હળવદ સ્વદેશી મેળો બન્યો ફિયાસ્કો : સ્ટોલ બંધ, વાયરલ વિડીયો બાદ નગરપાલિકા પર સવાલો હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા 8 માર્ચથી 23 માર્ચ સુધી “લોકલ ફોર વોકલ”ના નામે આયોજિત સ્વદેશી મેળો સંપૂર્ણ રીતે ફિયાસ્કો સાબિત થયો હોવાની ચર્ચાઓ ઉઠી છે. મેળામાં આશરે 23 જેટલા સ્ટોલ મુકવામાં આવ્યા હોવા છતાં હાલ માત્ર ગણ્યા-ગાંઠિયા સ્ટોલ જ ચાલુ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રાહકોનો પૂરતો પ્રતિસાદ ન મળતા અનેક સ્ટોલ સંચાલકોએ પોતાના સ્ટોલ બંધ કરી દીધા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેના કારણે સમગ્ર મેળાની આયોજન વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે આ મેળો અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો. ત્યારે લંગરીયા મારફતે વીજ કનેક્શન ચાલુ કરવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જગાવી હતી. હાલ વાયરલ થયેલા નવા વિડીયો બાદ નગરપાલિકાના આયોજન અને વ્યવસ્થાપન સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

- સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગની વઢવાણ-લખતર રોડ પર મોટી કાર્યવાહી: લાખોનો મુદ્દામાલ જપ્ત કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરની ટીમે ૪૬ કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો અને વાહન સીઝ કર્યું સુરેન્દ્રનગર જિલ્લામાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી કે. એસ. યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા સતત મોનિટરિંગ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ ગત રોજ વઢવાણ-લખતર રોડ પર આકસ્મિક તપાસ દરમિયાન લાખોની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ કામગીરીની વિસ્તૃત જાણકારી આપતાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ. જી. ગજ્જરે જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૧/૦૩/૨૦૨૬ના રોજ પુરવઠા વિભાગની વિશેષ ટીમ વઢવાણ-લખતર રોડ પર સરપ્રાઈઝ ચેકિંગમાં હતી. આ દરમિયાન યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસે પસાર થઈ રહેલી એક લેલન પીકઅપ ગાડી નંબર: GJ03BW7406 શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વાહનની પ્રાથમિક તપાસ કરતા તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું માલૂમ પડ્યું હતું. પુરવઠા વિભાગની ટીમ દ્વારા વાહનચાલકની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે આ અનાજના જથ્થાના વહન અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી, પાસ-પરમિટ કે માન્ય બિલ રજૂ કરી શક્યો ન હતો. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું હતું કે, ગાડીમાં કુલ ૪૬ કટ્ટા ચોખા એટલે કે અંદાજે ૨૩૧૧.૫૫૦ કિલોગ્રામ જેટલો જથ્થો કોઈપણ માન્ય આધાર-પુરાવા વગર અનધિકૃત રીતે હેરફેર કરવામાં આવી રહ્યો હતો. આ સરકારી કાર્યવાહી અંતર્ગત પુરવઠા વિભાગ દ્વારા અંદાજે રૂ. ૬૨,૪૧૧.૮૫/-ની કિંમતના ચોખા અને અંદાજે રૂ. ૪,૦૦,૦૦૦/-ની કિંમતનું વાહન મળી કુલ રૂ. ૪,૬૨,૪૧૧.૮૫/- નો મુદ્દામાલ 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ' હેઠળ સીઝ કરવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે વિભાગ દ્વારા કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ડિલિવરી ક્યાં કરવાની હતી. આગામી સમયમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની તંત્ર દ્વારા ચીમકી આપવામાં આવી છે.1
- જમાલપુર: શહેરીના સમયે ગાળો બોલવાની ના પાડતા યુવક પર જીવલેણ હુમલો! જમાલપુર બ્રિજ નીચે બે થી 4 ઇસમોએ યુવકને ઢોર માર માર્યો અને રોકડ રકમ છીનવી લઈ ફરાર થઈ ગયા. બે દિવસ અગાઉ આપેલી ટકોરની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે1
- Post by Vopul luhar1
- Post by Gadhadara Ankit1
- *ધંધુકા ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈનમાંથી પાણી રોડ પર વેડફાઈ છે. ક્રિષ્ના રેસીડેન્સીના સ્થાનિકો દ્વારા લેખિત રજુઆત કરવા છતાં પ્રશ્નનુ કોઈ નિરાકરણ નહીં. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ક્રિષ્ના રેસીડેન્સી ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈન આવેલી છે જેમાંથી જયારે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે ત્યારે મોટા પ્રમાણેમાં પાણી રોડ બહાર નીકળતા વેડફાઈ છે. આ મુદ્દે સ્થાનિકો દ્વારા પાલિકાને લેખિત આપવા છતાં તંત્ર આંખ આડા કાન કરી ફક્ત વેરો ઉઘરાણીમાં ધ્યાન આપતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ઉનાળાના સમયમાં અચોકકસ મુદતમાં પાણી આપવામાં આવે છે તેવામાં પણ આ પાણી વેડફાઈ તો જવાબદાર કોણ. પાણીની લાઈન માંથી રોડ પર પાણી આવતા હવે RCC રોડમાં પણ તિરાડો પડવા લાગી છે ને સમગ્ર સોસાયટીમાં બે-ત્રણ જગ્યાએ રોડ લીક થયાં લાગ્યા છે.1
- બોટાદ. લોકોને પેટ્રોલ, ડિઝલ અને LPG ગેસ સરળતાથી મળી રહે તે માટે પણ સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ બેઠકમાં PI ડી.બી. પલાસ, PSI જી.જે. ગોહિલ તેમજ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીના સંચાલકો હાજર રહ્યા.1
- અશ્વની કુમાર રોડ પર પાણીપુરી લારીવાળાઓ વચ્ચે જંગ, લાકડાના ફટકાથી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ1
- મેગા ડિસ્કનેકશ ડ્રાઈવ1
- આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કેન્દ્ર સરકારની Pradhan Mantri Kisan Samman Nidhi સહિતની વિવિધ કૃષિ સહાય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ સમયસર મળે તે માટે રજીસ્ટ્રેશન અને દસ્તાવેજોની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી છે.1