સાબરકાંઠા પોલીસના યજમાનપદે આયોજિત DGP CUP ATHLETICS & CYCLING – 2026 અંતર્ગત તા. 30/09/2026ના રોજ Cycling Event તથા તા. 01/10/2026ના રોજ Walk Race Event યોજાનાર છે. ખેલાડીઓની સુરક્ષા તથા ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવાના હેતુસર હિંમતનગર–વિજાપુર માર્ગ પર નિયત સમય દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે. 📅 તા. 30/09/2026 ⏰ સવારે 05:00 થી 09:00 કલાક 📅 તા. 01/10/2026 ⏰ સવારે 05:00 થી 10:00 કલાક 🚧 પ્રતિબંધિત માર્ગ: હિંમતનગર બાયપાસ ટોલટેક્સ → RTO સર્કલ → પોલાજપુર સ્ટેન્ડ → લાલપુર → સતનગર → દેધરોટા સ્ટેન્ડ → નવાનગર → દેરોલ → સારોલી → દેરોલ પુલ સુધી હિંમતનગરથી વિજાપુર તરફ જતો ડાબી બાજુનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ સમય દરમિયાન વાહનવ્યવહાર જમણી બાજુના માર્ગ પરથી ડાયવર્ટ કરવામાં આવશે. પ્રેસ-મીડિયા મિત્રો દ્વારા આ ટ્રાફિક એડવાઇઝરીને આપના સમાચાર માધ્યમો તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપક પ્રસિદ્ધિ આપી જનતા સુધી પહોંચાડવા વિનંતી. — સાબરકાંઠા પોલીસ
સાબરકાંઠા પોલીસના યજમાનપદે આયોજિત DGP CUP ATHLETICS & CYCLING – 2026 અંતર્ગત તા. 30/09/2026ના રોજ Cycling Event તથા તા. 01/10/2026ના રોજ Walk Race Event યોજાનાર છે. ખેલાડીઓની સુરક્ષા તથા ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવાના
હેતુસર હિંમતનગર–વિજાપુર માર્ગ પર નિયત સમય દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે. 📅 તા. 30/09/2026 ⏰ સવારે 05:00 થી 09:00 કલાક 📅 તા. 01/10/2026 ⏰ સવારે 05:00 થી 10:00 કલાક 🚧 પ્રતિબંધિત માર્ગ: હિંમતનગર બાયપાસ ટોલટેક્સ → RTO સર્કલ
→ પોલાજપુર સ્ટેન્ડ → લાલપુર → સતનગર → દેધરોટા સ્ટેન્ડ → નવાનગર → દેરોલ → સારોલી → દેરોલ પુલ સુધી હિંમતનગરથી વિજાપુર તરફ જતો ડાબી બાજુનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ સમય
દરમિયાન વાહનવ્યવહાર જમણી બાજુના માર્ગ પરથી ડાયવર્ટ કરવામાં આવશે. પ્રેસ-મીડિયા મિત્રો દ્વારા આ ટ્રાફિક એડવાઇઝરીને આપના સમાચાર માધ્યમો તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપક પ્રસિદ્ધિ આપી જનતા સુધી પહોંચાડવા વિનંતી. — સાબરકાંઠા પોલીસ
- *વિદ્યાનગરી હિંમતનગર ખાતે સેતુ કાર્યક્રમ યોજાયો* ૧૨૮ વિદ્યાર્થીઓ અને સ્ટાફને બાળ સુરક્ષા, દિવ્યાંગ કલ્યાણ અને નશામુક્તિ અંગે માર્ગદર્શન અપાયું હિંમતનગર, તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬: વિદ્યાનગરી, હિંમતનગર ખાતે આવેલ પારુલબા એમ.એસ.ડબલ્યુ. કોલેજમાં તા. ૩૦/૦૯/૨૦૨૬ના રોજ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશ્વ મંગલમ કેળવણી મંડળ, વિદ્યાનગરી-હિંમતનગરના પ્રમુખ ડૉ. ડી.એલ. પટેલ, ટ્રસ્ટીગણ, ડાયરેક્ટરશ્રી, સીઈઓશ્રી, ભગીની સંસ્થાઓના પ્રિન્સિપાલશ્રીઓ તેમજ પારુલબા એમ.એસ.ડબલ્યુ. કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર કુશ મકવાણા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ટ્રસ્ટીશ્રી તથા કોલેજના આચાર્યશ્રી દ્વારા વિષયને અનુરૂપ માર્ગદર્શક પ્રવચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ, સાબરકાંઠાના પ્રોટેક્શન ઓફિસર મુકેશકુમાર ડી. સોલંકી દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને વિવિધ મહત્વપૂર્ણ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ લાભાર્થીઓ માટેની કલ્યાણકારી યોજનાઓ, મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત બાળકોના કાયદા, અધિકારો અને યોજનાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬, પોક્સો એક્ટ-૨૦૧૨ તેમજ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશાથી દૂર રહેવા અને સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કુલ ૧૨૮ વિદ્યાર્થીઓ સાથે કોલેજનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બાળ અધિકારો, કાયદાકીય જાગૃતિ, સરકારી કલ્યાણકારી યોજનાઓ તથા સામાજિક જવાબદારી અંગે જાગૃતિ કેળવવાનો રહ્યો હતો.*પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*4
