logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

1 hr ago
user_જકલબેન કનુજી ઠાકોર
જકલબેન કનુજી ઠાકોર
Farmer મહેસાણા, મહેસાણા, ગુજરાત•
1 hr ago

More news from ગુજરાત and nearby areas
  • Post by જકલબેન કનુજી ઠાકોર
    1
    Post by જકલબેન કનુજી ઠાકોર
    user_જકલબેન કનુજી ઠાકોર
    જકલબેન કનુજી ઠાકોર
    Farmer મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    1 hr ago
  • વિજાપુરના ગવાડા ગામે શ્રી જોગમાયા માતાજીની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, પૂર્વ સાંસદ સહિત અગ્રણીઓએ લીધી હાજરી વિજાપુર તાલુકાના ગવાડા ગામે બુધવાર તા. 22/04/2026 ના રોજ શ્રી જોગમાયા માતાજીની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક માહોલ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો, જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સવારે 10:00 કલાકે યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી જુગલસિંહ મથુરજી ઠાકોર સાહેબશ્રીએ પધારીને માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ગ્રામજનો સાથે આ પવિત્ર પ્રસંગની ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. ત્યારબાદ રાત્રે 11:30 કલાકે આયોજિત ભવ્ય રાસ-ગરબા કાર્યક્રમમાં પૂર્વ મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય અને પ્રમુખ ગ્રુપ ગાંધીનગરના શ્રી મુકેશભાઈ એસ. ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોડી રાત સુધી ચાલેલા ગરબામાં યુવાનો સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસભેર સંપન્ન થયો હતો.
    1
    વિજાપુરના ગવાડા ગામે શ્રી જોગમાયા માતાજીની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, પૂર્વ સાંસદ સહિત અગ્રણીઓએ લીધી હાજરી
વિજાપુર તાલુકાના ગવાડા ગામે બુધવાર તા. 22/04/2026 ના રોજ શ્રી જોગમાયા માતાજીની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક માહોલ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો, જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સવારે 10:00 કલાકે યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી જુગલસિંહ મથુરજી ઠાકોર સાહેબશ્રીએ પધારીને માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ગ્રામજનો સાથે આ પવિત્ર પ્રસંગની ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. ત્યારબાદ રાત્રે 11:30 કલાકે આયોજિત ભવ્ય રાસ-ગરબા કાર્યક્રમમાં પૂર્વ મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય અને પ્રમુખ ગ્રુપ ગાંધીનગરના શ્રી મુકેશભાઈ એસ. ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોડી રાત સુધી ચાલેલા ગરબામાં યુવાનો સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસભેર સંપન્ન થયો હતો.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    5 hrs ago
  • પાટણ: જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ બન્યું છે. ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓની એક મહત્વની બેઠક પાટણ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. મૂળભૂત સુવિધાઓ પર ભાર બેઠકમાં તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા છે. તેમણે તમામ મતદાન મથકોની રૂબરૂ ચકાસણી કરવા અને ત્યાં વીજળી, પીવાનું પાણી તથા છાંયડા જેવી પાયાની સુવિધાઓ (AMF) પૂરી પાડવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ગરમીની મોસમને ધ્યાનમાં રાખીને મતદારો માટે આરોગ્ય સેવાઓ અને પ્રાથમિક સારવાર કિટની વ્યવસ્થા કરવા પર પણ ભાર મૂક્યો હતો. કર્મચારી તાલીમ અને વ્યવસ્થાપન ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવા, દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવા અને મતદાન મથકો સુધી સ્ટાફને પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઇવીએમ (EVM) મશીનો રાખવા માટેના સ્ટ્રોંગરૂમ અને મતગણતરીની તૈયારીઓ વિશે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચુસ્ત સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા અંગે નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, મતદાન મથકો પર 'નો-મોબાઇલ પોલિસી'નો કડક અમલ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે અને સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પાટણ રિપોર્ટર વિજય વડલિયા
    4
    પાટણ:
જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ બન્યું છે. ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓની એક મહત્વની બેઠક પાટણ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી.
મૂળભૂત સુવિધાઓ પર ભાર
બેઠકમાં તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા છે. તેમણે તમામ મતદાન મથકોની રૂબરૂ ચકાસણી કરવા અને ત્યાં વીજળી, પીવાનું પાણી તથા છાંયડા જેવી પાયાની સુવિધાઓ (AMF) પૂરી પાડવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ગરમીની મોસમને ધ્યાનમાં રાખીને મતદારો માટે આરોગ્ય સેવાઓ અને પ્રાથમિક સારવાર કિટની વ્યવસ્થા કરવા પર પણ ભાર મૂક્યો હતો.
