logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગાંધીનગર ન્યુ રેલ્વે સ્ટેશન પાસે મેન રોડ ઉપર સ્મશાન જાતા મેઇન રોડ પર પાણીની પાઇપલાઇન લીકેજ છે એ રસ્તા નું કામ ચાલુ છે છેલ્લા ચાર દિવસથી પાણી બેફામ જાય છે હજી તમે જોઈ રહ્યા છો

19 hrs ago
user_સુરેશ એમ ના કર
સુરેશ એમ ના કર
જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
19 hrs ago

ગાંધીનગર ન્યુ રેલ્વે સ્ટેશન પાસે મેન રોડ ઉપર સ્મશાન જાતા મેઇન રોડ પર પાણીની પાઇપલાઇન લીકેજ છે એ રસ્તા નું કામ ચાલુ છે છેલ્લા ચાર દિવસથી પાણી બેફામ જાય છે હજી તમે જોઈ રહ્યા છો

More news from ગુજરાત and nearby areas
  • ગાંધીનગર ન્યુ રેલ્વે સ્ટેશન પાસે મેન રોડ ઉપર સ્મશાન જાતા મેઇન રોડ પર પાણીની પાઇપલાઇન લીકેજ છે એ રસ્તા નું કામ ચાલુ છે છેલ્લા ચાર દિવસથી પાણી બેફામ જાય છે હજી તમે જોઈ રહ્યા છો
    1
    ગાંધીનગર ન્યુ રેલ્વે સ્ટેશન પાસે મેન રોડ ઉપર સ્મશાન જાતા મેઇન રોડ પર પાણીની પાઇપલાઇન લીકેજ છે એ રસ્તા નું કામ ચાલુ છે છેલ્લા ચાર દિવસથી પાણી બેફામ જાય છે હજી તમે જોઈ રહ્યા છો
    user_સુરેશ એમ ના કર
    સુરેશ એમ ના કર
    જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    19 hrs ago
  • 21,000 પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટની ગણપતિ મૂર્તિ!, ગણેશોત્સવના માહોલ વચ્ચે પુણેના ફર્ગ્યુસન રોડ પર અનોખી ગણપતિ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની. 🌟 21,000 પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટની ગણપતિ મૂર્તિ! 😲🙏 🪔 ગણેશોત્સવના માહોલ વચ્ચે પુણેના ફર્ગ્યુસન રોડ પર અનોખી ગણપતિ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની. 🙏 ભક્તે પાણીપુરીની 21,000 પુરીઓનો ઉપયોગ કરીને 13 ફૂટ ઊંચી અને 10 ફૂટ પહોળી વિશાળ ગણપતિ મૂર્તિ તૈયાર કરી. 🌱 શાડુ માટીની પર્યાવરણમૈત્રી મૂર્તિઓ વચ્ચે આ અનોખા કન્સેપ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું. ✨ ગણપતિ બાપ્પાની આ અનોખી મૂર્તિ ભક્તિ સાથે સર્જનાત્મકતાનું પણ ઉત્તમ ઉદાહરણ બની છે.
    1
    21,000 પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટની ગણપતિ મૂર્તિ!, ગણેશોત્સવના માહોલ વચ્ચે પુણેના ફર્ગ્યુસન રોડ પર અનોખી ગણપતિ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની.
🌟 21,000 પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટની ગણપતિ મૂર્તિ! 😲🙏
🪔 ગણેશોત્સવના માહોલ વચ્ચે પુણેના ફર્ગ્યુસન રોડ પર અનોખી ગણપતિ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની.
🙏 ભક્તે પાણીપુરીની 21,000 પુરીઓનો ઉપયોગ કરીને 13 ફૂટ ઊંચી અને 10 ફૂટ પહોળી વિશાળ ગણપતિ મૂર્તિ તૈયાર કરી.
🌱 શાડુ માટીની પર્યાવરણમૈત્રી મૂર્તિઓ વચ્ચે આ અનોખા કન્સેપ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું.
✨ ગણપતિ બાપ્પાની આ અનોખી મૂર્તિ ભક્તિ સાથે સર્જનાત્મકતાનું પણ ઉત્તમ ઉદાહરણ બની છે.
