Shuru
Apke Nagar Ki App…
ચિપવાડ ગરનાળું બન્યું તંત્રની બેદરકારીનું ઉદાહરણ? વલસાડના ચિપવાડ ગરનાળા મુદ્દે હવે કામગીરીની ગુણવત્તા, ખર્ચ અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પ્રજાના પૈસાથી થતા વિકાસકામમાં જો ખામી હોય તો જવાબદારી કોની? ચિપવાડ ગરનાળું બન્યું તંત્રની બેદરકારીનું ઉદાહરણ? વલસાડના ચિપવાડ ગરનાળા મુદ્દે હવે કામગીરીની ગુણવત્તા, ખર્ચ અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પ્રજાના પૈસાથી થતા વિકાસકામમાં જો ખામી હોય તો જવાબદારી કોની?
Sattar Shaikh journalist
ચિપવાડ ગરનાળું બન્યું તંત્રની બેદરકારીનું ઉદાહરણ? વલસાડના ચિપવાડ ગરનાળા મુદ્દે હવે કામગીરીની ગુણવત્તા, ખર્ચ અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પ્રજાના પૈસાથી થતા વિકાસકામમાં જો ખામી હોય તો જવાબદારી કોની? ચિપવાડ ગરનાળું બન્યું તંત્રની બેદરકારીનું ઉદાહરણ? વલસાડના ચિપવાડ ગરનાળા મુદ્દે હવે કામગીરીની ગુણવત્તા, ખર્ચ અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પ્રજાના પૈસાથી થતા વિકાસકામમાં જો ખામી હોય તો જવાબદારી કોની?
More news from ગુજરાત and nearby areas
- ધરમપુરમાં ઓટોરિક્ષા ચાલકોની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે. હાથીખાના પાસે કાયમી રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે આજે મોટી સંખ્યામાં ઓટોરિક્ષા ચાલકો દ્વારા ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરવામાં આવી. તા. 25 ઓગસ્ટ, 2026ના રોજ ઓટોરિક્ષા ચાલકો બાબાસાહેબને હાર-તોરા અર્પણ કરી પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ધરમપુર તાલુકાના હાથીખાના વિસ્તારમાં વર્ષોથી અનેક રિક્ષા ચાલકો મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તાલુકાના અલગ-અલગ ગામોમાંથી આવતા આ રિક્ષા ચાલકો પેસેન્જર, શાકભાજી તેમજ નાના-મોટા ભાડાં કરીને દિવસભરની કમાણીમાંથી પોતાના પરિવારનું પેટ ભરે છે. પરંતુ રિક્ષા સ્ટેન્ડ માટે કાયમી જગ્યા ન હોવાના કારણે વારંવાર મુશ્કેલી ઊભી થાય છે. રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે તેઓ જ્યારે પેસેન્જરનું ભાડું કરીને પોતાની ઓટોરિક્ષા સાઈડમાં ઉભી કરે છે, ત્યારે કેટલાક લોકો તંત્રને ફોન કરીને ફરિયાદ કરે છે કે ઓટોરિક્ષાના કારણે ટ્રાફિક થાય છે અથવા દબાણ ઊભું થાય છે. અને ત્યારબાદ ફરિયાદના આધારે રિક્ષા ચાલકોને મેમો કે ચલાન આપવામાં આવે છે. રિક્ષા ચાલકોનો સવાલ છે—શું માત્ર અમારી ઓટોરિક્ષાથી જ ધરમપુર શહેરમાં ટ્રાફિક અને દબાણ થાય છે? શું શહેરમાં અન્ય કોઈ દબાણ નથી? શું ધરમપુરમાં માત્ર રિક્ષા ચાલકો જ ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે? રિક્ષા ચાલકોનું કહેવું છે કે આવી ફરિયાદો અને વારંવારના મેમો-ચલાનના કારણે તેમની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે. દિવસભર મહેનત કર્યા પછી જો બસો-અઢીસો કે ત્રણસો રૂપિયાનું ભાડું મળે, તો એમાંથી રિક્ષાનો ખર્ચ, ઘરનું ભાડું, બાળકોની ફી, ઘરનું રાશન અને દવા-દવાખાનાનો ખર્ચ કાઢવાનો હોય છે. પરંતુ જો એ જ દિવસની કમાણીમાંથી પાંચસો રૂપિયાનો મેમો કે ચલાન ભરવો પડે, તો રિક્ષા ચાલક પોતાના પરિવારને શું ખવડાવશે? આ લોકોનો સવાલ માત્ર પૈસાનો નથી... આ સવાલ તેમના પરિવારના ભવિષ્યનો છે. એક રિક્ષા ચાલક સવારથી સાંજ સુધી તડકામાં મહેનત કરે છે. કોઈના ઘરે જવાનું હોય, કોઈને હોસ્પિટલ પહોંચાડવાનું હોય, કોઈને બજાર જવાનું હોય—આ રિક્ષા ચાલક લોકોની જરૂરિયાત પૂરી કરે છે. પરંતુ જ્યારે એ જ રિક્ષા ચાલક પોતાની રોજીરોટી માટે