જરખીયા ગામે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા તાલીમ યોજાઈ મેંમાસ્ટર ટ્રેનર દ્વારા ખેડૂતોને ખેતરમાં જઈ અને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખીયા ગામે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા તથા રાસાયણિક મુક્ત ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે માસ્ટર ટ્રેનર શ્રી વૈશાલીબેન ચાવડાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અને તેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ઉપજાઉ શક્તિમાં વધારો થાય છે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને ખેડૂતોને વધુ શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રાપ્ત થાય છે. માસ્ટર ટ્રેનર દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે બીજામૃત દ્વારા બીજની શુદ્ધતા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, જેના કારણે પાકની સારી વૃદ્ધિ થાય છે. જીવામૃત જમીનમાં સુક્ષ્મજીવોની સંખ્યા વધારીને જમીનની ઉર્વરતા સુધારે છે અને પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. તે ઉપરાંત આચ્છાદન (મલ્ચિંગ) દ્વારા જમીનમાં ભેજ જળવાઈ રહે છે, નિંદામણમાં ઘટાડો થાય છે અને જમીનની ગુણવત્તા જાળવવામાં મદદ મળે છે. વાપસા પદ્ધતિ દ્વારા જમીનમાં હવા અને ભેજનું સંતુલન જાળવી રાખીને પાકની સારી વૃદ્ધિ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે. તેમજ પ્રાકૃતિક જીવ નિયંત્રણ પદ્ધતિઓ દ્વારા રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર દેશી ગાયના ગોમૂત્ર અને અન્ય કુદરતી ઘટકોમાંથી તૈયાર કરાયેલા દ્રાવણોનો ઉપયોગ કરીને જીવાત અને રોગનું નિયંત્રણ કરી શકાય છે. આ તાલીમ કાર્યક્રમના અંતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનની ગુણવત્તા જાળવવા, ખેતી ખર્ચમાં ઘટાડો કરવા અને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
જરખીયા ગામે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા તાલીમ યોજાઈ મેંમાસ્ટર ટ્રેનર દ્વારા ખેડૂતોને ખેતરમાં જઈ અને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખીયા ગામે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા તથા રાસાયણિક મુક્ત ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે માસ્ટર ટ્રેનર શ્રી વૈશાલીબેન ચાવડાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અને તેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ઉપજાઉ શક્તિમાં વધારો થાય છે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને ખેડૂતોને વધુ શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રાપ્ત થાય છે. માસ્ટર ટ્રેનર દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે સમજાવ્યું હતું
કે બીજામૃત દ્વારા બીજની શુદ્ધતા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, જેના કારણે પાકની સારી વૃદ્ધિ થાય છે. જીવામૃત જમીનમાં સુક્ષ્મજીવોની સંખ્યા વધારીને જમીનની ઉર્વરતા સુધારે છે અને પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. તે ઉપરાંત આચ્છાદન (મલ્ચિંગ) દ્વારા જમીનમાં ભેજ જળવાઈ રહે છે, નિંદામણમાં ઘટાડો થાય છે અને જમીનની ગુણવત્તા જાળવવામાં મદદ મળે છે. વાપસા પદ્ધતિ દ્વારા જમીનમાં હવા અને ભેજનું સંતુલન જાળવી રાખીને પાકની સારી વૃદ્ધિ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે. તેમજ પ્રાકૃતિક જીવ નિયંત્રણ પદ્ધતિઓ દ્વારા રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર દેશી ગાયના ગોમૂત્ર અને અન્ય કુદરતી ઘટકોમાંથી તૈયાર કરાયેલા દ્રાવણોનો ઉપયોગ કરીને જીવાત અને રોગનું નિયંત્રણ કરી શકાય છે. આ તાલીમ કાર્યક્રમના અંતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનની ગુણવત્તા જાળવવા, ખેતી ખર્ચમાં ઘટાડો કરવા અને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
- motivational story1
- Post by Thakor ajay Tarasangji kamalpura bhabhar1
- આજે તારીખ 16 ના રોજ બપોર ના અરસામાં એલસીબી તરફથી મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભડભીડ ટોલનાકા નજીકથી ચીકુની પેટીઓની આડમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ વહન કરતો આઇસર ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો. કાર્યવાહીમાં કુલ ૫૩૨૮ બોટલ દારૂ, બીયર, ટ્રક અને મોબાઇલ સહિત કુલ ₹૨૨,૧૪,૭૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ટ્રક ચાલક રાહુલભાઇ શેલારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા આરોપી જગદીશભાઇ તોગડીયા પકડથી ફરાર છે.1
- જસદણ ના કાસલોલીયા સીમમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કરતા ધટના સ્થળે વન વિભાગ દોડી ગયા હતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો1
- વિસાવદર તાલુકાના મોણીયા ગામ ના વિધાર્થી રાઠોડ રોહન દિનેશભાઈ જેઓ પાયોનીર કોલેજ વડોદરા ભણવા માટે ગયેલા હતા રોહનભાઈ ને છેલ્લા એકાદ વર્ષ થી શિક્ષક દ્વારા ખોટી રીતે માનસિક ટોચર તેમજ એમની તબિયત ખરાબ હોઈ તેવા સમયે વિધાર્થી રોહન ની શિક્ષક દ્વારા ક્લાસ વચાળે મજાક ઉડાવતા હતા છેલ્લા એક વર્ષથી થી છોકરો શહન કરતો હતો પરંતુ ઘણા સમય પછી કોલેજ ના શિક્ષકો નું કૃત્ય સહન ના થતા વિધાર્થી રોહન એ કંટાળી ને કોલેજ ના ત્રીજા માળ થી કૂદકો મારી આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા1
- બોટાદ. બોટાદ જિલ્લા પંચાયત ની ૨૧ મી સામા1
- બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ 106-ગઢડા (અ.જા.) અને 107-બોટાદ વિધાનસભા મતવિભાગોની મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ અને તેમને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરવામાં આવી ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરાયેલ તા. 01/01/2026ની લાયકાત તારીખના આધારે યોજાયેલા સઘન સુધારણા કાર્યક્રમ મુજબ બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને 01/01/2026ની સ્થિતિએ કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે જેમાં ગઢડા વિધાનસભા મતવિભાગમાં 2,47,313 મતદારો તથા બોટાદ વિધાનસભા મતવિભાગમાં 2,74,664 મતદારોનો સમાવેશ થાય છે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કાર્યક્રમની તમામ પ્રક્રિયામાં સહકાર આપનાર જિલ્લાના નાગરિકો તથા માન્ય રાજકીય પક્ષોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ જણાવાયું કે આખરી મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ તમામ મતદાન મથકો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેથી જાહેર જનતા સરળતાથી તેનો અભ્યાસ કરી શકે આ પ્રસિદ્ધિ દ્વારા મતદાર નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જનસહભાગિતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- કુદરતી ખેતી ઉત્પાદન.1