દાહોદ તાલુકાના ચોસાલા ગામેથી રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન–૨૦૨૬નો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી અભિયાનનો આરંભ કરાયો હતો. રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનો મુખ્ય હેતુ ૦ થી ૫ વર્ષના દરેક બાળક સુધી પોલિયોની રસી પહોંચાડવાનો અને કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેની ખાતરી કરવાનો છે. આ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પોલિયો બુથો તેમજ વિશેષ રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ વાલીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોની રસીના બે ટીપાં અવશ્ય પીવડાવી પોલિયોમુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બને. આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ બામણીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોસાલાના મેડિકલ ઓફિસર ડૉ. હિરલ દેસાઈ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પોલિયોથી બચાવ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને દરેક બાળક સુધી રસી પહોંચે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
દાહોદ તાલુકાના ચોસાલા ગામેથી રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન–૨૦૨૬નો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી અભિયાનનો આરંભ કરાયો હતો. રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનો મુખ્ય હેતુ ૦ થી ૫ વર્ષના દરેક બાળક સુધી પોલિયોની રસી પહોંચાડવાનો અને કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેની ખાતરી કરવાનો છે. આ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પોલિયો બુથો તેમજ વિશેષ રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ વાલીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોની રસીના બે ટીપાં અવશ્ય પીવડાવી પોલિયોમુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બને. આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ બામણીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોસાલાના મેડિકલ ઓફિસર ડૉ. હિરલ દેસાઈ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પોલિયોથી બચાવ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને દરેક બાળક સુધી રસી પહોંચે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
- દાહોદમાં શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ડાયરેક્ટર પદની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં વિકાસ પેનલે ભવ્ય વિજય નોંધાવ્યો છે. વિકાસ પેનલે પરિવર્તન પેનલને હરાવીને પોતાના 7 ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે. આ ચૂંટણીમાં અંદાજે 10 હજાર મતદાતાઓમાંથી 3 હજાર સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરિણામ જાહેર થતાં જ સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિજેતા ઉમેદવારોએ તમામ સભાસદોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ સભાસદોના હિત અને દાહોદના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે.1
- દાહોદ તાલુકાના ચોસાલા ગામેથી રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન–૨૦૨૬નો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી અભિયાનનો આરંભ કરાયો હતો. રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનો મુખ્ય હેતુ ૦ થી ૫ વર્ષના દરેક બાળક સુધી પોલિયોની રસી પહોંચાડવાનો અને કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેની ખાતરી કરવાનો છે. આ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પોલિયો બુથો તેમજ વિશેષ રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ વાલીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોની રસીના બે ટીપાં અવશ્ય પીવડાવી પોલિયોમુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બને. આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ બામણીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોસાલાના મેડિકલ ઓફિસર ડૉ. હિરલ દેસાઈ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પોલિયોથી બચાવ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને દરેક બાળક સુધી રસી પહોંચે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.1
- દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ઢઢેલા ગ્રામ પંચાયતના વહીવટદારો, તલાટીઓ અને તેમના મળતીયાઓએ સવા કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ગામના એક જાગૃત નાગરિકે આ મામલે સીધા પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી છે, જેમાં તેમણે ગ્રામ પંચાયતના બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવા અને 16મા નાણાપંચની ગ્રાન્ટો સ્થગિત કરવાની કડક માંગણી કરી છે.1
- વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેડામાં રેતી ખનન વિવાદ સામે આવ્યો છે. સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે DDO દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જે આ ગેરકાયદેસર ગતિવિધિઓની સત્યતા બહાર લાવશે.1
- હાલોલ નગરમાં સૌભાગ્યવતી બહેનોએ સોમવારે વટસાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી, પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. આ વ્રત જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે અને તે મહારાષ્ટ્ર, ગુજરાત તથા દક્ષિણ ભારતના રાજ્યોમાં વિશેષ રૂપે મનાવવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર, વટસાવિત્રી વ્રત વર્ષમાં બે વાર ઉજવાય છે – પ્રથમ જેઠ અમાવસ્યા પર અને બીજું જેઠ પૂર્ણિમાના દિવસે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં જેઠ મહિનાનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે, જેમાં જેઠ માસની પૂનમ વટસાવિત્રી તરીકે ઉજવવાનો અનોખો મહિમા છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે ઉપવાસ કરે છે અને વડની પૂજા કરે છે. હાલોલ નગરમાં પણ આજે સોમવારના રોજ, સૌભાગ્યવતી બહેનોએ સોળે શણગાર સજીને શિવ મંદિરોમાં તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોક્ત વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી. આ પૂજામાં વ્રતધારી બહેનોએ અબીલ-ગુલાલ, કંકુ-ચોખા, ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કર્યું હતું. ત્યારબાદ, તેમણે વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીંટાળી પ્રદક્ષિણા કરી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી. વ્રતની પૂજા સંપન્ન થયા બાદ, કેટલીક બહેનો દિવસ દરમિયાન નકોરડા ઉપવાસ કરશે, જ્યારે અન્ય કેટલીક બહેનો ફરાળ કરીને વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી રહી છે. આમ, હાલોલમાં સૌભાગ્યવતી બહેનોએ આ પવિત્ર વ્રત નિમિત્તે પોતાના પતિઓના લાંબા આયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરી.1
- શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.1
- દેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં આજે રવિવારે હાલોલ ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક ભવ્ય અને વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન આપ કાર્યકર્તાઓમાં ભારે રોષ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. રવિવારે સવારથી જ હાલોલ-પાવાગઢ રોડ પર આવેલા ગાયત્રી મંદિર ખાતે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો એકત્રિત થયા હતા, જ્યાંથી પદયાત્રાનો પ્રારંભ થઈ હાલોલના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નગરપાલિકા પાસે આવેલા ગાર્ડન ખાતે સમાપ્ત થઈ હતી. રેલી દરમિયાન કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. આ રેલી 'ચૈતરભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ' અને 'જેલ કે તાલે તૂટેંગે, ચૈતરભાઈ છૂટેંગે' જેવા ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠી હતી. પદયાત્રામાં ઉપસ્થિત આગેવાનોએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આદિવાસીઓના પ્રબળ અવાજ છે અને સરકાર તેમને દબાવવા માટે આવા હથકંડા અપનાવી રહી છે, પરંતુ પાર્ટી અને જનતા તેમની સાથે અડગ બનીને ઉભી છે. આ સમગ્ર રેલી દરમિયાન હાલોલ પોલીસ પ્રશાસનનો ખૂબ જ સક્રિય અને સહકારપૂર્ણ અભિગમ જોવા મળ્યો હતો, જ્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસના સહયોગ બદલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પદયાત્રા દ્વારા આમ આદમી પાર્ટીએ હાલોલમાં પોતાનું રાજકીય શક્તિ પ્રદર્શન કર્યું હતું, જે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઈ.1
- દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ૨૮ જૂનના રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવા માટે પોલિયોના બે ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. તાલુકાના તમામ સબ સેન્ટરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ પોલિયો બૂથો પર મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગામના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવીને કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પલ્સ પોલિયો કાર્યક્રમ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી અને દરેક બાળક સુધી પોલિયોના ટીપાં પહોંચે તે માટે વાલીઓને અપીલ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા કાર્યકરો તથા આરોગ્ય ટીમના સહયોગથી સમગ્ર ઝાલોદ તાલુકામાં આ પલ્સ પોલિયો અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. પોલિયો મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સૌએ સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.1