સાંતલપુરમાં ગણપતિ વિસર્જન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ સાંતલપુર, તા. 16 સપ્ટેમ્બર 2026 સાંતલપુર ગામે ગણપતિ વિસર્જન નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંતલપુરના પ્રસિદ્ધ પારેશ્વર મહાદેવ મંદિરેથી ગણપતિ દાદાની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા પારેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી સાંતલપુર ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ પ્રસંગે ગણપતિ કાર્યકરો, ગામના આગેવાનો, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને યુવાનોમાં પણ ગણપતિ વિસર્જનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના તાલે યુવાનો દ્વારા ભક્તિભાવ સાથે નૃત્ય કરવામાં આવ્યું હતું. સમગ્ર શોભાયાત્રા દરમિયાન **“ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ”**ના જયઘોષથી સમગ્ર સાંતલપુર ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા-આરતી કરી ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ ઉત્સવ દરમિયાન સહભાગી બનેલા તમામ ભક્તો અને આયોજકોએ શાંતિપૂર્ણ રીતે વિસર્જન કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. રિપોર્ટર: બલદેવ મકવાણા
સાંતલપુરમાં ગણપતિ વિસર્જન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ સાંતલપુર, તા. 16 સપ્ટેમ્બર 2026 સાંતલપુર ગામે ગણપતિ વિસર્જન નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંતલપુરના પ્રસિદ્ધ પારેશ્વર મહાદેવ મંદિરેથી ગણપતિ દાદાની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા
પારેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી સાંતલપુર ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ પ્રસંગે ગણપતિ કાર્યકરો, ગામના આગેવાનો, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને યુવાનોમાં પણ ગણપતિ વિસર્જનને
લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના તાલે યુવાનો દ્વારા ભક્તિભાવ સાથે નૃત્ય કરવામાં આવ્યું હતું. સમગ્ર શોભાયાત્રા દરમિયાન **“ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ”**ના જયઘોષથી સમગ્ર સાંતલપુર ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રા
પૂર્ણ થયા બાદ ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા-આરતી કરી ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ ઉત્સવ દરમિયાન સહભાગી બનેલા તમામ ભક્તો અને આયોજકોએ શાંતિપૂર્ણ રીતે વિસર્જન કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. રિપોર્ટર: બલદેવ મકવાણા
- સાંતલપુરમાં ગણપતિ વિસર્જન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ સાંતલપુર, તા. 16 સપ્ટેમ્બર 2026 સાંતલપુર ગામે ગણપતિ વિસર્જન નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંતલપુરના પ્રસિદ્ધ પારેશ્વર મહાદેવ મંદિરેથી ગણપતિ દાદાની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા પારેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી સાંતલપુર ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ પ્રસંગે ગણપતિ કાર્યકરો, ગામના આગેવાનો, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને યુવાનોમાં પણ ગણપતિ વિસર્જનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના તાલે યુવાનો દ્વારા ભક્તિભાવ સાથે નૃત્ય કરવામાં આવ્યું હતું. સમગ્ર શોભાયાત્રા દરમિયાન **“ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ”**ના જયઘોષથી સમગ્ર સાંતલપુર ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા-આરતી કરી ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ ઉત્સવ દરમિયાન સહભાગી બનેલા તમામ ભક્તો અને આયોજકોએ શાંતિપૂર્ણ રીતે વિસર્જન કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. રિપોર્ટર: બલદેવ મકવાણા4
- સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, આશરે 50થી વધુ દબાણો દૂર કરાયા સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, 50થી વધુ દબાણો દૂર કરાયા નોટિસ બાદ પણ દબાણો યથાવત રહેતાં પંચાયતની કડક કાર્યવાહી, ચા-હોટલથી પાનના ગલ્લા અને શેડ સુધીનો સફાયો સમી શહેરમાં જાહેર માર્ગો પર વધતા ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમી બસ સ્ટેન્ડની બહાર લાંબા સમયથી ઉભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે પંચાયતની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બસ સ્ટેન્ડની દિવાલ પાસે તેમજ સામેના ભાગમાં આવેલા 50થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સમી બસ સ્ટેન્ડની આસપાસ ચાની હોટલો, પાન પાર્લર, પકોડી-નાસ્તાની લારીઓ ઉપરાંત લાકડા અને ટીનના શેડ બનાવીને અનેક ગલ્લાઓ ઊભા કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગ અને બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં આ પ્રકારના દબાણોના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને બસોની અવરજવર દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક તંત્ર સમક્ષ દબાણો દૂર કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા અગાઉ દબાણકારો અને વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક સ્થળોએ દબાણો યથાવત રહેતા આખરે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી પંચાયત અને તંત્રની ટીમે જેસીબી તથા બુલડોઝરની મદદથી જાહેર માર્ગને અડચણરૂપ બનેલા દબાણો દૂર કર્યા હતા. ચાની હોટલો, પાનના ગલ્લા, પકોડીની લારીઓ તેમજ લાકડા અને ટીનના શેડ સહિતના દબાણો હટાવવામાં આવતા બસ સ્ટેન્ડ આસપાસનો રસ્તો ખુલ્લો થયો હતો. તંત્રની આ કાર્યવાહીથી લાંબા સમયથી દબાણ કરીને બેઠેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તંત્રના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડની દિવાલ પાસે તથા સામેના ભાગમાં કુલ 50થી વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાહેર માર્ગો અને મુસાફરોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ, બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારો તથા અન્ય જાહેર સ્થળો પર ફરીથી દબાણ ઊભું કરવામાં આવશે તો આગામી દિવસોમાં પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ છે કે બસ સ્ટેન્ડની આસપાસ ફરીથી દબાણો ઊભા ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ અને કાયમી વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- મીઠા-થરાદ ડીસા હાઈવેનુ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાત મુહૂર્ત કર્યું આજરોજ ભાભર તાલુકાના કુવાળા ગામેથી મીઠા - થરાદ ડીસા હાઈવેનુ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાત મુહૂર્ત કર્યું હતું.. ગુજરાત સરકાર દ્વારા થરાદ મીઠા ડીસા હાઈવે 47.23 કરોડના ખર્ચે મજુર થયેલ વાઈડનીગ એન્ડ સ્ટ્રેન્ધનિંગ ઓફ દ્વારા થરાદ મીઠા ડીસા હાઈવેના કામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. થરાદ મીઠા ડીસા હાઈવે રોડ 16 કીલોમીટર જેટલા હાઈવેનુ કામ કરવામાં આવશે.. જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે અને મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શુશાશન દરમિયાન વિકાસની ગતિએ હરણફાળ ભરી છે જ્યારે ગામથી ગામને જોડતા નવિન રોડ, રસ્તા બનાવીને લોકોની સુખાકારી વધારી છે અને થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ સહીતના વિસ્તારમાં રોડ રસ્તા, વિજળી, વિવિધ કચેરીઓ સહીત થરાદ અને થરાદ વિસ્તારની રોનક બદલી નાંખી છે જેમાં વધુમાં જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે હર ઘર દીવા પ્રગટાવીને તેમના સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરવા માટે મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું આજના ખાત મુહૂર્ત કાર્યક્રમ દરમિયાન દીયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો, સહકારી અગ્રણીઓ, તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ભાભર નગરપાલિકા સદસ્યો સહીત વિવિધ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખાત મુહૂર્ત કાર્યક્રમ કુવાળા ગામ તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.1
- સમીમાં તંત્રનું બુલડોઝર ફર્યું: બસ સ્ટેન્ડ બહારના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા સ્થાનિક તંત્ર દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમી બસ સ્ટેન્ડની બહાર ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સમી બસ સ્ટેન્ડની બહારના ભાગમાં ચાની હોટલો, પાન પાર્લર, પકોડીની લારીઓ તેમજ લાકડાના અનેટીન શેડના ગલ્લાઓ મોટા પ્રમાણમાં દબાણ કરીને ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હતી અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે નાગરિકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદે દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ પ્રકારની સઘન અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.1
- BJP,,,,,,,,, BJP,,,,,,,, BJP,,,,,, BJP,,,,,, BJP,,,, BJP,,,,1
- વિખવાદ - બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પરેગી નું રાજીનામું રાજકારણ ગરમાયું અપડેટ.. વાવ થરાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેના વિવાદ વચ્ચે એક રાજીનામું બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિતભાઈ પરેગીએ આપ્યું રાજીનામું.. બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું.. રાજીનામામાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતનું અપમાન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ.. પક્ષના વરિષ્ઠ નેતાઓના સન્માન અને કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખી જવાબદારી ચાલુ રાખવી યોગ્ય ન હોવાનું જણાવ્યું.. બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે યુથ કોંગ્રેસ પ્રમુખના રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો.. પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ને રાજીનામું સ્વીકારવા નો લેટર થયો વાયરલ2
- ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્યે પી.એમ મોદીના ૨૫ વર્ષના જાહેર જીવનની રાષ્ટ્ર સેવા યાદગાર બનાવવા ખાસ અપીલ કરવામાં આવી1
- સાંતલપુર ખીમેશ્વર ગૌશાળા ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન યોજાયું ગૌ રક્ષા માટે ત્રણ મુખ્ય માંગણીઓ બુલંદ — સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ કરવા ગૌભક્તોની માંગ સાંતલપુર, પાટણ: સાંતલપુર સ્થિત શ્રી ખીમેશ્વર ગૌશાળા ખાતે આજે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ગૌ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગૌભક્તો, સંતો-મહંતો, ગૌ સેવકો તેમજ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહી ગૌમાતાની રક્ષા અને સંરક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં ગૌમાતાની રક્ષા, ગૌસેવા અને ગૌસંવર્ધન માટે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. ગૌભક્તોની ત્રણ મુખ્ય માંગણીઓ 1. સમગ્ર ભારતમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે દેશના તમામ રાજ્યોમાં ગૌહત્યા પર સંપૂર્ણ અને કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે તેમજ ગૌમાતાના રક્ષણ માટે અસરકારક કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવે. 2. ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’નું સન્માન આપવામાં આવે ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને કૃષિ આધારિત જીવનવ્યવસ્થામાં ગૌમાતાનું વિશેષ સ્થાન હોવાનું જણાવી ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’ તરીકે સન્માન આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. 3. કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરી કેન્દ્રીય કાયદો બનાવવામાં આવે ગૌમાતાની સેવા, રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારના સ્તરે અલગ કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરવામાં આવે અને સમગ્ર દેશમાં એકસમાન કેન્દ્રીય કાયદો લાગુ કરવામાં આવે તેવી માંગ ગૌભક્તોએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગૌ સેવકો અને ગૌભક્તોએ ગૌમાતાની સેવા અને રક્ષણ માટે જનજાગૃતિ વધારવા તેમજ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મજબૂત રીતે રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. “ગૌહત્યા બંધ થાય, ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન મળે અને ગૌસેવા માટે કેન્દ્રીય વ્યવસ્થા ઊભી થાય” તેવી ત્રણ મુખ્ય માંગણીઓ સાથે સાંતલપુરથી ગૌ સન્માન આહ્વાનનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર — બલદેવ મકવાણા4