Shuru
Apke Nagar Ki App…
વિસનગર APMC ખાતે ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે એક નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન કુલ 323 દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજે ₹48 લાખથી વધુની કિંમતના વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે ટ્રાયસિકલ, વ્હીલચેર, ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ, સ્માર્ટફોન, હિયરિંગ એડ અને વોકર જેવા સાધનો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્યાંગજનોને આત્મનિર્ભર અને સ્વાભિમાની જીવન જીવવા માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
BABA SAIYAD
વિસનગર APMC ખાતે ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે એક નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન કુલ 323 દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજે ₹48 લાખથી વધુની કિંમતના વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે ટ્રાયસિકલ, વ્હીલચેર, ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ, સ્માર્ટફોન, હિયરિંગ એડ અને વોકર જેવા સાધનો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્યાંગજનોને આત્મનિર્ભર અને સ્વાભિમાની જીવન જીવવા માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
More news from ગુજરાત and nearby areas
- વિસનગર APMC ખાતે ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે એક નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન કુલ 323 દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજે ₹48 લાખથી વધુની કિંમતના વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે ટ્રાયસિકલ, વ્હીલચેર, ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ, સ્માર્ટફોન, હિયરિંગ એડ અને વોકર જેવા સાધનો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્યાંગજનોને આત્મનિર્ભર અને સ્વાભિમાની જીવન જીવવા માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.1
- મહેસાણા જિલ્લાના કડીની ઓળખ અને તેના હૃદય સમાન ગણાતા શંકરલાલ ટાવરની ઘડિયાળના કાંટા બંધ થઈ ગયા છે. આ મહત્વપૂર્ણ ટાવર બંધ થઈ જતાં સ્થાનિક લોકો દ્વારા આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક રહીશો દ્વારા આ શંકરલાલ ટાવરનું તાકીદે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી રહી છે જેથી આ જનસમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવી શકાય અને લોકોની યાદો સમાન આ ટાવર ફરીથી કાર્યરત થઈ શકે.1
- અરવલ્લી જિલ્લાના મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ખાતે લોકશાહીના મહાપર્વ સમાન શાળા પંચાયતની બાળ સાંસદ ચૂંટણીનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી આ વિશેષ પહેલ કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં શાળા મંત્રી, વર્ગમંત્રી, શિસ્ત મંત્રી, રમતગમત મંત્રી, સફાઈ મંત્રી, પ્રાર્થના મંત્રી અને પ્રવાસ મંત્રી સહિતના વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાથી લઈને પ્રચાર, મતદાન અને મતગણતરી સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અનોખી પ્રવૃત્તિથી બાળકોમાં નેતૃત્વ ક્ષમતા, શિસ્ત, જવાબદારી અને નિર્ણય લેવાની આવડત વધુ મજબૂત બની છે. આ રીતે વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ અનુભવ દ્વારા "આજનો મતદાર, આવતીકાલનો જવાબદાર નાગરિક" ના સૂત્રને સાકાર કર્યું છે. એક કદમ રાષ્ટ્ર નિર્માણ તરફના ઉદ્દેશ્ય સાથે શાળાના આચાર્ય સેજલબેન ઠેકડી તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફે પણ આ ચૂંટણીમાં મતદાન કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સફળ અને પ્રશંસનીય આયોજન બદલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોએ આચાર્ય અને સમગ્ર શિક્ષક સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. કલરવ સ્કૂલ દ્વારા નાના બાળકોમાં બાળપણથી જ લોકશાહીના મૂલ્યોને આત્મસાત કરાવવાનો આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.3
