logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

તરણેતરમાં પરંપરા સાથે રમત-ગમતનો ત્રિવેણી સંગમ: "૨૧મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા"નો પ્રારંભ કરાવતા મહાનુભાવો તરણેતરમાં પરંપરા સાથે રમત-ગમતનો ત્રિવેણી સંગમ: "૨૧મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા"નો પ્રારંભ કરાવતા મહાનુભાવો* ૦૦૦ *વરસાદી માહોલ વચ્ચે ખેલાડીઓનો ઉત્સાહ: પ્રથમ દિવસે ગોળાફેંક સ્પર્ધા યોજાઈ* ૦૦૦૦૦ *ગ્રામીણ રમતવીરો માટે વૈશ્વિક મંચ: વર્ષ ૨૦૦૪થી શરૂ થયેલી પરંપરાએ સ્થાનિક પ્રતિભાઓને આપી નવી ઓળખ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે આયોજિત લોકમેળામાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી, સુરેન્દ્રનગર દ્વારા ત્રિદિવસીય "૨૧મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ અને જિલ્લા કલેક્ટરશ્રી જી.એચ.સોલંકી સહિતના મહાનુભાવોએ લોકમેળાને ખુલ્લો મૂક્યા બાદ મેળાની મુલાકાત લઈને ગ્રામીણ સ્પર્ધાઓ રસપૂર્વક નિહાળી હતી. વરસાદી વિઘ્નના કારણે આજે પ્રથમ દિવસે ગોળાફેંકની સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું, સરપંચ શ્રી અશોકસિંહ રાણા, વિવિધ પદાધિકારીઓ, રમત-ગમત વિકાસ અધિકારી શ્રી પાર્થ ચૌહાણ, રમત-ગમત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મહત્ત્વનું છે કે, વર્ષ ૨૦૦૪થી તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકમેળામાં આ પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા યોજવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૦માં 'ખેલ મહાકુંભ' જેવી યોજનાઓ અમલી બનાવી, રમત-ગમત માટે ખાસ બજેટ ફાળવી તેમજ દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ શરૂ કરાવીને રમત-ગમતને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેના પરિણામે ગ્રામીણ ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે મોટું મંચ મળ્યું છે અને ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે.

1 day ago
user_Dinesh Gambhava Report
Dinesh Gambhava Report
ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
1 day ago
2054c78b-1854-495f-a548-168a9db542d2

તરણેતરમાં પરંપરા સાથે રમત-ગમતનો ત્રિવેણી સંગમ: "૨૧મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા"નો પ્રારંભ કરાવતા મહાનુભાવો તરણેતરમાં પરંપરા સાથે રમત-ગમતનો ત્રિવેણી સંગમ: "૨૧મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા"નો પ્રારંભ કરાવતા મહાનુભાવો* ૦૦૦ *વરસાદી માહોલ વચ્ચે ખેલાડીઓનો ઉત્સાહ: પ્રથમ દિવસે ગોળાફેંક સ્પર્ધા યોજાઈ* ૦૦૦૦૦ *ગ્રામીણ રમતવીરો માટે વૈશ્વિક મંચ: વર્ષ ૨૦૦૪થી શરૂ થયેલી પરંપરાએ સ્થાનિક પ્રતિભાઓને આપી નવી ઓળખ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે આયોજિત લોકમેળામાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી, સુરેન્દ્રનગર દ્વારા ત્રિદિવસીય "૨૧મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ અને જિલ્લા કલેક્ટરશ્રી જી.એચ.સોલંકી સહિતના મહાનુભાવોએ લોકમેળાને ખુલ્લો મૂક્યા બાદ મેળાની મુલાકાત લઈને ગ્રામીણ સ્પર્ધાઓ રસપૂર્વક નિહાળી હતી. વરસાદી વિઘ્નના કારણે આજે પ્રથમ દિવસે ગોળાફેંકની સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું, સરપંચ શ્રી અશોકસિંહ રાણા, વિવિધ પદાધિકારીઓ, રમત-ગમત વિકાસ અધિકારી શ્રી પાર્થ ચૌહાણ, રમત-ગમત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મહત્ત્વનું છે કે, વર્ષ ૨૦૦૪થી તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકમેળામાં આ પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા યોજવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૦માં 'ખેલ મહાકુંભ' જેવી યોજનાઓ અમલી બનાવી, રમત-ગમત માટે ખાસ બજેટ ફાળવી તેમજ દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ શરૂ કરાવીને રમત-ગમતને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેના પરિણામે ગ્રામીણ ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે મોટું મંચ મળ્યું છે અને ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે.

