Shuru
Apke Nagar Ki App…
જમાલપુર: શહેરીના સમયે ગાળો બોલવાની ના પાડતા યુવક પર જીવલેણ હુમલો! જમાલપુર બ્રિજ નીચે બે થી 4 ઇસમોએ યુવકને ઢોર માર માર્યો અને રોકડ રકમ છીનવી લઈ ફરાર થઈ ગયા. બે દિવસ અગાઉ આપેલી ટકોરની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે
GOLD COIN NEWS
જમાલપુર: શહેરીના સમયે ગાળો બોલવાની ના પાડતા યુવક પર જીવલેણ હુમલો! જમાલપુર બ્રિજ નીચે બે થી 4 ઇસમોએ યુવકને ઢોર માર માર્યો અને રોકડ રકમ છીનવી લઈ ફરાર થઈ ગયા. બે દિવસ અગાઉ આપેલી ટકોરની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે
More news from ગુજરાત and nearby areas
- મેગા ડિસ્કનેકશ ડ્રાઈવ1
- બોટાદ. લોકોને પેટ્રોલ, ડિઝલ અને LPG ગેસ સરળતાથી મળી રહે તે માટે પણ સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ બેઠકમાં PI ડી.બી. પલાસ, PSI જી.જે. ગોહિલ તેમજ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીના સંચાલકો હાજર રહ્યા.1
- હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા 8 માર્ચથી 23 માર્ચ સુધી “લોકલ ફોર વોકલ”ના નામે આયોજિત સ્વદેશી મેળો સંપૂર્ણ રીતે ફિયાસ્કો સાબિત થયો હોવાની ચર્ચાઓ ઉઠી છે. મેળામાં આશરે 23 જેટલા સ્ટોલ મુકવામાં આવ્યા હોવા છતાં હાલ માત્ર ગણ્યા-ગાંઠિયા સ્ટોલ જ ચાલુ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રાહકોનો પૂરતો પ્રતિસાદ ન મળતા અનેક સ્ટોલ સંચાલકોએ પોતાના સ્ટોલ બંધ કરી દીધા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેના કારણે સમગ્ર મેળાની આયોજન વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે આ મેળો અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો. ત્યારે લંગરીયા મારફતે વીજ કનેક્શન ચાલુ કરવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જગાવી હતી. હાલ વાયરલ થયેલા નવા વિડીયો બાદ નગરપાલિકાના આયોજન અને વ્યવસ્થાપન સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- ગૌમૂત્ર અને ગોબર દ્વારા જમીનને મળે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું કુદરતી કવચ કુદરતી સંસાધનો અને નૈસર્ગિક પદ્ધતિના સમન્વય સાથે થતી પ્રાકૃતિક ખેતીનું મહત્વ આજે દેશ અને રાજ્યમાં સતત વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પરંતુ ગાય આધારિત એક એવી વ્યવસ્થા છે જે જમીનને જીવંત રાખી ખેતીને ટકાઉ બનાવે છે. આ ખેતીમાં દેશી ગાય પાયાની જરૂરિયાત છે, કારણ કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે ગૌમૂત્ર પાકના વૃદ્ધિ-વિકાસ માટે જરૂરી હોર્મોન્સ અને પોષક તત્વોનો ભંડાર છે, જે પાકને જંતુઓ, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે. જ્યારે ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો સ્ત્રોત છે; માત્ર એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા જીવાણુઓ હોય છે. ગોબર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો પૂરા પાડી જમીનને સમૃદ્ધ બનાવે છે અને જંતુઓનું જૈવિક નિયંત્રણ કરવામાં પણ અત્યંત અસરકારક સાબિત થાય છે ગાય આધારિત આ ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ઘટકો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. વિવિધ અસ્ત્રોના ઉપયોગથી પાક સંરક્ષણ થતા ખેડૂતોએ બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર કે જંતુનાશકો ખરીદવાની જરૂર રહેતી નથી. પરિણામે, ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને છે.સરકાર દ્વારા ખેડૂતો આ વિષચક્રમાંથી મુક્ત થઈ સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Vopul luhar1
- ગેડીયા, ઝેઝરી, ખેરવા સહિતના વિસ્તારોમાં PGVCL અને પોલીસની સંયુક્ત 40 ટીમો વિજ દરોડા પાડીયા, DySP, LCB, SOG, સહિત 250 પોલીસ જવાનોએ પાટડીના સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો, 1.32 કરોડનો તોતીંગ દંડ ફટકારાયો, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ તંત્ર અને PGVCL દ્વારા સંયુક્ત રીતે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડાની સીધી દેખરેખ હેઠળ DYSP, LCB અને SOG સહિતના 250 પોલીસ જવાનો તેમજ વીજ કંપનીની 40 ટીમોએ પાટડી તાલુકાના ઝેઝરી, ગેડીયા અને ખેરવા જેવા સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો હતો. એન. અમીન સાહેબ સુપ્રીટેન્ડીગ એન્જીન્યર તથા પીજીવીસીએલના જે. આર. રત્નું એક્ઝીક્યુટીવ અન્જીન્યાર તેમજ ધાંગધ્રા ડીવીઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓની અલગ- અલગ ટીમો બનાવી બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગેડીયા, ખેરવા તથા ઝેઝરી ગામે પીજીવીસીએલની કુલ 40 ટીમો સાથે રાખી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ આગેવાની હેઠળ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની સયુંકત ટીમો બનાવી ગુજસીટકોના ગુન્હામા સંડોવાયેલ નીચે જણાવેલ પત્રક મુજબના આરોપીઓ તથા પ્રોહીબીશન ગુન્હામા સંડાવાયેલ આરોપીઓ તથા અન્ય ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓ મળી કુલ 80 અસામાજીક ઇસમો તથા અન્ય ઇસમોના રહેણાંક મકાને વીજચેકીંગ કરી ગેરકાયદેસર મળી આવેલ વીજ કનેકશન ધારક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આશરે રૂ.૧,૩૨,૮૦,૦૦૦ દંડ વસુલ કરવામા આવેલ છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજસીટોક (GUJCTOC) હેઠળ નોંધાયેલા 80 જેટલા કુખ્યાત ગુનેગારોના રહેણાંક સ્થળો પર વીજ ચોરી અને ગેરકાયદેસર હથિયારોની તપાસ કરવાનો હતો. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ દરોડા દરમિયાન અંદાજે 700 જેટલા ઘરોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટાપાયે વીજ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. સત્તાવાર માહિતી મુજબ, ગેરરીતિ બદલ 40 કનેક્શનના વીજ મીટરો સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યા હતા અને કુલ 1.32 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ આકસ્મિક તપાસનો હેતુ માત્ર આર્થિક ગુનાખોરી ડામવાનો જ નહીં, પરંતુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પાસે કોઈ પ્રતિબંધિત હથિયારો કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે કેમ તેની ખાતરી કરવાનો પણ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આવા 'કોમ્બિંગ-કમ-ચેકિંગ' ઓપરેશન્સ ચાલુ રહેશે જેથી ગુનાખોરી પર લગામ લગાવી શકાય.1
- અશ્વની કુમાર રોડ પર પાણીપુરી લારીવાળાઓ વચ્ચે જંગ, લાકડાના ફટકાથી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ1
- Post by Gadhadara Ankit1
- આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કેન્દ્ર સરકારની Pradhan Mantri Kisan Samman Nidhi સહિતની વિવિધ કૃષિ સહાય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ સમયસર મળે તે માટે રજીસ્ટ્રેશન અને દસ્તાવેજોની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી છે.1