કેશોદમાં ખુલ્લેઆમ દાદાગીરી: માંગરોળ રોડ પર યુવાન પર જીવલેણ હુમલો, રૂ. ૮,૯૦૦ની લૂંટ ત્રણેય આરોપી ઝડપી રી કન્સ્ટ્રક્ષન કરાયું શહેરના માંગરોળ રોડ પર આવેલા પીપલિયાનગર વિસ્તારમાં હનુમાન મંદિર નજીક સાંજે બનેલી હુમલા અને લૂંટની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે ખુલ્લેઆમ દાદાગીરી દાખવી ત્રણ શખ્સોએ એક યુવાન પર જીવલેણ હુમલો કરી રોકડા રૂપિયા ૮,૯૦૦ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જોકે, કેશોદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડતાં લોકોમાં રાહતનો શ્વાસ ફૂંકાયો છે મળતી માહિતી મુજબ, મીત રાજુભાઈ શીગાળા અને કેયુર કિરીટભાઈ સિદ્ધપરા પીપલિયાનગર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે બેઠા હતા તે દરમિયાન નંબર પ્લેટ વગરની કાળી સ્કોર્પિયો કારમાં ત્રણ શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા પ્રિન્સ ભેડા, ઉદીપ ભેડા અને યશપાલ હડીયા તરીકે ઓળખાયેલા આરોપીઓએ પહેલા પૈસાની માંગણી કરી હતી પૈસા આપવા ઇનકાર કરતાં ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ કારમાંથી લાકડાનો ધોકો કાઢી મીત શીગાળાને આડેધડ ફટકા માર્યા હતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં મીત લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. હુમલાખોરોએ પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૮,૯૦૦ કાઢી લૂંટ ચલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા ઘાયલ મીત શીગાળાને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા કેશોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ શહેરમાં સમાચાર વાયુવેગે ફેલાયા હતા અને દવાખાને આગેવાનો, યુવાનો તેમજ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પીડિતોના નિવેદન નોંધાયા બાદ પોલીસે ગુનો નોંધી ઝડપી તપાસ હાથ ધરી હતી ગણતરીની કલાકોમાં જ પ્રિન્સ ભેડા, ઉદીપ ભેડા અને યશપાલ હડીયાને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર મામલે પીએસઆઈ એમ.ડી. મકવાણા વધુ તપાસ ચલાવી રહ્યા છે. શહેરમાં વધતી દાદાગીરીની ઘટનાઓને પગલે નાગરિકોમાં ચિંતા વ્યાપી છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. અહેવાલ :જગદીશ યાદવ જૂનાગઢ
કેશોદમાં ખુલ્લેઆમ દાદાગીરી: માંગરોળ રોડ પર યુવાન પર જીવલેણ હુમલો, રૂ. ૮,૯૦૦ની લૂંટ ત્રણેય આરોપી ઝડપી રી કન્સ્ટ્રક્ષન કરાયું શહેરના માંગરોળ રોડ પર આવેલા પીપલિયાનગર વિસ્તારમાં હનુમાન મંદિર નજીક સાંજે બનેલી હુમલા અને લૂંટની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે ખુલ્લેઆમ દાદાગીરી દાખવી ત્રણ શખ્સોએ એક યુવાન પર જીવલેણ હુમલો કરી રોકડા રૂપિયા ૮,૯૦૦ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જોકે, કેશોદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડતાં લોકોમાં રાહતનો શ્વાસ ફૂંકાયો છે મળતી
માહિતી મુજબ, મીત રાજુભાઈ શીગાળા અને કેયુર કિરીટભાઈ સિદ્ધપરા પીપલિયાનગર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે બેઠા હતા તે દરમિયાન નંબર પ્લેટ વગરની કાળી સ્કોર્પિયો કારમાં ત્રણ શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા પ્રિન્સ ભેડા, ઉદીપ ભેડા અને યશપાલ હડીયા તરીકે ઓળખાયેલા આરોપીઓએ પહેલા પૈસાની માંગણી કરી હતી પૈસા આપવા ઇનકાર કરતાં ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ કારમાંથી લાકડાનો ધોકો કાઢી મીત શીગાળાને આડેધડ ફટકા માર્યા હતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં મીત લોહીલુહાણ હાલતમાં
જમીન પર ઢળી પડ્યા હતા. હુમલાખોરોએ પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૮,૯૦૦ કાઢી લૂંટ ચલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા ઘાયલ મીત શીગાળાને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા કેશોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ શહેરમાં સમાચાર વાયુવેગે ફેલાયા હતા અને દવાખાને આગેવાનો, યુવાનો તેમજ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પીડિતોના