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    4 hrs ago
  • ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલું અતિ પૌરાણિક અને સ્વયંભૂ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર આજે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું એન્કર : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલું અતિ પૌરાણિક અને સ્વયંભૂ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર આજે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે. વિઘ્નહર્તા ગણેશજીના આ ધામની સૌથી અનોખી વિશેષતા એ છે કે, અહીં ભક્તો પોતાની મનોકામના અને દુઃખ-દર્દ દૂર કરવા માટે બાપ્પાને ટપાલ લખે છે! આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આવો જોઈએ અમારો આ ખાસ અહેવાલ... વોઇસ : કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણ વચ્ચે ઘેરાયેલું ઉપલેટા તાલુકાનું ઢાંક ગામ... અહીં બિરાજમાન સ્વયંભૂ શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી સમગ્ર દેશ-વિદેશમાં શ્રદ્ધાળુઓ માટે અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. વિઘ્નહર્તા તરીકે ઓળખાતા આ પૌરાણિક મંદિરમાં વર્ષો જૂની લોકવાયકા જોડાયેલી છે. જે ભક્તો મંદિરે રૂબરૂ દર્શન કરવા આવી શકતા નથી, તેઓ ફક્ત એક પત્ર એટલે કે ટપાલ લખીને ગણેશજીના ચરણે પોસ્ટ કરે છે. મંદિરના મહંત દ્વારા આ તમામ ટપાલો ગણેશજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક વાંચી સંભળાવવામાં આવે છે. ભક્તોની અતૂટ શ્રદ્ધા છે કે આ પત્ર વાંચ્યા બાદ બાપ્પા તેમના તમામ કષ્ટો હરી લે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ઢાંક ગણેશ મંદિરે વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક ઉત્સવોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દૂર-દૂરથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ મંદિર પરિસરમાં પ્રસાદીનો લાભ લીધો હતો. સમગ્ર વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નારાથી ગુંજી ઉઠ્યું છે :
    1
    ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલું અતિ પૌરાણિક અને સ્વયંભૂ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર આજે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું 
એન્કર : 
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલું અતિ પૌરાણિક અને સ્વયંભૂ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર આજે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે. વિઘ્નહર્તા ગણેશજીના આ ધામની સૌથી અનોખી વિશેષતા એ છે કે, અહીં ભક્તો પોતાની મનોકામના અને દુઃખ-દર્દ દૂર કરવા માટે બાપ્પાને ટપાલ લખે છે! આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આવો જોઈએ અમારો આ ખાસ અહેવાલ...
વોઇસ :
કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણ વચ્ચે ઘેરાયેલું ઉપલેટા તાલુકાનું ઢાંક ગામ... અહીં બિરાજમાન સ્વયંભૂ શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી સમગ્ર દેશ-વિદેશમાં શ્રદ્ધાળુઓ માટે અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. વિઘ્નહર્તા તરીકે ઓળખાતા આ પૌરાણિક મંદિરમાં વર્ષો જૂની લોકવાયકા જોડાયેલી છે. જે ભક્તો મંદિરે રૂબરૂ દર્શન કરવા આવી શકતા નથી, તેઓ ફક્ત એક પત્ર એટલે કે ટપાલ લખીને ગણેશજીના ચરણે પોસ્ટ કરે છે.
મંદિરના મહંત દ્વારા આ તમામ ટપાલો ગણેશજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક વાંચી સંભળાવવામાં આવે છે. ભક્તોની અતૂટ શ્રદ્ધા છે કે આ પત્ર વાંચ્યા બાદ બાપ્પા તેમના તમામ કષ્ટો હરી લે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે.
આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ઢાંક ગણેશ મંદિરે વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક ઉત્સવોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દૂર-દૂરથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ મંદિર પરિસરમાં પ્રસાદીનો લાભ લીધો હતો. સમગ્ર વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નારાથી ગુંજી ઉઠ્યું છે :
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, માંડવીમાં બે કલાકમાં 127 મિમી વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઉકળાટ અને બફારાભર્યા વાતાવરણ વચ્ચે આજે ફરી વરસાદી માહોલ સર્જાયો છે. સવારથી જ જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાસ કરીને માંડવી તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં માત્ર બે કલાકના સમયગાળામાં 127 મિમી જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ સાથે જિલ્લામાં આજે સવારના સમયગાળા દરમિયાન નોંધાયેલા વરસાદનો કુલ આંકડો 299 મિમી સુધી પહોંચ્યો છે. કચ્છ કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તા. 15 સપ્ટેમ્બર 2026ના વરસાદના આંકડા મુજબ, સવારના 6થી 10 વાગ્યા દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. માંડવીમાં સવારના 6થી 8 વાગ્યા દરમિયાન 31 મિમી વરસાદ બાદ આગામી બે કલાકમાં વરસાદની ગતિ અચાનક વધી હતી અને 8થી 10 વાગ્યા વચ્ચે જ 127 મિમી વરસાદ ખાબક્યો હતો. પરિણામે માંડવીનો આજે અત્યાર સુધીનો વરસાદ 158 મિમી નોંધાયો છે. માંડવી બાદ મુંદ્રા અને ભુજમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. મુંદ્રામાં 31 મિમી અને ભુજમાં 30 મિમી વરસાદ નોંધાયો છે. અબડાસામાં 18 મિમી, લખપતમાં 17 મિમી, ગાંધીધામમાં 16 મિમી, નખત્રાણામાં 15 મિમી તથા અંજારમાં 14 મિમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાપર અને ભચાઉ તાલુકામાં સવારના આ સમયગાળા દરમિયાન વરસાદ નોંધાયો નથી.
    4
    કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, માંડવીમાં બે કલાકમાં 127 મિમી વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ
કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઉકળાટ અને બફારાભર્યા વાતાવરણ વચ્ચે આજે ફરી વરસાદી માહોલ સર્જાયો છે. સવારથી જ જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાસ કરીને માંડવી તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં માત્ર બે કલાકના સમયગાળામાં 127 મિમી જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ સાથે જિલ્લામાં આજે સવારના સમયગાળા દરમિયાન નોંધાયેલા વરસાદનો કુલ આંકડો 299 મિમી સુધી પહોંચ્યો છે.
કચ્છ કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તા. 15 સપ્ટેમ્બર 2026ના વરસાદના આંકડા મુજબ, સવારના 6થી 10 વાગ્યા દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. માંડવીમાં સવારના 6થી 8 વાગ્યા દરમિયાન 31 મિમી વરસાદ બાદ આગામી બે કલાકમાં વરસાદની ગતિ અચાનક વધી હતી અને 8થી 10 વાગ્યા વચ્ચે જ 127 મિમી વરસાદ ખાબક્યો હતો. પરિણામે માંડવીનો આજે અત્યાર સુધીનો વરસાદ 158 મિમી નોંધાયો છે.
માંડવી બાદ મુંદ્રા અને ભુજમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. મુંદ્રામાં 31 મિમી અને ભુજમાં 30 મિમી વરસાદ નોંધાયો છે. અબડાસામાં 18 મિમી, લખપતમાં 17 મિમી, ગાંધીધામમાં 16 મિમી, નખત્રાણામાં 15 મિમી તથા અંજારમાં 14 મિમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાપર અને ભચાઉ તાલુકામાં સવારના આ સમયગાળા દરમિયાન વરસાદ નોંધાયો નથી.
