લીંબડી પોલીસની કાર્યવાહી: રૂ. 3.64 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો લીંબડી પોલીસની કાર્યવાહી: રૂ. 3.64 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, લીંબડી તાલુકાના ઝાંખણ ગામે મોટેમાળ તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા પ્રવિણસિંહ ઝાલા અને જયરાજસિંહ બગીરથસિંહ ઝાલાના રહેણાંક મકાનમાંથી પોલીસે દરોડો પાડી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લિશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ બોટલો તેમજ ચપ્પલ નંગ-પગડ સહિત કુલ રૂ. 3,64,492નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, બંને આરોપીઓ ગેરકાયદેસર રીતે ઈંગ્લિશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે રેડ દરમિયાન બંને આરોપીઓ હાજર મળી આવ્યા નહોતા.લીંબડી પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર કાર્યવાહી લીંબડી પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

- લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યોગેન્દ્રસિંહ ઝાલા સાહેબના સહયોગ અને જાખણ યોગ વિધાલયના પ્રોફેસર બહેન શ્રી વનીતાબહેનના માર્ગદર્શન હેઠળ યોગીની બહેનો દ્વારા બાળકોને યોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી તેમજ શાળાના આચાર્યશ્રી બળદેવભાઈ સાહેબ તથા ભાવિનભાઈ સાહેબ દ્વારા યોગના ફાયદા અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પ્રારંભિક યોગ નિદર્શન અને યોગિક ક્રિયાઓ તથા વિવિધ આસનો કરાવી યૌગિક અનુભવ કરાવવામાં આવ્યો.1
- બોટાદ ઈદ-એ-મિલાદ નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ આજે ઈદ-એ-મિલાદ નિમિત્તે રાણપુર શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ. રાણપુર શહેરની મુખ્ય બજારમાંથી જુલુસ પસાર થયું હતુ. કાંકરિયાચોરા, આંબલીયા ચોરા, દેસાઈ વોરા ચોરા, મોટાપીર ચોક,રતન ચોક,મેઈન બજાર,બસ સ્ટેશન ચાર રસ્તા થઈને આંબલીયા ચોરા ખાતે આ જૂલુસ પૂરું થયું હતું.જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા જ્યારે ઈદ-એ-મિલાદ ની સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલુસના રૂટ ઉપર વિવિધ જગ્યાએ ચા,પાણી,ઠંડાપીણા, આઈસ્ક્રીમ, ચોકલેટ સહિતની વસ્તુઓનું મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- સુરેન્દ્રનગર:-ધ્રાંગધ્રા ડિવિઝનની રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્રારા મુલાકાત કરવામાં આવી1
- હળવદ હાઇવે પર ખુલ્લા ડમ્પરોનો આતંક! તંત્રની રહેમ નજર કે બેદરકારી? હપ્તા રાજની લોકચર્ચાથી ઉઠ્યા સવાલો હળવદ: હળવદના હાઇવે પર ખુલ્લા ડમ્પરો બેફામ દોડતા હોવાની ફરિયાદો વચ્ચે વાહનચાલકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ડમ્પરમાંથી રસ્તા પર પડતા કોંક્રેટ, પથ્થર અને અન્ય સામગ્રીના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલતા વાહનોની આગળ અચાનક કોંક્રેટ કે પથ્થર આવી જતા ક્યાંક વાહનચાલકો સ્લીપ મારી જાય છે તો ક્યાંક વાહનના ટાયરમાં પંચર પડવાની ઘટનાઓ સામે આવી રહી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. ખાસ કરીને રાત્રિના સમયે આવા ખુલ્લા ડમ્પરો જોખમરૂપ બની રહ્યા હોવાની લોકોની ફરિયાદ છે. આ સમગ્ર મામલે તંત્રની રહેમ નજર છે કે કાર્યવાહીનો અભાવ? તેવો સવાલ હવે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. બીજી તરફ ખુલ્લા ડમ્પરો સામે કાર્યવાહી ન થવા પાછળ ‘હપ્તા રાજ’ ચાલતું હોવાની લોકચર્ચા પણ ઉઠી છે, જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ સામે આવી નથી. હાઇવે પર ખુલ્લા ડમ્પરો અને રસ્તા પર પડતી સામગ્રીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી નિયમોનો ભંગ કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. લોકોમાં એક જ સવાલ—તંત્ર ક્યારે જાગશે? રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ2
- કાણોતર ગામે જુગારધામ પર બગોદરા પોલીસનો દરોડો, ₹10,810 રોકડ સાથે 4 ઝડપાયા 🚨1
- જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા સેવા ભાવી ઓ એ સારવાર કરાવી જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા આખલા ને ઇજા પહોંચી હતી જેને જીવ દયા પ્રેમી દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી1
- લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્લામિક માન્યતા મુજબ ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. લીંબડી શહેરના મુખ્ય માર્ગો પરથી ડીજેના તાલે જુલૂસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના બાળકો સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જુલૂસ દરમિયાન સમગ્ર માર્ગ પર ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જુલૂસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદ-એ-મિલાદના આ પ્રસંગે સમાજમાં ભાઈચારો, શાંતિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.1
- ભાવનગર લઠ્ઠા કાંડ બાદ મીંગલપુર સરપંચનો મહત્વનો નિર્ણય. *ભાવનગર લઠ્ઠા કાંડ બાદ મીંગલપુર સરપંચનો મહત્વનો નિર્ણય.* ભાવનગર લઠ્ઠાકાંડ દરમિયાન ધોલેરા હદ વિસ્તારના મીંગલપુર ગામમાંથી 24 બોટલો મ1