logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેડામાં રેતી ખનન વિવાદ સામે આવ્યો છે. સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે DDO દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જે આ ગેરકાયદેસર ગતિવિધિઓની સત્યતા બહાર લાવશે.

22 hrs ago
user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
22 hrs ago

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેડામાં રેતી ખનન વિવાદ સામે આવ્યો છે. સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે DDO દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જે આ ગેરકાયદેસર ગતિવિધિઓની સત્યતા બહાર લાવશે.

More news from ગુજરાત and nearby areas
  • વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેડામાં રેતી ખનન વિવાદ સામે આવ્યો છે. સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે DDO દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જે આ ગેરકાયદેસર ગતિવિધિઓની સત્યતા બહાર લાવશે.
    1
    વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેડામાં રેતી ખનન વિવાદ સામે આવ્યો છે. સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે DDO દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જે આ ગેરકાયદેસર ગતિવિધિઓની સત્યતા બહાર લાવશે.
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    22 hrs ago
  • શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
    1
    શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    17 hrs ago
  • હાલોલ નગરમાં સૌભાગ્યવતી બહેનોએ સોમવારે વટસાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી, પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. આ વ્રત જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે અને તે મહારાષ્ટ્ર, ગુજરાત તથા દક્ષિણ ભારતના રાજ્યોમાં વિશેષ રૂપે મનાવવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર, વટસાવિત્રી વ્રત વર્ષમાં બે વાર ઉજવાય છે – પ્રથમ જેઠ અમાવસ્યા પર અને બીજું જેઠ પૂર્ણિમાના દિવસે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં જેઠ મહિનાનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે, જેમાં જેઠ માસની પૂનમ વટસાવિત્રી તરીકે ઉજવવાનો અનોખો મહિમા છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે ઉપવાસ કરે છે અને વડની પૂજા કરે છે. હાલોલ નગરમાં પણ આજે સોમવારના રોજ, સૌભાગ્યવતી બહેનોએ સોળે શણગાર સજીને શિવ મંદિરોમાં તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોક્ત વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી. આ પૂજામાં વ્રતધારી બહેનોએ અબીલ-ગુલાલ, કંકુ-ચોખા, ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કર્યું હતું. ત્યારબાદ, તેમણે વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીંટાળી પ્રદક્ષિણા કરી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી. વ્રતની પૂજા સંપન્ન થયા બાદ, કેટલીક બહેનો દિવસ દરમિયાન નકોરડા ઉપવાસ કરશે, જ્યારે અન્ય કેટલીક બહેનો ફરાળ કરીને વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી રહી છે. આમ, હાલોલમાં સૌભાગ્યવતી બહેનોએ આ પવિત્ર વ્રત નિમિત્તે પોતાના પતિઓના લાંબા આયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરી.
    1
    હાલોલ નગરમાં સૌભાગ્યવતી બહેનોએ સોમવારે વટસાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી, પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. આ વ્રત જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે અને તે મહારાષ્ટ્ર, ગુજરાત તથા દક્ષિણ ભારતના રાજ્યોમાં વિશેષ રૂપે મનાવવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર, વટસાવિત્રી વ્રત વર્ષમાં બે વાર ઉજવાય છે – પ્રથમ જેઠ અમાવસ્યા પર અને બીજું જેઠ પૂર્ણિમાના દિવસે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં જેઠ મહિનાનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે, જેમાં જેઠ માસની પૂનમ વટસાવિત્રી તરીકે ઉજવવાનો અનોખો મહિમા છે.

આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે ઉપવાસ કરે છે અને વડની પૂજા કરે છે. હાલોલ નગરમાં પણ આજે સોમવારના રોજ, સૌભાગ્યવતી બહેનોએ સોળે શણગાર સજીને શિવ મંદિરોમાં તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોક્ત વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી. આ પૂજામાં વ્રતધારી બહેનોએ અબીલ-ગુલાલ, કંકુ-ચોખા, ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કર્યું હતું. ત્યારબાદ, તેમણે વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીંટાળી પ્રદક્ષિણા કરી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી.

