logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખના હસ્તે સ્વદેશી મેળો ખુલ્લો મુકાયો ખેડબ્રહ્મા છત્રપતિ શિવાજી ઉદ્યાનમાં સ્વદેશી મેળો શરૂ ખેડબ્રહ્મા શહેરના છત્રપતિ શિવાજી ઉદ્યાન ખાતે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડીના હસ્તે રીબન કાપી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સ્વદેશી મેળો ૧૧ માર્ચથી ૧૬ માર્ચ સુધી ચાલશે જેમાં આશરે ૩૦ જેટલા સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે. મેળામાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ઓર્ગેનિક ખાદ્ય સામગ્રી, ખાખરા, મઠીયા, સેવ, અથાણા તેમજ હેન્ડવર્કથી બનેલી પર્સ, થેલા, બંગડી અને અન્ય અનેક સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.

4 hrs ago
user_Jay jani
Jay jani
Local News Reporter ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
4 hrs ago
54810cbb-3493-4cea-a182-d8d7088bd21a
c3b2a1db-2408-481d-a743-a0dd61790beb

ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખના હસ્તે સ્વદેશી મેળો ખુલ્લો મુકાયો ખેડબ્રહ્મા છત્રપતિ શિવાજી ઉદ્યાનમાં સ્વદેશી મેળો શરૂ ખેડબ્રહ્મા શહેરના છત્રપતિ શિવાજી ઉદ્યાન ખાતે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડીના હસ્તે રીબન કાપી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સ્વદેશી મેળો ૧૧ માર્ચથી ૧૬ માર્ચ સુધી ચાલશે જેમાં આશરે ૩૦ જેટલા સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે. મેળામાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ઓર્ગેનિક ખાદ્ય સામગ્રી, ખાખરા, મઠીયા, સેવ, અથાણા તેમજ હેન્ડવર્કથી બનેલી પર્સ, થેલા, બંગડી અને અન્ય અનેક સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.