More news from ગુજરાત and nearby areas
  • સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈ
    1
    સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈ
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    12 hrs ago
  • વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ ખાતે ચાલી આવતી પરંપરા મુજબ જય શ્રી અંબે પગપાળા સંઘ આજે અંબાજી જવા માટે પ્રસ્થાન થયો હતો. વઢવાણના મોરલી મનોહર મંદિરથી વઢવાણ, સુરેન્દ્રનગર તેમજ આસપાસના ગામોના 500થી વધુ માઈભક્તો પદયાત્રાએ રવાના થયા હતા. પદયાત્રીઓની સુવિધા માટે સંઘ દ્વારા મેડિકલ સારવાર સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વઢવાણથી અંબાજી સુધીનું આશરે 270 કિલોમીટરનું અંતર 8 દિવસમાં કાપી પદયાત્રીઓ અંબાજી મંદિર પહોંચશે અને માતાજીને ધજા ચઢાવશે. આ પ્રસંગે સંઘપતિ રાયસંગભાઈ ડોડીયા, ભરતભાઈ વાળા, જશુભા લિબંડ, લાખુભા ડોડીયા, કોર્પોરેટર મહેન્દ્રસિંહ ગોહિલ (લાલભા), પ્રવિણસિંહ જાદવ (દાજી) સહિતના માઈભક્તો પદયાત્રીઓની સેવા માટે જોડાયા હતા.
    1
    વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો
વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો
વઢવાણ ખાતે ચાલી આવતી પરંપરા મુજબ જય શ્રી અંબે પગપાળા સંઘ આજે અંબાજી જવા માટે પ્રસ્થાન થયો હતો. વઢવાણના મોરલી મનોહર મંદિરથી વઢવાણ, સુરેન્દ્રનગર તેમજ આસપાસના ગામોના 500થી વધુ માઈભક્તો પદયાત્રાએ રવાના થયા હતા. પદયાત્રીઓની સુવિધા માટે સંઘ દ્વારા મેડિકલ સારવાર સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વઢવાણથી અંબાજી સુધીનું આશરે 270 કિલોમીટરનું અંતર 8 દિવસમાં કાપી પદયાત્રીઓ અંબાજી મંદિર પહોંચશે અને માતાજીને ધજા ચઢાવશે. આ પ્રસંગે સંઘપતિ રાયસંગભાઈ ડોડીયા, ભરતભાઈ વાળા, જશુભા લિબંડ, લાખુભા ડોડીયા, કોર્પોરેટર મહેન્દ્રસિંહ ગોહિલ (લાલભા), પ્રવિણસિંહ જાદવ (દાજી) સહિતના માઈભક્તો પદયાત્રીઓની સેવા માટે જોડાયા હતા.
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    6 hrs ago
  • સાંતલપુર ખીમેશ્વર ગૌશાળા ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન યોજાયું ગૌ રક્ષા માટે ત્રણ મુખ્ય માંગણીઓ બુલંદ — સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ કરવા ગૌભક્તોની માંગ સાંતલપુર, પાટણ: સાંતલપુર સ્થિત શ્રી ખીમેશ્વર ગૌશાળા ખાતે આજે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ગૌ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગૌભક્તો, સંતો-મહંતો, ગૌ સેવકો તેમજ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહી ગૌમાતાની રક્ષા અને સંરક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં ગૌમાતાની રક્ષા, ગૌસેવા અને ગૌસંવર્ધન માટે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. ગૌભક્તોની ત્રણ મુખ્ય માંગણીઓ 1. સમગ્ર ભારતમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે દેશના તમામ રાજ્યોમાં ગૌહત્યા પર સંપૂર્ણ અને કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે તેમજ ગૌમાતાના રક્ષણ માટે અસરકારક કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવે. 2. ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’નું સન્માન આપવામાં આવે ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને કૃષિ આધારિત જીવનવ્યવસ્થામાં ગૌમાતાનું વિશેષ સ્થાન હોવાનું જણાવી ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’ તરીકે સન્માન આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. 3. કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરી કેન્દ્રીય કાયદો બનાવવામાં આવે ગૌમાતાની સેવા, રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારના સ્તરે અલગ કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરવામાં આવે અને સમગ્ર દેશમાં એકસમાન કેન્દ્રીય કાયદો લાગુ કરવામાં આવે તેવી માંગ ગૌભક્તોએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગૌ સેવકો અને ગૌભક્તોએ ગૌમાતાની સેવા અને રક્ષણ માટે જનજાગૃતિ વધારવા તેમજ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મજબૂત રીતે રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. “ગૌહત્યા બંધ થાય, ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન મળે અને ગૌસેવા માટે કેન્દ્રીય વ્યવસ્થા ઊભી થાય” તેવી ત્રણ મુખ્ય માંગણીઓ સાથે સાંતલપુરથી ગૌ સન્માન આહ્વાનનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર — બલદેવ મકવાણા