નિવેદન નોંધાયા બાદ પોલીસે ગુનો નોંધી ઝડપી તપાસ હાથ ધરી હતી ગણતરીની કલાકોમાં જ પ્રિન્સ ભેડા, ઉદીપ ભેડા અને યશપાલ હડીયાને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર મામલે પીએસઆઈ એમ.ડી. મકવાણા વધુ તપાસ ચલાવી રહ્યા છે. શહેરમાં વધતી દાદાગીરીની ઘટનાઓને પગલે નાગરિકોમાં ચિંતા વ્યાપી છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. અહેવાલ :જગદીશ યાદવ જૂનાગઢ
- Post by Mukesh Pujara1
- Post by પુજારા ન્યુઝ નેટવર્ક1
- મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 કેરાટીન કન્ડિશનર જોરદાર રીઝલ્ટ એમઆરપી 499 ફક્ત રૂપિયા 130 માં શું વાત કરો છો અમારા whatsapp ગ્રુપમાં જોડાવ હવે તો 100 થી 500 પ્રોડક્ટ રાહત દરે મેળવો1
- જુનાગઢ જિલ્લામાં કેશોદ નજીક બાલાગામ વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માંગરોળથી કેશોદ તરફ આવી રહેલી પિયાગો રિક્ષાને પાછળથી આવેલી કાર દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવતા રિક્ષા પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં 7થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત કેશોદના બાલાગામ નજીક બન્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં બેઠેલા મુસાફરો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને 108 મારફતે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક મહિલા સહિત ચાર લોકોની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આસપાસના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે. આ અકસ્માતને પગલે વિસ્તારમાં થોડીવાર માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોમાં માર્ગ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે લોકો પાસે અકસ્માત અંગે કોઈ માહિતી હોય તો આગળ આવવાની અપીલ કરી છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- Post by Press Reporter Mangrol1
- વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. જૂનાગઢમાં સાત દિવસમાં તેની સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કીર્તિ પટેલને રાજસ્થાનથી લાવીને જૂનાગઢ પહોંચી હતી. ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તેનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને મીડિયાથી દૂર રાખવા અને સુરક્ષાના કારણોસર 'ડબલ રોલ' જેવી વ્યૂહરચના અપનાવી હતી. પહેલાં એક મહિલાને કીર્તિ પટેલ જેવા જ કપડાં પહેરાવી નકલી કીર્તિ ઉભી કરી હતી. તેને મોઢું બાંધેલી હાલતમાં બતાવી હતી. ત્યાર બાદ અસલી કીર્તિને બતાવી હતી. નકલી કીર્તિના હાથ પર કોઈ બ્રેસલેટ પણ નથી જોવા મળતા જ્યારે અસલી કીર્તિ હાથ પર બ્રેસલેટ છે.1
- રહસ્ય મય ખોજ ખમી દાન ઞામ વિસ્તારમાં1
- કેશોદમાં લુખ્ખાઓનો આતંક 😱 યુવકોને મારી લૂંટ | ગણતરીના કલાકોમાં 3 આરોપી ઝડપાયા | Pujaraa News 📝 Description (વિસ્તૃત અને કીવર્ડ સાથે) જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં લુખ્ખાઓનો આતંક વધ્યો છે. માંગરોળ રોડ પર પીપલીયાનગર વિસ્તારમાં હનુમાન મંદિર નજીક યુવકો પર હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં શહેરમાં ખૌફનો માહોલ સર્જાયો હતો. કેશોદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ જુઓ માત્ર પુજારા ન્યુઝ નેટવર્ક પર. 👉 ચેનલને Like, Share & Subscribe કરવાનું ભૂલશો નહીં. 🔎 Hashtags #Keshod #Junagadh #CrimeNews #GujaratNews #BreakingNews #KeshodPolice #PujaraaNewsNetwork #GujaratiNews #ViralVideo #LootCase 🔑 Keywords (Tags) Keshod crime news, Junagadh latest news, Keshod loot case, Keshod police action, Gujarat breaking news, Pipliyanagar Keshod, Mangrol road Keshod news, Pujaraa News Network1