Shuru
Apke Nagar Ki App…
અરવલ્લી જિલ્લામાં બે રોકટોક લાકડાનો વેપાર ધમ ધમ્યો અરવલ્લી જિલ્લામાં આજુબાજુના જંગલ વિસ્તાર અને નાના નાના ગામડામાંથી લીલા વૃક્ષોનું ખૂબ મોટા પ્રમાણમાં કટીંગ થઈ રહ્યું છે અરવલ્લી જિલ્લાનું ફોરેસ્ટ વિભાગને તો જાણે તેમને ખુલ્લુ દોર મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે રાત્રિ દરમિયાન અનેક ટ્રેકટર અને ટ્રકો ભરાઈને લાકડાઓની હેરાફેરી થાય રહી છે જાગતું તંત્ર હોવા છતાં ખુલ્લેઆમ બે રોકટોક વેપાર થઈ રહ્યો છે અરવલ્લી જિલ્લાનું ફોરેસ્ટ વિભાગ ક્યાં સુધી આંખ આડા કાન કરશે
RAMESH ZALA
અરવલ્લી જિલ્લામાં બે રોકટોક લાકડાનો વેપાર ધમ ધમ્યો અરવલ્લી જિલ્લામાં આજુબાજુના જંગલ વિસ્તાર અને નાના નાના ગામડામાંથી લીલા વૃક્ષોનું ખૂબ મોટા પ્રમાણમાં કટીંગ થઈ રહ્યું છે અરવલ્લી જિલ્લાનું ફોરેસ્ટ વિભાગને તો જાણે તેમને ખુલ્લુ દોર મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે રાત્રિ દરમિયાન અનેક ટ્રેકટર અને ટ્રકો ભરાઈને લાકડાઓની હેરાફેરી થાય રહી છે જાગતું તંત્ર હોવા છતાં ખુલ્લેઆમ બે રોકટોક વેપાર થઈ રહ્યો છે અરવલ્લી જિલ્લાનું ફોરેસ્ટ વિભાગ ક્યાં સુધી આંખ આડા કાન કરશે
More news from ગુજરાત and nearby areas
- Post by RAMESH ZALA1
- Post by Riyaj Ghachi1
- સાબરકાંઠા ઈડરના ગઢ નજીક ડુંગર પાસે આગ લાગી કાળઝાળ ગરમી વચ્ચે ગઢ વિસ્તારમાં આગ પ્રસરી આગ પ્રસરતા સ્થાનિક લોકોએ બુઝાવવા પ્રયાસ હાથ ધર્યાં સ્થાનિક ફાયર ટીમને જાણ કરી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો વિસ્તારમાં આગને લઈ ભારે ધુમાડો ફેલાયો1
- પશુપાલકોના પરસેવાનું મૂલ્ય કોણ નક્કી કરશે? સંઘોનો ઝઘડો અને ખેડૂત પિસાય એ કેવો ન્યાય? દહેગામ તાલુકાના ૧૫,૦૦૦ પશુપાલકો આજે વહીવટી ગૂંચવણને કારણે આર્થિક નુકસાન વેઠી રહ્યા છે. જ્યારે દહેગામ વહીવટી રીતે ગાંધીનગર જિલ્લામાં છે, તો દૂધ માટે તેને અમદાવાદ સાથે કેમ બાંધી રાખવામાં આવે છે? મધુર ડેરી 855 ગ્રાહકો ને 830 આપતી હોય તો પશુપાલકોને 810 આપતી ઉત્તમ ડેરીમાં જવા મજબૂર કેમ કરાય છે? ૨૬ વર્ષ જૂના નિયમોનો હવાલો આપીને પશુપાલકોની આજની આજીવિકા કેમ છીનવવામાં આવે છે? અમે દૂધ ઢોળવા નથી માંગતા, અમે સંઘર્ષ કરવા નથી માંગતા, પણ અમને અમારા હકનો ભાવ જોઈએ છે. સહકારી 'મધુર' જંગ: પશુપાલકોના નસીબમાં 'ઉત્તમ' નુકસાન! ગાંધીનગર: કહેવાય છે કે લોકશાહીમાં પ્રજા રાજા હોય છે, પણ સહકારી માળખામાં પશુપાલક તો માત્ર 'દૂધ આપતું પ્રાણી' જ સાબિત થયો છે. અત્યારે દહેગામના રસ્તાઓ પર દૂધની નદીઓ વહેવાની તૈયારીમાં છે, પણ અફસોસ કે આ કોઈ સમૃદ્ધિનું પ્રતીક નથી, પણ વ્યવસ્થા સામેનો આક્રોશ છે. ગજબની વાત તો એ છે કે દહેગામ વહીવટી રીતે 'ગાંધીનગર'માં છે, પણ તેનું દૂધ 'અમદાવાદ'નું ગણાય છે! વર્ષ 2000ના જૂના પુરાણા કાયદાઓ આજે 2026માં પશુપાલકોના ગળે ટૂંપો દઈ રહ્યા છે. મધુર ડેરી ભાવ વધુ આપે છે એટલે પશુપાલક ત્યાં જાય છે, પણ કાયદાના રખેવાળો કહે છે— "ના, તમારે તો ઓછો ભાવ આપતી ઉત્તમ ડેરીમાં જ જવું પડશે, કારણ કે નિયમો કાગળ પર છે!" બોર્ડ ઓફ નોમિની: જ્યારે કલમ કીટલી પર ભારે પડે પશુપાલકોને આશા હતી કે 'મધુર' દૂધ પીવડાવીને સંતાનોને ભણાવશે, પણ 'બોર્ડ ઓફ નોમિની'ના એક આદેશે આખી બાજી પલટી નાખી. 27 ફેબ્રુઆરીનો એ આદેશ જાણે પશુપાલકો માટે 'બ્લેક ફ્રાઈડે' સાબિત થયો. 