રસ્તા પર ઊભો રહે છે, ત્યારે તેને દબાણ અને ટ્રાફિકના નામે મેમો આપવામાં આવે છે. રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે તેમના રોજિંદા જીવનને અસ્તવ્યસ્ત કરવા માટે જાણે સતત પ્રયાસો થઈ રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. તેમનો સવાલ છે—“અમે મહેનત કરીને પરિવારનું પેટ ભરવું કે વારંવારના મેમો અને ચલાન ભરતા રહેવું? ઘરનું ભાડું ક્યાંથી ભરીએ? બાળકોની ફી ક્યાંથી ભરીએ? રાશન અને દવાના પૈસા ક્યાંથી લાવીએ?” આ જ કારણોસર આજે મોટી સંખ્યામાં ઓટોરિક્ષા ચાલકો એકઠા થઈને હાથીખાના પાસે કાયમી રિક્ષા સ્ટેન્ડ માટે જગ્યા ફાળવવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા. રિક્ષા ચાલકોનું કહેવું છે કે જો તેમને નિયમસર કાયમી રિક્ષા સ્ટેન્ડ માટે જગ્યા ફાળવી આપવામાં આવે, તો ટ્રાફિક અને દબાણનો પ્રશ્ન પણ ઘટાડી શકાય અને રિક્ષા ચાલકોને પણ કાયદેસર રીતે રોજીરોટી ચલાવવાનો માર્ગ મળી શકે. રજૂઆત દરમિયાન નગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું હતું કે આવનારી નગરપાલિકાની સામાન્ય સભામાં આ મુદ્દે ચર્ચા કરીને યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. હવે સવાલ એ છે કે વર્ષોથી મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આ ઓટોરિક્ષા ચાલકોને કાયમી રિક્ષા સ્ટેન્ડ ક્યારે મળશે? કારણ કે આ માત્ર રિક્ષા સ્ટેન્ડની માંગ નથી... આ એક સામાન્ય મહેનતકશ પરિવારની રોજીરોટી બચાવવાની લડાઈ છે.1
- ચિપવાડ ગરનાળું બન્યું તંત્રની બેદરકારીનું ઉદાહરણ? વલસાડના ચિપવાડ ગરનાળા મુદ્દે હવે કામગીરીની ગુણવત્તા, ખર્ચ અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પ્રજાના પૈસાથી થતા વિકાસકામમાં જો ખામી હોય તો જવાબદારી કોની? ચિપવાડ ગરનાળું બન્યું તંત્રની બેદરકારીનું ઉદાહરણ? વલસાડના ચિપવાડ ગરનાળા મુદ્દે હવે કામગીરીની ગુણવત્તા, ખર્ચ અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પ્રજાના પૈસાથી થતા વિકાસકામમાં જો ખામી હોય તો જવાબદારી કોની?1
- Post by Govind अहीवर2
- Breaking News :સુરત: રક્ષાબંધન પર્વ નિમિત્તે કાપોદ્રા પોલીસ એક્શનમાં, કડક વાહન ચેકિંગ હાથ ધરાયું સુરત શહેરના ટ્રાફિક વ્યવસ્થાપન અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તહેવારોના દિવસોમાં રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધતું હોવાથી વાહનચાલકોની સલામતી જળવાઈ રહે અને માર્ગ અકસ્માતો અટકાવી શકાય તે હેતુથી આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.પોલીસ કાફલા દ્વારા વિસ્તારના મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓ પર બેરિકેડ્સ મૂકીને વાહનો અટકાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસ ટીમ દ્વારા વાહનચાલકો પાસે લાયસન્સ, આર.સી. બુક અને પી.યુ.સી. સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત દ્વિચક્રી વાહનચાલકો માટે સૌથી મહત્વપૂર્ણ એવા હેલ્મેટની તપાસ પણ કડક રીતે કરવામાં આવી હતી.ચેકિંગની આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી. હેલ્મેટ વિના ડ્રાઇવિંગ કરનારા, દસ્તાવેજો અધૂરા રાખનારા અને કાયદાનો ભંગ કરનારા લોકો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે વાહનચાલકોને માત્ર દંડ જ નથી કર્યો, પરંતુ ભવિષ્યમાં પણ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે જરૂરી સમજણ અને કડક સૂચનાઓ આપી હતી.1
