logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગરબાડા પંથકમાં ચોરી સહિતની ઘટનાઓને અટકાવવા ગરબાડા પોલીસ દ્વારા હાઈટેક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું ગરબાડા પંથકમાં ચોરી સહિતની ઘટનાઓને અટકાવવા ગરબાડા પોલીસ દ્વારા હાઈટેક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું આજે તારીખ 27/08/2026 ગુરુવારના રોજ સવારે 8 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગરબાડા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી વિવિધ વિસ્તારોમાં હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પોલીસની નજર વધુ મજબૂત બને અને ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય તે માટે ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ગરબાડા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડ્રોન કેમેરા મારફતે એવા વિસ્તારો પર પણ નજર રાખવામાં આવી હતી જ્યાં સામાન્ય પેટ્રોલિંગ દરમિયાન પહોંચવું મુશ્કેલ હોય છે. ડ્રોનની મદદથી હવાઈ સર્વેલન્સ થવાથી પોલીસને અંતરિયાળ વિસ્તારોની સ્થિતિ પર નજર રાખવામાં મદદ મળી રહી છે અને શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખી શકાય છે. ગરબાડા ડીવાયએસપી એમ. કે. સ્વામી અને પીઆઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચોરી સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા અને લોકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બનાવવા માટે ગરબાડા પોલીસ દ્વારા ટેક્નોલોજી આધારિત પેટ્રોલિંગને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

1 hr ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
1 hr ago

ગરબાડા પંથકમાં ચોરી સહિતની ઘટનાઓને અટકાવવા ગરબાડા પોલીસ દ્વારા હાઈટેક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું ગરબાડા પંથકમાં ચોરી સહિતની ઘટનાઓને અટકાવવા ગરબાડા પોલીસ દ્વારા હાઈટેક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું આજે તારીખ 27/08/2026 ગુરુવારના રોજ સવારે 8 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગરબાડા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી વિવિધ વિસ્તારોમાં હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પોલીસની નજર વધુ મજબૂત બને અને ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય તે માટે ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ગરબાડા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડ્રોન કેમેરા મારફતે એવા વિસ્તારો પર પણ નજર રાખવામાં આવી હતી જ્યાં સામાન્ય પેટ્રોલિંગ દરમિયાન પહોંચવું મુશ્કેલ હોય છે. ડ્રોનની મદદથી હવાઈ સર્વેલન્સ થવાથી પોલીસને અંતરિયાળ વિસ્તારોની સ્થિતિ પર નજર રાખવામાં મદદ મળી રહી છે અને શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખી શકાય છે. ગરબાડા ડીવાયએસપી એમ. કે. સ્વામી અને પીઆઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચોરી સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા અને લોકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બનાવવા માટે ગરબાડા પોલીસ દ્વારા ટેક્નોલોજી આધારિત પેટ્રોલિંગને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

More news from Gujarat and nearby areas
  • દાહોદ જિલ્લાના અંતેલા PHC ખાતે પરિવાર નિયોજન સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે સંયુક્ત મુલાકાત અને સમીક્ષા કરાઈ દાહોદ જિલ્લાના અંતેલા PHC ખાતે પરિવાર નિયોજન સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે સંયુક્ત મુલાકાત અને સમીક્ષા કરાઈ આજે તારીખ 27/08/2026 ગુરુવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત રાજ્ય NHMના પરિવાર નિયોજન સલાહકાર ડૉ. દેવેશ ત્રિપાઠીએ PSI ઇન્ડિયાની ટીમ સાથે અંતેલા PHCની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પરિવાર નિયોજનને લગતા રેકોર્ડ, લાભાર્થીઓને આપવામાં આવતી કાઉન્સેલિંગ સેવા, જરૂરી સાધનો અને સામગ્રીની ઉપલબ્ધતા તેમજ આરોગ્ય કેન્દ્રની સેવા માટેની