અંકલેશ્વરના સુરતી ભાગોળમાં કાગદી તળાવ પાસે વિશાળ વૃક્ષ ધરાશાયી, પાર્ક કરેલી રિક્ષા અને કારનો આબાદ બચાવ અંકલેશ્વર: શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 8 ખાતે કાગદી તળાવ નજીક શુક્રવારે એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદ્નસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નહોતી. ઘટના સમયે વૃક્ષની નીચે એક રિક્ષા અને એક ફોર-વ્હીલર કાર પાર્ક કરેલી હતી. વૃક્ષનો મુખ્ય ભાગ બંને વાહનોથી સહેજ દૂર પડતાં મોટો અકસ્માત ટળી ગયો હતો અને બંને વાહનોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક વીજ કંપનીને જાણ કરી હતી. સંભવિત શોર્ટ સર્કિટ અથવા અન્ય અકસ્માત ટાળવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નગરપાલિકાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. નગરપાલિકાના કર્મચારીઓએ ધરાશાયી થયેલા વૃક્ષની ડાળીઓ અને કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પૂર્વવત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા ભાજપ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો : પ્રકાશ મોદી જિલ્લા ભાજપના તમામ મોરચા, પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો કોઈપણ સ્થિતિમાં મદદ અને સેવા માટે ખડેપગે હેલ્પલાઇન નંબર પર કોઈપણ જિલ્લાવાસી મદદ માટે કોલ કરી શકશે1
- ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો. આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો1
- તાપી જિલ્લાને ગૌરવ અપાવનાર શિક્ષિકા આશાબેન રતિલાલભાઈ ચૌધરીને 'ગુરુ ગૌરવ પુરસ્કાર' એનાયત તાપી, પ્રતિનિધિ: તાપી જિલ્લાના ડોસવાડા મોડેલ સ્કૂલના તત્કાલીન આચાર્યા તથા હાલમાં સુરત ખાતે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર (પી.એમ. પોષણ) તરીકે ફરજ બજાવતા શ્રીમતી આશાબેન રતિલાલભાઈ ચૌધરીને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ પ્રતિષ્ઠિત **'ગુરુ ગૌરવ પુરસ્કાર'**થી સન્માનિત કરવામાં આવ્યા છે. પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે રાજ્યભરના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે શ્રીમતી આશાબેન રતિલાલભાઈ ચૌધરીને 'ગુરુ ગૌરવ પુરસ્કાર' તથા સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રીમતી આશાબેન ચૌધરીએ ડોસવાડા મોડેલ સ્કૂલમાં આચાર્યા તરીકે પોતાની સેવાકાળ દરમિયાન શિક્ષણની ગુણવત્તામાં વધારો, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શાળાના શૈક્ષણિક સ્તરને નવી ઊંચાઈએ પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની આ સેવાઓને રાજ્ય સ્તરે મળેલી માન્યતા સમગ્ર તાપી જિલ્લા માટે ગૌરવની બાબત બની છે. આ સન્માન બદલ શિક્ષણ જગત, સહકર્મીઓ, શુભેચ્છકો તેમજ તાપી જિલ્લાના નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. શ્રીમતી આશાબેન ચૌધરીને વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આ પ્રતિષ્ઠિત સન્માનથી સમગ્ર તાપી જિલ્લાનું ગૌરવ વધ્યું છે અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી તાપી જિલ્લાને ગૌરવ અપાવનાર શિક્ષિકા આશાબેન રતિલાલભાઈ ચૌધરીને 'ગુરુ ગૌરવ પુરસ્કાર' એનાયત તાપી, પ્રતિનિધિ: તાપી જિલ્લાના ડોસવાડા મોડેલ સ્કૂલના તત્કાલીન આચાર્યા તથા હાલમાં સુરત ખાતે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર (પી.એમ. પોષણ) તરીકે ફરજ બજાવતા શ્રીમતી આશાબેન રતિલાલભાઈ ચૌધરીને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ પ્રતિષ્ઠિત **'ગુરુ ગૌરવ પુરસ્કાર'**થી સન્માનિત કરવામાં આવ્યા છે. પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે રાજ્યભરના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે શ્રીમતી આશાબેન રતિલાલભાઈ ચૌધરીને 'ગુરુ ગૌરવ પુરસ્કાર' તથા સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રીમતી આશાબેન ચૌધરીએ ડોસવાડા મોડેલ સ્કૂલમાં આચાર્યા તરીકે પોતાની સેવાકાળ દરમિયાન શિક્ષણની ગુણવત્તામાં વધારો, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શાળાના શૈક્ષણિક સ્તરને નવી ઊંચાઈએ પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની આ સેવાઓને રાજ્ય સ્તરે મળેલી માન્યતા સમગ્ર તાપી જિલ્લા માટે ગૌરવની બાબત બની છે. આ સન્માન બદલ શિક્ષણ જગત, સહકર્મીઓ, શુભેચ્છકો તેમજ તાપી જિલ્લાના નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. શ્રીમતી આશાબેન ચૌધરીને વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આ પ્રતિષ્ઠિત સન્માનથી સમગ્ર તાપી જિલ્લાનું ગૌરવ વધ્યું છે અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી1
- ए सब सिर्फ सूरत में ही हो सकता हैं। n।1
- જીવના જોખમે બે જિંદગીઓ બચાવી: આમલાખાડીના ઘસમસતા પ્રવાહમાંથી ટવેરામાં ફસાયેલા બે યુવકોનું દિલધડક રેસ્ક્યૂ અંકલેશ્વર નજીક પીરામણ બ્રિજ નીચે આવેલી આમલાખાડીમાં ભારે વરસાદને કારણે આવેલા જોરદાર પ્રવાહમાં એક ટવેરા કાર તણાઈ જતાં તેમાં સવાર બે યુવકો જીવલેણ સ્થિતિમાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન પીરામણના ફારૂકભાઈ અને મેહમુદભાઈએ પોતાના જીવની પરવા કર્યા વિના ઘસમસતા પાણીમાં ઝંપલાવી કાર સુધી પહોંચી બંને યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢી કાંઠે પહોંચાડ્યા હતા. બંનેના આ સાહસિક અને માનવતાભર્યા કાર્યને પગલે સ્થાનિકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે. મુશ્કેલીની ઘડીએ પોતાના જીવનું જોખમ ખેડી બે અજાણ્યા લોકોનો જીવ બચાવનાર ફારૂકભાઈ અને મેહમુદભાઈને લોકો "રિયલ હીરો" કહી સલામ કરી રહ્યા છે.1