Shuru
Apke Nagar Ki App…
હાલોલમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની રંગે ચંગે ઉજવણી કરાઈ. હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
Apna Bajar Halol
હાલોલમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની રંગે ચંગે ઉજવણી કરાઈ. હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
More news from ગુજરાત and nearby areas
- હાલોલ તાલુકાના વીટોજ ગામ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે તા.20 માર્ચ શુક્રવારના રોજ રાત્રિના સમયે બાઇક પરથી મહિલા પડી જતા અકસ્માત સર્જાયો હતો.જેને લઈને ઘટનાસ્થળે હલચલ મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, બાઇક પર કદાચલા ગામનો બાઇક ચાલક દડિયાપૂરા ગામની મહિલા અને એક નાની બાળકી સાથે ગુતાલ ગામે મંદિર દર્શન કરવા ગયો હતો. દર્શન કરી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં દડિયાપુરા ગામની ગીતાબેન ટીનાભાઈ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જ્યારે સાથે સવાર નાની બાળકીનો આબાદ બચાવ થયો હતો. બાઇક ચાલક કડાચલા ગામનો રાકેશ ગણપતભાઈ નાયક હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ મહિલાને માથામાં ગંભીર ઈજા હોવાના કારણે વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી છે.1
- હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- કાલોલ નગર સહિત તાલુકામાં ઈદુલફીત્રની વિશેષ નમાઝને લઈ મુસ્લીમ બિરાદરોએ ઈદગાહ તેમજ મસ્જીદોમાં ખુદાની બંદગી કરી. મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે જે ઈદ-દુલ-ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે તે રમઝાન પર્વ શાંતિ અને ઉત્સાહપૂર્ણ સંપન્ન થયા બાદ ઈસ્લામી માસ શવ્વાલના પ્રથમ દિવસે ઈદુલફિત્રની મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા મનાવામાં આવે છે જે શનિવારના રોજ કાલોલ શહેર સ્થિત નુરાની કબ્રસ્તાન ઈદગાહ ખાતે તેમજ રબ્બાની મસ્જીદ અને મોહંમદી મસ્જીદ સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર વેજલપુર,બોરૂ, મલાવ અને એરાલમાં ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી.ઈદુલફીત્ર પ્રસંગે કાલોલ નગરની નુરાની ઈદગાહમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મુફ્તી મોલાના સૈયદ ગુલામ રસુલ કાદરી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદુલફીત્રના મહિમા વિશે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કર્યુ હતુ. વાઅઝના સમાપન બાદ નમાઝ ઈમામ સૈયદ ગુલામરસુલ કાદરી એ પઢાવી સલામ પછી સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં અમન-ચેન-સુકુન અને શાંતિ બની રહે તેવી દુવા ગુજારી એક બીજાને ગળે મળી ઈદ ની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.કાલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદ ની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે મોટી સખ્યામાં રોકાઈને બંદગી કરી પોતાના રબને રાજી કરવાના પ્રયાસો કર્યા હતા. રમજાન ઈદના પાવન પર્વ ને અનુલક્ષીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં મુસ્લિમ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત નગરપાલિકાના સભ્યો એ મુસ્લીમ બિરાદરો ને ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.2
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- Eid Mubarak your family1
- Post by THE BEALERT NEWS1
- હાલોલ શહેર ખાતે આજે શનિવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ ફિત્રની એટલે રમઝાન ઈદ ની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી.શહેરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને મોહમંદી સ્ટ્રીટ ખાતે આવેલ નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.જેમાં ઈદગાહ ખાતે મૌલાના યાકુબ રઝવી ધ્વારા તકરીર ફરમાવી હતી અને સૈયદ ઈલ્યાસબાપુ ધ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે નૂરાની મસ્જિદ ખાતે મૌલાના વસીમ મામાજી દ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે ઈદુલ ફિત્રને લઇ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો જ્યારે નાના ભૂલકાંઓ સહિત તમામ મુસ્લિમ બિરાદરો અવનવા પોષાકમાં જોવા મળ્યા હતા અને રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને સમગ્ર વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેને લઈને વિશેષ દુવા કરવામાં આવી હતી જ્યારે ઈદગાહ ખાતે હાલોલ શહેરમાંથી હજ યાત્રા પર જનાર હજયાત્રીઓનું શહેરના મુસ્લિમ બિરાદરો ધ્વારા ફૂલહાર કરી ગુલપોશી કરવામાં આવી હતી અને ઇદ ને લઈ નગરમાં કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે હાલોલ પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. બાઈટ-મૌલાના યાકુબ રઝવી.હાલોલ શહેર ખતીબ.1