સજ્જતા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મળેલા નિરીક્ષણ અને માહિતીના આધારે આરોગ્ય કેન્દ્રના સ્ટાફને પરિવાર નિયોજન સેવાઓની ગુણવત્તામાં વધુ સુધારો લાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દાહોદની SDH ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે પરિવાર નિયોજન સેવાઓ અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પરિવાર નિયોજન સેવાઓને વધુ વિસ્તૃત બનાવવા અને લોકોને ગુણવત્તાયુક્ત સેવાઓ સમયસર મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિવાર નિયોજન સેવાઓને વધુ મજબૂત બનાવી આરોગ્ય કેન્દ્ર કક્ષાએ યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે આ મુલાકાત અને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
    1
    દાહોદ જિલ્લાના અંતેલા PHC ખાતે પરિવાર નિયોજન સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે સંયુક્ત મુલાકાત અને સમીક્ષા કરાઈ 
દાહોદ જિલ્લાના અંતેલા PHC ખાતે પરિવાર નિયોજન સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે સંયુક્ત મુલાકાત અને સમીક્ષા કરાઈ 
આજે તારીખ 27/08/2026 ગુરુવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 
ગુજરાત રાજ્ય NHMના પરિવાર નિયોજન સલાહકાર ડૉ. દેવેશ ત્રિપાઠીએ PSI ઇન્ડિયાની ટીમ સાથે અંતેલા PHCની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન પરિવાર નિયોજનને લગતા રેકોર્ડ, લાભાર્થીઓને આપવામાં આવતી કાઉન્સેલિંગ સેવા, જરૂરી સાધનો અને સામગ્રીની ઉપલબ્ધતા તેમજ આરોગ્ય કેન્દ્રની સેવા માટેની સજ્જતા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન મળેલા નિરીક્ષણ અને માહિતીના આધારે આરોગ્ય કેન્દ્રના સ્ટાફને પરિવાર નિયોજન સેવાઓની ગુણવત્તામાં વધુ સુધારો લાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દાહોદની SDH ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે પરિવાર નિયોજન સેવાઓ અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પરિવાર નિયોજન સેવાઓને વધુ વિસ્તૃત બનાવવા અને લોકોને ગુણવત્તાયુક્ત સેવાઓ સમયસર મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પરિવાર નિયોજન સેવાઓને વધુ મજબૂત બનાવી આરોગ્ય કેન્દ્ર કક્ષાએ યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે આ મુલાકાત અને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
  • ડીટવાસબીપોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેટા ફોરવીલર ગાડીમાં લઈ જવા તો રૂપિયા 3,92,640 નો મુદ્દા માલ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ ઝડપી પાડી પ્રોવીબિશનનો ઘરના પાત્ર કેસ શોધી કાઢતી પોલીસ ડીટવાસબીપોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેટા ફોરવીલર ગાડીમાં લઈ જવા તો રૂપિયા 3,92,640 નો મુદ્દા માલ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ ઝડપી પાડી પ્રોવીબિશનનો ઘરના પાત્ર કેસ શોધી કાઢતી પોલીસ. રિપોર્ટર.... અમીન કોઠારી મહીસાગર..... પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાન નિરીક્ષક વીધી ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીના તથા નાયબ પોલીસ અધિકક્ષક જેજી ચાવડા ના હોય તો અસરકારક કામગીરી કરવા અવારનવારનું આયોજન કરેલ હતું. જે અન્વયે ડીટવાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએ ચૌધરી ડીટવાસ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ ના માણસો સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોસઇ વી એ ચૌધરી ના હોય ખાનગી રહે અંગત બાદમેદારથી બાદમી મળેલ કે એક સફેદ કલરની ફોરવીલર ક્રેટા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાન રાજ્યના પુનાવાડા તરફથી સરસવા ઉત્તરથી પડાદરા થઈ ગોધર ઘાસવાડા તરફના રોડે જનાર છે તેવી ચોક્કસ વાતની મળેલ હોય જે ચોક્કસ વાતની હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે ગોધણ ત્રણ રસ્તા પર વચમાં ઊભા હતા તે દરમિયાન ક્રેટા ફોરવીલર ગાડી આવતા સરકારી તેમજ ખાનગી વાહનોની આડસ કરતા સદર ફોરવીલર ક્રેટા ગાડીના ચાલકે થોડી દૂરથી જ તેનો વહન ઉભું રાખી રિવર્સ કરી પાછો વળી નાસવા જતા તેનું વાહન creta ગાડી રોડની બાજુમાં ઊતરી ગયેલ અને ફોર વીલર ક્રેટા ગાડી ના ચાલકને પકડી પાડેલ ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી પ્લાસ્ટિકના કોઠારીયા તથા બિયર ટીન મળીને કુલ નંગ 1344 કિંમત રૂપિયા 3,92,640 નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દા પણ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
