logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જીવના જોખમે બે જિંદગીઓ બચાવી: આમલાખાડીના ઘસમસતા પ્રવાહમાંથી ટવેરામાં ફસાયેલા બે યુવકોનું દિલધડક રેસ્ક્યૂ અંકલેશ્વર નજીક પીરામણ બ્રિજ નીચે આવેલી આમલાખાડીમાં ભારે વરસાદને કારણે આવેલા જોરદાર પ્રવાહમાં એક ટવેરા કાર તણાઈ જતાં તેમાં સવાર બે યુવકો જીવલેણ સ્થિતિમાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન પીરામણના ફારૂકભાઈ અને મેહમુદભાઈએ પોતાના જીવની પરવા કર્યા વિના ઘસમસતા પાણીમાં ઝંપલાવી કાર સુધી પહોંચી બંને યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢી કાંઠે પહોંચાડ્યા હતા. બંનેના આ સાહસિક અને માનવતાભર્યા કાર્યને પગલે સ્થાનિકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે. મુશ્કેલીની ઘડીએ પોતાના જીવનું જોખમ ખેડી બે અજાણ્યા લોકોનો જીવ બચાવનાર ફારૂકભાઈ અને મેહમુદભાઈને લોકો "રિયલ હીરો" કહી સલામ કરી રહ્યા છે.

15 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
15 hrs ago

જીવના જોખમે બે જિંદગીઓ બચાવી: આમલાખાડીના ઘસમસતા પ્રવાહમાંથી ટવેરામાં ફસાયેલા બે યુવકોનું દિલધડક રેસ્ક્યૂ અંકલેશ્વર નજીક પીરામણ બ્રિજ નીચે આવેલી આમલાખાડીમાં ભારે વરસાદને કારણે આવેલા જોરદાર પ્રવાહમાં એક ટવેરા કાર તણાઈ જતાં તેમાં સવાર બે યુવકો જીવલેણ સ્થિતિમાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન પીરામણના ફારૂકભાઈ અને મેહમુદભાઈએ પોતાના જીવની પરવા કર્યા વિના ઘસમસતા પાણીમાં ઝંપલાવી કાર સુધી પહોંચી બંને યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢી કાંઠે પહોંચાડ્યા હતા. બંનેના આ સાહસિક અને માનવતાભર્યા કાર્યને પગલે સ્થાનિકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે. મુશ્કેલીની ઘડીએ પોતાના જીવનું જોખમ ખેડી બે અજાણ્યા લોકોનો જીવ બચાવનાર ફારૂકભાઈ અને મેહમુદભાઈને લોકો "રિયલ હીરો" કહી સલામ કરી રહ્યા છે.

More news from ગુજરાત and nearby areas
  • ભરૂચ | જંબુસર મંગણાદ ગામે સેફ એનવાયરો કંપની સામે ખેડૂતોમાં રોષ જંબુસર તાલુકાના મંગણાદ ગામે આવેલી સેફ એનવાયરો કંપની સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ રસ્તા પર કાળા અને લીલા રંગનો કેમિકલયુક્ત પદાર્થ ફેલાતા તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ આસપાસના ખેતરોને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે જમીનની ફળદ્રુપતા અને પાકના વિકાસ પર તેની અસર પડી રહી છે. બીજી તરફ રસ્તા પર ફેલાયેલા ચીકણા પદાર્થને કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોએ રસ્તાની તાત્કાલિક સફાઈ, સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ તેમજ નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર ટ્રાન્સપોર્ટર, સંબંધિત પક્ષો અને સેફ એનવાયરો કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. નોંધ: ઉપરોક્ત તમામ આક્ષેપો સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે સંબંધિત તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. રિપોર્ટ: રંગુની જાકીર, ભરૂચ. વિરલ ગોહિલ
    1
    ભરૂચ | જંબુસર

મંગણાદ ગામે સેફ એનવાયરો કંપની સામે ખેડૂતોમાં રોષ

જંબુસર તાલુકાના મંગણાદ ગામે આવેલી સેફ એનવાયરો કંપની સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ રસ્તા પર કાળા અને લીલા રંગનો કેમિકલયુક્ત પદાર્થ ફેલાતા તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ આસપાસના ખેતરોને નુકસાન થઈ રહ્યું છે.

