલીસ ડીટવાસબીપોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેટા ફોરવીલર ગાડીમાં લઈ જવા તો રૂપિયા 3,92,640 નો મુદ્દા માલ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ ઝડપી પાડી પ્રોવીબિશનનો ઘરના પાત્ર કેસ શોધી કાઢતી પોલીસ. રિપોર્ટર.... અમીન કોઠારી મહીસાગર..... પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાન નિરીક્ષક વીધી ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીના તથા નાયબ પોલીસ અધિકક્ષક જેજી ચાવડા ના હોય તો અસરકારક કામગીરી કરવા અવારનવારનું આયોજન કરેલ હતું. જે અન્વયે ડીટવાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએ ચૌધરી ડીટવાસ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ ના માણસો સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોસઇ વી એ ચૌધરી ના હોય ખાનગી રહે અંગત બાદમેદારથી બાદમી મળેલ કે એક સફેદ કલરની ફોરવીલર ક્રેટા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાન રાજ્યના પુનાવાડા તરફથી સરસવા ઉત્તરથી પડાદરા થઈ ગોધર ઘાસવાડા તરફના રોડે જનાર છે તેવી ચોક્કસ વાતની મળેલ હોય જે ચોક્કસ વાતની હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે ગોધણ ત્રણ રસ્તા પર વચમાં ઊભા હતા તે દરમિયાન ક્રેટા ફોરવીલર ગાડી આવતા સરકારી તેમજ ખાનગી વાહનોની આડસ કરતા સદર ફોરવીલર ક્રેટા ગાડીના ચાલકે થોડી દૂરથી જ તેનો વહન ઉભું રાખી રિવર્સ કરી પાછો વળી નાસવા જતા તેનું વાહન creta ગાડી રોડની બાજુમાં ઊતરી ગયેલ અને ફોર વીલર ક્રેટા ગાડી ના ચાલકને પકડી પાડેલ ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી પ્લાસ્ટિકના કોઠારીયા તથા બિયર ટીન મળીને કુલ નંગ 1344 કિંમત રૂપિયા 3,92,640 નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દા પણ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.2
- ફતેપુરા તાલુકાના એક ગામમાં કરિયાણાની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરતાં સગીર વયનાં બાળકો CCTV કેમેરામાં કેદ યાસીનભાભોર-FATEPURA LIVE MO.9825257995-9924257995 ફતેપુરા તાલુકાના એક ગામમાં કરિયાણા ની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરતાં સગીર વયનાં બાળકો CCTV કેમેરામાં કેદ,દુકાન માલિકે ફતેપુરા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી,ફતેપુરા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી.1
- દાહોદ જિલ્લાના અંતેલા PHC ખાતે પરિવાર નિયોજન સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે સંયુક્ત મુલાકાત અને સમીક્ષા કરાઈ દાહોદ જિલ્લાના અંતેલા PHC ખાતે પરિવાર નિયોજન સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે સંયુક્ત મુલાકાત અને સમીક્ષા કરાઈ આજે તારીખ 27/08/2026 ગુરુવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત રાજ્ય NHMના પરિવાર નિયોજન સલાહકાર ડૉ. દેવેશ ત્રિપાઠીએ PSI ઇન્ડિયાની ટીમ સાથે અંતેલા PHCની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પરિવાર નિયોજનને લગતા રેકોર્ડ, લાભાર્થીઓને આપવામાં આવતી કાઉન્સેલિંગ સેવા, જરૂરી સાધનો અને સામગ્રીની ઉપલબ્ધતા તેમજ આરોગ્ય કેન્દ્રની સેવા માટેની સજ્જતા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મળેલા નિરીક્ષણ અને માહિતીના આધારે આરોગ્ય કેન્દ્રના સ્ટાફને પરિવાર નિયોજન સેવાઓની ગુણવત્તામાં વધુ સુધારો લાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દાહોદની SDH ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે પરિવાર નિયોજન સેવાઓ અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પરિવાર નિયોજન સેવાઓને વધુ વિસ્તૃત બનાવવા અને લોકોને ગુણવત્તાયુક્ત સેવાઓ સમયસર મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિવાર નિયોજન સેવાઓને વધુ મજબૂત બનાવી આરોગ્ય કેન્દ્ર કક્ષાએ યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે આ મુલાકાત અને સમીક્ષા બેઠક યોજાઈ હતી.1