    user_The News Times
    The News Times
    Newspaper publisher ભુજ, કચ્છ, ગુજરાત•
    12 hrs ago
  • જૂનાગઢમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દૂધના રેકેટનો પર્દાફાશ : ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ વિભાગની મોટી કાર્યવાહી જૂનાગઢ : જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં નકલી દૂધ, ઘી અને પનીર બનાવતી અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ છે. આ જ સૂચનાઓના અનુસંધાનમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી બાતમીદારો દ્વારા ચોક્કસ હકીકત મળી હતી કે, જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના ચાંદની ચોક વિસ્તારમાં રહેતો ઇકબાલ ઇબ્રાહિમ ચૌહાણ પોતાના રહેણાંક મકાને દૂધ બનાવવાનો પાવડર તથા પામોલીન તેલનો ઉપયોગ કરી નકલી દૂધ બનાવી રહ્યો છે અને તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીની ટીમે સંયુક્ત રીતે બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી ઇકબાલ ઇબ્રાહિમ ચૌહાણ હાજર મળી આવ્યો હતો અને તેના ઘરમાંથી નકલી દૂધ તેમજ દૂધ બનાવવાની સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા: પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે છેલ્લા ચાર-પાંચ મહિનાથી આ ગેરકાયદેસર ધંધો ચલાવે છે. તે મેંદરડા ખાતે આવેલા 'મયુર ટ્રેડર્સ' વાળા મહેશભાઈ પાસેથી પામોલીન તેલ અને દૂધનો પાવડર ખરીદતો હતો. ત્યારબાદ તેલ અને પાવડરમાં પાણી મિક્સ કરી મિક્સરમાં ઘટ્ટ બનાવી નકલી દૂધ તૈયાર કરતો હતો. આ ડુપ્લિકેટ દૂધને ઓરિજિનલ દૂધમાં ભેળવીને સવાર અને સાંજ મળીને દિવસના કુલ ૨૦ થી ૨૨ કેન (આશરે ૮૦૦ થી ૮૮૦ લીટર) નકલી દૂધ તૈયાર કરી નાગલપુર ગામે પ્રાઈવેટ ડેરી ચલાવતા ડાયાભાઈ રબારી તથા નાંદરખી ગામે પ્રાઈવેટ ડેરી ચલાવતા મિતુલભાઈ પટેલને વેચાણ કરતો હતો. આ ઉપરાંત, નાંદરખી ગામના મિતુલભાઈ પટેલ પાસે આજુબાજુના ગામોમાંથી રોજ સરેરાશ ૧૨૦૦ થી ૧૫૦૦ લીટર દૂધ ભેગું થતું હતું, જે તેઓ ઠંડુ કરી માળીયા ચીલિંગ સેન્ટરમાં મોકલતા હતા. તેમજ નાગલપુરના ડાયાભાઈ રબારી પાસે રોજ સરેરાશ ૧૫૦૦ થી ૨૦૦૦ લીટર દૂધ ભેગું થતું હતું, જે વાડલા ફાટક પાસે સોરઠ ડેરીમાં મોકલવામાં આવતું હતું. આ બાબતે ફૂડ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા બનાવટી દૂધના સેમ્પલ મેળવી એફ.એસ.એલ. (FSL) કચેરી ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડાયરી નોંધ કરવામાં આવી છે.
    1
    જૂનાગઢમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દૂધના રેકેટનો પર્દાફાશ : ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ વિભાગની મોટી કાર્યવાહી
જૂનાગઢ : જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં નકલી દૂધ, ઘી અને પનીર બનાવતી અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ છે. આ જ સૂચનાઓના અનુસંધાનમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી બાતમીદારો દ્વારા ચોક્કસ હકીકત મળી હતી કે, જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના ચાંદની ચોક વિસ્તારમાં રહેતો ઇકબાલ ઇબ્રાહિમ ચૌહાણ પોતાના રહેણાંક મકાને દૂધ બનાવવાનો પાવડર તથા પામોલીન તેલનો ઉપયોગ કરી નકલી દૂધ બનાવી રહ્યો છે અને તેનું વેચાણ કરે છે.
આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીની ટીમે સંયુક્ત રીતે બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી ઇકબાલ ઇબ્રાહિમ ચૌહાણ હાજર મળી આવ્યો હતો અને તેના ઘરમાંથી નકલી દૂધ તેમજ દૂધ બનાવવાની સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા:
પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે છેલ્લા ચાર-પાંચ મહિનાથી આ ગેરકાયદેસર ધંધો ચલાવે છે. તે મેંદરડા ખાતે આવેલા 'મયુર ટ્રેડર્સ' વાળા મહેશભાઈ પાસેથી પામોલીન તેલ અને દૂધનો પાવડર ખરીદતો હતો. ત્યારબાદ તેલ અને પાવડરમાં પાણી મિક્સ કરી મિક્સરમાં ઘટ્ટ બનાવી નકલી દૂધ તૈયાર કરતો હતો. આ ડુપ્લિકેટ દૂધને ઓરિજિનલ દૂધમાં ભેળવીને સવાર અને સાંજ મળીને દિવસના કુલ ૨૦ થી ૨૨ કેન (આશરે ૮૦૦ થી ૮૮૦ લીટર) નકલી દૂધ તૈયાર કરી નાગલપુર ગામે પ્રાઈવેટ ડેરી ચલાવતા ડાયાભાઈ રબારી તથા નાંદરખી ગામે પ્રાઈવેટ ડેરી ચલાવતા મિતુલભાઈ પટેલને વેચાણ કરતો હતો.