    4
    સાંતલપુર ખીમેશ્વર ગૌશાળા ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન યોજાયું
ગૌ રક્ષા માટે ત્રણ મુખ્ય માંગણીઓ બુલંદ — સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ કરવા ગૌભક્તોની માંગ
સાંતલપુર, પાટણ:
સાંતલપુર સ્થિત શ્રી ખીમેશ્વર ગૌશાળા ખાતે આજે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ગૌ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગૌભક્તો, સંતો-મહંતો, ગૌ સેવકો તેમજ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહી ગૌમાતાની રક્ષા અને સંરક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં ગૌમાતાની રક્ષા, ગૌસેવા અને ગૌસંવર્ધન માટે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.
ગૌભક્તોની ત્રણ મુખ્ય માંગણીઓ
1. સમગ્ર ભારતમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે
દેશના તમામ રાજ્યોમાં ગૌહત્યા પર સંપૂર્ણ અને કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે તેમજ ગૌમાતાના રક્ષણ માટે અસરકારક કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવે.
2. ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’નું સન્માન આપવામાં આવે
ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને કૃષિ આધારિત જીવનવ્યવસ્થામાં ગૌમાતાનું વિશેષ સ્થાન હોવાનું જણાવી ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’ તરીકે સન્માન આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.
3. કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરી કેન્દ્રીય કાયદો બનાવવામાં આવે
ગૌમાતાની સેવા, રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારના સ્તરે અલગ કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરવામાં આવે અને સમગ્ર દેશમાં એકસમાન કેન્દ્રીય કાયદો લાગુ કરવામાં આવે તેવી માંગ ગૌભક્તોએ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગૌ સેવકો અને ગૌભક્તોએ ગૌમાતાની સેવા અને રક્ષણ માટે જનજાગૃતિ વધારવા તેમજ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મજબૂત રીતે રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
“ગૌહત્યા બંધ થાય, ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન મળે અને ગૌસેવા માટે કેન્દ્રીય વ્યવસ્થા ઊભી થાય” તેવી ત્રણ મુખ્ય માંગણીઓ સાથે સાંતલપુરથી ગૌ સન્માન આહ્વાનનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર — બલદેવ મકવાણા
    user_Santalpur
    Santalpur
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    8 hrs ago
  • *ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર, શહેર તથા તાલુકામાં ઠંડક. *ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર.* ધંધુકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગત રોજ ધોધમાર વરસાદ આખો દિવસ વરસ્યા બાદ આજે પણ મેંઘમેહર ચાલુ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના
    1
    *ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર, શહેર તથા તાલુકામાં ઠંડક.
*ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર.*
ધંધુકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગત રોજ ધોધમાર વરસાદ આખો દિવસ વરસ્યા બાદ આજે પણ મેંઘમેહર ચાલુ.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • સમીમાં તંત્રનું બુલડોઝર ફર્યું: બસ સ્ટેન્ડ બહારના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા સ્થાનિક તંત્ર દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમી બસ સ્ટેન્ડની બહાર ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સમી બસ સ્ટેન્ડની બહારના ભાગમાં ચાની હોટલો, પાન પાર્લર, પકોડીની લારીઓ તેમજ લાકડાના અનેટીન શેડના ગલ્લાઓ મોટા પ્રમાણમાં દબાણ કરીને ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હતી અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે નાગરિકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદે દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ પ્રકારની સઘન અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.
    1
    સમીમાં તંત્રનું બુલડોઝર ફર્યું: બસ સ્ટેન્ડ બહારના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

