logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

9 hrs ago
user_Bkp News
Bkp News
ધોરાજી, રાજકોટ, ગુજરાત•
9 hrs ago
e9e7b6ae-c6d3-43ee-ae81-f9b8690fad36

More news from ગુજરાત and nearby areas
  • ગિરનાર પર સિંહ દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટના બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું છે. આ હુમલાની ઘટનાને પગલે વન વિભાગ દ્વારા ગિરનાર પરથી ૩ સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
    1
    ગિરનાર પર સિંહ દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટના બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું છે. આ હુમલાની ઘટનાને પગલે વન વિભાગ દ્વારા ગિરનાર પરથી ૩ સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    4 hrs ago
  • લીલીયામાં સિંહના હુમલામાં એક યુવકનું મોત થવાની ઘટના બાદ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ અંગે નિવેદન આપ્યું છે. આ દુર્ઘટનાના સંદર્ભમાં તેમણે ચેતવણી આપતા જણાવ્યું છે કે ગેરકાયદે સિંહદર્શન ઘાતક બની શકે છે.
    1
    લીલીયામાં સિંહના હુમલામાં એક યુવકનું મોત થવાની ઘટના બાદ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ અંગે નિવેદન આપ્યું છે. આ દુર્ઘટનાના સંદર્ભમાં તેમણે ચેતવણી આપતા જણાવ્યું છે કે ગેરકાયદે સિંહદર્શન ઘાતક બની શકે છે.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    22 hrs ago
  • મોરબીમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ PGVCL તંત્રની લાલિયાવાડી અને બેદરકારી સામે આવી છે. અહીં જેતપર રોડ પર લગાવેલા વીજપોલ સામાન્ય પવનમાં પણ જોરથી ડોલી રહ્યા છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ઊભી થયેલી આ પરિસ્થિતિના કારણે અહીંના ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે.
    1
    મોરબીમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ PGVCL તંત્રની લાલિયાવાડી અને બેદરકારી સામે આવી છે. અહીં જેતપર રોડ પર લગાવેલા વીજપોલ સામાન્ય પવનમાં પણ જોરથી ડોલી રહ્યા છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ઊભી થયેલી આ પરિસ્થિતિના કારણે અહીંના ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે.
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    1 hr ago
  • બોટાદ જિલ્લાના ઢસા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે સમયસૂચકતા અને ઉત્કૃષ્ટ તબીબી સેવાનું ઉદાહરણ પૂરું પાડતાં પીપળવા (લાઠી) ગામના વાડી વિસ્તારમાં જ એક સગર્ભા મહિલાની સફળ નોર્મલ પ્રસૂતિ કરાવી છે. આજે સવારે આશરે ૧૧:૩૫ વાગ્યે મહિલાની ગંભીર સ્થિતિ અંગે ૧૦૮ ઇમરજન્સી સેવામાં કોલ મળતા જ ઇ.એમ.ટી. જયેશભાઈ વાળા અને પાયલોટ અબ્બાસભાઈ મહેતર વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સગર્ભાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી અને પ્રસૂતિની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાથી તેને હોસ્પિટલ લઈ જવી જોખમી જણાતા ટીમે સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. ૧૦૮ના ઈઆરસીપી (ERCP) ડૉ. મહેશના સતત માર્ગદર્શન હેઠળ ઇ.એમ.ટી. જયેશભાઈ વાળાએ પોતાની તાલીમ અને અનુભવનો ઉપયોગ કરી સફળતાપૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવી હતી. એમ્બ્યુલન્સમાં રહેલી ડિલિવરી કિટ અને આધુનિક તબીબી સાધનોની મદદથી માતા અને નવજાત શિશુને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ચાવંડ પીએચસી ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કર્યા હતા. મુશ્કેલ સમયમાં દેવદૂત બનીને આવેલી ૧૦૮ની ટીમને કારણે બંનેના જીવ બચી જતાં પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેમણે આ સેવાને સાચા અર્થમાં 'જીવનદાયી સેવા' ગણાવી હતી. આ પ્રશંસનીય કામગીરી બદલ બોટાદ જિલ્લાના યુનિટ હેડ યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકીએ ૧૦૮ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
    4
    બોટાદ જિલ્લાના ઢસા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે સમયસૂચકતા અને ઉત્કૃષ્ટ તબીબી સેવાનું ઉદાહરણ પૂરું પાડતાં પીપળવા (લાઠી) ગામના વાડી વિસ્તારમાં જ એક સગર્ભા મહિલાની સફળ નોર્મલ પ્રસૂતિ કરાવી છે. આજે સવારે આશરે ૧૧:૩૫ વાગ્યે મહિલાની ગંભીર સ્થિતિ અંગે ૧૦૮ ઇમરજન્સી સેવામાં કોલ મળતા જ ઇ.એમ.ટી. જયેશભાઈ વાળા અને પાયલોટ અબ્બાસભાઈ મહેતર વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સગર્ભાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી અને પ્રસૂતિની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાથી તેને હોસ્પિટલ લઈ જવી જોખમી જણાતા ટીમે સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.

