logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ઢઢેલા ગ્રામ પંચાયતના વહીવટદારો, તલાટીઓ અને તેમના મળતીયાઓએ સવા કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ગામના એક જાગૃત નાગરિકે આ મામલે સીધા પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી છે, જેમાં તેમણે ગ્રામ પંચાયતના બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવા અને 16મા નાણાપંચની ગ્રાન્ટો સ્થગિત કરવાની કડક માંગણી કરી છે.

1 hr ago
user_Yasin Bhabhor
Yasin Bhabhor
Local News Reporter ફતેપુરા, દાહોદ, ગુજરાત•
1 hr ago

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ઢઢેલા ગ્રામ પંચાયતના વહીવટદારો, તલાટીઓ અને તેમના મળતીયાઓએ સવા કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ગામના એક જાગૃત નાગરિકે આ મામલે સીધા પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી છે, જેમાં તેમણે ગ્રામ પંચાયતના બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવા અને 16મા નાણાપંચની ગ્રાન્ટો સ્થગિત કરવાની કડક માંગણી કરી છે.

More news from ગુજરાત and nearby areas
  • દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ઢઢેલા ગ્રામ પંચાયતના વહીવટદારો, તલાટીઓ અને તેમના મળતીયાઓએ સવા કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ગામના એક જાગૃત નાગરિકે આ મામલે સીધા પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી છે, જેમાં તેમણે ગ્રામ પંચાયતના બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવા અને 16મા નાણાપંચની ગ્રાન્ટો સ્થગિત કરવાની કડક માંગણી કરી છે.
    1
    દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ઢઢેલા ગ્રામ પંચાયતના વહીવટદારો, તલાટીઓ અને તેમના મળતીયાઓએ સવા કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ગામના એક જાગૃત નાગરિકે આ મામલે સીધા પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી છે, જેમાં તેમણે ગ્રામ પંચાયતના બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવા અને 16મા નાણાપંચની ગ્રાન્ટો સ્થગિત કરવાની કડક માંગણી કરી છે.
    user_Yasin Bhabhor
    Yasin Bhabhor
    Local News Reporter ફતેપુરા, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • Post by સંગાડા રવિન્દ્ર કુમાર
    4
    Post by સંગાડા રવિન્દ્ર કુમાર
    user_સંગાડા રવિન્દ્ર કુમાર
    સંગાડા રવિન્દ્ર કુમાર
    સિંગવડ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • દાહોદમાં શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ડાયરેક્ટર પદની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં વિકાસ પેનલે ભવ્ય વિજય નોંધાવ્યો છે. વિકાસ પેનલે પરિવર્તન પેનલને હરાવીને પોતાના 7 ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે. આ ચૂંટણીમાં અંદાજે 10 હજાર મતદાતાઓમાંથી 3 હજાર સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરિણામ જાહેર થતાં જ સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિજેતા ઉમેદવારોએ તમામ સભાસદોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ સભાસદોના હિત અને દાહોદના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે.
    1
    દાહોદમાં શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ડાયરેક્ટર પદની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં વિકાસ પેનલે ભવ્ય વિજય નોંધાવ્યો છે. વિકાસ પેનલે પરિવર્તન પેનલને હરાવીને પોતાના 7 ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે. આ ચૂંટણીમાં અંદાજે 10 હજાર મતદાતાઓમાંથી 3 હજાર સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરિણામ જાહેર થતાં જ સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિજેતા ઉમેદવારોએ તમામ સભાસદોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ સભાસદોના હિત અને દાહોદના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે.
    user_Dahod Live
    Dahod Live
    Classified ads newspaper publisher દાહોદ, દાહોદ, ગુજરાત•
    4 hrs ago
  • દાહોદ તાલુકાના ચોસાલા ગામેથી રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન–૨૦૨૬નો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી અભિયાનનો આરંભ કરાયો હતો. રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનો મુખ્ય હેતુ ૦ થી ૫ વર્ષના દરેક બાળક સુધી પોલિયોની રસી પહોંચાડવાનો અને કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેની ખાતરી કરવાનો છે. આ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પોલિયો બુથો તેમજ વિશેષ રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ વાલીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોની રસીના બે ટીપાં અવશ્ય પીવડાવી પોલિયોમુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બને. આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ બામણીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોસાલાના મેડિકલ ઓફિસર ડૉ. હિરલ દેસાઈ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પોલિયોથી બચાવ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને દરેક બાળક સુધી રસી પહોંચે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    1
    દાહોદ તાલુકાના ચોસાલા ગામેથી રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન–૨૦૨૬નો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી અભિયાનનો આરંભ કરાયો હતો.

રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનો મુખ્ય હેતુ ૦ થી ૫ વર્ષના દરેક બાળક સુધી પોલિયોની રસી પહોંચાડવાનો અને કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેની ખાતરી કરવાનો છે. આ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પોલિયો બુથો તેમજ વિશેષ રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ વાલીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોની રસીના બે ટીપાં અવશ્ય પીવડાવી પોલિયોમુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બને.

આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ બામણીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોસાલાના મેડિકલ ઓફિસર ડૉ. હિરલ દેસાઈ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પોલિયોથી બચાવ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને દરેક બાળક સુધી રસી પહોંચે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    22 hrs ago
  • https://youtu.be/-XRybkVlfdM?si=8Ra7tJDuug9UKCL4 પાવીજેતપુર નાં રતનપૂર ગામમાં હાઠબજાર શરૂ
    1
    https://youtu.be/-XRybkVlfdM?si=8Ra7tJDuug9UKCL4
પાવીજેતપુર નાં રતનપૂર ગામમાં હાઠબજાર શરૂ
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • હાલોલ નગરમાં સૌભાગ્યવતી બહેનોએ સોમવારે વટસાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી, પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. આ વ્રત જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે અને તે મહારાષ્ટ્ર, ગુજરાત તથા દક્ષિણ ભારતના રાજ્યોમાં વિશેષ રૂપે મનાવવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર, વટસાવિત્રી વ્રત વર્ષમાં બે વાર ઉજવાય છે – પ્રથમ જેઠ અમાવસ્યા પર અને બીજું જેઠ પૂર્ણિમાના દિવસે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં જેઠ મહિનાનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે, જેમાં જેઠ માસની પૂનમ વટસાવિત્રી તરીકે ઉજવવાનો અનોખો મહિમા છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે ઉપવાસ કરે છે અને વડની પૂજા કરે છે. હાલોલ નગરમાં પણ આજે સોમવારના રોજ, સૌભાગ્યવતી બહેનોએ સોળે શણગાર સજીને શિવ મંદિરોમાં તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોક્ત વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી. આ પૂજામાં વ્રતધારી બહેનોએ અબીલ-ગુલાલ, કંકુ-ચોખા, ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કર્યું હતું. ત્યારબાદ, તેમણે વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીંટાળી પ્રદક્ષિણા કરી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી. વ્રતની પૂજા સંપન્ન થયા બાદ, કેટલીક બહેનો દિવસ દરમિયાન નકોરડા ઉપવાસ કરશે, જ્યારે અન્ય કેટલીક બહેનો ફરાળ કરીને વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી રહી છે. આમ, હાલોલમાં સૌભાગ્યવતી બહેનોએ આ પવિત્ર વ્રત નિમિત્તે પોતાના પતિઓના લાંબા આયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરી.
    1
    હાલોલ નગરમાં સૌભાગ્યવતી બહેનોએ સોમવારે વટસાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી, પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. આ વ્રત જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે અને તે મહારાષ્ટ્ર, ગુજરાત તથા દક્ષિણ ભારતના રાજ્યોમાં વિશેષ રૂપે મનાવવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર, વટસાવિત્રી વ્રત વર્ષમાં બે વાર ઉજવાય છે – પ્રથમ જેઠ અમાવસ્યા પર અને બીજું જેઠ પૂર્ણિમાના દિવસે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં જેઠ મહિનાનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે, જેમાં જેઠ માસની પૂનમ વટસાવિત્રી તરીકે ઉજવવાનો અનોખો મહિમા છે.

આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે ઉપવાસ કરે છે અને વડની પૂજા કરે છે. હાલોલ નગરમાં પણ આજે સોમવારના રોજ, સૌભાગ્યવતી બહેનોએ સોળે શણગાર સજીને શિવ મંદિરોમાં તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોક્ત વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી. આ પૂજામાં વ્રતધારી બહેનોએ અબીલ-ગુલાલ, કંકુ-ચોખા, ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કર્યું હતું. ત્યારબાદ, તેમણે વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીંટાળી પ્રદક્ષિણા કરી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી.