વ્રતની પૂજા સંપન્ન થયા બાદ, કેટલીક બહેનો દિવસ દરમિયાન નકોરડા ઉપવાસ કરશે, જ્યારે અન્ય કેટલીક બહેનો ફરાળ કરીને વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી રહી છે. આમ, હાલોલમાં સૌભાગ્યવતી બહેનોએ આ પવિત્ર વ્રત નિમિત્તે પોતાના પતિઓના લાંબા આયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરી.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
  • દેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં આજે રવિવારે હાલોલ ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક ભવ્ય અને વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન આપ કાર્યકર્તાઓમાં ભારે રોષ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. રવિવારે સવારથી જ હાલોલ-પાવાગઢ રોડ પર આવેલા ગાયત્રી મંદિર ખાતે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો એકત્રિત થયા હતા, જ્યાંથી પદયાત્રાનો પ્રારંભ થઈ હાલોલના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નગરપાલિકા પાસે આવેલા ગાર્ડન ખાતે સમાપ્ત થઈ હતી. રેલી દરમિયાન કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. આ રેલી 'ચૈતરભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ' અને 'જેલ કે તાલે તૂટેંગે, ચૈતરભાઈ છૂટેંગે' જેવા ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠી હતી. પદયાત્રામાં ઉપસ્થિત આગેવાનોએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આદિવાસીઓના પ્રબળ અવાજ છે અને સરકાર તેમને દબાવવા માટે આવા હથકંડા અપનાવી રહી છે, પરંતુ પાર્ટી અને જનતા તેમની સાથે અડગ બનીને ઉભી છે. આ સમગ્ર રેલી દરમિયાન હાલોલ પોલીસ પ્રશાસનનો ખૂબ જ સક્રિય અને સહકારપૂર્ણ અભિગમ જોવા મળ્યો હતો, જ્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસના સહયોગ બદલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પદયાત્રા દ્વારા આમ આદમી પાર્ટીએ હાલોલમાં પોતાનું રાજકીય શક્તિ પ્રદર્શન કર્યું હતું, જે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઈ.
    1
    દેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં આજે રવિવારે હાલોલ ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક ભવ્ય અને વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન આપ કાર્યકર્તાઓમાં ભારે રોષ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

રવિવારે સવારથી જ હાલોલ-પાવાગઢ રોડ પર આવેલા ગાયત્રી મંદિર ખાતે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો એકત્રિત થયા હતા, જ્યાંથી પદયાત્રાનો પ્રારંભ થઈ હાલોલના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નગરપાલિકા પાસે આવેલા ગાર્ડન ખાતે સમાપ્ત થઈ હતી. રેલી દરમિયાન કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. આ રેલી 'ચૈતરભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ' અને 'જેલ કે તાલે તૂટેંગે, ચૈતરભાઈ છૂટેંગે' જેવા ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠી હતી. પદયાત્રામાં ઉપસ્થિત આગેવાનોએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આદિવાસીઓના પ્રબળ અવાજ છે અને સરકાર તેમને દબાવવા માટે આવા હથકંડા અપનાવી રહી છે, પરંતુ પાર્ટી અને જનતા તેમની સાથે અડગ બનીને ઉભી છે.