આ ઉપરાંત, નાંદરખી ગામના મિતુલભાઈ પટેલ પાસે આજુબાજુના ગામોમાંથી રોજ સરેરાશ ૧૨૦૦ થી ૧૫૦૦ લીટર દૂધ ભેગું થતું હતું, જે તેઓ ઠંડુ કરી માળીયા ચીલિંગ સેન્ટરમાં મોકલતા હતા. તેમજ નાગલપુરના ડાયાભાઈ રબારી પાસે રોજ સરેરાશ ૧૫૦૦ થી ૨૦૦૦ લીટર દૂધ ભેગું થતું હતું, જે વાડલા ફાટક પાસે સોરઠ ડેરીમાં મોકલવામાં આવતું હતું.
આ બાબતે ફૂડ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા બનાવટી દૂધના સેમ્પલ મેળવી એફ.એસ.એલ. (FSL) કચેરી ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડાયરી નોંધ કરવામાં આવી છે.
    user_Bharat Boricha
    Bharat Boricha
    Local News Reporter જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    6 hrs ago
  • નોકરીમાંથી નિવૃત્ત, સેવામાંથી નહીં! શિક્ષણ માટે સમર્પિત ધીરુભાઈ સાદરીયાની પ્રેરણાદાયી કહાની ૭૦ વર્ષની ઉંમરે પણ વિદ્યાર્થીઓના ઘડતર માટે સતત કાર્યરત નિવૃત્ત પ્રિન્સિપાલ ધીરુભાઈ સાદરીયા વંથલી: શિક્ષકની સાચી નિવૃત્તિ કાગળ પરની તારીખથી થતી નથી, પરંતુ જ્યારે જ્ઞાન વહેંચવાનું બંધ થાય ત્યારે થાય છે—આ વાતને સાર્થક કરી રહ્યા છે વંથલીનગર પંચાયત હાઈસ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ ધીરુભાઈ સાદરીયા. વર્ષ ૨૦૧૪માં નિવૃત્ત થયા બાદ પણ આજે ૭૦ વર્ષની ઉંમરે તેઓ શિક્ષણ અને વિદ્યાર્થીઓના ઘડતર સાથે સતત જોડાયેલા છે. શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ધીરુભાઈએ અનેક પડકારો વચ્ચે અભ્યાસ પૂર્ણ કર્યો અને શિક્ષક તરીકે સેવા શરૂ કરી હતી. મોટી કુકાવાવની હાઈસ્કૂલમાં મનોવિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવ્યા બાદ વંથલીનગર હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસને પણ તેમણે વિશેષ મહત્વ આપ્યું. નિવૃત્તિ બાદ સામાન્ય રીતે લોકો પોતાની વ્યસ્તતા ઓછી કરે છે, પરંતુ ધીરુભાઈએ તેના વિપરીત શિક્ષણક્ષેત્ર સાથેનો નાતો વધુ મજબૂત કર્યો. સૌરાષ્ટ્રની વિવિધ શાળાઓ, કોલેજો અને શિક્ષણ સંસ્થાઓમાં જઈને પોતાના અનુભવો વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વહેંચી રહ્યા છે. તેમણે શિક્ષણને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું મર્યાદિત રાખવાને બદલે વિચારશક્તિ, વ્યક્તિત્વ વિકાસ, મનોબળ અને જીવનમૂલ્યોના ઘડતર સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓને વાંચન તરફ વાળવા તેમજ જીવનમાં સકારાત્મક વિચારધારા વિકસાવવા માટે તેઓ સતત પ્રેરણા આપતા રહે છે. વિવિધ પુસ્તકોના વાંચન અને જીવનપ્રસંગોમાંથી પ્રેરણા મેળવીને યુવાનોને માર્ગદર્શન આપતા ધીરુભાઈનું માનવું છે કે મનુષ્યની અંદર રહેલી શક્તિઓ અને સંભાવનાઓને યોગ્ય દિશા મળે તો વ્યક્તિ જીવનમાં અનેક ઊંચાઈઓ સર કરી શકે છે. આજના ઝડપી બદલાતા સમયમાં બાળકો અને વાલીઓ વચ્ચેના સંબંધો, શિક્ષણ પ્રત્યેનો અભિગમ અને યુવાનોની વિચારસરણી જેવા મુદ્દાઓ અંગે પણ તેઓ ચિંતન કરે છે. પ્રવાસ, વાંચન અને પ્રકૃતિ સાથે જોડાયેલું જીવન તેમના જીવનનો મહત્વનો હિસ્સો છે. ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે ઉંમર વધતી જાય છે તેમ તેમ તેમનો શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ ઘટવાને બદલે વધુ મજબૂત બન્યો છે. વિદ્યાર્થીઓને સતત મળતા રહેવું, તેમને સાંભળવું અને જીવનમાં યોગ્ય દિશા મળે તે માટે માર્ગદર્શન આપવું—આજે પણ તેમના જીવનનું મહત્વનું ધ્યેય છે. નિવૃત્ત પ્રિન્સિપાલમાંથી ‘હરતી-ફરતી શિક્ષણ સંસ્થા’ બનેલા ધીરુભાઈ સાદરીયા સાબિત કરે છે કે સાચો શિક્ષક વર્ગખંડમાંથી નિવૃત્ત થઈ શકે, પરંતુ શિક્ષણના કાર્યમાંથી ક્યારેય નહીં.
    1
    નોકરીમાંથી નિવૃત્ત, સેવામાંથી નહીં! શિક્ષણ માટે સમર્પિત ધીરુભાઈ સાદરીયાની પ્રેરણાદાયી કહાની
૭૦ વર્ષની ઉંમરે પણ વિદ્યાર્થીઓના ઘડતર માટે સતત કાર્યરત નિવૃત્ત પ્રિન્સિપાલ ધીરુભાઈ સાદરીયા
વંથલી: શિક્ષકની સાચી નિવૃત્તિ કાગળ પરની તારીખથી થતી નથી, પરંતુ જ્યારે જ્ઞાન વહેંચવાનું બંધ થાય ત્યારે થાય છે—આ વાતને સાર્થક કરી રહ્યા છે વંથલીનગર પંચાયત હાઈસ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ ધીરુભાઈ સાદરીયા. વર્ષ ૨૦૧૪માં નિવૃત્ત થયા બાદ પણ આજે ૭૦ વર્ષની ઉંમરે તેઓ શિક્ષણ અને વિદ્યાર્થીઓના ઘડતર સાથે સતત જોડાયેલા છે.
શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ધીરુભાઈએ અનેક પડકારો વચ્ચે અભ્યાસ પૂર્ણ કર્યો અને શિક્ષક તરીકે સેવા શરૂ કરી હતી. મોટી કુકાવાવની હાઈસ્કૂલમાં મનોવિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવ્યા બાદ વંથલીનગર હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસને પણ તેમણે વિશેષ મહત્વ આપ્યું.
નિવૃત્તિ બાદ સામાન્ય રીતે લોકો પોતાની વ્યસ્તતા ઓછી કરે છે, પરંતુ ધીરુભાઈએ તેના વિપરીત શિક્ષણક્ષેત્ર સાથેનો નાતો વધુ મજબૂત કર્યો. સૌરાષ્ટ્રની વિવિધ શાળાઓ, કોલેજો અને શિક્ષણ સંસ્થાઓમાં જઈને પોતાના અનુભવો વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વહેંચી રહ્યા છે.
તેમણે શિક્ષણને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું મર્યાદિત રાખવાને બદલે વિચારશક્તિ, વ્યક્તિત્વ વિકાસ, મનોબળ અને જીવનમૂલ્યોના ઘડતર સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓને વાંચન તરફ વાળવા તેમજ જીવનમાં સકારાત્મક વિચારધારા વિકસાવવા માટે તેઓ સતત પ્રેરણા આપતા રહે છે.