વ્રતની પૂજા સંપન્ન થયા બાદ, કેટલીક બહેનો દિવસ દરમિયાન નકોરડા ઉપવાસ કરશે, જ્યારે અન્ય કેટલીક બહેનો ફરાળ કરીને વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી રહી છે. આમ, હાલોલમાં સૌભાગ્યવતી બહેનોએ આ પવિત્ર વ્રત નિમિત્તે પોતાના પતિઓના લાંબા આયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરી.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
  • દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ૨૮ જૂનના રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવા માટે પોલિયોના બે ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. તાલુકાના તમામ સબ સેન્ટરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ પોલિયો બૂથો પર મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગામના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવીને કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પલ્સ પોલિયો કાર્યક્રમ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી અને દરેક બાળક સુધી પોલિયોના ટીપાં પહોંચે તે માટે વાલીઓને અપીલ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા કાર્યકરો તથા આરોગ્ય ટીમના સહયોગથી સમગ્ર ઝાલોદ તાલુકામાં આ પલ્સ પોલિયો અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. પોલિયો મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સૌએ સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    1
    દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ૨૮ જૂનના રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવા માટે પોલિયોના બે ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. તાલુકાના તમામ સબ સેન્ટરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ પોલિયો બૂથો પર મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ગામના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવીને કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પલ્સ પોલિયો કાર્યક્રમ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી અને દરેક બાળક સુધી પોલિયોના ટીપાં પહોંચે તે માટે વાલીઓને અપીલ કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા કાર્યકરો તથા આરોગ્ય ટીમના સહયોગથી સમગ્ર ઝાલોદ તાલુકામાં આ પલ્સ પોલિયો અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. પોલિયો મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સૌએ સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    22 hrs ago
  • વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ગૌવંશ તસ્કરી અને પશુ ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કાલોલ તાલુકાના અલાલી ગામ પાસે એક ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી ઝાડ સાથે અકસ્માતગ્રસ્ત થઈ હતી. આ ગાડીમાંથી ગેરકાયદેસર અને નિર્દયતાપૂર્વક બાંધેલી બે ગાયો મળી આવતાં ચાલક વાહન અને અન્ય સામાન ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના ૨૮ જૂન, ૨૦૨૬ ના રોજ વહેલી સવારે આશરે ૦૨:૩૦ વાગ્યાની આસપાસ સગનપુરાથી અલાલી ગામ તરફ જતા રોડ પર પાણીની ટાંકી પાસે બની હતી, જેમાં સફેદ કલરની ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી (નંબર: GJ-17-AH-6543) ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં બોનેટ, કાચ અને નંબર પ્લેટને ભારે નુકસાન થયું હતું. ગામના યુવકે સ્થાનિક સામાજિક આગેવાન અને ખેડૂત કિરણસિંહ રતનસિંહ પરમારને જાણ કરતાં તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં ગામલોકો પણ એકઠા થયા હતા. મોબાઈલની બેટરીના અજવાળે તપાસ કરતાં ગાડીની પાછળની સીટ હટાવીને, ઘાસચારા કે પાણીની કોઈ પણ સગવડ વગર, ટૂંકા દોરડા વડે બે લાલ કલરની ગાયોને અત્યંત દયનીય અને ક્રૂર હાલતમાં બાંધી રાખવામાં આવી હતી. ગામલોકોએ તત્પરતા દાખવીને દોરડા કાપી ગાયોને સુરક્ષિત બહાર કાઢી હતી અને તેમને પાણી-ઘાસચારાની વ્યવસ્થા કરી હતી. આશરે ૦૩:૦૦ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા વેજલપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એલ.એફ. કટારા અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પંચોની હાજરીમાં ગાડીની તલાશી લેતા ડ્રાઈવર સીટ પાસેથી એક વીવો કંપનીનો કેસરી કલરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેના કવરમાંથી બાંડી યુનુસ સિકંદર (રહે. વેજલપુર, કાલોલ) ના નામનું આધાર કાર્ડ મળ્યું હતું. આ ઉપરાંત, ગાડીના ડ્રોવરમાંથી આર.સી. બુક અને વીમાની ઝેરોક્ષ પણ મળી આવી હતી, જેમાં ગાડીના માલિક તરીકે મામની ઇનાયત એહમદ રમજાની (રહે. ગોધરા મુસ્લિમ સોસાયટી, ગોધરા) નું નામ સામે આવ્યું છે. પોલીસે કુલ ₹૨,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ₹૨,૦૦,૦૦૦/- ની ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી, ₹૩૦,૦૦૦/- ની બે લાલ ગાયો (જેને પરવડી પાંજરાપોળ ખાતે મોકલી અપાઈ છે), ₹૧૦,૦૦૦/- નો વીવો મોબાઈલ ફોન, આધાર કાર્ડ, આર.સી. બુકની ઝેરોક્ષ અને દોરડાંનો સમાવેશ થાય છે. વેજલપુર પોલીસે કિરણસિંહ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા ગાડી ચાલક તેમજ તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ની કલમ ૧૭૩ હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ, પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ (કલમ 11(1)(d), (e), (f)) અને જી.પી.એક્ટની કલમ ૧૧૯ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેસની આગળની તપાસ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એફ. કટારા ચલાવી રહ્યા છે.
    2
    વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ગૌવંશ તસ્કરી અને પશુ ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કાલોલ તાલુકાના અલાલી ગામ પાસે એક ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી ઝાડ સાથે અકસ્માતગ્રસ્ત થઈ હતી. આ ગાડીમાંથી ગેરકાયદેસર અને નિર્દયતાપૂર્વક બાંધેલી બે ગાયો મળી આવતાં ચાલક વાહન અને અન્ય સામાન ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના ૨૮ જૂન, ૨૦૨૬ ના રોજ વહેલી સવારે આશરે ૦૨:૩૦ વાગ્યાની આસપાસ સગનપુરાથી અલાલી ગામ તરફ જતા રોડ પર પાણીની ટાંકી પાસે બની હતી, જેમાં સફેદ કલરની ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી (નંબર: GJ-17-AH-6543) ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં બોનેટ, કાચ અને નંબર પ્લેટને ભારે નુકસાન થયું હતું.