આ સમગ્ર રેલી દરમિયાન હાલોલ પોલીસ પ્રશાસનનો ખૂબ જ સક્રિય અને સહકારપૂર્ણ અભિગમ જોવા મળ્યો હતો, જ્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસના સહયોગ બદલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પદયાત્રા દ્વારા આમ આદમી પાર્ટીએ હાલોલમાં પોતાનું રાજકીય શક્તિ પ્રદર્શન કર્યું હતું, જે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઈ.
    user_ચાંપાનેર ટાઈમ્સ
    ચાંપાનેર ટાઈમ્સ
    Photographer હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    19 hrs ago
  • દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ઢઢેલા ગ્રામ પંચાયતના વહીવટદારો, તલાટીઓ અને તેમના મળતીયાઓએ સવા કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ગામના એક જાગૃત નાગરિકે આ મામલે સીધા પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી છે, જેમાં તેમણે ગ્રામ પંચાયતના બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવા અને 16મા નાણાપંચની ગ્રાન્ટો સ્થગિત કરવાની કડક માંગણી કરી છે.
    1
    દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ઢઢેલા ગ્રામ પંચાયતના વહીવટદારો, તલાટીઓ અને તેમના મળતીયાઓએ સવા કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ગામના એક જાગૃત નાગરિકે આ મામલે સીધા પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી છે, જેમાં તેમણે ગ્રામ પંચાયતના બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવા અને 16મા નાણાપંચની ગ્રાન્ટો સ્થગિત કરવાની કડક માંગણી કરી છે.
    user_Yasin Bhabhor
    Yasin Bhabhor
    Local News Reporter ફતેપુરા, દાહોદ, ગુજરાત•
    17 min ago
  • દાહોદમાં શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ડાયરેક્ટર પદની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં વિકાસ પેનલે ભવ્ય વિજય નોંધાવ્યો છે. વિકાસ પેનલે પરિવર્તન પેનલને હરાવીને પોતાના 7 ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે. આ ચૂંટણીમાં અંદાજે 10 હજાર મતદાતાઓમાંથી 3 હજાર સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરિણામ જાહેર થતાં જ સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિજેતા ઉમેદવારોએ તમામ સભાસદોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ સભાસદોના હિત અને દાહોદના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે.
    1
    દાહોદમાં શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ડાયરેક્ટર પદની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં વિકાસ પેનલે ભવ્ય વિજય નોંધાવ્યો છે. વિકાસ પેનલે પરિવર્તન પેનલને હરાવીને પોતાના 7 ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે. આ ચૂંટણીમાં અંદાજે 10 હજાર મતદાતાઓમાંથી 3 હજાર સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરિણામ જાહેર થતાં જ સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિજેતા ઉમેદવારોએ તમામ સભાસદોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ સભાસદોના હિત અને દાહોદના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે.
    user_Dahod Live
    Dahod Live
    Classified ads newspaper publisher દાહોદ, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • પાવીજેતપુરમાં આવેલા રતનપુર હાઠનો આજથી વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે.
    1
    પાવીજેતપુરમાં આવેલા રતનપુર હાઠનો આજથી વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે.
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    18 hrs ago
  • વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ગૌવંશ તસ્કરી અને પશુ ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કાલોલ તાલુકાના અલાલી ગામ પાસે એક ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી ઝાડ સાથે અકસ્માતગ્રસ્ત થઈ હતી. આ ગાડીમાંથી ગેરકાયદેસર અને નિર્દયતાપૂર્વક બાંધેલી બે ગાયો મળી આવતાં ચાલક વાહન અને અન્ય સામાન ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના ૨૮ જૂન, ૨૦૨૬ ના રોજ વહેલી સવારે આશરે ૦૨:૩૦ વાગ્યાની આસપાસ સગનપુરાથી અલાલી ગામ તરફ જતા રોડ પર પાણીની ટાંકી પાસે બની હતી, જેમાં સફેદ કલરની ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી (નંબર: GJ-17-AH-6543) ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં બોનેટ, કાચ અને નંબર પ્લેટને ભારે નુકસાન થયું હતું. ગામના યુવકે સ્થાનિક સામાજિક આગેવાન અને ખેડૂત કિરણસિંહ રતનસિંહ પરમારને જાણ કરતાં તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં ગામલોકો પણ એકઠા થયા હતા. મોબાઈલની બેટરીના અજવાળે તપાસ કરતાં ગાડીની પાછળની સીટ હટાવીને, ઘાસચારા કે પાણીની કોઈ પણ સગવડ વગર, ટૂંકા દોરડા વડે બે લાલ કલરની ગાયોને અત્યંત દયનીય અને ક્રૂર હાલતમાં બાંધી રાખવામાં આવી હતી. ગામલોકોએ તત્પરતા દાખવીને દોરડા કાપી ગાયોને સુરક્ષિત બહાર કાઢી હતી અને તેમને પાણી-ઘાસચારાની વ્યવસ્થા કરી હતી. આશરે ૦૩:૦૦ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા વેજલપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એલ.એફ. કટારા અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પંચોની હાજરીમાં ગાડીની તલાશી લેતા ડ્રાઈવર સીટ પાસેથી એક વીવો કંપનીનો કેસરી કલરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેના કવરમાંથી બાંડી યુનુસ સિકંદર (રહે. વેજલપુર, કાલોલ) ના નામનું આધાર કાર્ડ મળ્યું હતું. આ ઉપરાંત, ગાડીના ડ્રોવરમાંથી આર.સી. બુક અને વીમાની ઝેરોક્ષ પણ મળી આવી હતી, જેમાં ગાડીના માલિક તરીકે મામની ઇનાયત એહમદ રમજાની (રહે. ગોધરા મુસ્લિમ સોસાયટી, ગોધરા) નું નામ સામે આવ્યું છે. પોલીસે કુલ ₹૨,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ₹૨,૦૦,૦૦૦/- ની ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી, ₹૩૦,૦૦૦/- ની બે લાલ ગાયો (જેને પરવડી પાંજરાપોળ ખાતે મોકલી અપાઈ છે), ₹૧૦,૦૦૦/- નો વીવો મોબાઈલ ફોન, આધાર કાર્ડ, આર.સી. બુકની ઝેરોક્ષ અને દોરડાંનો સમાવેશ થાય છે. વેજલપુર પોલીસે કિરણસિંહ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા ગાડી ચાલક તેમજ તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ની કલમ ૧૭૩ હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ, પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ (કલમ 11(1)(d), (e), (f)) અને જી.પી.એક્ટની કલમ ૧૧૯ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેસની આગળની તપાસ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એફ. કટારા ચલાવી રહ્યા છે.
    2
    વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ગૌવંશ તસ્કરી અને પશુ ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કાલોલ તાલુકાના અલાલી ગામ પાસે એક ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી ઝાડ સાથે અકસ્માતગ્રસ્ત થઈ હતી. આ ગાડીમાંથી ગેરકાયદેસર અને નિર્દયતાપૂર્વક બાંધેલી બે ગાયો મળી આવતાં ચાલક વાહન અને અન્ય સામાન ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના ૨૮ જૂન, ૨૦૨૬ ના રોજ વહેલી સવારે આશરે ૦૨:૩૦ વાગ્યાની આસપાસ સગનપુરાથી અલાલી ગામ તરફ જતા રોડ પર પાણીની ટાંકી પાસે બની હતી, જેમાં સફેદ કલરની ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી (નંબર: GJ-17-AH-6543) ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં બોનેટ, કાચ અને નંબર પ્લેટને ભારે નુકસાન થયું હતું.