    2
    ડીટવાસબીપોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેટા ફોરવીલર ગાડીમાં લઈ જવા તો રૂપિયા 3,92,640 નો મુદ્દા માલ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ ઝડપી પાડી પ્રોવીબિશનનો ઘરના પાત્ર કેસ શોધી કાઢતી પોલીસ
ડીટવાસબીપોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેટા ફોરવીલર ગાડીમાં લઈ જવા તો રૂપિયા 3,92,640 નો મુદ્દા માલ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ ઝડપી પાડી પ્રોવીબિશનનો ઘરના પાત્ર કેસ શોધી કાઢતી પોલીસ.
રિપોર્ટર....
અમીન કોઠારી મહીસાગર.....
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાન નિરીક્ષક વીધી ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીના તથા નાયબ પોલીસ અધિકક્ષક જેજી ચાવડા ના હોય તો અસરકારક કામગીરી કરવા અવારનવારનું આયોજન કરેલ હતું.
જે અન્વયે  ડીટવાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએ ચૌધરી ડીટવાસ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ ના માણસો સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોસઇ વી એ ચૌધરી ના હોય ખાનગી રહે અંગત બાદમેદારથી બાદમી મળેલ કે એક સફેદ કલરની ફોરવીલર ક્રેટા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાન રાજ્યના પુનાવાડા તરફથી સરસવા ઉત્તરથી પડાદરા થઈ ગોધર ઘાસવાડા તરફના રોડે જનાર છે તેવી ચોક્કસ વાતની મળેલ હોય જે ચોક્કસ વાતની હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે ગોધણ ત્રણ રસ્તા પર વચમાં ઊભા હતા તે દરમિયાન ક્રેટા ફોરવીલર ગાડી આવતા સરકારી તેમજ ખાનગી વાહનોની આડસ કરતા સદર ફોરવીલર ક્રેટા ગાડીના ચાલકે થોડી દૂરથી જ તેનો વહન ઉભું રાખી રિવર્સ કરી પાછો વળી નાસવા જતા તેનું વાહન creta ગાડી રોડની બાજુમાં ઊતરી ગયેલ અને ફોર વીલર ક્રેટા ગાડી ના ચાલકને પકડી પાડેલ ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી પ્લાસ્ટિકના કોઠારીયા તથા બિયર ટીન મળીને કુલ નંગ 1344 કિંમત રૂપિયા 3,92,640 નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દા પણ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ પકડી પાડી પ્રોહિબિશન  એક્ટ મુજબ ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
    user_અમીન કોઠારી સંતરામપુર
    અમીન કોઠારી સંતરામપુર
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    6 hrs ago
  • સરકારી વિનયન કૉલેજ શહેરા ખાતે સંસ્કૃત વિભાગ દ્વારા રક્ષાબંધનની ભાવસભર ઉજવણી: સ્નેહ અને સંસ્કૃતિનો અનોખો સંગમ સરકારી વિનયન કૉલેજ, શહેરાના સંસ્કૃત વિભાગ દ્વારા તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પવિત્ર રક્ષાબંધન પર્વની ભાવપૂર્ણ અને ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સ્નેહ, સુરક્ષા અને ભારતીય સંસ્કૃતિના પવિત્ર સંબંધોના પ્રતીક સમાન આ પર્વની ઉજવણીનો પ્રારંભ વૈદિક મંત્ર "યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલઃ। તેન ત્વામપિ બધ્નામિ રક્ષે મા ચલ મા ચલ॥" ના મંગલોચ્ચારણ સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. શૈલેષ રાઉલજીએ વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વનો ઐતિહાસિક અને પૌરાણિક સંદર્ભ, આ પર્વ શા માટે ઉજવવામાં આવે છે તેમજ વૈદિક સંસ્કૃતિમાં રક્ષાસૂત્રનું સાચું મહત્વ વિવિધ પ્રેરણાદાયી દ્રષ્ટાંતો દ્વારા ખૂબ જ સચોટ રીતે સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ એકબીજાને સ્નેહપૂર્વક રાખડી બાંધીને આદર, સૌહાર્દ અને પરસ્પર સુરક્ષાનો પવિત્ર સંકલ્પ લીધો હતો. સંસ્કાર, સંસ્કૃતિ અને પવિત્ર સંબંધોની ગરિમા ઉજાગર કરતી આ અવિસ્મરણીય క్షણોથી સમગ્ર કૉલેજ પરિસર ભક્તિ અને સ્નેહના રંગે રંગાયું હતું.