- 🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ 🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો. ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો. 📍 મેઘરજ | અરવલ્લી 📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ 🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ 🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો. ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો. 📍 મેઘરજ | અરવલ્લી 📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ4
- ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન1
- બાલાસિનોરમાં ડુપ્લિકેટ દૂધનો આક્ષેપ, જનતાના આરોગ્ય સાથે ચેડાંનો સવાલ મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં જનતાના આરોગ્ય સાથે ચેડાં થવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શહેરમાં કથિત રીતે ડુપ્લિકેટ દૂધ બનાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ લોકોમાં ચિંતા ફેલાવી છે. લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો એવા દૂધમાં જ જો ભેળસેળ કે નકલી દૂધ બનાવવામાં આવતું હોય તો તે ગંભીર બાબત બની શકે છે. સવાલ એ છે કે બાલાસિનોરમાં આ પ્રકારનું દૂધ કોણ બનાવી રહ્યું છે અને તેની પાછળ કોણ જવાબદાર છે? જો આક્ષેપોમાં તથ્ય હોય તો આવી પ્રવૃત્તિથી નાના બાળકો, વૃદ્ધો સહિત સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર મામલે ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર તથા સ્થાનિક વહીવટી તંત્ર તપાસ હાથ ધરે છે કે કેમ? કથિત ડુપ્લિકેટ દૂધના નમૂનાઓ લેવામાં આવશે કે કેમ અને જો નિયમોનો ભંગ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે કેમ? સવાલ સીધો છે—જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરશે? આ હકીકત ની પુષ્ટિ કરતાં નથી આ વાયરલ વીડિયો છે... તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે.....1
- SBMG અંતર્ગત ગરબાડા તાલુકાની ભરસાડા ગ્રામ પંચાયત ખાતે સામૂહિક સોક પિટની કામગીરીનું અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું SBMG અંતર્ગત ગરબાડા તાલુકાની ભરસાડા ગ્રામ પંચાયત ખાતે સામૂહિક સોક પિટની કામગીરીનું અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું આજે તારીખ 27/08/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર મુલાકાત દરમિયાન સામૂહિક સોક પિટની કામગીરીની પ્રગતિ અને તેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ સોક પિટનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને તેની જાળવણી કરવામાં આવે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સામૂહિક સોક પિટના નિર્માણથી ગામમાં ગંદા પાણીના યોગ્ય નિકાલમાં મદદ મળી રહે તેમજ સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણ જાળવવામાં સહાય મળે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અધિકારી દ્વારા કામગીરીની ગુણવત્તા અને આયોજન મુજબની વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.1
- અરવલ્લી, મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકો દ્વારા ઘાયલ ગાયની સારવાર. એન્કરિંગ સ્ક્રિપ્ટ: મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકોની માનવતાભરી કામગીરી સામે આવી છે. માર્કેટ યાર્ડ વિસ્તારમાં એક ગાય ઘાયલ હાલતમાં જોવા મળતા ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગાયની સ્થિતિને ગંભીરતાથી લઈ ગૌરક્ષકોએ તેને સારવાર કરાવી હતી. ગાયને સમયસર સારવાર મળતાં તેની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો. ગૌરક્ષકોની આ કામગીરી માત્ર ગૌસેવા પૂરતી સીમિત ન રહેતા જીવદયા અને માનવતાનો સંદેશ પણ આપે છે. રખડતા પશુઓના અકસ્માતો અને ઈજાની ઘટનાઓ વચ્ચે આવી સેવાભાવી કામગીરી ખરેખર પ્રશંસનીય બની રહે છે. મોડાસા માર્કેટ યાર્ડમાંથી ગૌરક્ષકોની આ માનવતાભરી કામગીરીની તસવીરો સામે આવી છે. રિપોર્ટ :અજય એ ભાટિયા1