- રિપોર્ટર વિષ્ણુ ઠાકોર સુરત/પાલનપુર: પાલનપુર-આબુ હાઇવે પર એક માર્ગ અકસ્માત સર્જાયો છે. ડ્રાઇવરને ઊંઘનું જોકું આવી જતાં સફરજન ભરેલો ટ્રક પલટી મારી ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર સફરજનના બોક્સ વહેરાઈ ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.1
- અરવલ્લી જિલ્લાના મોડાસાની કે.એન.શાહ હાઈસ્કૂલ ખાતે યોગમય ગુજરાત અંતર્ગત યોગ અને ધ્યાન શિબિર યોજવામાં આવી હતી.. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત આજે મોડાસાની કે.એ.શાહ હાઈસ્કૂલ ખાતે યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, યોગ સાધકો, અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગ અને પ્રાણાયામ કર્યા હતા. યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી દ્વારા વિવિધ યોગાસનો અને ધ્યાનની પ્રક્રિયાઓ શીખવવામાં આવી હતી. યોગને જન જન સુધી પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.2
- મોડાસા નગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેરો યોજાયો.. મોડાસા ટાઉન હોલ માં. અરવલ્લી જિલ્લા નાં મોડાસા ચાર રસ્તા ટાઉન હોલ ખાતે લોક કલ્યાણ મેરો ખુલો મુકવામાં આવ્યો. જેમાં નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ માં તમામ વિભાગ દ્વારા લાભાર્થી નાં કાર્ડ તેમજ આધાર કાર્ડ કાઢવાની જુબેશ હાથ ધરવામાં આવી.2
- મહેસાણા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ.. પંડિત દિન દયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે મહેસાણા મહાનગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું.. જેમાં MMC કમિશ્નર, MMC મેયર સહિત MMC ના પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં કુલ સાત દરખાસ્ત સર્વાનુંમતે મંજૂર કરવામાં આવી.. ત્યારે.. કેટલાક મુદ્દે વિપક્ષ દ્વારા નારાજગી સાથે વિરોધ દર્શાવામાં આવ્યો હતો. ગત સભામાં મંજૂર કરેલ ઠરાવ મુજબ લાયકાત ધરાવતા કર્મચારીઓને બઢતી આપવા મુદે લાયકાત પાત્ર કર્મચારીઓને જ બઢતી આપીને પારદર્શિતા જાળવવાની વિપક્ષે માંગ કરી હતી. સાથે સાથે હવામાં AQI નું પ્રમાણ જાહેર જનતા જાણી શકે એ માટે જાહેરમાં બોર્ડ લગાવવાની પણ માંગ કરી હતી. DPR અંતર્ગત કરવામાં આવનાર કામોન અંદાજીત ખર્ચના એસ્ટિમેન્ટ વગર દરખાસ્ત મંજૂર કરવા સામે વિરોધ દર્શાવ્યો હતો. એકંદરે સામાન્ય સભા શાંતિપૂર્ણ યોજાઈ હતી.1
- Chitraw gram Panchayat chitram Thana tahsil jaisinagar jila shehdol Madhya pradesh dhan kuch.niphre लगा,किशनो,आपन, फसनदेखरेख करे2
- Post by Hasmukh Bhoi1
- દાંતાના શિયાવાડામાં રીંછનો આતંક: મહિલા પર જીવલેણ હુમલો,હાલત નાજુક મોડી સાંજ સુધી ઘેટાં-બકરાં પરત ન ફરતાં ચાર મહિલાઓ તેમની શોધખોળ માટે જંગલમાં ગઈ હતી. આ દરમિયાન અચાનક રીંછે હુમલો કરતાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.દુર્ગમ વિસ્તારમાં ૧૦૮ની ટીમે ભારે જહેમત બાદ મહિલાનું રેસ્ક્યૂ કર્યું હતું. દાંતા રેફરલ હોસ્પિટલ બાદ ગંભીર હાલતને પગલે મહિલાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને રીંછને વહેલી તકે પાંજરે પૂરવાની માંગ ઉઠી છે.2