    2
    સરકારી વિનયન કૉલેજ શહેરા ખાતે સંસ્કૃત વિભાગ દ્વારા રક્ષાબંધનની ભાવસભર ઉજવણી: સ્નેહ અને સંસ્કૃતિનો અનોખો સંગમ
સરકારી વિનયન કૉલેજ, શહેરાના સંસ્કૃત વિભાગ દ્વારા તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પવિત્ર રક્ષાબંધન પર્વની ભાવપૂર્ણ અને ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સ્નેહ, સુરક્ષા અને ભારતીય સંસ્કૃતિના પવિત્ર સંબંધોના પ્રતીક સમાન આ પર્વની ઉજવણીનો પ્રારંભ વૈદિક મંત્ર "યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલઃ। તેન ત્વામપિ બધ્નામિ રક્ષે મા ચલ મા ચલ॥" ના મંગલોચ્ચારણ સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. શૈલેષ રાઉલજીએ વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વનો ઐતિહાસિક અને પૌરાણિક સંદર્ભ, આ પર્વ શા માટે ઉજવવામાં આવે છે તેમજ વૈદિક સંસ્કૃતિમાં રક્ષાસૂત્રનું સાચું મહત્વ વિવિધ પ્રેરણાદાયી દ્રષ્ટાંતો દ્વારા ખૂબ જ સચોટ રીતે સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ એકબીજાને સ્નેહપૂર્વક રાખડી બાંધીને આદર, સૌહાર્દ અને પરસ્પર સુરક્ષાનો પવિત્ર સંકલ્પ લીધો હતો. સંસ્કાર, સંસ્કૃતિ અને પવિત્ર સંબંધોની ગરિમા ઉજાગર કરતી આ અવિસ્મરણીય క్షણોથી સમગ્ર કૉલેજ પરિસર ભક્તિ અને સ્નેહના રંગે રંગાયું હતું.
    user_Ganpat Makwana
    Ganpat Makwana
    શેહેરા, પંચમહાલ, ગુજરાત•
    19 min ago
  • છોટાઉદેપુરમાં જંગલ જમીનના પ્રશ્ને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત, 20 વર્ષથી પેન્ડિંગ દાવાઓના નિકાલની માંગ છોટાઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના વર્ષોથી પડતર પ્રશ્નોને લઈને લોક સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્ષ 1980ની મર્યાદામાં મળેલી જંગલ જમીનના 7/12માં નકશા નોંધ, વર્ષ 2005-06ના વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલી જમીનનો કબજો અને છેલ્લા અંદાજે 20 વર્ષથી પેન્ડિંગ વન અધિકારની ફાઈલોનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. #ChhotaUdepur #ChhotaudepurNews #ForestLand #VanAdhikar #Khedut #GujaratNews #EkrantiNews #ગુજરાતસમાચાર #છોટાઉદેપુર
    1
    છોટાઉદેપુરમાં જંગલ જમીનના પ્રશ્ને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત, 20 વર્ષથી પેન્ડિંગ દાવાઓના નિકાલની માંગ
છોટાઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના વર્ષોથી પડતર પ્રશ્નોને લઈને લોક સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્ષ 1980ની મર્યાદામાં મળેલી જંગલ જમીનના 7/12માં નકશા નોંધ, વર્ષ 2005-06ના વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલી જમીનનો કબજો અને છેલ્લા અંદાજે 20 વર્ષથી પેન્ડિંગ વન અધિકારની ફાઈલોનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે.
ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
#ChhotaUdepur #ChhotaudepurNews #ForestLand #VanAdhikar #Khedut #GujaratNews #EkrantiNews #ગુજરાતસમાચાર #છોટાઉદેપુર
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • હાઈ વોલ્ટેજનો કહેર! બોડેલીના વાંટડા ગામે 35થી 40 ઘરોના વીજ ઉપકરણો બળી ગયા બોડેલી: તાલુકાના વાંટડા ગામે 25 ઓગસ્ટની રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે અચાનક હાઈ વોલ્ટેજ આવતા ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. હાઈ વોલ્ટેજના કારણે ગામના અંદાજે 35થી 40 જેટલા ઘરોમાં પંખા, ટીવી, ફ્રિજ, બલ્બ સહિતના અનેક વીજ ઉપકરણો બળી ગયા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે અચાનક વીજ વોલ્ટેજ વધી જતાં ઘરોમાં પંખા પૂરપાટ ફરવા લાગ્યા હતા અને લાઈટો વારંવાર ચાલુ-બંધ થવા લાગી હતી. ઘટનાથી ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થિતિ સામાન્ય થયા બાદ ઘરોમાં તપાસ કરતાં અનેક વીજ ઉપકરણો બળી ગયેલા જોવા મળ્યા હતા. હાઈ વોલ્ટેજના કારણે આશરે 35થી 40 ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો ગ્રામજનોનો દાવો છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં વીજ વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં વીજ પુરવઠાને લગતી સમસ્યાઓ વારંવાર સર્જાય છે. વીજ વિભાગને અગાઉ પણ જાણ કરવામાં આવી હોવા છતાં ફરિયાદો પ્રત્યે સમયસર ગંભીરતા દાખવવામાં આવતી નથી અને કર્મચારીઓ મોડા પહોંચતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે ગ્રામજનોએ વીજ વિભાગ પાસે સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. તેમજ હાઈ વોલ્ટેજના કારણે બળી ગયેલા વીજ ઉપકરણોનું સર્વે કરાવી થયેલા નુકસાન અંગે યોગ્ય વળતર આપવાની પણ માંગ ઉઠી છે. નોંધ: હાઈ વોલ્ટેજનું ચોક્કસ કારણ અને નુકસાનની સત્તાવાર પુષ્ટિ વીજ વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
    1
    હાઈ વોલ્ટેજનો કહેર! બોડેલીના વાંટડા ગામે 35થી 40 ઘરોના વીજ ઉપકરણો બળી ગયા

બોડેલી: તાલુકાના વાંટડા ગામે 25 ઓગસ્ટની રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે અચાનક હાઈ વોલ્ટેજ આવતા ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. હાઈ વોલ્ટેજના કારણે ગામના અંદાજે 35થી 40 જેટલા ઘરોમાં પંખા, ટીવી, ફ્રિજ, બલ્બ સહિતના અનેક વીજ ઉપકરણો બળી ગયા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે અચાનક વીજ વોલ્ટેજ વધી જતાં ઘરોમાં પંખા પૂરપાટ ફરવા લાગ્યા હતા અને લાઈટો વારંવાર ચાલુ-બંધ થવા લાગી હતી. ઘટનાથી ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થિતિ સામાન્ય થયા બાદ ઘરોમાં તપાસ કરતાં અનેક વીજ ઉપકરણો બળી ગયેલા જોવા મળ્યા હતા.