More news from ગુજરાત and nearby areas
  • આજે સવારે 8:00 વાગે મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના કોઠણ ગામે ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર કોઠણ ગામના અમૃતભાઈ મોહનભાઈ પટેલ ની પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલીની રાત્રિના સમયે કોઈ ઈસમો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ થતા જ માલિકે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી પરંતુ મળી આવી ન હતી. ત્યારે આ સમગ્ર મામલે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ વડાલી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી ત્યારે વડાલી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી
    1
    આજે સવારે 8:00 વાગે મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના કોઠણ ગામે ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર કોઠણ ગામના અમૃતભાઈ મોહનભાઈ પટેલ ની પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલીની રાત્રિના સમયે કોઈ ઈસમો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ થતા જ માલિકે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી પરંતુ મળી આવી ન હતી. ત્યારે આ સમગ્ર મામલે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ વડાલી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી ત્યારે વડાલી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર
    1
    આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહેસાણામાં પ્રેરણાદાયી સંમેલન : ઘરેલુ હિંસા અધિનિયમ પર પણ પ્રકાશ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી હોલ, મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ અવસરે મહિલાઓની પ્રતિભા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવતા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારીશક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાકક્ષાના મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્ય શ્રીમતી વર્ષાબેન પટેલે કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ રમતગમત, અવકાશ સંશોધન સહિત તમામ ક્ષેત્રોમાં મોખરે પહોંચી રહી છે. તેઓ હવે માત્ર ઘરની જવાબદારીઓ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ વિવિધ વ્યવસાયોમાં અગ્રેસર બનીને પોતાની ક્ષમતા દર્શાવી રહી છે. સરકાર દ્વારા મહિલા કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા સહાય યોજના જેવી અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સૌએ સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે. આ પ્રસંગે ICDSના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જિજ્ઞાસાબેન ઠાકરે વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી અને તેના લાભોને વધુને વધુ મહિલાઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. મહિલા અને બાળ અધિકારી શ્રી મિતેશ ગઢવીએ સ્વાગત પ્રવચન કરી વિભાગની યોજનાઓની વિગતો રજૂ કરી હતી, જ્યારે દહેજ પ્રતિબંધક તેમજ રક્ષણ અધિકારી મુકેશભાઈ પટેલે ઘરેલુ હિંસા અધિનિયમ સહિતના કાયદાઓ અને મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાય ચેક તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર મહિલાઓને મોમેન્ટો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી ઉર્વીશ વાણંદ, પી.આઈ. ડી.આર. રાવ, CDPO શ્રીમતી ચૈતાલીબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ વિભાગના ભાવનાબેન ઓઝા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉજવણીએ મહિલાઓની પ્રગતિ અને સશક્તિકરણના સંદેશને મજબૂતીથી પ્રસ્તુત કર્યો હતો.
    1
    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહેસાણામાં પ્રેરણાદાયી સંમેલન : ઘરેલુ હિંસા અધિનિયમ પર પણ પ્રકાશ
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી હોલ, મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ અવસરે મહિલાઓની પ્રતિભા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવતા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારીશક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાકક્ષાના મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્ય શ્રીમતી વર્ષાબેન પટેલે કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ રમતગમત, અવકાશ સંશોધન સહિત તમામ ક્ષેત્રોમાં મોખરે પહોંચી રહી છે. તેઓ હવે માત્ર ઘરની જવાબદારીઓ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ વિવિધ વ્યવસાયોમાં અગ્રેસર બનીને પોતાની ક્ષમતા દર્શાવી રહી છે. સરકાર દ્વારા મહિલા કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા સહાય યોજના જેવી અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સૌએ સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે.
આ પ્રસંગે ICDSના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જિજ્ઞાસાબેન ઠાકરે વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી અને તેના લાભોને વધુને વધુ મહિલાઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. મહિલા અને બાળ અધિકારી શ્રી મિતેશ ગઢવીએ સ્વાગત પ્રવચન કરી વિભાગની યોજનાઓની વિગતો રજૂ કરી હતી, જ્યારે દહેજ પ્રતિબંધક તેમજ રક્ષણ અધિકારી મુકેશભાઈ પટેલે ઘરેલુ હિંસા અધિનિયમ સહિતના કાયદાઓ અને મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાય ચેક તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર મહિલાઓને મોમેન્ટો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રાંત અધિકારી  ઉર્વીશ વાણંદ, પી.આઈ. ડી.આર. રાવ, CDPO શ્રીમતી ચૈતાલીબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ વિભાગના ભાવનાબેન ઓઝા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉજવણીએ મહિલાઓની પ્રગતિ અને સશક્તિકરણના સંદેશને મજબૂતીથી પ્રસ્તુત કર્યો હતો.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    20 hrs ago
  • Post by Dr. Prince Parmar
    3
    Post by Dr. Prince Parmar
    user_Dr. Prince Parmar
    Dr. Prince Parmar
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    36 min ago
  • સુરતઃ સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ રતની નામાંકિત કેમિકલ કંપનીમાં આગ આગ લાગતા અફરાતફરીનો માહોલ સુરત ફાયર વિભાગ ઘટના સ્થળે કેમિકલ બ્રહ્મા એક બાદ એક વિસ્ફોટ 30થી વધુ વિસ્ફોટ થયા હોવાની પ્રાથમિક જાણકારી ફાયર વિભાગે પાણીનો મારો ચાલુ રાખ્યો કોઈ જાનહાની ના અહેવાલ નહીં
    1
    સુરતઃ સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ 
રતની નામાંકિત કેમિકલ કંપનીમાં આગ 
આગ લાગતા અફરાતફરીનો માહોલ 
સુરત ફાયર વિભાગ ઘટના સ્થળે
કેમિકલ બ્રહ્મા એક બાદ એક વિસ્ફોટ 
30થી વધુ વિસ્ફોટ થયા હોવાની પ્રાથમિક જાણકારી 
ફાયર વિભાગે પાણીનો મારો ચાલુ રાખ્યો 
કોઈ જાનહાની ના અહેવાલ નહીં
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    2 hrs ago
  • *અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોડાસામાં ભવ્ય મહિલા સંમેલનની ઉજવણી* *મહિલા સશક્તિકરણનો ઉજાસ: મોડાસામાં યોજાયું વિશેષ મહિલા સંમેલન* *આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: અરવલ્લીમાં ઉદ્યમી મહિલાઓનું ઉત્સાહભેર સન્માન* અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મોડાસા ખાતે એક વિશેષ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણ તથા સમાનતાના મહત્વને રેખાંકિત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી હસીના મન્સૂરીએ હાજર મહિલાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ સંમેલન મહિલાઓની પ્રતિભા, સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાનને માન આપવા તથા તેમને વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીએ મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં મહિલાઓની પ્રગતિ અને તેમના અધિકારોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મહિલાઓનું સશક્તિકરણ એ જિલ્લા અને રાષ્ટ્રના વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે. સરકાર વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધારવા પ્રતિબદ્ધ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 9638500650
    4
    *અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોડાસામાં ભવ્ય મહિલા સંમેલનની ઉજવણી*
*મહિલા સશક્તિકરણનો ઉજાસ: મોડાસામાં યોજાયું વિશેષ મહિલા સંમેલન*
*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: અરવલ્લીમાં ઉદ્યમી મહિલાઓનું ઉત્સાહભેર સન્માન*
અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મોડાસા ખાતે એક વિશેષ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણ તથા સમાનતાના મહત્વને રેખાંકિત કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી હસીના મન્સૂરીએ હાજર મહિલાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ સંમેલન મહિલાઓની પ્રતિભા, સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાનને માન આપવા તથા તેમને વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીએ મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં મહિલાઓની પ્રગતિ અને તેમના અધિકારોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મહિલાઓનું સશક્તિકરણ એ જિલ્લા અને રાષ્ટ્રના વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે. સરકાર વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધારવા પ્રતિબદ્ધ છે.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    18 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    6 hrs ago
  • સૂત્રોથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હરસોલ નજીક એક ટ્રેલરમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આ સમગ્ર મામલે તલોદ નગરપાલિકા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રેલરમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ટ્રેલરમાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી
    1
    સૂત્રોથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના  હરસોલ નજીક એક ટ્રેલરમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આ સમગ્ર મામલે તલોદ નગરપાલિકા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રેલરમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ટ્રેલરમાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.