સંતરામપુર ખાતે ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને સ્વ-સહાય જૂથો માટે લોન ધિરાણ અને કાજુ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો *** સંતરામપુર ખાતે ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને સ્વ-સહાય જૂથો માટે લોન ધિરાણ અને કાજુ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો *** રિપોર્ટર... અમીન કોઠારી મહીસાગર... સંતરામપુર તાલુકા મથક ખાતે વિકાસલક્ષી અભિગમ સાથે મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતરામપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વ-સહાય જૂથોની બહેનોને આર્થિક સહાયના ચેકો અને કાજુના રોપાનું વિતરણ કરીને તેઓને આત્મનિર્ભરતા તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે બહેનોને પ્રોત્સાહિત કરતા કાજુની ખેતી અને કેશ ક્રેડિટ લોન દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવા અંગે ઝીણવટપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે કુલ ૨૪.૫૦ લાખ રૂપિયાના કેશ ક્રેડિટ લોન ધિરાણના ચેકોનું પ્રત્યક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી કુલ ૭૫.૭૦ લાખ રૂપિયાની લોન shg જૂથોના બેંક ખાતામાં જમા કરવામાં આવેલ છે. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર દ્વારા બહેનોને સંબોધન કરતા કાજુના રોપાના વાવેતર અને તેની માવજત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ કેશ ક્રેડિટ લોન ધિરાણનો યોગ્ય સદુપયોગ કરી વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા સ્વ-નિર્ભર બને તે સમયની માંગ છે. આર્થિક રીતે પગભર થવા માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા તેમણે બહેનોને વિશેષ સૂચન કર્યું હતું. આ કાર્યક્રમમાં સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રજનીતાબેન એન. તાવિયાડ, ઉપપ્રમુખશ્રી રવિરાજભાઈ, પૂર્વ પ્રમુખશ્રી હરીશભાઈ વલવાઈ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી ઈશ્વરભાઈ કલાસવા, ન્યાય સમિતિના ચેરમેનશ્રી કિશોરભાઈ, તેમજ સચિનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા લાઈવલી હુડ મેનેજરશ્રી પરેશભાઈ પટેલ, આસી. પ્રોજેક્ટ મેનેજરશ્રી હરિશ્ચંદ્ર હજૂરી, તાલુકા લાઈવલી હુડ મેનેજરશ્રી એ. આર. સેલોત તથા એન.આર.એલ.એમ. સ્ટાફ અને મોટી સંખ્યામાં સ્વ-સહાય જૂથની બહેનો હાજર રહી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે કાજુના રોપાનું વિતરણ કરવામાં આવ્યો હતો અને આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
સંતરામપુર ખાતે ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને સ્વ-સહાય જૂથો માટે લોન ધિરાણ અને કાજુ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો *** સંતરામપુર ખાતે ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને સ્વ-સહાય જૂથો માટે લોન ધિરાણ અને કાજુ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો *** રિપોર્ટર... અમીન કોઠારી મહીસાગર... સંતરામપુર તાલુકા મથક ખાતે વિકાસલક્ષી અભિગમ સાથે મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતરામપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વ-સહાય જૂથોની બહેનોને આર્થિક સહાયના ચેકો અને કાજુના રોપાનું વિતરણ કરીને તેઓને આત્મનિર્ભરતા તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે બહેનોને પ્રોત્સાહિત કરતા કાજુની ખેતી અને કેશ ક્રેડિટ લોન દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવા અંગે ઝીણવટપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે કુલ ૨૪.૫૦ લાખ રૂપિયાના કેશ ક્રેડિટ લોન ધિરાણના ચેકોનું પ્રત્યક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી કુલ ૭૫.૭૦ લાખ રૂપિયાની લોન shg જૂથોના