ગામના યુવકે સ્થાનિક સામાજિક આગેવાન અને ખેડૂત કિરણસિંહ રતનસિંહ પરમારને જાણ કરતાં તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં ગામલોકો પણ એકઠા થયા હતા. મોબાઈલની બેટરીના અજવાળે તપાસ કરતાં ગાડીની પાછળની સીટ હટાવીને, ઘાસચારા કે પાણીની કોઈ પણ સગવડ વગર, ટૂંકા દોરડા વડે બે લાલ કલરની ગાયોને અત્યંત દયનીય અને ક્રૂર હાલતમાં બાંધી રાખવામાં આવી હતી. ગામલોકોએ તત્પરતા દાખવીને દોરડા કાપી ગાયોને સુરક્ષિત બહાર કાઢી હતી અને તેમને પાણી-ઘાસચારાની વ્યવસ્થા કરી હતી.

આશરે ૦૩:૦૦ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા વેજલપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એલ.એફ. કટારા અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પંચોની હાજરીમાં ગાડીની તલાશી લેતા ડ્રાઈવર સીટ પાસેથી એક વીવો કંપનીનો કેસરી કલરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેના કવરમાંથી બાંડી યુનુસ સિકંદર (રહે. વેજલપુર, કાલોલ) ના નામનું આધાર કાર્ડ મળ્યું હતું. આ ઉપરાંત, ગાડીના ડ્રોવરમાંથી આર.સી. બુક અને વીમાની ઝેરોક્ષ પણ મળી આવી હતી, જેમાં ગાડીના માલિક તરીકે મામની ઇનાયત એહમદ રમજાની (રહે. ગોધરા મુસ્લિમ સોસાયટી, ગોધરા) નું નામ સામે આવ્યું છે. પોલીસે કુલ ₹૨,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ₹૨,૦૦,૦૦૦/- ની ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી, ₹૩૦,૦૦૦/- ની બે લાલ ગાયો (જેને પરવડી પાંજરાપોળ ખાતે મોકલી અપાઈ છે), ₹૧૦,૦૦૦/- નો વીવો મોબાઈલ ફોન, આધાર કાર્ડ, આર.સી. બુકની ઝેરોક્ષ અને દોરડાંનો સમાવેશ થાય છે.

વેજલપુર પોલીસે કિરણસિંહ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા ગાડી ચાલક તેમજ તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ની કલમ ૧૭૩ હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ, પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ (કલમ 11(1)(d), (e), (f)) અને જી.પી.એક્ટની કલમ ૧૧૯ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેસની આગળની તપાસ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એફ. કટારા ચલાવી રહ્યા છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.