હાઈ વોલ્ટેજના કારણે આશરે 35થી 40 ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો ગ્રામજનોનો દાવો છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં વીજ વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં વીજ પુરવઠાને લગતી સમસ્યાઓ વારંવાર સર્જાય છે. વીજ વિભાગને અગાઉ પણ જાણ કરવામાં આવી હોવા છતાં ફરિયાદો પ્રત્યે સમયસર ગંભીરતા દાખવવામાં આવતી નથી અને કર્મચારીઓ મોડા પહોંચતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
હવે ગ્રામજનોએ વીજ વિભાગ પાસે સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. તેમજ હાઈ વોલ્ટેજના કારણે બળી ગયેલા વીજ ઉપકરણોનું સર્વે કરાવી થયેલા નુકસાન અંગે યોગ્ય વળતર આપવાની પણ માંગ ઉઠી છે.
નોંધ: હાઈ વોલ્ટેજનું ચોક્કસ કારણ અને નુકસાનની સત્તાવાર પુષ્ટિ વીજ વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    23 hrs ago
  • જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેકશન કરાયુ. તેમજ લોકદરબાર યોજાયો લોકો સાથે સીધો સંવાદ. જિલ્લા પોલીસ અધિક્ષક ડો હરીશ દુધાત દ્વારા આજ  રોજ કાલોલ પોલીસ સ્ટેશન નું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર તેમજ પીઆઈ આર ડી ભરવાડ અને પીએસઆઈ એમ આર મોહનીયા તથા પીએસઆઇ એસ આર મકવાણા હાજર રહ્યા હતા .જિલ્લા પોલીસ અધિક્ષકને પી આઈ આર ડી ભરવાડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતુ ત્યાર બાદ પોલીસ સ્ટાફ દ્વારા પરેડ કરવામા આવી હતી જેનુ પોલીસ અધિક્ષક દ્વારા નિરીક્ષણ કરવામા આવ્યુ હતું ત્યારબાદ પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઈન્સપેકસન કરવામા આવ્યુ હતુ. જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામ પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય અને ગણવેશ નું નિરીક્ષણ કરવામા આવ્યુ હતુ અને તમામ રેકર્ડ ની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ આપી હતી.ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાલોલ નાયબ પોલીસ અધિક્ષક નવિન આહિર, એલસીબી પીઆઈ, કાલોલ પીઆઈ આર.ડી. ભરવાડ અને પીએસઆઇ આર એમ મોહનીયા, પીએસઆઇ એસ.આર.મકવાણા સહિત પોલીસ કર્મચારીઓ તેમજ કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ‌ સહિત આજુબાજુ ગામના સરપંચ અને તાલુકા તેમજ કાલોલ શહેરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઇ દુધાતે જણાવ્યું કે કાલોલ સાયબર ક્રાઈમથી સાવધ રહેવા, ડી.જે.ના ઉપયોગમાં સરકારી ગાઈડલાઈન અનુસરવા અને ગેરકાયદેસર નાણાં ધિરાણ કરતા ઈસમો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધાવવા, બહાર ગામ જતા સમયે કિંમતી ઘરેણાં ઘરમાં ના રાખવા તેમજ પ્રધાનમંત્રી વીમા યોજના, અટલ પેન્શન યોજના નો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો હતો જ્યાં આ લોક સંવાદ સેતુમાં કાલોલ વિસ્તારના બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં નાગરિકોએ કાલોલ ભાથીજી મંદિર પાસેના દબાણો, પોલીસ મહેકમ વધારવા, પકડાયેલા ભંગાર વાહનો,આઉટ પોસ્ટ ની સંખ્યા વધારવા જેવા પ્રશ્નો પૂછ્યા હતા પોલીસ-પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થપાયો હતો.
    4
    જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેકશન કરાયુ. તેમજ લોકદરબાર યોજાયો લોકો સાથે સીધો સંવાદ.