બેંક ખાતામાં જમા કરવામાં આવેલ છે. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર દ્વારા બહેનોને સંબોધન કરતા કાજુના રોપાના વાવેતર અને તેની માવજત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ કેશ ક્રેડિટ લોન ધિરાણનો યોગ્ય સદુપયોગ કરી વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા સ્વ-નિર્ભર બને તે સમયની માંગ છે. આર્થિક રીતે પગભર થવા માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા તેમણે બહેનોને વિશેષ સૂચન કર્યું હતું. આ કાર્યક્રમમાં સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રજનીતાબેન એન. તાવિયાડ, ઉપપ્રમુખશ્રી રવિરાજભાઈ, પૂર્વ પ્રમુખશ્રી હરીશભાઈ વલવાઈ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી ઈશ્વરભાઈ કલાસવા, ન્યાય સમિતિના ચેરમેનશ્રી કિશોરભાઈ, તેમજ સચિનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા લાઈવલી હુડ મેનેજરશ્રી પરેશભાઈ પટેલ, આસી. પ્રોજેક્ટ મેનેજરશ્રી હરિશ્ચંદ્ર હજૂરી, તાલુકા લાઈવલી હુડ મેનેજરશ્રી એ. આર. સેલોત તથા એન.આર.એલ.એમ. સ્ટાફ અને મોટી સંખ્યામાં સ્વ-સહાય જૂથની બહેનો હાજર રહી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે કાજુના રોપાનું વિતરણ કરવામાં આવ્યો હતો અને આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
- મહીસાગર: લુણાવાડામાં ઈદે મિલાદુન્નબીનું જુલૂસ હર્ષોલ્લાસ સાથે નીકળ્યું લુણાવાડા, મહીસાગર આજે રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઈસ્લામ ધર્મના મહાનુભાવ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના 1501મા જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મદ્રેસાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર જુલૂસ દરમિયાન શાંતિ અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સરાહનીય કામગીરી બદલ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જુલૂસ લુણાવાડાના હુસેની ચોકથી પ્રસ્થાન થઈ આસ્થાના બજાર, માંડવી બજાર, જવાહર રોડ, માધવાસ દરવાજા, મોડાસા ફળી થઈ પરત હુસેની ચોક ખાતે પહોંચી સમાપન થયું હતું. જુલૂસના માર્ગમાં ઠેર-ઠેર લોકો દ્વારા ઠંડા પાણી, સરબત, કોલ્ડ્રીંક અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુલૂસમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. અંતમાં મુસ્લિમ સમાજ વતી મહીસાગર પોલીસ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.4
- આ રક્ષાબંધન Shopping કરો અને સાથે મેળવો ખાસ Gift! Hare Krishna Mall લઈને આવ્યું છે Raksha Bandhan Special Offer! ₹100થી વધુની ખરીદી પર Steel Product એકદમ FREE! ઘરની જરૂરિયાતનો સામાન હોય કે તહેવારની Shopping — મેળવો સારી Choice, સારો ભાવ અને સાથે ખાસ Festive Gift! Hare Krishna Mall, મહિસાગર, ગુજરાત Free Gift ઉપલબ્ધતા અને લાગુ પડતી Offerની શરતોને આધિન રહેશે. Hare Krishna Mall — Better Choice, Better Life. ❤️1
- લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબી દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન આંતરસૂબા ગામના સરપંચ જશોદાબેન હઠીલા દ્વારા લીમખેડા ટીબી યુનિટ હેઠળના પાંચ ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીની સારવાર દરમિયાન દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ સ્વસ્થ રહી શકે તે માટે નિક્ષય પોષણ કીટ મહત્વપૂર્ણ સહાયરૂપ બની રહી છે. કાર્યક્રમમાં પિરામલ સ્વાસ્થ્યના કોઓર્ડિનેટર, એસટીએસ, એસટીએલએસ, સીએચઓ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ તેમજ આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી દર્દીઓની સમયસર ઓળખ, નિયમિત સારવાર અને પોષણ સહાય દ્વારા ટીબી નાબૂદીના પ્રયાસોને વેગ આપવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય કક્ષાએ સરપંચ સહિત સ્થાનિક આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓની સહભાગિતાથી ટીબી મુક્ત ભારતના અભિયાનને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.1