૧૦૮ના ઈઆરસીપી (ERCP) ડૉ. મહેશના સતત માર્ગદર્શન હેઠળ ઇ.એમ.ટી. જયેશભાઈ વાળાએ પોતાની તાલીમ અને અનુભવનો ઉપયોગ કરી સફળતાપૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવી હતી. એમ્બ્યુલન્સમાં રહેલી ડિલિવરી કિટ અને આધુનિક તબીબી સાધનોની મદદથી માતા અને નવજાત શિશુને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ચાવંડ પીએચસી ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કર્યા હતા. મુશ્કેલ સમયમાં દેવદૂત બનીને આવેલી ૧૦૮ની ટીમને કારણે બંનેના જીવ બચી જતાં પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેમણે આ સેવાને સાચા અર્થમાં 'જીવનદાયી સેવા' ગણાવી હતી. આ પ્રશંસનીય કામગીરી બદલ બોટાદ જિલ્લાના યુનિટ હેડ યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકીએ ૧૦૮ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • જેતપુરના કણકિયા પ્લોટમાં મૈત્રીપૂર્ણ સંબંધમાં જીવવું એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થયું છે. કણકિયા પ્લોટમાં અંબર સિનેમા પાસે રહેતા અને મજૂરી કામ કરતા કમલેશ વાઘેલા જ્યારે બપોરે લંચ સમયે છાશ લેવા બહાર નીકળ્યા, ત્યારે તેમની સાથે રહેતી મહિલાના પુત્ર જયન વાઘેલાએ તેમને રસ્તામાં રોકીને ૫ થી ૬ વાર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ગંભીર હુમલામાં કમલેશ વાઘેલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક કમલેશ વાઘેલા નીતા વાઘેલા સાથે દોસ્તીના સંબંધમાં રહેતા હતા. નીતાના પતિના અવસાન બાદ બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અને તેઓ સાથે રહેવા લાગ્યા હતા. જોકે, આ સંબંધ નીતાના પુત્ર જયનને બિલકુલ પસંદ ન હતો, જેના કારણે તે સતત નારાજ રહેતો હતો અને રાજકોટમાં અલગ રહેતો હતો. પોતાની માતા વર્ષોથી અન્ય પુરુષ સાથે મૈત્રીપૂર્ણ સંબંધમાં રહેતી હોવાની બાબત સહન ન થતાં જયને કમલેશની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી જયન વાઘેલા અને તેનો સાથી ધ્રુવ નૈયા અગાઉ પણ એક મર્ડર કેસમાં સંડોવાયેલા હતા. તેઓ એક દિવસ પહેલા જ જેતપુર પહોંચ્યા હતા અને કમલેશ વાઘેલાની હિલચાલ પર સતત નજર રાખી રહ્યા હતા. હત્યામાં વપરાયેલું ચપ્પુ રાજકોટથી જેતપુર આવતી વખતે વીરપુરથી ખરીદવામાં આવ્યું હતું. તક મળતા જ જયને પૂર્વ આયોજિત કાવતરા મુજબ કમલેશ પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. ઘટનાની ગણતરીની કલાકોમાં પોલીસે સપાટો બોલાવીને આરોપી જયન વાઘેલા અને ધ્રુવ નૈયા બંનેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    જેતપુરના કણકિયા પ્લોટમાં મૈત્રીપૂર્ણ સંબંધમાં જીવવું એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થયું છે. કણકિયા પ્લોટમાં અંબર સિનેમા પાસે રહેતા અને મજૂરી કામ કરતા કમલેશ વાઘેલા જ્યારે બપોરે લંચ સમયે છાશ લેવા બહાર નીકળ્યા, ત્યારે તેમની સાથે રહેતી મહિલાના પુત્ર જયન વાઘેલાએ તેમને રસ્તામાં રોકીને ૫ થી ૬ વાર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ગંભીર