વિવિધ પુસ્તકોના વાંચન અને જીવનપ્રસંગોમાંથી પ્રેરણા મેળવીને યુવાનોને માર્ગદર્શન આપતા ધીરુભાઈનું માનવું છે કે મનુષ્યની અંદર રહેલી શક્તિઓ અને સંભાવનાઓને યોગ્ય દિશા મળે તો વ્યક્તિ જીવનમાં અનેક ઊંચાઈઓ સર કરી શકે છે.
આજના ઝડપી બદલાતા સમયમાં બાળકો અને વાલીઓ વચ્ચેના સંબંધો, શિક્ષણ પ્રત્યેનો અભિગમ અને યુવાનોની વિચારસરણી જેવા મુદ્દાઓ અંગે પણ તેઓ ચિંતન કરે છે. પ્રવાસ, વાંચન અને પ્રકૃતિ સાથે જોડાયેલું જીવન તેમના જીવનનો મહત્વનો હિસ્સો છે.
ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે ઉંમર વધતી જાય છે તેમ તેમ તેમનો શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ ઘટવાને બદલે વધુ મજબૂત બન્યો છે. વિદ્યાર્થીઓને સતત મળતા રહેવું, તેમને સાંભળવું અને જીવનમાં યોગ્ય દિશા મળે તે માટે માર્ગદર્શન આપવું—આજે પણ તેમના જીવનનું મહત્વનું ધ્યેય છે.
નિવૃત્ત પ્રિન્સિપાલમાંથી ‘હરતી-ફરતી શિક્ષણ સંસ્થા’ બનેલા ધીરુભાઈ સાદરીયા સાબિત કરે છે કે સાચો શિક્ષક વર્ગખંડમાંથી નિવૃત્ત થઈ શકે, પરંતુ શિક્ષણના કાર્યમાંથી ક્યારેય નહીં.
    user_Samir Bhalodiya
    Samir Bhalodiya
    Vanthali, Junagadh•
    6 hrs ago
  • જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ઉપરથી વરસાદ લાઈવ મેઘરાજાની જોરદાર બેટિંગ જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ખાતે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદનું આગમન થયું છે આજે વહેલી સવારથી ઉપલા દાતાર ની જગ્યા ઉપર ધોધમાર વરસાદ પડતા સીડી ઉપર પાણી ફરી વળ્યા હતા. રીપોર્ટ મેહુલ સિંગલ
    1
    જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ઉપરથી વરસાદ લાઈવ મેઘરાજાની જોરદાર બેટિંગ

જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ખાતે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદનું આગમન થયું છે આજે વહેલી સવારથી ઉપલા દાતાર ની જગ્યા ઉપર ધોધમાર વરસાદ પડતા
સીડી ઉપર પાણી ફરી વળ્યા હતા.

રીપોર્ટ મેહુલ સિંગલ
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    16 hrs ago
  • અર્વાચીન રાસોત્સવ ૨૦૨૬ અંતર્ગત ‘મંગળ ચિહ્નો’ વર્કશોપનું આયોજન રાજકોટ ખાતે શ્રી વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ રાજકોટ દ્વારા આગામી રાસોત્સવને વધુ સર્જનાત્મક અને યાદગાર બનાવવા માટે વિશેષ સામૂહિક ‘મંગળ ચિહ્નો’ આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં સમાજના સભ્યોને સાથે મળીને કપડાં પર વિવિધ પરંપરાગત મંગળ ચિહ્નો તૈયાર કરવાની તક મળશે.
    1
    અર્વાચીન રાસોત્સવ ૨૦૨૬ અંતર્ગત ‘મંગળ ચિહ્નો’ વર્કશોપનું આયોજન
રાજકોટ ખાતે શ્રી વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ રાજકોટ દ્વારા આગામી રાસોત્સવને વધુ સર્જનાત્મક અને યાદગાર બનાવવા માટે વિશેષ સામૂહિક ‘મંગળ ચિહ્નો’ આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં સમાજના સભ્યોને સાથે મળીને કપડાં પર વિવિધ પરંપરાગત મંગળ ચિહ્નો તૈયાર કરવાની તક મળશે.
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.