ખેડૂતોનું કહેવું છે કે જમીનની ફળદ્રુપતા અને પાકના વિકાસ પર તેની અસર પડી રહી છે. બીજી તરફ રસ્તા પર ફેલાયેલા ચીકણા પદાર્થને કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોએ રસ્તાની તાત્કાલિક સફાઈ, સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ તેમજ નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર ટ્રાન્સપોર્ટર, સંબંધિત પક્ષો અને સેફ એનવાયરો કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નોંધ: ઉપરોક્ત તમામ આક્ષેપો સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે સંબંધિત તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

રિપોર્ટ: 
રંગુની જાકીર, ભરૂચ.
વિરલ ગોહિલ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    4 hrs ago
  • 20 जून 2026 को सुबह 9:00 बजे, उन्हें सर्जरी के लिए ले जाया गया और कमर के नीचे के हिस्से को सुन्न करने के लिए इंजेक्शन लगाकर ऑपरेशन किया गया। सुबह 9:50 बजे, भरतभाई की धड़कन अचानक अनियमित हो गई और फिर उनका रक्तचाप और नाड़ी दर बहुत कम हो गई और उनका दिल रुक गया। एनेस्थीसिया टीम ने बिना समय बर्बाद किए तुरंत सीपीआर शुरू कर दिया और कृत्रिम श्वसन देने के लिए श्वासनली में एक ट्यूब डाली गई और ऑक्सीजन दी गई। डिफिब्रिलेटर मशीन का भी इस्तेमाल किया गया। एनेस्थीसिया और मेडिसिन विभागों के डॉक्टरों की टीम के अथक और त्वरित प्रयासों से 15-20 मिनट बाद भरतभाई का दिल फिर से धड़कने लगा।
    1
    20 जून 2026 को सुबह 9:00 बजे, उन्हें सर्जरी के लिए ले जाया गया और कमर के नीचे के हिस्से को सुन्न करने के लिए इंजेक्शन लगाकर ऑपरेशन किया गया। सुबह 9:50 बजे, भरतभाई की धड़कन अचानक अनियमित हो गई और फिर उनका रक्तचाप और नाड़ी दर बहुत कम हो गई और उनका दिल रुक गया। एनेस्थीसिया टीम ने बिना समय बर्बाद किए तुरंत सीपीआर शुरू कर दिया और कृत्रिम श्वसन देने के लिए श्वासनली में एक ट्यूब डाली गई और ऑक्सीजन दी गई। डिफिब्रिलेटर मशीन का भी इस्तेमाल किया गया। एनेस्थीसिया और मेडिसिन विभागों के डॉक्टरों की टीम के अथक और त्वरित प्रयासों से 15-20 मिनट बाद भरतभाई का दिल फिर से धड़कने लगा।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    7 hrs ago
  • "આ દ્રશ્યો જોઈને દરેક ખેડૂતનું દુઃખ સમજી જશો... "એક જ વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું!" એક તરફ વરસાદ રાહત લાવે છે, તો બીજી તરફ અનેક ખેડૂતો માટે ચિંતાનું કારણ બને છે. આ દ્રશ્યો બતાવે છે કે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની આશંકા વધી છે. સંબંધિત તંત્ર સમયસર કાર્યવાહી કરે તેવી આશા.
    1
    "આ દ્રશ્યો જોઈને દરેક ખેડૂતનું દુઃખ સમજી જશો... "એક જ વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું!"
એક તરફ વરસાદ રાહત લાવે છે, તો બીજી તરફ અનેક ખેડૂતો માટે ચિંતાનું કારણ બને છે. આ દ્રશ્યો બતાવે છે કે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની આશંકા વધી છે. સંબંધિત તંત્ર સમયસર કાર્યવાહી કરે તેવી આશા.