કર્મચારી તાલીમ અને વ્યવસ્થાપન
ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવા, દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવા અને મતદાન મથકો સુધી સ્ટાફને પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઇવીએમ (EVM) મશીનો રાખવા માટેના સ્ટ્રોંગરૂમ અને મતગણતરીની તૈયારીઓ વિશે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચુસ્ત સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા
સુરક્ષા વ્યવસ્થા અંગે નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, મતદાન મથકો પર 'નો-મોબાઇલ પોલિસી'નો કડક અમલ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે અને સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
પાટણ રિપોર્ટર વિજય વડલિયા
    user_Vadaliya Vijaykumar Umiyashankar
    Vadaliya Vijaykumar Umiyashankar
    Local News Reporter પાટણ, પાટણ, ગુજરાત•
    5 hrs ago
  • ગાંધીનગરના સેક્ટર-2Cમાં તસ્કરોએ ઠંડા કલેજે એક મોટો હાથ માર્યો છે. આફ્રિકામાં સ્થાયી થયેલા બિઝનેસમેનના બંધ બંગલાને નિશાન બનાવી તસ્કરો અંદાજે 50 લાખથી વધુની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, સાયબર ફ્રોડના વધતા કિસ્સાઓથી ડરીને વેપારીએ બેંક લોકર ખાલી કરી તમામ દાગીના અને રોકડ ઘરે રાખ્યા હતા જે હવે તસ્કરોના હાથમાં ચડી ગયા છે. ગાંધીનગરના સેક્ટર-2Cમાં પ્લોટ નંબર 877/1 માં મકાન ધરાવતા અને હાલ આફ્રિકા સ્થાયી થયેલા પરેશભાઈ શર્મા ગત જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર આવ્યા હતા. ડિજિટલ યુગમાં બેંકિંગ વ્યવહાર અને લોકર પણ સુરક્ષિત નથી તેવી ભીતિ હેઠળ તેમણે પોતાની જીવનભરની કમાણી જેવી કે સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ બેંક લોકરમાંથી ઉપાડી લીધી હતી.
    1
    ગાંધીનગરના સેક્ટર-2Cમાં તસ્કરોએ ઠંડા કલેજે એક મોટો હાથ માર્યો છે. આફ્રિકામાં સ્થાયી થયેલા બિઝનેસમેનના બંધ બંગલાને નિશાન બનાવી તસ્કરો અંદાજે 50 લાખથી વધુની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, સાયબર ફ્રોડના વધતા કિસ્સાઓથી ડરીને વેપારીએ બેંક લોકર ખાલી કરી તમામ દાગીના અને રોકડ ઘરે રાખ્યા હતા જે હવે તસ્કરોના હાથમાં ચડી ગયા છે.
ગાંધીનગરના સેક્ટર-2Cમાં પ્લોટ નંબર 877/1 માં મકાન ધરાવતા અને હાલ આફ્રિકા સ્થાયી થયેલા પરેશભાઈ શર્મા ગત જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર આવ્યા હતા. ડિજિટલ યુગમાં બેંકિંગ વ્યવહાર અને લોકર પણ સુરક્ષિત નથી તેવી ભીતિ હેઠળ તેમણે પોતાની જીવનભરની કમાણી જેવી કે સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ બેંક લોકરમાંથી ઉપાડી લીધી હતી.
    user_OUR GHADHINAGR
    OUR GHADHINAGR
    Gandhinagar, Gujarat•
    24 min ago
  • બ્રેકિંગ....... અમરેલી શહેરમાં સિવિલ હોસ્પિટલના ચાલતા અન્નક્ષેત્રના સંચાલકો દ્વારા દલિત યુવકને માર્યો મારનો મામલો...... ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે દલિત યુવકને પ્લાસ્ટીકની પાઇપ વડે 7 શખ્સોએ માર્યો ઢોરમાર ...... 17 એપ્રિલે બનેલ ઘટના બાદ યુવકનું સારવાર દરમ્યાન થયું મોત નિપજ્યું ....... મહેશ પ્રેમજી રાઠોડ નામના દલિત યુવકનું થયું મોત..... પરિવારજનો દ્વારા હત્યાની કલમ ઉમેરવાની માગ કરવામાં આવી ... પોલીસે જૂની આઇપીસી ની કલમ 302 ઉમેરો કરવા સેશન કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો .... નામદાર કોર્ટમાં ફાસ્ટ હિરિંગ સમયે કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં સમાજના લોકો રહ્યા હાજર...... પરિવાર અને સમાજની એક જ માંગણી 302 હત્યાનો ઉમેરો કરવામાં આવે..... બાઈટ 1 નવચેતન પરમાર (અગ્રણી દલિત સમાજ અમરેલી) અશોક મણવર અમરેલી..
