Shuru
Apke Nagar Ki App…
સાબરકાંઠાના વિજયનગર સ્થિત પોળો ફોરેસ્ટમાંથી પસાર થતી હરણાવ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે. અરવલ્લીના ટીંટોઈ વિસ્તારના ત્રણ યુવકો આ નદીમાં ન્હાવા માટે પડ્યા હતા, જ્યાં ન્હાતી વખતે ત્રણેય યુવકો નદીમાં ડૂબ્યા હતા. નદીમાં ડૂબેલા ત્રણ પૈકી એક યુવાનનો બચાવ થયો હતો અને તેને નદીમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમે હરણાવ નદીમાંથી અન્ય બે યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ વિજયનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.
દિવાકર બન્ના
સાબરકાંઠાના વિજયનગર સ્થિત પોળો ફોરેસ્ટમાંથી પસાર થતી હરણાવ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે. અરવલ્લીના ટીંટોઈ વિસ્તારના ત્રણ યુવકો આ નદીમાં ન્હાવા માટે પડ્યા હતા, જ્યાં ન્હાતી વખતે ત્રણેય યુવકો નદીમાં ડૂબ્યા હતા. નદીમાં ડૂબેલા ત્રણ પૈકી એક યુવાનનો બચાવ થયો હતો અને તેને નદીમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમે હરણાવ નદીમાંથી અન્ય બે યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ વિજયનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.
More news from Banas Kantha and nearby areas
- આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડભોઉ ગામમાં આવેલી ડભોઉ પ્રાથમિક કન્યાશાળા ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે બાળ સંસદની ચૂંટણીનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હેઠળ શાળામાં બિલકુલ વાસ્તવિક ચૂંટણી જેવું જીવંત વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં મતદાન મથક, મતપેટી, મતદાર યાદી, મતકુટિર તેમજ સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ વ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી. આ ચૂંટણી દરમિયાન વિદ્યાર્થીઓએ ઉમેદવાર બનીને પ્રચાર કર્યો હતો, જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ મતદારની ભૂમિકા ભજવીને ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને શિસ્તબદ્ધ રાખવા માટે શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોના જણાવ્યા અનુસાર, આ બાળ સંસદની ચૂંટણી યોજવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવાની સાથે મતદાનનું મહત્વ સમજાવવાનો છે. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ આનંદદાયક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.2
- વિસનગર APMC ખાતે ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે એક નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન કુલ 323 દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજે ₹48 લાખથી વધુની કિંમતના વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે ટ્રાયસિકલ, વ્હીલચેર, ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ, સ્માર્ટફોન, હિયરિંગ એડ અને વોકર જેવા સાધનો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્યાંગજનોને આત્મનિર્ભર અને સ્વાભિમાની જીવન જીવવા માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.1
- અરવલ્લી જિલ્લાના મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ખાતે લોકશાહીના મહાપર્વ સમાન શાળા પંચાયતની બાળ સાંસદ ચૂંટણીનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી આ વિશેષ પહેલ કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં શાળા મંત્રી, વર્ગમંત્રી, શિસ્ત મંત્રી, રમતગમત મંત્રી, સફાઈ મંત્રી, પ્રાર્થના મંત્રી અને પ્રવાસ મંત્રી સહિતના વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાથી લઈને પ્રચાર, મતદાન અને મતગણતરી સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અનોખી પ્રવૃત્તિથી બાળકોમાં નેતૃત્વ ક્ષમતા, શિસ્ત, જવાબદારી અને નિર્ણય લેવાની આવડત વધુ મજબૂત બની છે. આ રીતે વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ અનુભવ દ્વારા "આજનો મતદાર, આવતીકાલનો જવાબદાર નાગરિક" ના સૂત્રને સાકાર કર્યું છે. એક કદમ રાષ્ટ્ર નિર્માણ તરફના ઉદ્દેશ્ય સાથે શાળાના આચાર્ય સેજલબેન ઠેકડી તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફે પણ આ ચૂંટણીમાં મતદાન કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સફળ અને પ્રશંસનીય આયોજન બદલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોએ આચાર્ય અને સમગ્ર શિક્ષક સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. કલરવ સ્કૂલ દ્વારા નાના બાળકોમાં બાળપણથી જ લોકશાહીના મૂલ્યોને આત્મસાત કરાવવાનો આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.3
- અરવલ્લીના સાઠંબા-બાયડ હાઈવે પર એક શ્રમિક મહિલાની માર્ગ પર જ પ્રસુતિ થઈ ગઈ હતી. જોકે, ૧૦૮ની સમયસર મળેલી સેવાના કારણે માતા અને દીકરી બંને સુરક્ષિત છે.2
- અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી બાગે ફિરદોષ સોસાયટી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની આ ઘટના બાદ રોડની અત્યંત બિસ્માર હાલત સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.1