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए
    1
    महाराष्ट्र के नंदुरबार जिल्ला के  
तापी नदी पर आए शहादा प्रकाशा
 डेम के 22 दरवाजे खोल दिये गए
महाराष्ट्र के नंदुरबार जिल्ला के  
तापी नदी पर आए शहादा प्रकाशा
डेम के 22 दरवाजे खोल दिये गए
    user_प्रतिभा महाजन की आवाज
    प्रतिभा महाजन की आवाज
    Chef બારડોલી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • માંડવીનો ગોળધા વિયર ઓવરફ્લો. વિયર માં ભંગાણ પડવા બાબતે નિવેદન આપતા નાયબ કાર્યપાલક ઇજનેર માંડવી તાલુકાના ગોડધા ડેમ તૂટ્યો હોય એવી અફવા છે.આ વિયર 1959 માં બનેલ હતો. સદર વિયર રબલ મેશનરી થી પથ્થર ની દિવાલ થી બનાવવામાં આવેલ છે પરંતુ ૨૦૦૦ ની સાલમાં વીયરની સંગ્રહ શક્તિ વધારવા માટે વિયરને ૧ મીટર પાછળથી ઉંચો કરવામાં આવેલ હતો. કામગીરી માટે કોંક્રીટ વાપરવામાં આવેલ હતું. ગોડધા વિયર ના ઉપરવાસમાં આમલીડેમ થી છોડવામાં આવેલ પાણી તેમજ ઝંખવાવ માંગરોળ તરફથી આવતી લુહારવડ ખાડી દેવગઢ ખાતે ભેગી થાય છે. ઉપરોક્ત પરિસ્થિતિ મુજબ ગોડધા વિયર ના ઉપવાસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતા તેમજ આમલીડેમ નું જુલાઈ મહિનાનું રૂલ લેવલ 113 હોય અને આમલી ડેમ ની આવક ખૂબ જ હોય રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડેલ હતું. તેમજ ઉપર જણાવ્યા મુજબ ઝંખવાવ માંગરોળ, વાડી વિસ્તારમાં પણ અતિ થી અતિ ભારે વરસાદ પડેલ હોય લુહારવડ ખાડી માંથી પણ પાણી ની પુષ્કળ આવક હતી. આમલી ડેમથી છોડેલ પાણી તથા લુહારવડ ખાડીનું પાણી દેવગઢ ખાતે મળે છે. ને વહેર નદીમાં આ પાણી જાય છે. જેથી કરીને ગોડધા વિયર ખાતે પાણીની પુષ્કળ આવક થયેલ હતી. જેથી પાછળથી વિયર ની ઊંચાઈ વધારવા માટે કોક્રિટ ની દિવાલ 30 થી 40 મીટર કોક્રિટ ને નુકસાન પહોંચેલ છે. સદર વિયર ને પહોંચેલ નુકસાનથી હેઠવાસ માં જાનહાની ની કોઈ સંભાવના રહેલ નથી. અને તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે સદર વિયર નું પ્રાથમિક સ્ટ્રક્ચર સહી સલામત છે. અને તેના ઉપરનું 2000 ની સાલનું કોંક્રીટ ને નુકસાન થયેલ છે. બાઈટ કમલભાઈ ચૌધરી નાયબ કાર્યપાલક ઇજનીશ્રી માંડવી. રિપોર્ટર ઈશ્વર સોલંકી માંડવી.
    1
    માંડવીનો ગોળધા વિયર ઓવરફ્લો. વિયર માં ભંગાણ પડવા બાબતે નિવેદન આપતા  નાયબ કાર્યપાલક ઇજનેર
માંડવી તાલુકાના ગોડધા ડેમ તૂટ્યો હોય એવી અફવા છે.આ વિયર 1959 માં બનેલ હતો. સદર વિયર રબલ મેશનરી થી પથ્થર ની દિવાલ થી બનાવવામાં આવેલ છે પરંતુ ૨૦૦૦ ની સાલમાં વીયરની સંગ્રહ શક્તિ વધારવા માટે વિયરને ૧ મીટર પાછળથી ઉંચો કરવામાં આવેલ હતો. કામગીરી માટે કોંક્રીટ વાપરવામાં આવેલ હતું. ગોડધા વિયર ના ઉપરવાસમાં  આમલીડેમ થી છોડવામાં આવેલ પાણી તેમજ ઝંખવાવ માંગરોળ તરફથી આવતી લુહારવડ ખાડી દેવગઢ ખાતે ભેગી થાય છે. ઉપરોક્ત પરિસ્થિતિ મુજબ ગોડધા વિયર ના ઉપવાસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતા તેમજ આમલીડેમ નું જુલાઈ મહિનાનું રૂલ લેવલ 113  હોય અને આમલી ડેમ ની આવક ખૂબ જ હોય રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડેલ હતું. તેમજ ઉપર જણાવ્યા મુજબ ઝંખવાવ માંગરોળ, વાડી