Shuru
Apke Nagar Ki App…
Mr BHIl Vishnubhai kalidash
More news from ગુજરાત and nearby areas
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- LOCATION : TOWER MAIN ROAD, DABHOI1
- બોડેલી : બોડેલીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ઉત્સાહભેર ભક્તિભાવ પૂર્વક ભવ્ય ઉજવણી સંપન્ન. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં વસતા સિંધી સમાજ દ્વારા આજે તેઓના આરાધ્યદેવ ભગવાન ઝુલેલાલ નો જન્મદિવસ એટલે ચેટીચંદ પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર ભક્તિભાવ પૂર્વક રંગેચંગે કરવામાં આવી હતી. ચેટીચંદ પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રતિ વર્ષની જેમ આજે સવારથી જ બોડેલી અલીપુરા અને ઢોકલીયા માં સિંધી સમાજની દુકાનો બંધ રહી હતી અને સવારે શ્રી ઝુલેલાલ મંદિરમાં આરતી કરી બપોરના સમયે બોડેલીના રાજમાર્ગો પર ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં નગરમાં વસતા સિંધી સમાજના યુવાનો યુવતીઓ સાથે આબાલ વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાઈ ડીજે ના તાલે ભગવાનનાં ભજન કીર્તનનાં સુરતાલ સાથે નૃત્ય કરી આગવું આકર્ષણ ઊભું કર્યું હતુ. સમગ્ર શોભાયાત્રા દરમિયાન આયો લાલ શ્રી ઝુલેલાલ નાં ગગનભેદી જય ઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ડીજે સાથે ઘોડા બગી મા ભગવાન શ્રી ઝુલેલાલની પ્રતિમા પધરાવી નીકળેલી શોભાયાત્રા નગરના માર્ગો પર ફરી શ્રી ઝૂલેલાલ મંદિર પહોંચી હતી જ્યાં દર્શન કરી સિંધી સમાજના લોકો ભક્ત સમાજની વાડી ખાતે પ્રસાદી લેવા પહોંચ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ આરતી દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભક્ત સમાજની વાડી ખાતે મહાપ્રસાદ લઈ ભક્તજનો ધન્ય બન્યા હતા. બાઈટ : સોનુ જેમતાણી યુવા અગ્રણી, સિંધી સમાજ બોડેલી1
- છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત પધારેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા નુ ભવ્ય સ્વાગત કરાયું1
- હાલોલ તાલુકાના વીટોજ ગામ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે તા.20 માર્ચ શુક્રવારના રોજ રાત્રિના સમયે બાઇક પરથી મહિલા પડી જતા અકસ્માત સર્જાયો હતો.જેને લઈને ઘટનાસ્થળે હલચલ મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, બાઇક પર કદાચલા ગામનો બાઇક ચાલક દડિયાપૂરા ગામની મહિલા અને એક નાની બાળકી સાથે ગુતાલ ગામે મંદિર દર્શન કરવા ગયો હતો. દર્શન કરી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં દડિયાપુરા ગામની ગીતાબેન ટીનાભાઈ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જ્યારે સાથે સવાર નાની બાળકીનો આબાદ બચાવ થયો હતો. બાઇક ચાલક કડાચલા ગામનો રાકેશ ગણપતભાઈ નાયક હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ મહિલાને માથામાં ગંભીર ઈજા હોવાના કારણે વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી છે.1
- હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- Post by Mr BHIl Vishnubhai kalidash1