Shuru
Apke Nagar Ki App…
બોટાદ બ્રેકિંગ. ગઢડા શહેરમાં પોલીસ દ્વારા યોજી ફ્લેગ માર્ચ.. આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈને પોલીસે ફ્લેગ માર્ચ યોજી.. શહેરનાં હાઈસ્કુલ ચાર રસ્તા, બોટાદના ઝાંપે, વિંછીયા પરા, ટાવર રોડ, નવી કાપડ બજાર, સામાકાંઠા, રાબીયા પાર્ક સહિતના વિસ્તારોમાં યોજી ફ્લેગ માર્ચ.. DYSP, PI, PSI, LCB, SOG, સહિત પોલીસ કાફલા સાથે યોજાઈ ફ્લેગ માર્ચ.. ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત અને ફ્લેગ માર્ચ આગામી દિવસોમાં પણ કરવામા આવશે..
Asvin makwana
બોટાદ બ્રેકિંગ. ગઢડા શહેરમાં પોલીસ દ્વારા યોજી ફ્લેગ માર્ચ.. આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈને પોલીસે ફ્લેગ માર્ચ યોજી.. શહેરનાં હાઈસ્કુલ ચાર રસ્તા, બોટાદના ઝાંપે, વિંછીયા પરા, ટાવર રોડ, નવી કાપડ બજાર, સામાકાંઠા, રાબીયા પાર્ક સહિતના વિસ્તારોમાં યોજી ફ્લેગ માર્ચ.. DYSP, PI, PSI, LCB, SOG, સહિત પોલીસ કાફલા સાથે યોજાઈ ફ્લેગ માર્ચ.. ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત અને ફ્લેગ માર્ચ આગામી દિવસોમાં પણ કરવામા આવશે..
More news from ગુજરાત and nearby areas
- આજકાલ જ્યારે લોકો જન્મદિવસની ઉજવણી પાછળ મોટો ખર્ચ કરતા હોય છે ત્યારે વાઢેળા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય પ્રવિણસિંહ એન. પરમાર દ્વારા સમાજને એક નવી રાહ ચીંધતું પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે તેમણે પોતાની માતૃશ્રી પુનીબા ના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા શાળાના બાળકો માટે વોટરકુલર અર્પણ કર્યું છે અત્યારે ઉનાળાની આકરી ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે શાળાના નિર્દોષ ભૂલકાઓને પીવાનું ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી શ્રી પ્રવિણસિંહે આ ઉમદા નિર્ણય લીધો હતો. વર્ષો સુધી આ જ શાળામાં આચાર્ય તરીકે સેવા આપી ચૂકેલા પ્રવિણસિંહ નો શાળા પ્રત્યેનો લગાવ અને તેમની માતૃભક્તિ આ કાર્ય દ્વારા છતી થાય છે શાળાના વર્તમાન આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફગણે આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે, "પ્રવિણસિંહ પરમાર સાહેબનો આ સહયોગ માત્ર ભૌતિક ભેટ નથી, પણ બાળકો પ્રત્યેની તેમની સંવેદનાનું પ્રતીક છે આ કાળઝાળ ગરમીમાં બાળકોને ઠંડુ પાણી મળશે, જેનાથી તેમને મોટી રાહત થશે અમે તેમના આ સેવાકાર્ય બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને તેમના માતૃશ્રી પુનીબાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને શિક્ષણ પ્રેમીઓએ પણ પ્રવિણસિંહ પરમારના આ કાર્યને વધાવી લીધું હતું અને માતૃ પુનીબાના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બોટાદના ખોડીયાર નગરમાં ચરમાળીયા દાદા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા સમયથી લાડવા બનાવવામાં આવે છે દર 15 દિવસે લાડવા બનાવવામાં આવે છે શ્વાન માટે1
- *IPL માં સટ્ટા રમતા 6 ઈસમોને કુલ 3,60,110 ની મત્તા સાથે પકડી પાડતી ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ.* કુલ રૂ 3,10,110 ની મત્તાનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે આનંદપાર્ક સોસાયટી, મેમનગર તળાવ પાસે મેમનગર અમદાવાદ ખાતે થી કપિલ ઉર્ફે ચિરાગ અલ્કેશભાઈ ઠક્કર તથા અભય પ્રવીણભાઈ ઠક્કર નઓ ભેગા મળી ભાડાના મકાન રાખીને અલગ અલગ ક્રિકેટ સટા ના આઇડી મેળવી નાણાંની હારજીત કરતા હોવાની હકીકત જાણવા મળેલ. મોબાઈલ ફોન નંગ 16 તથા રોકડ નાણાં મળી 3,10,110 નો મુદામાલ ઝપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.1
- જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય માં આજે જ્ઞાન સાધના ની પરીક્ષા નો આરંભ થયો જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય ખાતે આજે ધોરણ 8 નાં વિધાર્થી ઓ આજે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષા આપવા માટે દસ ગામના વિધાર્થી ઓ સવારથી કેન્દ્ર પર પહોંચી ગયા હતા છાત્રાલયમાં છ બ્લોકમાં 179 વિધાર્થી પરીક્ષા આપી હતી સીસીટીવી કેમેરા થી સજ્જ તેમજ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી સુપરવાઇઝ રે દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માર્ગદર્શન આપવામાં આવ્યો હતો આટકોટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ પરીક્ષા આજરોજ ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના પરિક્ષા યોજાઈ હતી.જેમાં બાળકોએ ઉત્સાહભેર પરિક્ષા આપી હતી.આ પરિક્ષામાં પાસ થઈ મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ રક્ષાશક્તિ અને રેસિડેન્સિયલ ધોરણ-9-12 સુધી શાળામાં પ્રવેશ જેવા વિવિધ લાભો મળવાપાત્ર થાય છે. રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- Post by Nasim1
- જય અખંડ ધણી1
- अमेरिका - ईरान युध्ध मुखय समाचार और विश्लेशण के साथ।1
- બોટાદ આસ્થા સ્નેહનું ઘર બોટાદ ખાતે દિવ્યાંગ મહિલાઓ માટે તૃતીય સિલાઈ તાલીમ આપી દિવ્યાંગ બહેનોને પગભર થવા આપવામાં આવ્યા સિલાઈ મશીન સમગ્ર ગુજરાતના દિવ્યાંગ બહેનોને ઘર આંગણે રોજગારી મળી રહે તે સંકલ્પ સાથે આર.સી.એ. એજન્સી, સમસારા ગ્રુપનાં આર્થિક અનુદાન થકી અંધજન મંડળ અમદાવાદ દ્વારા બોટાદ શહેરમાં આવેલ આસ્થા સ્નેહ નું ઘર ખાતે દિવ્યાંગ પરિવારના બહેનો માટે સિલાઈ તાલીમ નું આયોજન કરવામાં આવેલ બાર દિવસના આ સિલાઈ તાલીમ કેમ્પનો પ્રારંભ કેમ્પના અંધજન મંડળ ડેપ્યુટી ડાયરેક્ટર ભરતભાઈ જોશી, આશીર્વાદ વિકલાંગ સંસ્થા સાયલા કો ઓર્ડીનેટર સુરસંગભાઇ રાઠોડ, બોટાદ જાયન્ટ્સ ગ્રુપ પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, મહેમાન શ્રી પ્રમોદભાઈ ગુપ્તા, સમીરભાઈ દોશી, સોહમ હડીયલ, આસ્થા સંસ્થાના પ્રણેતા લાલજીભાઈ કળથીયા ઉપસ્થિત રહેલ. કેમ્પની શરૂઆત સમસારા ગ્રુપ સીઈઓ મુકેશભાઈ ઓઝાનાં જન્મદિનએ 17 માર્ચના રોજ દિવ્યાંગ તાલીમાર્થીઓ દ્વારા તેઓને જન્મદિનની શુભેચ્છાઓ સાથે કરવામાં આવેલ સતત બાર દિવસ સુધી દિવ્યાંગ બહેનોને સિલાઈ કામની તમામ તાલીમ અનુભવી ટ્રેનર વિનોદબાળાબેન દ્વારા આપવામાં આવેલ. તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓ દિવ્યાંગ બહેનો માટે રોજ બપોરનું ભોજન, ચા-નાસ્તા અને તાલીમ માટેના તમામ મટરીયલ્સ આયોજક તરફથી આપવામાં આવેલ. કેમ્પની તાલીમથી દિવ્યાંગ બહેનોએ નાની થેલી થી લઇ બ્લાઉઝ, વન પીસ, ટોપ, ડ્રેસ સહિતની વસ્તુઓ બનાવતા શીખી ગયા હોવાનું જણાવેલ. બાર દિવસની તાલીમ પૂર્ણ થતા RCL એજન્સી સમસારા ગ્રુપ દ્વારા તમામ દિવ્યાંગ બહેનોને આખા આટાનાં મોટર સાથેના સિલાઈ મશીન વિતરણ આપવામાં આવેલ. આ વિતરણ કેમ્પમાં બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.કે. ભટ્ટ, બોટાદના તબીબ ડો.એલ.જી.બદ્રકીયા, કેતનભાઈ જૈન, ભરતભાઈ જોશી, હર્મીશભાઈ મોદી, સુરસંગભાઇ રાઠોડ ઉપસ્થિત રહેલ. અંધજન મંડળ અમદાવાદ જનરલ સેક્રેટરી ભૂષણ પુનાની તેમજ સમસારા ગ્રુપના સી.ઈ.ઓ. મુકેશભાઈ ઓજા ઓનલાઈન જોડાઈ તમામ બહેનોને અભિનંદન પાઠવેલ. સિલાઈ મશીન પ્રાપ્ત થતા દિવ્યાંગ બહેનોના ચહેરા પર ખુશી જોવા મળેલ. કાર્યક્રમને સફળ બનાવવા લાલજીભાઈ કળથીયાનાં માર્ગદર્શન હેઠળ પ્રફુલભાઈ માથુકીયા અને પ્રકાશભાઈ ભીમાણી સહીત સંસ્થાના સ્ટાફે જહેમત ઉઠાવેલ દિવ્યાંગ લાભાર્થી બહેનોએ જણાવેલ કે સિલાઈ મશીન અને તેની સાથે સિલાઈ અંગેની તાલીમ બન્ને મળતા હવે અમે અમારા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકીશું. ટ્રેનર વીણાબેન તરફથી મળેલ તાલીમ તેઓને ખુભ ઉપયોગી હોવાનું જણાવેલ. અમે કોઈ દિવસ મશીન ચલાવેલ નથી તો પણ સારી તાલીમ થી એટલું સરસ સિલાઈકામ શીખ્યા છીએ કે હવે બીજા બહેનોને પણ સિલાઈ અંગેની તાલીમ આપી તેઓનું પણ આર્થિક પુનઃવસન થાય તે માટે કાર્ય કરીશું. આ તકે તેઓએ આસ્થા સ્નેહ નું ઘર બોટાદ, અંધજન મંડળ અમદાવાદ, આશીર્વાદ સંસ્થા સાયલા અને સમસારા ગ્રુપનો આભાર વ્યક્ત કરેલ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1