વિસ્તારમાં પણ અતિ થી અતિ ભારે વરસાદ પડેલ હોય લુહારવડ ખાડી માંથી પણ પાણી ની પુષ્કળ આવક હતી. આમલી ડેમથી છોડેલ પાણી તથા લુહારવડ  ખાડીનું પાણી દેવગઢ ખાતે મળે છે. ને વહેર નદીમાં આ પાણી જાય છે. જેથી કરીને ગોડધા વિયર ખાતે પાણીની પુષ્કળ આવક થયેલ હતી. જેથી પાછળથી વિયર ની ઊંચાઈ વધારવા માટે કોક્રિટ ની દિવાલ 30 થી 40 મીટર કોક્રિટ ને નુકસાન પહોંચેલ છે. સદર વિયર ને પહોંચેલ નુકસાનથી હેઠવાસ માં જાનહાની ની કોઈ સંભાવના રહેલ નથી. અને તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે સદર વિયર નું પ્રાથમિક સ્ટ્રક્ચર સહી સલામત છે. અને તેના ઉપરનું 2000  ની સાલનું કોંક્રીટ ને નુકસાન થયેલ છે. 
બાઈટ કમલભાઈ ચૌધરી નાયબ કાર્યપાલક ઇજનીશ્રી માંડવી.
રિપોર્ટર ઈશ્વર સોલંકી માંડવી.
    user_Ishwar Solanki
    Ishwar Solanki
    Pick your own farm produce માંડવી સુરત, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • અબોચ ગામના તાબે માંડવના મુવાડામાં પાણીના નિકાલના અભાવે રહેવાસીઓ પરેશાન કપડવંજ તાલુકા: કપડવંજ તાલુકાના અબોચ ગામના તાબે આવેલા માંડવના મુવાડામાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસી મફતભાઈ સોમાભાઈ રાઠોડના જણાવ્યા મુજબ તેમના ઘર આગળ લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ રહે છે. આ અંગે ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે પાણી ભરાયેલા રહેવાને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે તેમજ ઢોરઢાંખર અને પરિવારજનોને પણ રહેવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મફતભાઈ સોમાભાઈ રાઠોડે કપડવંજ તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા મામલતદારશ્રીને વિનંતી કરી છે કે સ્થળ પર તાત્કાલિક તપાસ કરાવી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી સ્થાનિક રહેવાસીઓને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે અંત આવે. રિપોર્ટર દિપક પરમાર ઘડિયા અબોચ ગામના તાબે માંડવના મુવાડામાં પાણીના નિકાલના અભાવે રહેવાસીઓ પરેશાન કપડવંજ તાલુકા: કપડવંજ તાલુકાના અબોચ ગામના તાબે આવેલા માંડવના મુવાડામાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસી મફતભાઈ સોમાભાઈ રાઠોડના જણાવ્યા મુજબ તેમના ઘર આગળ લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ રહે છે. આ અંગે ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે પાણી ભરાયેલા રહેવાને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે તેમજ ઢોરઢાંખર અને પરિવારજનોને પણ રહેવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મફતભાઈ સોમાભાઈ રાઠોડે કપડવંજ તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા મામલતદારશ્રીને વિનંતી કરી છે કે સ્થળ પર તાત્કાલિક તપાસ કરાવી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી સ્થાનિક રહેવાસીઓને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે અંત આવે. રિપોર્ટર દિપક પરમાર ઘડિયા
    1
    અબોચ ગામના તાબે માંડવના મુવાડામાં પાણીના નિકાલના અભાવે રહેવાસીઓ પરેશાન