- અમદાવાદમાં ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (SP Cyber Centre of Excellence) ની ટીમે એક મોટા સાયબર છેતરપિંડી રેકેટનો પર્દાફાશ કરીને સાત આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ એક કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા, જ્યાં તેઓ આયુર્વેદિક દવાઓનું જાતીય ક્ષમતા વધારતી દવાઓ તરીકે પ્રચાર કરીને વેચાણ કરતા હતા. દવા વેચ્યા પછી આ ટોળકી ગ્રાહકોને નિશાન બનાવતી હતી. આરોપીઓ નકલી પોલીસ અધિકારી અને ડોક્ટર બની અલગ-અલગ ખોટી ઓળખ આપીને ગ્રાહકોને ડરાવી-ધમકાવીને નાણાં પડાવતા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સંગઠિત રીતે આ સાયબર છેતરપિંડી આચરતા હતા. ફરિયાદોના આધારે કાર્યવાહી કરીને પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ ટોળકી સાથે જોડાયેલા અન્ય લોકો, નાણાકીય વ્યવહારો તેમજ નેટવર્કની પણ સઘન તપાસ ચાલી રહી છે.1
- અમદાવાદમાં પોલીસના રિપોર્ટને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ રિપોર્ટ પર નજર કરીએ તો જોવા મળે છે કે આ કેસનો મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે, જે કોઈ ઈત્તેફાક છે કે પછી માત્ર એક સંજોગ તે મોટો પ્રશ્ન છે. આ દરમિયાન તહેવારોમાં પોલીસના વ્યવહાર પર આકરો કટાક્ષ કરતા કહેવામાં આવ્યું છે કે તહેવારમાં વ્યવહાર કોઈ પોલીસ પાસેથી શીખે. આ મામલામાં તીખો સવાલ પૂછવામાં આવ્યો છે કે આમાં મોટી માછલી ક્યાં ગાયબ છે અને માત્ર ઝીંગા જેવા નાના લોકોને પકડીને પોલીસ શું સાબિત કરવા માંગે છે?1
- અરવલ્લી જિલ્લાના મોડાસામાં સુથાર પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરનાર નોમાન સરફરાજભાઈ ગેણાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.1
- અરવલ્લીના બાયડ વિસ્તારના ડેમાઈ પંથકમાં અમૂલ દ્વારા અચાનક દૂધની ખરીદી બંધ કરી દેવામાં આવતા સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અમૂલના આ નિર્ણયથી આક્રોશિત બનેલા પશુપાલકો હવે સાબરડેરીમાં સારા ભાવે દૂધ લેવામાં આવે તેવી જોરદાર માંગ કરી રહ્યા છે.1
- અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મલાસા ગામ નજીક ગજાનન હોટલ પાસે સર્જાયેલા હિટ એન્ડ રનના ગંભીર અકસ્માતમાં એક માનસિક અસ્થિર મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ ભિલોડા પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા હાઇવા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે ભિલોડા તાલુકાના કિશનગઢ (હનુમાન ફળી, ચિંતામણી) ગામના લાલજીભાઈ કકવાજી સમદરભાઈ મેણાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેમની બહેન રમીલાબેન છેલ્લા આશરે દસ વર્ષથી માનસિક અસ્થિર હતા અને અવારનવાર કોઈને જણાવ્યા વગર ઘરેથી નીકળી જતા હતા. તા. 10 જુલાઈ 2026ના રોજ બપોરે લાલજીભાઈને તેમના કુટુંબી દિનેશભાઈએ ફોન કરીને જણાવ્યું કે મલાસા ગામની સીમમાં એક હાઇવા ટ્રકે રમીલાબેનને ટક્કર મારી દીધી છે. આ ગંભીર અકસ્માતમાં રમીલાબેનને માથા, બંને પગ તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ 108 એમ્બ્યુલન્સ મારફતે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સાંજે આશરે 6 વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સ્થળે રોડની બાજુમાં RJ-27-GB-3189 નંબરનો એક હાઇવા ટ્રક પલ્ટી મારેલી હાલતમાં મળી આવ્યો હતો. આરોપ છે કે ટ્રક ચાલક બેદરકારીપૂર્વક વાહન હંકારી ટક્કર મારીને પોલીસ કે હોસ્પિટલને જાણ કર્યા વગર વાહન સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયો હતો.3