ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના “રસ્તો નહીં તો મત નહીં” – જામણીયા ગામના 2000 લોકોનો ચૂંટણી બહિષ્કારનો એલાન ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણીયા ગામમાં વિકાસના અભાવે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા આશરે 2000 જેટલા ગ્રામજનોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. “રસ્તો નહીં તો મત નહીં”ના સૂત્ર સાથે ગામલોકોએ હવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી રસ્તો નહીં બને, ત્યાં સુધી કોઈ મતદાન નહીં કરે. આદિવાસી બહુલ જામણીયા ગામને મુખ્ય માર્ગ સાથે જોડતો લગભગ 3 કિલોમીટરનો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે. 1994માં બનેલો રસ્તો 2006માં છેલ્લે મરામત થયો હતો, ત્યારબાદ કોઈ કામ થયું નથી. દર ચોમાસામાં રસ્તો ખરાબ થઈ જતા ગામજનોને પોતે જ ખાડા પુરવા પડે છે. વરસાદી મોસમમાં તો ગામ સંપર્કવિહોણું બની જાય છે. ગામમાં માત્ર રસ્તો જ નહીં, પણ પાણી, આરોગ્ય, વીજળી અને સ્મશાન જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ ગંભીર અભાવ છે. પીવાના પાણી માટે પૂરતી વ્યવસ્થા નથી, “નલ સે જલ” યોજના હજી સુધી પહોંચી નથી. આરોગ્ય કેન્દ્રના અભાવે સગર્ભા મહિલાઓને રસ્તામાં જ પ્રસૂતિ થવાના બનાવો બને છે, જ્યારે ગંભીર બીમાર લોકો સમયસર સારવારના અભાવે જીવ ગુમાવે છે. શિક્ષણ ક્ષેત્રે પણ ગંભીર અસર પડી રહી છે. ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે 3 કિમી દૂર ચાલવું પડે છે. રસ્તાની ખરાબ હાલતને કારણે તેઓ બસ ચૂકી જાય છે અને અભ્યાસથી વંચિત રહે છે. વાંકલ બી.એ. કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રીતિ ચૌધરીએ જણાવ્યું કે, “રસ્તો ખરાબ હોવાથી ઘણી વખત કોલેજ પહોંચી શકાતું નથી, જેના કારણે ભણતર પર સીધી અસર પડે છે.” વયસ્ક આગેવાન કુંવરસી ચૌધરીએ જણાવ્યું કે, “ઘણી સરકારો આવી-ગઈ, પણ અમારી સમસ્યા યથાવત છે. 108 એમ્બ્યુલન્સ પણ સમયસર આવી શકતી નથી. હવે અમારો વિશ્વાસ તૂટી ગયો છે.” ગામના આગેવાન ભરત વસાવાએ જણાવ્યું કે, “ગામમાં કોઈ સરકારી સુવિધા નથી. રોજગાર માટે પણ લોકોને 3-4 કિમી ચાલવું પડે છે. અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ.”ગામજનોની મુખ્ય માંગણીઓમાં 3 કિમીના રસ્તાનું તાત્કાલિક નિર્માણ, નિયમિત બસ સેવા, આરોગ્ય સુવિધા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનો સમાવેશ થાય છે.ગામના વયોવૃદ્ધોથી લઈને યુવાનો સુધી સૌએ એકસૂરે જણાવ્યું કે હવે વાયદાઓ નહીં, પણ હકીકતમાં વિકાસ જોઈએ. જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો જામણીયા ગામનું ચૂંટણી બહિષ્કારનું એલાન રાજ્યમાં ચર્ચાનો વિષય બની શકે છે.

- Post by VIJAY VASAVA1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલજીના માર્ગદર્શન હેઠળ સિસ્ટમેટિક વોટર્સ અવેરનેસ પ્રોગ્રામ થકી વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ટ્રસ્ટી અને આચાર્ય પરેશ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષક હિરેનભાઈ દિહેણીયા દ્વારા ચૂંટણી ગીત ગાઈને મતદાન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મતદાન જાગૃતિ રેલી ગામના વિવિધ વિસ્તારમાં ફરી હતી.1
- કોંગ્રેસના આગેવાનના બુલડોઝર અંગે નિવેદનનો ભાજપએ આપ્યો જવાબ1
- *सतना🅿️* कोठी थाना छेत्र बगिया में भीषण सड़क हादसा ट्रक की टक्कर से पति-पत्नी की मौत 5 वर्षिय बालक घायल4 #reels #reelsinstagram #vairal #वायरल #vairalvideo1
- Post by Mr BHIl Vishnubhai kalidash2
- Post by GUJARAT MANTRA NEWS1