- મેઘરજ અરવલ્લી ના ઇન્દિરા નગર માં ઈદ એ મિલાદ નિમિત્તે હરસોલ્લાસ્ સાથે જુલુસ કાઢવામાં આવ્યું જુલુસ માં ઈન્દિરા નગર ના નાના મોટા દરેક મુસ્લિમ ભાઈઓ એ સાથે મળી ને એકતા નો સંદેશ આપ્યો1
- કાલોલ ખાતે ઇદે મિલાદુન નબી નો મહાપર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે શાંતિ ભર્યા માહોલમાં મનાવાયો. હજારો મુસ્લીમ બિરાદરો જૂલુસ માં જોડાયા. ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી. હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ પેગંબર સાહેબના ૧૫૦૧ મી યૌમે વીલાદત (જન્મજયંતી) ના મોકા પર વહેલી સવારે પાંચ વાગ્યા સુમારે એકત્રિત થઈ જુમ્મા મસ્જીદના પ્રાંગણમાં નાતશરીફ અને સલાતોસલામ પઢી પેગંબર સાહેબના મુએ મુબારક એટલે બાલ મુબારક ના દીદાર કર્યાં હતાં ત્યારબાદ બપોરે જોહરની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં જશ્ને ઇદે મિલાદ નું ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી પ્રસ્થાન કરી પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ પાલીકા ભવનના માર્ગે સમગ્ર જુલુસ નુરાની ચોકમાં પરત ફરી જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના ગુલામ ગૌષ રઝવી દ્રારા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં અમન શાંતિ, સલામતી માટે ખાસ દુવાઓ સાથે પયગંબર સાહેબની જન્મજયંતિ ની મુબારકબાદ પાઠવી હતી.કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીએસઆઇ આર.એમ. મોહનીયા, પીએસઆઇ એસ આર મકવાણા સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી અને હોમગાર્ડ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.2
- હાલોલ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી1
- છોટાઉદેપુરમાં ૧૫૦૧મી ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, હઝરત મોહમ્મદ પયગંબર ﷺ સાહેબના જન્મદિને નીકળ્યું શાનદાર જુલૂસ છોટાઉદેપુર નગરમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (ﷺ) ના ૧૫૦૧માં જન્મદિવસ એટલે કે ઈદે મિલાદુન્નબી પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી. નગરમાં નીકળેલા વિશાળ જુલૂસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને દેશમાં અમન-શાંતિ માટે દુવાઓ માંગી હતી. જુઓ સમગ્ર ઉજવણીનો ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ. #Chhotaudepur #EidMiladunNabi #EKrantiNews #ChhotaudepurNews #MiladunNabi1501 #GujaratNews #YakubRazaPathan1
- લુણાવાડાની શાન - રાજ રજવાડી સેવ ઉસળ અને ચણા પુલાવ....... લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે, નવરંગ ઝેરોક્ષની સામે આવેલું નાનકડું પણ સ્વાદમાં રજવાડી સ્થળ! અહીંની ગરમાગરમ રજવાડી સેવ ઉસળ નો ચટાકેદાર સ્વાદ એક વાર ખાશો તો વારંવાર આવવાનું મન થશે. તીખી, ખાટી-મીઠી તરરી, ઉપરથી કુરકુરી સેવ, પાઉં અને લીંબુ-ડુંગળી સાથે પીરસાતી ઉસળ એ લુણાવાડાનો અસલી સ્વાદ છે. સાથે જ અહીંનો ખુશ્બૂદાર ચણા પુલાવ પણ એટલો જ પ્રખ્યાત છે. નરમ ભાત, મસાલેદાર ચણા, પેટ ભરાય પણ મન ન ભરાય. સ્વચ્છતા, ઝડપી સર્વિસ અને પોસાય તેવા ભાવ એ અહીંની ખાસિયત છે.1