    1
    બ્રેકિંગ.......
અમરેલી શહેરમાં સિવિલ હોસ્પિટલના  ચાલતા અન્નક્ષેત્રના સંચાલકો દ્વારા દલિત યુવકને માર્યો મારનો મામલો......
ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે દલિત યુવકને પ્લાસ્ટીકની પાઇપ વડે 7 શખ્સોએ માર્યો ઢોરમાર ......
17 એપ્રિલે બનેલ ઘટના બાદ યુવકનું સારવાર દરમ્યાન થયું મોત નિપજ્યું .......
મહેશ પ્રેમજી રાઠોડ નામના દલિત યુવકનું થયું મોત.....
પરિવારજનો દ્વારા હત્યાની કલમ ઉમેરવાની માગ કરવામાં આવી ...
પોલીસે જૂની આઇપીસી ની કલમ 302 ઉમેરો કરવા સેશન કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો ....
નામદાર કોર્ટમાં ફાસ્ટ હિરિંગ સમયે કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં સમાજના લોકો રહ્યા હાજર......
પરિવાર અને સમાજની એક જ માંગણી 302 હત્યાનો ઉમેરો કરવામાં આવે.....
બાઈટ 1 નવચેતન પરમાર (અગ્રણી દલિત સમાજ અમરેલી)
અશોક મણવર અમરેલી..
    user_India24News
    India24News
    પત્રકાર Gandhinagar, Gujarat•
    4 hrs ago
  • Post by मानव सेवा केंद्र अहमदाबाद
    1
    Post by मानव सेवा केंद्र अहमदाबाद
    user_मानव सेवा केंद्र अहमदाबाद
    मानव सेवा केंद्र अहमदाबाद
    Social Welfare Centre સાબરમતી, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • Post by LOK BANAS NEWS
    1
    Post by LOK BANAS NEWS
    user_LOK BANAS NEWS
    LOK BANAS NEWS
    Local News Reporter Kankrej, Banas Kantha•
    1 hr ago
  • ધારી તાલુકાના ચલાલા નજીક આવેલા દાના ભગત ગામે સ્થિત બખડસા પીરની દરગાહ ખાતે મલીદો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા અંદાજે 50 વર્ષથી માલધારી સમાજ દ્વારા આ પરંપરા સતત જળવાઈ રહી છે, જે ધાર્મિક આસ્થા અને સંસ્કૃતિનું સુંદર પ્રતિબિંબ રજૂ કરે છે. આ પ્રસંગે વિવિધ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતે સૌએ એકતા અને ભાઈચારા નો સંદેશ આપ્યો હતો. ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું. દરગાહ ખાતે આજે એકતા, શ્રદ્ધા અને સામાજિક સુમેળનું જીવંત દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં બંને સમાજના લોકો ભાઈચારાની ભાવના સાથે જોડાયા હતા. આ કાર્યક્રમ એ સાબિત કરે છે કે ધાર્મિક ભિન્નતા હોવા છતાં માનવતા અને એકતા સર્વોપરી છે. રિપોર્ટર પ્રતાપભાઈ વાળા ધારી અમરેલી
    4
    ધારી તાલુકાના ચલાલા નજીક આવેલા દાના ભગત ગામે સ્થિત બખડસા પીરની દરગાહ ખાતે મલીદો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા અંદાજે 50 વર્ષથી માલધારી સમાજ દ્વારા આ પરંપરા સતત જળવાઈ રહી છે, જે ધાર્મિક આસ્થા અને સંસ્કૃતિનું સુંદર પ્રતિબિંબ રજૂ કરે છે.
આ પ્રસંગે વિવિધ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતે સૌએ એકતા અને ભાઈચારા નો સંદેશ આપ્યો હતો. ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું.
દરગાહ ખાતે આજે એકતા, શ્રદ્ધા અને સામાજિક સુમેળનું જીવંત દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં બંને સમાજના લોકો ભાઈચારાની ભાવના સાથે જોડાયા હતા. આ કાર્યક્રમ એ સાબિત કરે છે કે ધાર્મિક ભિન્નતા હોવા છતાં માનવતા અને એકતા સર્વોપરી છે.
રિપોર્ટર પ્રતાપભાઈ વાળા ધારી અમરેલી
    user_India24News
    India24News
    પત્રકાર Gandhinagar, Gujarat•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.