અમદાવાદ પોલીસનો કડક નિર્ણય: કિન્નરો દ્વારા પજવણી અને જબરદસ્તી ઉઘરાણી પર પ્રતિબંધ અમદાવાદ શહેરમાં નાગરિકોની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ટ્રાન્સજેન્ડર (કિન્નર) સમુદાય દ્વારા કરવામાં આવતી પજવણી અને જબરદસ્તી રકમ વસૂલવાની પ્રવૃત્તિઓ સામે કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિર્ણય ખાસ કરીને લગ્ન, બાળકના જન્મ જેવા શુભ પ્રસંગોમાં થતી અયોગ્ય ઉઘરાણી પર નિયંત્રણ લાવવા માટે લેવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ હવે કિન્નરો કોઈપણ નાગરિક પાસે નક્કી કરેલી મોટી રકમ (જેમ કે ૧૧,૦૦૦ કે ૨૧,૦૦૦ રૂપિયા) માટે દબાણ કરી શકશે નહીં. નાગરિકો પોતાની ઇચ્છાથી જે રકમ આપે તે જ સ્વીકારવાની રહેશે. આ ઉપરાંત પૈસા મેળવવા માટે અશોભનીય વર્તન, ગાળાગાળી, કપડાં ઉતારવા જેવી હરકતો તેમજ ઘરમાં જબરદસ્તી પ્રવેશ કરવો કે રસ્તો રોકીને ઊભા રહેવું હવે ગુનો ગણાશે. શહેરના ટ્રાફિક સિગ્નલ અથવા ચાર રસ્તા પર વાહનો રોકીને પૈસા માંગવાની પ્રવૃત્તિ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે તે ટ્રાફિક વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે અને અકસ્માતનો ભય ઊભો કરે છે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૨૩ સહિત અન્ય લાગુ પડતી કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓને આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા માટે સત્તા આપવામાં આવી છે. પોલીસ દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ દબાણ કરે અથવા ધમકી આપે તો તેઓ ડર્યા વગર તાત્કાલિક ૧૦૦ અથવા ૧૧૨ પર કોલ કરે અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે. આ જાહેરનામાનો હેતુ ટ્રાન્સજેન્ડર સમુદાયને નિશાન બનાવવાનો નથી, પરંતુ ‘આશીર્વાદ’ના નામે થતી ખંડણી જેવી પ્રવૃત્તિઓને રોકવાનો છે, જેથી સમાજમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

- Post by પત્રકાર1
- જૂનાગઢની સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે આઝાદ ચોક ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની તરસ છીપાવવા અને આશ્રય આપવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે પક્ષીકુંજ, માળા તેમજ પાણીની કુંડીઓનું વિતરણ કરાયું હતું. "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા" ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક હોદ્દેદારો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની સેવા આપી હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉ. પ્રતીક ટાંક સહિતના અગ્રણીઓએ આ કરુણાસભર કાર્યની ભારે પ્રશંસા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.1
- સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ2
- Post by Bkp News1
- Post by Siddharth news1
- Post by Nagesh Modedara1
- સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે1