વિરપુર તાલુકામાં ભારે વરસાદ-પવનનો કહેર: ૬૬ કે.વી. જેટકો ટાવર ધરાશાયી... મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં શુક્રવારે સાંજના સમયે ભારે પવન, ગાજવીજ અને ધોધમાર વરસાદે ભારે તારાજી સર્જી હતી. માત્ર બે કલાકમાં અનરાધાર વરસાદ વરસતાં અનેક ગામોમાં જાનમાલને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘાટડા ગામે પગી રાકેશભાઈ ઉદાભાઈના ઘર આંગણે બાંધેલી ગાય પર વીજળી પડતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કોયડમ ગામે બારિયા ભુરાભાઈ લાખાભાઈનું રહેણાંક મકાન અને બોર ગામે પરમાર અરજણભાઈ દયાળભાઈના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી.ધોરાવાડા નજીક જમાલપુર ગામે આવેલું ૬૬ કે.વી. જેટકોનું વીજ ટ્રાન્સમિશન ટાવર ઉભું-ઉભું ધરાશાયી થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ભારે પવનથી તાલુકામાં અંદાજે ૧૪ વીજપોલ પણ ધરાશાયી થતાં અનેક ગામોમાં આખી રાત વીજ પુરવઠો ખોરવાયો હતો. વિરપુરની મહાલક્ષ્મી સોસાયટીની પ્રોટેક્શન દિવાલ તૂટી પડી હતી, જ્યારે ખેરોલી-રણજીતપુરા અને વિરપુર-બાલાસિનોર માર્ગ પર વૃક્ષો પડતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. તંત્ર દ્વારા નુકસાનનો સર્વે હાથ ધરી અસરગ્રસ્તોને સહાયની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રીપોર્ટર- વિપુલ જોષી વિરપુર

- પાવાગઢ–માચી માર્ગ પર જોખમી રોડથી યાત્રાળુઓ પર અકસ્માતનો ખતરો તાત્કાલિક સમારકામની માંગ પાવાગઢ–માચી માર્ગ પર જોખમી રોડથી યાત્રાળુઓ પર અકસ્માતનો ખતરો તાત્કાલિક સમારકામની માંગ પાવાગઢ: વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢથી માચી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા સેલ્ફી પોઇન્ટની બાજુમાં રોડની હાલત અત્યંત બિસ્માર અને જોખમી બની ગઈ છે. માર્ગ પર મોટા ખાડા અને નુકસાનને કારણે તંત્રએ સલામતીના ભાગરૂપે રોડની એક સાઇડ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. હાલમાં બંને તરફનો વાહનવ્યવહાર માત્ર એક જ સાઇડ પરથી પસાર થઈ રહ્યો હોવાથી ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. ખાસ કરીને રજાના દિવસો અને યાત્રાધામમાં વધતી ભીડ દરમિયાન લાંબા ટ્રાફિક જામ તેમજ ગંભીર અકસ્માતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરરોજ હજારો યાત્રાળુઓ અને વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે. એક જ માર્ગ પરથી દ્વિમાર્ગી વાહનવ્યવહાર ચાલતો હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો અને યાત્રાળુઓએ પણ માર્ગની ખરાબ હાલત અંગે ચિંતા વ્યક્ત કરી છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન પાવાગઢ યાત્રાધામ તરફ જતા આ મુખ્ય માર્ગનું તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે1
- આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan1