કપડવંજ તાલુકા: કપડવંજ તાલુકાના અબોચ ગામના તાબે આવેલા માંડવના મુવાડામાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિક રહેવાસી મફતભાઈ સોમાભાઈ રાઠોડના જણાવ્યા મુજબ તેમના ઘર આગળ લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ રહે છે. આ અંગે ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે પાણી ભરાયેલા રહેવાને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે તેમજ ઢોરઢાંખર અને પરિવારજનોને પણ રહેવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મફતભાઈ સોમાભાઈ રાઠોડે કપડવંજ તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા મામલતદારશ્રીને વિનંતી કરી છે કે સ્થળ પર તાત્કાલિક તપાસ કરાવી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી સ્થાનિક રહેવાસીઓને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે અંત આવે. 


રિપોર્ટર દિપક પરમાર ઘડિયા
અબોચ ગામના તાબે માંડવના મુવાડામાં પાણીના નિકાલના અભાવે રહેવાસીઓ પરેશાન
કપડવંજ તાલુકા: કપડવંજ તાલુકાના અબોચ ગામના તાબે આવેલા માંડવના મુવાડામાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સ્થાનિક રહેવાસી મફતભાઈ સોમાભાઈ રાઠોડના જણાવ્યા મુજબ તેમના ઘર આગળ લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ રહે છે. આ અંગે ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે પાણી ભરાયેલા રહેવાને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે તેમજ ઢોરઢાંખર અને પરિવારજનોને પણ રહેવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મફતભાઈ સોમાભાઈ રાઠોડે કપડવંજ તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા મામલતદારશ્રીને વિનંતી કરી છે કે સ્થળ પર તાત્કાલિક તપાસ કરાવી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી સ્થાનિક રહેવાસીઓને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે અંત આવે. 
રિપોર્ટર દિપક પરમાર ઘડિયા
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી રૂ. 6.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, ત્રણ આરોપીઓ ઝડપાયા સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસને મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ લોખંડની પાઇપોની ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ. 6.43 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રમવીરસિંહ તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓને રોકવા તેમજ નોંધાયેલા ગુનાઓ ઝડપથી ઉકેલવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને બારડોલી વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયાના નેતૃત્વમાં ટીમ કાર્યરત હતી. તા. 31 જુલાઈ, 2026ના રોજ પલસાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હેમંતભાઇ ઘનશ્યામભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંધુભાઈ તથા અશ્વિનભાઇ ધનાભાઇનાઓને સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ચોરાયેલી લોખંડની પાઇપો GJ-19-Y-1490 નંબરના સફેદ ભારત બેન્ઝ ટેમ્પોમાં ભરી કામરેજ તાલુકાના નવાગામ સ્થિત ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મી સ્ક્રેપમાં રાખવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડી ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો હતો. કબજે કરાયેલ મુદ્દામાલ પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો કુલ રૂ. 6.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: ભારત બેન્ઝ ટેમ્પો (GJ-19-Y-1490) – અંદાજિત કિંમત રૂ. 5 લાખ આશરે 2,785 કિલો ચોરાયેલી લોખંડની પાઇપો – રૂ. 1 લાખ ત્રણ મોબાઇલ ફોન – રૂ. 30 હજાર રોકડા રૂ. 