હુમલામાં કમલેશ વાઘેલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મૃતક કમલેશ વાઘેલા નીતા વાઘેલા સાથે દોસ્તીના સંબંધમાં રહેતા હતા. નીતાના પતિના અવસાન બાદ બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અને તેઓ સાથે રહેવા લાગ્યા હતા. જોકે, આ સંબંધ નીતાના પુત્ર જયનને બિલકુલ પસંદ ન હતો, જેના કારણે તે સતત નારાજ રહેતો હતો અને રાજકોટમાં અલગ રહેતો હતો. પોતાની માતા વર્ષોથી અન્ય પુરુષ સાથે મૈત્રીપૂર્ણ સંબંધમાં રહેતી હોવાની બાબત સહન ન થતાં જયને કમલેશની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી જયન વાઘેલા અને તેનો સાથી ધ્રુવ નૈયા અગાઉ પણ એક મર્ડર કેસમાં સંડોવાયેલા હતા. તેઓ એક દિવસ પહેલા જ જેતપુર પહોંચ્યા હતા અને કમલેશ વાઘેલાની હિલચાલ પર સતત નજર રાખી રહ્યા હતા. હત્યામાં વપરાયેલું ચપ્પુ રાજકોટથી જેતપુર આવતી વખતે વીરપુરથી ખરીદવામાં આવ્યું હતું. તક મળતા જ જયને પૂર્વ આયોજિત કાવતરા મુજબ કમલેશ પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. ઘટનાની ગણતરીની કલાકોમાં પોલીસે સપાટો બોલાવીને આરોપી જયન વાઘેલા અને ધ્રુવ નૈયા બંનેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ ભક્તિમય અવસરે ભગવાન સમક્ષ ફળોનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે.
    1
    બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ ભક્તિમય અવસરે ભગવાન સમક્ષ ફળોનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા અને ભીયાડ ગામને જોડતા મુખ્ય રાજમાર્ગ પરથી વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. આ માર્ગ પર અગાઉ વર્ષ 2025માં પણ દબાણ થયું હતું અને ત્યારબાદ ફરીથી કેટલાક તત્વો દ્વારા રસ્તાની બંને બાજુએ ગેરકાયદેસર દબાણ ખડકી દેવાયું હતું. આ દબાણને કારણે આસપાસના સામાન્ય ખેડૂતોને પોતાના ખેતરે જવા-આવવા માટે અને વાહનોની અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં લાંબા સમય સુધી દબાણો દૂર ન થતાં, આખરે અસરગ્રસ્ત 13 જેટલા ખેડૂતોએ આ મામલે 'તાલુકા સ્વાગત ઓનલાઈન' કાર્યક્રમમાં ન્યાયની ગુહાર લગાવી હતી. ખેડૂતોની આ રજૂઆત બાદ ધોરાજી વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. ધોરાજીના મામલતદાર એચ. ડી. બારોટ, પોલીસ કાફલો, પીજીવીસીએલ (PGVCL)ની ટીમ અને અન્ય જવાબદાર વિભાગના અધિકારીઓએ સાથે મળીને આ માર્ગ પર 'બાબાનું બુલડોઝર' ફેરવી તમામ ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરી દીધા હતા. લાંબા સમયની હેરાનગતિ બાદ રસ્તો ખુલ્લો થતાં તોરણીયા ગામના ખેડૂતો કરણભાઈ આસોદડીયા અને મહેશભાઈ વાંક સહિતના પીડિત ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ખેડૂતોએ તંત્રની આ સરાહનીય કામગીરીને બિરદાવી અધિકારીઓનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં ફરી કોઈ આ જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણ ન કરે તેવી તકેદારી રાખવા અપીલ કરી છે.