જિલ્લા પોલીસ અધિક્ષક ડો હરીશ દુધાત દ્વારા આજ  રોજ કાલોલ પોલીસ સ્ટેશન નું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર તેમજ પીઆઈ આર ડી ભરવાડ અને પીએસઆઈ એમ આર મોહનીયા તથા પીએસઆઇ એસ આર મકવાણા હાજર રહ્યા હતા .જિલ્લા પોલીસ અધિક્ષકને પી આઈ આર ડી ભરવાડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતુ ત્યાર બાદ પોલીસ સ્ટાફ દ્વારા પરેડ કરવામા આવી હતી જેનુ પોલીસ અધિક્ષક દ્વારા નિરીક્ષણ કરવામા આવ્યુ હતું ત્યારબાદ પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઈન્સપેકસન કરવામા આવ્યુ હતુ. જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામ પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય અને ગણવેશ નું નિરીક્ષણ કરવામા આવ્યુ હતુ અને તમામ રેકર્ડ ની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ આપી હતી.ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાલોલ નાયબ પોલીસ અધિક્ષક નવિન આહિર, એલસીબી પીઆઈ, કાલોલ પીઆઈ આર.ડી. ભરવાડ અને પીએસઆઇ આર એમ મોહનીયા, પીએસઆઇ એસ.આર.મકવાણા સહિત પોલીસ કર્મચારીઓ તેમજ કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ‌ સહિત આજુબાજુ ગામના સરપંચ અને તાલુકા તેમજ કાલોલ શહેરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઇ દુધાતે જણાવ્યું કે કાલોલ સાયબર ક્રાઈમથી સાવધ રહેવા, ડી.જે.ના ઉપયોગમાં સરકારી ગાઈડલાઈન અનુસરવા અને ગેરકાયદેસર નાણાં ધિરાણ કરતા ઈસમો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધાવવા, બહાર ગામ જતા સમયે કિંમતી ઘરેણાં ઘરમાં ના રાખવા તેમજ પ્રધાનમંત્રી વીમા યોજના, અટલ પેન્શન યોજના નો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો હતો જ્યાં આ લોક સંવાદ સેતુમાં કાલોલ વિસ્તારના બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં નાગરિકોએ કાલોલ ભાથીજી મંદિર પાસેના દબાણો, પોલીસ મહેકમ વધારવા, પકડાયેલા ભંગાર વાહનો,આઉટ પોસ્ટ ની સંખ્યા વધારવા જેવા પ્રશ્નો પૂછ્યા હતા પોલીસ-પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થપાયો હતો.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    5 hrs ago
  • હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મ દીન એટલે ઈદે મિલાદુન્નબીની ઉજવણી આજે બુધવારના રોજ હાલોલ નગર ખાતે ભારે ધાર્મિક વાતાવરણમા આનંદ ઉત્સાહથી કરવામા આવી હતી.હાલોલ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરના વિવિધ વિસ્તારોને રંગારંગ રોશની કરી ઝગમગતું કર્યું હતું.અને નગરની વિવિધ મસ્જિદોમાં ૧૧ દિવસ સુધી મહેફિલે મિલાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે આજે બુધવાર ના રોજ ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ હાલોલ નગરના મુસ્લીમોમાં ભારે ઉત્સાહ સાથે બિરાદરો અને બાળકોએ અવનવા પોશાક પેહરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.જ્યારે આ ઉજવણી ને લઇ હાલોલ નગરના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતેથી ભવ્ય જુલૂસ નીકળ્યું હતું.જે નગરના કસ્બા હુસેની ચોક,રહીમ કોલોની,ખોખર ફળીયા, કરીમ કોલોની,૧૦૧ કોલોની,૫૧ કોલોની,કોથીફલિયા,બાદશાહ બાબાની દરગાહ,પાવાગઢ રોડ,મહમદ સ્ટ્રીટ,કુંભાર વાળા,મોઘાવાલા,ઘોડાપીરની દરગાહ,બોમ્બે હાઉસ થઇ પરત લીમડી ફળિયા ખાતે પહોચ્યું હતું અને સલાતો સલામ બાદ નિયાઝ લંગર તકસીમ કરવામાં આવ્યું હતું.જ્યારે ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ નગરમાં ઠેર ઠેર પાણી તેમજ દૂધ કોલ્ડ્રિંક તેમજ વિવિધ ખાણીપીણી ની છબિલો લાગી હતી અને આવનારા તમામ લોકોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક માહોલમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.