2 હજાર એલપીજી ગેસ સિલિન્ડર ઓક્સિજન ગેસ સિલિન્ડર ગેસ કટીંગ પાઇપ અને નોઝલ સહિતના સાધનો. ઝડપાયેલા આરોપીઓ પોલીસે નીચેના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે: 1. અશોકભાઈ સંજયભાઈ ઓડ (ઉં.વ. 28) – ટેમ્પો ચાલક 2. ઈશ્વર હરદેવ ગુર્જર (ઉં.વ. 31) – ભંગાર ગોડાઉન ધારક 3. દિનેશ ગોદુજી ગુર્જર (ઉં.વ. 30) – ચોરીનો મુદ્દામાલ ગોડાઉન સુધી પહોંચાડનાર. આ મામલે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) અને 54 હેઠળ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયા, પી.એસ.આઈ. એન. એન. ગામીત સહિત પલસાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
    1
    પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી રૂ. 6.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, ત્રણ આરોપીઓ ઝડપાયા
સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસને મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ લોખંડની પાઇપોની ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ. 6.43 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રમવીરસિંહ તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓને રોકવા તેમજ નોંધાયેલા ગુનાઓ ઝડપથી ઉકેલવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને બારડોલી વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયાના નેતૃત્વમાં ટીમ કાર્યરત હતી. 
તા. 31 જુલાઈ, 2026ના રોજ પલસાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હેમંતભાઇ ઘનશ્યામભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંધુભાઈ તથા અશ્વિનભાઇ ધનાભાઇનાઓને સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ચોરાયેલી લોખંડની પાઇપો GJ-19-Y-1490 નંબરના સફેદ ભારત બેન્ઝ ટેમ્પોમાં ભરી કામરેજ તાલુકાના નવાગામ સ્થિત ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મી સ્ક્રેપમાં રાખવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડી ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
કબજે કરાયેલ મુદ્દામાલ
પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો કુલ રૂ. 6.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:
ભારત બેન્ઝ ટેમ્પો (GJ-19-Y-1490) – અંદાજિત કિંમત રૂ. 5 લાખ
આશરે 2,785 કિલો ચોરાયેલી લોખંડની પાઇપો – રૂ. 1 લાખ
ત્રણ મોબાઇલ ફોન – રૂ. 30 હજાર
રોકડા રૂ. 2 હજાર
એલપીજી ગેસ સિલિન્ડર
ઓક્સિજન ગેસ સિલિન્ડર
ગેસ કટીંગ પાઇપ અને નોઝલ સહિતના સાધનો. 
ઝડપાયેલા આરોપીઓ
પોલીસે નીચેના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે:
1. અશોકભાઈ સંજયભાઈ ઓડ (ઉં.વ. 28) – ટેમ્પો ચાલક
2. ઈશ્વર હરદેવ ગુર્જર (ઉં.વ. 31) – ભંગાર ગોડાઉન ધારક
3. દિનેશ ગોદુજી ગુર્જર (ઉં.વ. 30) – ચોરીનો મુદ્દામાલ ગોડાઉન સુધી પહોંચાડનાર. 
આ મામલે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) અને 54 હેઠળ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયા, પી.એસ.આઈ. એન. એન. ગામીત સહિત પલસાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • ભરૂચ ચાવજ-કાસદ રોડ પર વરસાદી કાંસમાં ટેન્કરથી ગંદુ સુએજનું પાણી છોડાતાં ખેડૂતોનો વિરોધ ખેતરોને નુકસાન અને દુર્ગંધથી ગ્રામજનો પરેશાન જવાબદારો સામે કાર્યવાહી કરી સુએજનું પાણી ઠાલવવાનું તાત્કાલિક બંધ કરાવવાની ખેડૂતોની માંગ.
    1
    ભરૂચ

ચાવજ-કાસદ રોડ પર વરસાદી કાંસમાં ટેન્કરથી ગંદુ સુએજનું પાણી છોડાતાં ખેડૂતોનો વિરોધ

ખેતરોને નુકસાન અને દુર્ગંધથી ગ્રામજનો પરેશાન

જવાબદારો સામે કાર્યવાહી કરી સુએજનું પાણી ઠાલવવાનું તાત્કાલિક બંધ કરાવવાની ખેડૂતોની માંગ.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.