25 હજાર પશુપાલકોનું 95 હજાર લિટર દૂધ હવે ક્યાં જશે? ગટર કે રસ્તા પર? જ્યારે બે મોટા ગજાના સંઘો અહમના જંગે ચડે, ત્યારે વચમાં પિસાવાનું તો પેલા ગરીબ ખેડૂતને જ હોય છે જે સવારે 4 વાગ્યે ઉઠીને છાણ-વાસીદું કરે છે. : ઈજ્જત અને જીવિકાનો 'દહીંથરો' ઉત્તમ ડેરી: "અમે જૂના જોગી, ભલે ભાવ ઓછો આપીએ પણ હક તો અમારો જ!" મધુર ડેરી: "અમે પડોશી, પણ કાયદાના કુંડાળામાં કેદ!" પશુપાલક: "સાહેબ, ઘાસચારો મોંઘો થયો છે, પણ અમારો પરસેવો સસ્તો કેમ?" 95 મંડળીઓ અને હજારો પરિવારો અત્યારે કાનૂની દાવપેચના મેદાનમાં ફૂટબોલ બની ગયા છે. એક તરફ 'સહકારથી સમૃદ્ધિ'ના નારા લાગે છે, અને બીજી તરફ પશુપાલક પોતાનું જ લોહી-પાણી કરીને મેળવેલું દૂધ ઢોળવા મજબૂર બને છે. શું આ જ સહકારી ભાવના છે? શું પશુપાલકને પોતાનું દૂધ કોને દેવું એ નક્કી કરવાનો પણ અધિકાર નથી? જો ટૂંક સમયમાં આ 'સફેદ જંગ'નો ઉકેલ નહીં આવે, તો દહેગામની ધરા પર દૂધ નહીં, પણ વ્યવસ્થાની નિષ્ફળતા વહેતી દેખાશે. ખરેખર, આ કિસ્સામાં નામ 'મધુર' છે પણ અનુભવ 'કડવો' છે, અને જે 'ઉત્તમ' હોવું જોઈતું હતું તે અત્યારે પશુપાલકો માટે 'અધમ' સાબિત થઈ રહ્યું છે.2
- Post by D P1
- idhar Safai karmchari ek Mahina do mahine se a gai hai1
- પોણા બે વર્ષ પછી કડક ચુકાદો : વિજાપુર હસ્નાપુરમાં મહિલા હત્યા, બે આરોપીને આજીવન જેલ વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં પોણા બે વર્ષ અગાઉ મજૂરીના પૈસાની વસૂલાતને લઈને થયેલી તકરારમાં ઉશ્કેરાઈને બે શખ્સોએ આધેડ મહિલાના માથામાં લાકડાનો મરણતોલ ફટકો મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓને મહેસાણા સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાનો હુકમ કર્યો છે. સાથે જ પ્રત્યેક આરોપીને રૂપિયા ૧.૧૦ લાખનો દંડ પણ લગાવ્યો છે. ઘટનાની વિગતો અનુસાર, દાહોદ જિલ્લાના મારગળા ગામના વતની સુભાષ રાકેશભાઈ ભાભોરે લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની માતા લલિબેન, પત્ની અરૂણા સહિત પરિવારના અન્ય સભ્યો અને બીજા મળીને કુલ ૧૪ મજૂરો સાથે વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં ભરતભાઈ પટેલના ખેતરમાં ઘઉંની કાપણી માટે આવ્યા હતા. બધા જ મજૂરો ખેતરના કૂવા પાસે રહેતા હતા. તા. ૧-૪-૨૦૨૪ના રોજ રાત્રે મજૂરી માટે આવેલા રાજુ બાબુભાઈ બારીયા (રહે. સાગડાપાડા, તા. ફતેપુરા, દાહોદ) અને કમલેશ કાંતીભાઈ ગરાસિયા (મૂળ વતની ગણેશપુર, બાસવાડા, રાજસ્થાન)એ સુભાષભાઈ પાસે મજૂરીના પૈસા માગ્યા હતા. સુભાષભાઈએ પૈસા આપવાની વાત ટાળતાં તકરાર વધી ગઈ હતી. ત્યારે લલિબેન (૪૫) ગાળો બોલવાની ના પાડતાં કમલેશ ગરાસિયા ઉશ્કેરાઈ ગયો અને નજીક પડેલું લાકડું ઉઠાવીને તેમના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. જેનાથી લલિબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. લાડોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. આ કેસની સુનાવણી મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રી સમક્ષ ચાલી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ૧૮ સાક્ષીઓની જુબાની અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે આ તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. સાથે જ ભોગ બનેલી મહિલાના વારસદારોને દંડની રકમમાંથી રૂપિયા બે લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો.1
- Post by Riyaj Ghachi1