Shuru
Apke Nagar Ki App…
ઈડર માં પડેલ ભારે વરસાદ ને કારણે ખરાડી બજારમાંથી પસાર થતી દેભોલ નદીમાં કાર તણાની
અજયસિંહ પરમાર
ઈડર માં પડેલ ભારે વરસાદ ને કારણે ખરાડી બજારમાંથી પસાર થતી દેભોલ નદીમાં કાર તણાની
More news from ગુજરાત and nearby areas
- *સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ* હિંમતનગર, તા. 31 જુલાઈ: સાબરકાંઠા જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવી સિવિલ હોસ્પિટલ સામે આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલ "પાલવ સ્પા"માં ડમી ગ્રાહક મારફતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાનું સામે આવતા પોલીસે તાત્કાલિક દરોડો પાડી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે વનિતકુમાર હરિપ્રસાદ મિસ્ત્રી (રહે. ડોક્ટરનગર, હિંમતનગર, મૂળ વતન ભૂતીયા, તા. ઈડર)ની ધરપકડ કરી તેને હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી માટે સોંપ્યો છે. આ સમગ્ર કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નવિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ, વિભાગીય પોલીસ અધિક્ષક એ.કે. પટેલની હાજરીમાં AHTUના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.યુ. ચૌધરીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં HC અશોકકુમાર, PC હસમુખભાઈ અને WPC અંજલીકુમારીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.*પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*2
- સરકાર ઘ્વારા કરેલ સર્વેમાં ખાનગી હોસ્પિટલમાં સિજેરિયનનો રેશિયો 40 ટકા સરકારી હોસ્પિટલોમાં 15 થી 25 ટકા રાખવામા આવ્યો છે પણ ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં આ રેશિયો 10 ટકા કરતા પણ ઓછો રખવમાં સફળ થયેલ છે છેલ્લા 10 વર્ષમાં 40000 જેટલી ડિલિવરી કરવામાં આવી છે ખેડબ્રહ્મા SDH આદિજાતિ વિસ્તાર માટે આશાનું કિરણ રાજ્યની તમામ ડિસ્ટિક હોસ્પિટલોમાં સૌથી વધુ ડિલિવરી કરાવતી હોસ્પિટલ છે. ભાસ્કર ન્યુઝ | ખેડબ્રહ્મા જુલાઈમાં 455 પ્રસૂતિ, 92 મેજર સર્જરી, PM-JAY હેઠળ દર્દીઓને ₹18.39 લાખનો લાભ ક ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારના લોકો માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) ગુણવત્તાસભર અને વિશ્વસનીય આરોગ્યસેવાનું કેન્દ્ર બની રહી છે. અગાઉ ગંભીર પ્રસૂતિ, સર્જરી અને અન્ય જટિલ સારવાર માટે દર્દીઓને અમદાવાદ, હિંમતનગર સહિતના મોટા શહેરોમાં જવું પડતું હતું, પરંતુ હવે મોટાભાગની અદ્યતન સારવાર સ્થાનિક સ્તરે જ સફળતાપૂર્વક મળી રહી છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. અશ્વિન ગઢવીના માર્ગદર્શન હેઠળ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ અને સહાયક કર્મચારીઓ દ્વારા દર્દીકેન્દ્રિત સેવાઓ સતત આપવામાં આવી રહી છે. તેના પરિણામે અંતરિયાળ વિસ્તારના હજારો દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર મળી રહી છે. જુલાઈ–2026મા ગાયનોકોલોજીસ્ટ વિભાગમાં કુલ પ્રસૂતિ 455 કરવામાં આવી છે જેમા 412 નોર્મલ ડિલિવરી અને ફક્ત 44 સીઝેરિયન કરવામાં આવ્યા છે આ ઉપરાંત. મેજર સર્જરી : 92, માઇનર ઓપરેશન : 43 હાઈ-રિસ્ક ગર્ભાવસ્થાની સફળ સારવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન : 104 એનિમિયાગ્રસ્ત માતાઓની સારવાર : 137 આયર્ન સુક્રોઝ ઇન્જેક્શન 102 PM-JAY હેઠળ 363 ક્લેમ કુલ ₹18,39,800 નો લાભ લાભાર્થીઓને આપવમાં આવ્યો છે. હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી કામગીરી માત્ર આંકડાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સુરક્ષિત માતૃત્વ, નવજાત શિશુઓના જીવનનું રક્ષણ અને ગરીબ પરિવારોને સમયસર તથા સસ્તી સારવાર ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન છે. આદિજાતિ વિસ્તાર જેવી ભૌગોલિક રીતે પડકારજનક પરિસ્થિતિમાં આવી ગુણવત્તાસભર આરોગ્યસેવાઓ ઉપલબ્ધ થવી એ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે. યોગ્ય આયોજન, આધુનિક સારવાર, કાર્યક્ષમ ટીમવર્ક અને દર્દીપ્રતિના સમર્પણથી સરકારી હોસ્પિટલ પણ શ્રેષ્ઠ આરોગ્યસેવાઓ આપી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ SDH ખેડબ્રહ્મા બની રહી છે. SDH ખેડબ્રહ્માની ટીમ માત્ર સારવાર જ નથી કરતી, પરંતુ ગરીબ અને આદિજાતિ પરિવારોમાં આરોગ્ય પ્રત્યે વિશ્વાસ પણ વધારી રહી છે. સ્થાનિક સ્તરે મળતી અદ્યતન સારવારના કારણે દર્દીઓનો સમય, ખર્ચ અને મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે સમગ્ર વિસ્તાર માટે આશાનું કિરણ બની રહ્યું છે. સુપરિટેનડેન્ટ અને ગાયનેક ડોક્ટર અશ્વિનભાઈ ગઢવીના જણાવ્યા અનુસાર ભારત સરકાર ઘ્વારા કરેલ સર્વેમાં ખાનગી હોસ્પિટલમાં સિજેરિયનનો રેશિયો 40 ટકા સરકારી હોસ્પિટલોમાં 15 થી 25 ટકા રાખવામા આવ્યો છે પણ ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં આ રેશિયો 10 ટકા કરતા પણ ઓછો રખવમાં સફળ થયેલ છે છેલ્લા 10 વર્ષમાં 40000 જેટલી ડિલિવરી કરવામાં આવી છે તેમાં પણ 10 ટકા સિઝેરિયન રેશિયો જળવાઇ રહ્યો છે1
- ભારે વરસાદ ની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો સમગ્ર ગુજરાત માં બાકાઝિકી બોલાવી1
- આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.1
- આજ રોજ મહોર જુથ પંચાયત ના તમામ યુવા મિત્રો ધરોઇ કોલોની સાબરમતી જલ ભવન ખાતે રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે નોકરી ધંધા રોજગાર ની રજુવાત કરવામાં આવી.. સંરપચ શ્રી પ્રવિણ સિંહ પરમાર1
- ઈડર માં પડેલ ભારે વરસાદ ને કારણે ખરાડી બજારમાંથી પસાર થતી દેભોલ નદીમાં કાર તણાની2