- 🚨 *‘तेरा तुझको अर्पण’* 🚨 सुरत शहर जोन-3 पुलिस की सराहनीय कामगिरी! DCP राघव जैन साहब के नेतृत्व में *₹ 2 करोड़ से ज्यादा* की कीमत के सोने-चांदी के दागीने, रोकड़ रकम, मोबाइल, हीरा और वाहन असली मालिकों को वापस सौंपे गए। चोरी और खोई हुई मिलकत वापस मिलते ही लाभार्थियों के चेहरे पर खुशी देखने लायक थी। सूरत पुलिस को दिल से सलाम! 🙏 #SuratPolice #SuratTodayNews #TeraTujhkoArpan #Zone3Police #DCP_RaghavJain #SuratNews1
- સુરતમાં કરોડોની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં આરોપીની ધરપકડ સુરતમાં કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં ઝોન-4 LCBની ટીમે હિતેશ ઉર્ફે હનુમાનની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ રાકેશ પરમારની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. સુરતમાં કરોડોની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં આરોપીની ધરપકડ સુરતમાં કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં ઝોન-4 LCBની ટીમે હિતેશ ઉર્ફે હનુમાનની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ રાકેશ પરમારની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આરોપીઓએ વ્યારા નજીક આવેલા પ્લોટોના દસ્તાવેજ કરાવી લીધા બાદ પેમેન્ટના ચેક ચૂકવ્યા ન હોવાનો આરોપ છે. વધુમાં, બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરીને કાનપુરા વિસ્તારના 12 પ્લોટ હડપ કરી લીધા હોવાની ફરિયાદ સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.1
- સુરતના લિંબાયત ઝોનના અંબાનગર વિસ્તારમાં આવેલા લોકમાન્ય તિલક ઉદ્યાનની હાલત જોઈને સવાલ થાય છે—આ ગાર્ડન છે કે ગંદકીનું સામ્રાજ્ય? સામે આવેલા વીડિયોમાં ગાર્ડનની બિસ્માર સફાઈ વ્યવસ્થા અને જાળવણીની સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ઠેર-ઠેર કચરો, વરસાદી પાણી, કાદવ-કીચડ અને ગંદકી જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ તૂટેલી વસ્તુઓ અને ખિડકીઓ પણ નજરે પડે છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે આવી ગંદકી અને કીચડવાળી જગ્યામાં, જ્યાં ગંદા પાણી અને કચરાની વચ્ચે મચ્છરો અને જીવજંતુઓનો ઉપદ્રવ થવાની શક્યતા છે, ત્યાં બાળકો રમત રમતા જોવા મળી રહ્યા છે. એટલે કે બાળકો જાણે અજાણતાં જ બીમારીને આમંત્રણ આપી રહ્યા હોય તેવું દ્રશ્ય વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે સવાલ એ છે કે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને સંબંધિત અધિકારીઓની નજર આ ગાર્ડન પર પડે છે કે નહીં? જો નિયમિત સફાઈ અને જાળવણી કરવામાં આવતી હોય, તો પછી આટલો કચરો, કાદવ અને વરસાદી પાણી કેમ જોવા મળી રહ્યું છે? વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગાર્ડનમાં કીચડની સ્થિતિ સર્જાઈ છે. આવી પરિસ્થિતિમાં બાળકો અને સ્થાનિક લોકો ગાર્ડનનો ઉપયોગ કેવી રીતે કરે? સવાલ માત્ર સફાઈનો નથી, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય અને સલામતીનો પણ છે. શું અધિકારીઓ સ્થળ પર જઈને ખરેખર તપાસ કરે છે? કે પછી કાગળ પરની કામગીરીથી જ ગાર્ડનની દેખરેખ પૂરી થઈ જાય છે? સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી સંપૂર્ણ સફાઈ કરાવે, કચરો અને કાદવ દૂર કરે, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરે, તૂટેલી વસ્તુઓની મરામત કરાવે અને નિયમિત દેખરેખ સુનિશ્ચિત કરે. કારણ કે ગાર્ડન બાળકો માટે રમતનું મેદાન હોવું જોઈએ, ગંદકી અને બીમારીનું કારણ નહીં. હવે જો આ સ્થિતિ છતાં તંત્ર આંખ આડા કાન કરે, તો આખરે આ ગાર્ડનની જવાબદારી કોની છે અને જવાબદાર અધિકારીઓની દેખરેખ ક્યાં છે—આ સવાલનો જવાબ તો તંત્રએ આપવો જ પડશે. #surat1