- દાહોદ જિલ્લાના ગરબાડા–ગાંગરડી–ગાંગરડા રોડ પર માર્ગ મરામતની કામગીરી શરૂ કરાઈ દાહોદ જિલ્લાના ગરબાડા–ગાંગરડી–ગાંગરડા રોડ પર માર્ગ મરામતની કામગીરી શરૂ કરાઈ આજે તારીખ 02/08/2026 રવિવારના રોજ બપોરે 1.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાના ખાડાઓ અને નુકસાનગ્રસ્ત ભાગોનું યુદ્ધના ધોરણે પેચવર્ક હાથ ધરવામાં આવ્યું છે. ચાલુ ચોમાસામાં રસ્તાને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને વિભાગે તાત્કાલિક સર્વે કરી ઇકો ફિક્સ મટીરિયલ સહિત જરૂરી સામગ્રીનો ઉપયોગ કરીને સમારકામ શરૂ કર્યું છે. કામગીરી દરમિયાન માર્ગ પરથી કાદવ અને કચરો દૂર કર્યા બાદ જી.એસ.બી., મેટલ અને બિટ્યુમિનસ મિશ્રણથી પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. માર્ગને સમતળ બનાવી રોલર વડે કોમ્પેક્શન કરવાની કામગીરી પણ હાથ ધરાઈ રહી છે. વાહનવ્યવહારને ઓછામાં ઓછી અસર થાય તે માટે કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે. સ્થળ પર સલામતી માટે બેરિકેડિંગ અને સૂચક બોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. વિભાગના ઇજનેરો દ્વારા કામગીરીની ગુણવત્તા પર સતત નજર રાખવામાં આવી રહી છે. કામગીરી પૂર્ણ થયા બાદ સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને વધુ સુરક્ષિત અને સુગમ માર્ગ સુવિધા મળશે.1
- PCB એ શહેરકોટડા પોલીસની હદમાં ફરી દારૂનું કટીંગ ઝડપયું, સ્થાનિક પુલિસ હફતા લેવા માં લીન PCB એ શહેરકોટડા પોલીસની હદમાં ફરી દારૂનું કટીંગ ઝડપયું પૂજાલાલ નથુલાલના ખુલ્લા પ્લોટમાં ઉતરતો હતો દારૂ રાજસ્થાનથી ટ્રાવેલ્સમાં વિદેશી દારૂ લાવી ઉતારવામાં આવતો હતો દારૂ 3.78 લાખની કિંમતની દારૂની 1432 બોટલો મળી લોડીંગ ટેમ્પો, મોટર સાયકલ સહિત 26.91 લાખનો મુદ્દામાલ જપ્ત બસ ચાલક મોહસીન શેખ અને મતુરામ વણઝારાની ધરપકડ હેરાફેરીમાં સામેલ 4 આરોપી હજુ ફરાર #ahmedabad1
- ગરબાડા તાલુકાના અભલોડ ગામે ઘરેલું હિંસાથી મહિલાઓનું સંરક્ષણ અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું ગરબાડા તાલુકાના અભલોડ ગામે ઘરેલું હિંસાથી મહિલાઓનું સંરક્ષણ અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું આજે તારીખ 02/08/2026 રવિવારના રોજ બપોરે 12.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સેમિનારમાં મહિલાઓને ઘરેલું હિંસાથી સંરક્ષણ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ, તેમના અધિકારો અને કાનૂની સહાય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેજમ વિભાગ હેઠળ અમલમાં રહેલી વિવિધ મહિલા કલ્યાણ યોજનાઓ, સહાય અને લાભો અંગે પણ ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહી સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.1
- ઇડર - ભિલોડા રોડ પર ટ્રેન ની ટક્કરે એક રાજેસ્થાની શ્રમિક નું મોત .ઈડર - ભિલોડા રોડ પર આવેલા રેલવે અંડર બ્રિજ ની બાજુમાં વહેલી સવારે જતી ખેડબ્રહ્મા - અસારવા ટ્રેન ની ટક્કરે એક શ્રમિક નું દવાખાને પોહચતા પેહલા મોત નીપજ્યું હતું. મુતક નજીકના દીવેલા સંઘ મોહનપુરા સિમેન્ટ ગોડાઉન મા મજુરી કરતો હતો. તે મૂળ રાજેસ્થાન ના કરીમનગર ધોલપુર જિલ્લાનો રહેવાસી હતું તેનું નામ ગબ્બરસિંહ રામરતન જાટવ જાણવા મળ્યું છે2