રાધેકૃષ્ણ મહિલા ભજન મંડળ, દરૂણિયા – ૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ડાકોર રણછોડ રાય મંદિરમાં ભવ્ય ધ્વજારોહણ ગોધરા તાલુકાના દરૂણિયા ગામની મહિલાઓ દ્વારા સ્થાપિત રાધેકૃષ્ણ મહિલા મંડળ, ભજન મંડળીએ પોતાની સ્થાપનાના પાંચ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે ડાકોરના પ્રસિદ્ધ શ્રી રણછોડ રાય (રણછોડજી) મંદિરમાં ભવ્ય ધ્વજ ચઢાવ્યો હતો. આ મહિલા મંડળ ગામની મહિલાઓને સામાજિક જાગૃતિ, સેવાકાર્યો અને ભજન કિર્તન, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે. છેલ્લા પાંચ વર્ષમાં ભજન મંડળીએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ગામજનોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવ્યો છે. આ અવસરે ગામની મહિલાઓએ ભજન-કીર્તનના નાદ સાથે રાજા રણછોડજીના દરબારમાં પધાર્યા હતા. મંદિરમાં ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા મંડળની પ્રતિનિધિ બહેનો મંજુલાબેન કિરીટભાઇ, સૂર્યાબેન, આશાબેન, રૂપાબેન અને ગીતાબેન સહિત તમામ બહેનોએ ધ્વજ લહેરાવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન અને સંકલન બહેનોને કોઈ મુશ્કેલી ન પડે માટે ગામના આગેવાનો અંબાલાલભાઈ શનાભાઈ ઢોલી, બાબુભાઈ, અલકેશ ભાઈ ઢોલી રમેશભાઈ, રાજેશભાઈ, સંજયભાઈ સહિત અનેક અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી બહેનોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન ગામના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને તમામને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાધાકૃષ્ણ મહિલા ભજન મંડળીએ દરૂણિયા આગામી દિવસોમાં પણ ગામના વિકાસ અને મહિલા સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ રહેશે.
રાધેકૃષ્ણ મહિલા ભજન મંડળ, દરૂણિયા – ૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ડાકોર રણછોડ રાય મંદિરમાં ભવ્ય ધ્વજારોહણ ગોધરા તાલુકાના દરૂણિયા ગામની મહિલાઓ દ્વારા સ્થાપિત રાધેકૃષ્ણ મહિલા મંડળ, ભજન મંડળીએ પોતાની સ્થાપનાના પાંચ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે ડાકોરના પ્રસિદ્ધ શ્રી રણછોડ રાય (રણછોડજી) મંદિરમાં ભવ્ય ધ્વજ ચઢાવ્યો હતો. આ મહિલા મંડળ ગામની મહિલાઓને સામાજિક જાગૃતિ, સેવાકાર્યો અને ભજન કિર્તન, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે. છેલ્લા પાંચ વર્ષમાં ભજન મંડળીએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ગામજનોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવ્યો છે. આ અવસરે ગામની મહિલાઓએ ભજન-કીર્તનના નાદ સાથે રાજા રણછોડજીના દરબારમાં
પધાર્યા હતા. મંદિરમાં ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા મંડળની પ્રતિનિધિ બહેનો મંજુલાબેન કિરીટભાઇ, સૂર્યાબેન, આશાબેન, રૂપાબેન અને ગીતાબેન સહિત તમામ બહેનોએ ધ્વજ લહેરાવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન અને સંકલન બહેનોને કોઈ મુશ્કેલી ન પડે માટે ગામના આગેવાનો અંબાલાલભાઈ શનાભાઈ ઢોલી, બાબુભાઈ, અલકેશ ભાઈ ઢોલી રમેશભાઈ, રાજેશભાઈ, સંજયભાઈ સહિત અનેક અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી બહેનોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન ગામના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને તમામને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાધાકૃષ્ણ મહિલા ભજન મંડળીએ દરૂણિયા આગામી દિવસોમાં પણ ગામના વિકાસ અને મહિલા સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ રહેશે.
- કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.4
- કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.1
- Post by Jasmin B Shah1
- Post by Janshe Gujarat1
- ગોધર તાલુકામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. તાલુકાના નસીકપુર સહિત આસપાસના વિસ્તારમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ હળવું કમોસમી વરસાદનું જાગતું વર્ષયુ હતું. ખેતરોમાં ઘઉં મકાઈ ચણા સહિત ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર થયેલા છે તેવામાં વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદી જાપતાને લઇ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે વહેલી સવારે સામાન્ય ઝાપટું પડ્યા બાદ વરસાદી છાંટા બંધ થઈ ચૂક્યા હતા.1
- Post by Salman moravala1
- ગુજરાતમાં બજેટ રજુ થતા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બજેટને લોલીપોપ ગણાવી સરકાર પર પ્રહારો કર્યા1
- Post by Jasmin B Shah1