Shuru
Apke Nagar Ki App…
પાટણના રાધનપુરમાં કચ્છ-વાગડ-પાટણ-વઢિયાર-ગાંધીનગર વિસ્તારના કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં સગાઈ, લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી દેખાડા અને ખોટા ખર્ચા અટકાવીને તેમાંથી બચેલા નાણાં બાળકોના શિક્ષણ પાછળ વાપરવાનો સંકલ્પ લેવાયો છે. રાધનપુરના મસાલી રોડ સ્થિત સમાજની વાડીમાં આયોજિત આ કાર્યક્રમમાં વરાણા ભાણ સાહેબ આશ્રમના ભાણ સાહેબ, સુખદેવ બાપુ, જયપાલ બાપુ સહિત મોટી સંખ્યામાં સંતો, અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા. સંમેલનમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત કરવા અને બચતના નાણાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ તેમજ સમાજના વિકાસ પાછળ વાપરવા અપીલ કરાઈ હતી. સાથોસાથ વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ, લાઈબ્રેરી અને નવી ભવ્ય વાડી બનાવવાની યોજનાઓની પણ જાહેરાત કરાઈ છે.
Anil Ramanuj

More news from ગુજરાત and nearby areas
- પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું છે. શિક્ષણ અને સમાજ સંગઠન અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજ માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.1
- બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં આવેલા રામપુરા સવપુરા ગામે ઠાકોર સમાજનું એક ભવ્ય સંમેલન યોજાયું છે. આ કાર્યક્રમ અંગેનો અહેવાલ રાણાભાઈ પારેગી દ્વારા વાવ થરાદથી આપવામાં આવ્યો છે.1
- વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના પીરગઢ ગામે એક મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટના દરમિયાન એક મહિલા સહિત તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.1
- વાવ થરાદના સવુપુરા ગામે નકળ ધામે યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ હાજર રહ્યા હતા. આ સંમેલન દરમિયાન માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે લોકોના આશીર્વાદ લીધા હતા.1
- સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માનાવાડા ગામમાં વરસાદના પાણીના નિકાલની સમસ્યાથી ગ્રામજનો પરેશાન છે. ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક લોકો દ્વારા સરપંચ અને તલાટીને કેટલીય વાર જાણ કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી આ બાબતે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા હવે ગામના લોકોનું કહેવું છે કે જો ગામના સરપંચ અને તલાટીને બદલવામાં આવે, તો જ ગામનો વિકાસ થશે.1
- પાટણના રાધનપુર નગરપાલિકા સામે વિપક્ષના વિરોધના સૂર વધુ તેજ બન્યા છે. નગરપાલિકાના સભ્ય જયાબેન ઠાકોરે વિકાસકાર્યો અને નાગરિક સુવિધાઓમાં નિષ્ફળતાનો આરોપ લગાવીને ૧૫ મુદ્દાઓને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે રસ્તા, ગટર, પાણી અને સ્ટ્રીટલાઈટ સહિતના લોકહિતના પ્રશ્નો તાકીદે ઉકેલવાની માંગ કરી છે. જયાબેન ઠાકોરનો દાવો છે કે અગાઉ આરટીઆઈ (RTI) અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સત્તાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉદાસીનતા સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે એક અનોખા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સામાન્ય જનતાને પ્રતિકાત્મક ગિફ્ટ સાથે જોડાવા ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ તમામ ભેટ નગરપાલિકા પ્રમુખને 'સોગાત' સ્વરૂપે અર્પણ કરવામાં આવશે. જો આ પ્રાથમિક પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર લોકશાહી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, જેના કારણે રાધનપુરના રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે.4
- પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોલી ઠાકોર નિરાશ્રિત સમાજનું એક ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન શિક્ષણ અને સમાજ સંગઠન અભિયાન અંતર્ગત આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિકાસ અને સંગઠનને મજબૂત કરવા માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.1
- થરાદ વાવ રોડ પર આવેલા ગોકુળ ગામમાં ગુરુ બ્રાહ્મણ સમાજની વાડીમાં એક સામાજિક પ્રસંગ દરમિયાન સસરા અને જમાઈ વચ્ચે ભારે હોબાળો અને ઝઘડો થયો હતો. આ વિવાદમાં જમાઈ અને તેમના કાકાને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ઈજાગ્રસ્ત થયેલા બંને લોકોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.3