Shuru
Apke Nagar Ki App…
વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે મુશળધાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી જ પાણી જોવા મળ્યું
Husenbhai multani
વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે મુશળધાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી જ પાણી જોવા મળ્યું
More news from ગુજરાત and nearby areas
- પાવાગઢમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર નું હાઈ એલર્ટ પાવાગઢમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર નું હાઈ એલર્ટ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા સમગ્ર ડુંગર વિસ્તાર ધુમ્મસ અને વરસાદી ચાદરમાં લપેટાઈ ગયો હતો. મનોરમ્ય દ્રશ્યો સર્જાયા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ યાત્રાળુઓને વિશેષ સાવચેતી રાખવામાટે અપીલ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા તમામ યાત્રાળુઓને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.1
- કાલોલ ખાતે મુશળધાર વરસાદ: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત કાલોલ નગરમાં આજે બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ટૂંક જ સમયમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર કાલોલ નગરમાં પાણી પાણી થઈ ગયું હતું. વરસાદના કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિક જનજીવન પર માઠી અસર પડી હતી અચાનક શરુ થયેલા ધોધમાર વરસાદને કારણે નગરપાલિકા કાર્યાલય પાસે, મહાલક્ષ્મી ચોક, કચેરી રોડ તેમજ મુખ્ય બસ સ્ટેશન જેવા ધમધમતા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને વાહનો ઢસડીને લઈ જવાની ફરજ પડી હતી. નગરના મુખ્ય ચાર રસ્તા અને મુખ્ય બજાર વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં વેપારીઓના ધંધા-રોજગારને પણ અસર પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. હાલમાં પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.2
- ભારે વરસાદની આગાહી વચ્ચે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની જાહેર અપીલઃ સાવચેતી રાખવા અનુરોધ ભારે વરસાદની આગાહી વચ્ચે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની જાહેર અપીલઃ સાવચેતી રાખવા અનુરોધ વડોદરા જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહીને પગલે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે અનાવશ્યક બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. વરસાદી પરિસ્થિતિમાં સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવા ધારાસભ્યએ અનુરોધ કર્યો છે.1
- સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી! હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયેલી ભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લા કલેક્ટર શ્રી તેજસ પરમારએ નાગરિકો માટે મહત્વનો સંદેશ આપ્યો છે.1
- 🌧️ કાલોલમાં મેઘતાંડવ: નગરપાલિકા વિસ્તારમાં જળબંબાકાર, નગરપાલિકા કચેરીમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા! 🚨 કાલોલ, તા. 31 જુલાઈ: કાલોલ તાલુકામાં વરસેલા ભારે વરસાદે સમગ્ર નગરપાલિકા વિસ્તારને પાણીમાં ગરકાવ કરી દીધો છે. સતત ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે સૌથી ચિંતાજનક બાબત એ છે કે કાલોલ નગરપાલિકા કચેરીમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં કામગીરી પર અસર પહોંચી છે. માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોના જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. નગરજનોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે શહેરની સુવિધાઓનું સંચાલન કરતી નગરપાલિકા કચેરી જ વરસાદી પાણીથી બચી શકતી નથી, ત્યારે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓનો અંદાજ સહેલાઈથી લગાવી શકાય છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. G Live 24 News સત્ય અને સચોટ સમાચાર1
- Assam Floods का ये वीडियो देख दिल पसीज जाएगा... Assam Floods के बीच राहत और बचाव कर्मियों ने सोती हुई नवजात को कुछ इस तरह रेस्क्यू किया. देखिए वीडियो...1