સ્થાનિક તંત્ર દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમી બસ સ્ટેન્ડની બહાર  ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સમી બસ સ્ટેન્ડની બહારના ભાગમાં ચાની હોટલો, પાન પાર્લર, પકોડીની લારીઓ તેમજ લાકડાના અનેટીન શેડના ગલ્લાઓ મોટા પ્રમાણમાં દબાણ કરીને ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હતી અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
આ અંગે નાગરિકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદે દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ પ્રકારની સઘન અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.
    user_ઠાકોર દશરથભાઈ
    ઠાકોર દશરથભાઈ
    સામી, પાટણ, ગુજરાત•
    9 hrs ago
  • કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું #કડી #kadi #mahesana #gujrat #MLA #ખાતમુર્હુત #ગ્રામપંચાયત #fesbookreels #trendingreelsvideo #nonfollowers
    1
    કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું 

કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું 
#કડી #kadi #mahesana #gujrat #MLA #ખાતમુર્હુત #ગ્રામપંચાયત #fesbookreels #trendingreelsvideo #nonfollowers
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    5 hrs ago
  • સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, આશરે 50થી વધુ દબાણો દૂર કરાયા સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, 50થી વધુ દબાણો દૂર કરાયા નોટિસ બાદ પણ દબાણો યથાવત રહેતાં પંચાયતની કડક કાર્યવાહી, ચા-હોટલથી પાનના ગલ્લા અને શેડ સુધીનો સફાયો સમી શહેરમાં જાહેર માર્ગો પર વધતા ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમી બસ સ્ટેન્ડની બહાર લાંબા સમયથી ઉભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે પંચાયતની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બસ સ્ટેન્ડની દિવાલ પાસે તેમજ સામેના ભાગમાં આવેલા 50થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સમી બસ સ્ટેન્ડની આસપાસ ચાની હોટલો, પાન પાર્લર, પકોડી-નાસ્તાની લારીઓ ઉપરાંત લાકડા અને ટીનના શેડ બનાવીને અનેક ગલ્લાઓ ઊભા કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગ અને બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં આ પ્રકારના દબાણોના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને બસોની અવરજવર દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક તંત્ર સમક્ષ દબાણો દૂર કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા અગાઉ દબાણકારો અને વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક સ્થળોએ દબાણો યથાવત રહેતા આખરે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી પંચાયત અને તંત્રની ટીમે જેસીબી તથા બુલડોઝરની મદદથી જાહેર માર્ગને અડચણરૂપ બનેલા દબાણો દૂર કર્યા હતા. ચાની હોટલો, પાનના ગલ્લા, પકોડીની લારીઓ તેમજ લાકડા અને ટીનના શેડ સહિતના દબાણો હટાવવામાં આવતા બસ સ્ટેન્ડ આસપાસનો રસ્તો ખુલ્લો થયો હતો. તંત્રની આ કાર્યવાહીથી લાંબા સમયથી દબાણ કરીને બેઠેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તંત્રના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડની દિવાલ પાસે તથા સામેના ભાગમાં કુલ 50થી વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાહેર માર્ગો અને મુસાફરોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ, બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારો તથા અન્ય જાહેર સ્થળો પર ફરીથી દબાણ ઊભું કરવામાં આવશે તો આગામી દિવસોમાં પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ છે કે બસ સ્ટેન્ડની આસપાસ ફરીથી દબાણો ઊભા ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ અને કાયમી વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
    4
    સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, આશરે 50થી વધુ દબાણો દૂર કરાયા

સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, 50થી વધુ દબાણો દૂર કરાયા
નોટિસ બાદ પણ દબાણો યથાવત રહેતાં પંચાયતની કડક કાર્યવાહી, ચા-હોટલથી પાનના ગલ્લા અને શેડ સુધીનો સફાયો
સમી શહેરમાં જાહેર માર્ગો પર વધતા ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમી બસ સ્ટેન્ડની બહાર લાંબા સમયથી ઉભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે પંચાયતની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બસ સ્ટેન્ડની દિવાલ પાસે તેમજ સામેના ભાગમાં આવેલા 50થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ સમી બસ સ્ટેન્ડની આસપાસ ચાની હોટલો, પાન પાર્લર, પકોડી-નાસ્તાની લારીઓ ઉપરાંત લાકડા અને ટીનના શેડ બનાવીને અનેક ગલ્લાઓ ઊભા કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગ અને બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં આ પ્રકારના દબાણોના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને બસોની અવરજવર દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક તંત્ર સમક્ષ દબાણો દૂર કરવાની રજૂઆતો કરવામાં આવી હતી.
આ મામલે તંત્ર દ્વારા અગાઉ દબાણકારો અને વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક સ્થળોએ દબાણો યથાવત રહેતા આખરે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી પંચાયત અને તંત્રની ટીમે જેસીબી તથા બુલડોઝરની મદદથી જાહેર માર્ગને અડચણરૂપ બનેલા દબાણો દૂર કર્યા હતા. ચાની હોટલો, પાનના ગલ્લા, પકોડીની લારીઓ તેમજ લાકડા અને ટીનના શેડ સહિતના દબાણો હટાવવામાં આવતા બસ સ્ટેન્ડ આસપાસનો રસ્તો ખુલ્લો થયો હતો. તંત્રની આ કાર્યવાહીથી લાંબા સમયથી દબાણ કરીને બેઠેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
તંત્રના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડની દિવાલ પાસે તથા સામેના ભાગમાં કુલ 50થી વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાહેર માર્ગો અને મુસાફરોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી હતી.
સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ, બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારો તથા અન્ય જાહેર સ્થળો પર ફરીથી દબાણ ઊભું કરવામાં આવશે તો આગામી દિવસોમાં પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ છે કે બસ સ્ટેન્ડની આસપાસ ફરીથી દબાણો ઊભા ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ અને કાયમી વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    10 hrs ago
  • લીંબડી કોર્ટ નજીક રીક્ષા પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો
    1
    લીંબડી કોર્ટ નજીક રીક્ષા પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.