    1
    હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું

હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું
ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મ દીન એટલે ઈદે મિલાદુન્નબીની ઉજવણી આજે બુધવારના રોજ હાલોલ નગર ખાતે ભારે ધાર્મિક વાતાવરણમા આનંદ ઉત્સાહથી કરવામા આવી હતી.હાલોલ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરના વિવિધ વિસ્તારોને રંગારંગ રોશની કરી ઝગમગતું કર્યું હતું.અને નગરની વિવિધ મસ્જિદોમાં ૧૧ દિવસ સુધી મહેફિલે મિલાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે આજે બુધવાર ના રોજ ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ હાલોલ નગરના મુસ્લીમોમાં ભારે ઉત્સાહ સાથે બિરાદરો અને બાળકોએ અવનવા પોશાક પેહરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.જ્યારે આ ઉજવણી ને લઇ હાલોલ નગરના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતેથી ભવ્ય જુલૂસ નીકળ્યું હતું.જે નગરના કસ્બા હુસેની ચોક,રહીમ કોલોની,ખોખર ફળીયા, કરીમ કોલોની,૧૦૧ કોલોની,૫૧ કોલોની,કોથીફલિયા,બાદશાહ બાબાની દરગાહ,પાવાગઢ રોડ,મહમદ સ્ટ્રીટ,કુંભાર વાળા,મોઘાવાલા,ઘોડાપીરની દરગાહ,બોમ્બે હાઉસ થઇ પરત લીમડી ફળિયા ખાતે પહોચ્યું હતું અને સલાતો સલામ બાદ નિયાઝ લંગર તકસીમ કરવામાં આવ્યું હતું.જ્યારે ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ નગરમાં ઠેર ઠેર પાણી તેમજ દૂધ કોલ્ડ્રિંક તેમજ વિવિધ ખાણીપીણી ની છબિલો લાગી હતી અને આવનારા તમામ લોકોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક માહોલમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    7 hrs ago
  • SBMG અંતર્ગત ગરબાડા તાલુકાની ભરસાડા ગ્રામ પંચાયત ખાતે સામૂહિક સોક પિટની કામગીરીનું અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું SBMG અંતર્ગત ગરબાડા તાલુકાની ભરસાડા ગ્રામ પંચાયત ખાતે સામૂહિક સોક પિટની કામગીરીનું અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું આજે તારીખ 27/08/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર મુલાકાત દરમિયાન સામૂહિક સોક પિટની કામગીરીની પ્રગતિ અને તેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ સોક પિટનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને તેની જાળવણી કરવામાં આવે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સામૂહિક સોક પિટના નિર્માણથી ગામમાં ગંદા પાણીના યોગ્ય નિકાલમાં મદદ મળી રહે તેમજ સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણ જાળવવામાં સહાય મળે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અધિકારી દ્વારા કામગીરીની ગુણવત્તા અને આયોજન મુજબની વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
    1
    SBMG અંતર્ગત ગરબાડા તાલુકાની ભરસાડા ગ્રામ પંચાયત ખાતે સામૂહિક સોક પિટની કામગીરીનું અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું 
SBMG અંતર્ગત ગરબાડા તાલુકાની ભરસાડા ગ્રામ પંચાયત ખાતે સામૂહિક સોક પિટની કામગીરીનું અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું 
આજે તારીખ 27/08/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 
મુલાકાત દરમિયાન સામૂહિક સોક પિટની કામગીરીની પ્રગતિ અને તેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ સોક પિટનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને તેની જાળવણી કરવામાં આવે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સામૂહિક સોક પિટના નિર્માણથી ગામમાં ગંદા પાણીના યોગ્ય નિકાલમાં મદદ મળી રહે તેમજ સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણ જાળવવામાં સહાય મળે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અધિકારી દ્વારા કામગીરીની ગુણવત્તા અને આયોજન મુજબની વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.