    1
    રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા અને ભીયાડ ગામને જોડતા મુખ્ય રાજમાર્ગ પરથી વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. આ માર્ગ પર અગાઉ વર્ષ 2025માં પણ દબાણ થયું હતું અને ત્યારબાદ ફરીથી કેટલાક તત્વો દ્વારા રસ્તાની બંને બાજુએ ગેરકાયદેસર દબાણ ખડકી દેવાયું હતું. આ દબાણને કારણે આસપાસના સામાન્ય ખેડૂતોને પોતાના ખેતરે જવા-આવવા માટે અને વાહનોની અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં લાંબા સમય સુધી દબાણો દૂર ન થતાં, આખરે અસરગ્રસ્ત 13 જેટલા ખેડૂતોએ આ મામલે 'તાલુકા સ્વાગત ઓનલાઈન' કાર્યક્રમમાં ન્યાયની ગુહાર લગાવી હતી.

ખેડૂતોની આ રજૂઆત બાદ ધોરાજી વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. ધોરાજીના મામલતદાર એચ. ડી. બારોટ, પોલીસ કાફલો, પીજીવીસીએલ (PGVCL)ની ટીમ અને અન્ય જવાબદાર વિભાગના અધિકારીઓએ સાથે મળીને આ માર્ગ પર 'બાબાનું બુલડોઝર' ફેરવી તમામ ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરી દીધા હતા. લાંબા સમયની હેરાનગતિ બાદ રસ્તો ખુલ્લો થતાં તોરણીયા ગામના ખેડૂતો કરણભાઈ આસોદડીયા અને મહેશભાઈ વાંક સહિતના પીડિત ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ખેડૂતોએ તંત્રની આ સરાહનીય કામગીરીને બિરદાવી અધિકારીઓનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં ફરી કોઈ આ જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણ ન કરે તેવી તકેદારી રાખવા અપીલ કરી છે.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે યાત્રા કરવા આવેલા એક પરિવારના ૧૧ વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો છે. વહેલી સવારે ૫:૪૫ કલાકે બનેલી આ કમનસીબ ઘટનામાં મયુર ચૌહાણ નામના બાળકનું મોત નીપજ્યું છે.
    1
    જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે યાત્રા કરવા આવેલા એક પરિવારના ૧૧ વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો છે. વહેલી સવારે ૫:૪૫ કલાકે બનેલી આ કમનસીબ ઘટનામાં મયુર ચૌહાણ નામના બાળકનું મોત નીપજ્યું છે.
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    4 hrs ago
  • અમરેલી જિલ્લાના જાફરાબાદમાં બ્રહ્મ સમાજ દ્વારા પોલીસને એક લેખિત અરજી આપવામાં આવી છે. આ અરજી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓના મામલે કરવામાં આવી છે. બ્રહ્મ સમાજે આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
    1
    અમરેલી જિલ્લાના જાફરાબાદમાં બ્રહ્મ સમાજ દ્વારા પોલીસને એક લેખિત અરજી આપવામાં આવી છે. આ અરજી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓના મામલે કરવામાં આવી છે. બ્રહ્મ સમાજે આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.