ગામના યુવકે સ્થાનિક સામાજિક આગેવાન અને ખેડૂત કિરણસિંહ રતનસિંહ પરમારને જાણ કરતાં તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં ગામલોકો પણ એકઠા થયા હતા. મોબાઈલની બેટરીના અજવાળે તપાસ કરતાં ગાડીની પાછળની સીટ હટાવીને, ઘાસચારા કે પાણીની કોઈ પણ સગવડ વગર, ટૂંકા દોરડા વડે બે લાલ કલરની ગાયોને અત્યંત દયનીય અને ક્રૂર હાલતમાં બાંધી રાખવામાં આવી હતી. ગામલોકોએ તત્પરતા દાખવીને દોરડા કાપી ગાયોને સુરક્ષિત બહાર કાઢી હતી અને તેમને પાણી-ઘાસચારાની વ્યવસ્થા કરી હતી.

આશરે ૦૩:૦૦ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા વેજલપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એલ.એફ. કટારા અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પંચોની હાજરીમાં ગાડીની તલાશી લેતા ડ્રાઈવર સીટ પાસેથી એક વીવો કંપનીનો કેસરી કલરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેના કવરમાંથી બાંડી યુનુસ સિકંદર (રહે. વેજલપુર, કાલોલ) ના નામનું આધાર કાર્ડ મળ્યું હતું. આ ઉપરાંત, ગાડીના ડ્રોવરમાંથી આર.સી. બુક અને વીમાની ઝેરોક્ષ પણ મળી આવી હતી, જેમાં ગાડીના માલિક તરીકે મામની ઇનાયત એહમદ રમજાની (રહે. ગોધરા મુસ્લિમ સોસાયટી, ગોધરા) નું નામ સામે આવ્યું છે. પોલીસે કુલ ₹૨,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ₹૨,૦૦,૦૦૦/- ની ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી, ₹૩૦,૦૦૦/- ની બે લાલ ગાયો (જેને પરવડી પાંજરાપોળ ખાતે મોકલી અપાઈ છે), ₹૧૦,૦૦૦/- નો વીવો મોબાઈલ ફોન, આધાર કાર્ડ, આર.સી. બુકની ઝેરોક્ષ અને દોરડાંનો સમાવેશ થાય છે.

વેજલપુર પોલીસે કિરણસિંહ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા ગાડી ચાલક તેમજ તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ની કલમ ૧૭૩ હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ, પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ (કલમ 11(1)(d), (e), (f)) અને જી.પી.એક્ટની કલમ ૧૧૯ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેસની આગળની તપાસ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એફ. કટારા ચલાવી રહ્યા છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.