logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પોણા બે વર્ષ પછી કડક ચુકાદો : વિજાપુર હસ્નાપુરમાં મહિલા હત્યા, બે આરોપીને આજીવન જેલ પોણા બે વર્ષ પછી કડક ચુકાદો : વિજાપુર હસ્નાપુરમાં મહિલા હત્યા, બે આરોપીને આજીવન જેલ વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં પોણા બે વર્ષ અગાઉ મજૂરીના પૈસાની વસૂલાતને લઈને થયેલી તકરારમાં ઉશ્કેરાઈને બે શખ્સોએ આધેડ મહિલાના માથામાં લાકડાનો મરણતોલ ફટકો મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓને મહેસાણા સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાનો હુકમ કર્યો છે. સાથે જ પ્રત્યેક આરોપીને રૂપિયા ૧.૧૦ લાખનો દંડ પણ લગાવ્યો છે. ઘટનાની વિગતો અનુસાર, દાહોદ જિલ્લાના મારગળા ગામના વતની સુભાષ રાકેશભાઈ ભાભોરે લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની માતા લલિબેન, પત્ની અરૂણા સહિત પરિવારના અન્ય સભ્યો અને બીજા મળીને કુલ ૧૪ મજૂરો સાથે વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં ભરતભાઈ પટેલના ખેતરમાં ઘઉંની કાપણી માટે આવ્યા હતા. બધા જ મજૂરો ખેતરના કૂવા પાસે રહેતા હતા. તા. ૧-૪-૨૦૨૪ના રોજ રાત્રે મજૂરી માટે આવેલા રાજુ બાબુભાઈ બારીયા (રહે. સાગડાપાડા, તા. ફતેપુરા, દાહોદ) અને કમલેશ કાંતીભાઈ ગરાસિયા (મૂળ વતની ગણેશપુર, બાસવાડા, રાજસ્થાન)એ સુભાષભાઈ પાસે મજૂરીના પૈસા માગ્યા હતા. સુભાષભાઈએ પૈસા આપવાની વાત ટાળતાં તકરાર વધી ગઈ હતી. ત્યારે લલિબેન (૪૫) ગાળો બોલવાની ના પાડતાં કમલેશ ગરાસિયા ઉશ્કેરાઈ ગયો અને નજીક પડેલું લાકડું ઉઠાવીને તેમના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. જેનાથી લલિબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. લાડોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. આ કેસની સુનાવણી મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રી સમક્ષ ચાલી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ૧૮ સાક્ષીઓની જુબાની અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે આ તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. સાથે જ ભોગ બનેલી મહિલાના વારસદારોને દંડની રકમમાંથી રૂપિયા બે લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો.

4 hrs ago
user_BABA SAIYAD
BABA SAIYAD
Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
4 hrs ago

પોણા બે વર્ષ પછી કડક ચુકાદો : વિજાપુર હસ્નાપુરમાં મહિલા હત્યા, બે આરોપીને આજીવન જેલ પોણા બે વર્ષ પછી કડક ચુકાદો : વિજાપુર હસ્નાપુરમાં મહિલા હત્યા, બે આરોપીને આજીવન જેલ વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં પોણા બે વર્ષ અગાઉ મજૂરીના પૈસાની વસૂલાતને લઈને થયેલી તકરારમાં ઉશ્કેરાઈને બે શખ્સોએ આધેડ મહિલાના માથામાં લાકડાનો મરણતોલ ફટકો મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓને મહેસાણા સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાનો હુકમ કર્યો છે. સાથે જ પ્રત્યેક આરોપીને રૂપિયા ૧.૧૦ લાખનો દંડ પણ લગાવ્યો છે. ઘટનાની વિગતો અનુસાર, દાહોદ જિલ્લાના મારગળા ગામના વતની સુભાષ રાકેશભાઈ ભાભોરે લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની માતા લલિબેન, પત્ની અરૂણા સહિત પરિવારના અન્ય સભ્યો અને બીજા મળીને કુલ ૧૪ મજૂરો સાથે વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં ભરતભાઈ પટેલના ખેતરમાં ઘઉંની કાપણી માટે આવ્યા હતા. બધા જ મજૂરો ખેતરના કૂવા પાસે રહેતા હતા. તા. ૧-૪-૨૦૨૪ના રોજ રાત્રે મજૂરી માટે આવેલા રાજુ બાબુભાઈ બારીયા (રહે. સાગડાપાડા, તા. ફતેપુરા, દાહોદ) અને કમલેશ કાંતીભાઈ ગરાસિયા (મૂળ વતની ગણેશપુર, બાસવાડા, રાજસ્થાન)એ સુભાષભાઈ પાસે મજૂરીના પૈસા માગ્યા હતા. સુભાષભાઈએ પૈસા આપવાની વાત ટાળતાં તકરાર વધી ગઈ હતી. ત્યારે લલિબેન (૪૫) ગાળો બોલવાની ના પાડતાં કમલેશ ગરાસિયા ઉશ્કેરાઈ ગયો અને નજીક પડેલું લાકડું ઉઠાવીને તેમના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. જેનાથી લલિબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. લાડોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. આ કેસની સુનાવણી મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રી સમક્ષ ચાલી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ૧૮ સાક્ષીઓની જુબાની અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે આ તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. સાથે જ ભોગ બનેલી મહિલાના વારસદારોને દંડની રકમમાંથી રૂપિયા બે લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • પોણા બે વર્ષ પછી કડક ચુકાદો : વિજાપુર હસ્નાપુરમાં મહિલા હત્યા, બે આરોપીને આજીવન જેલ વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં પોણા બે વર્ષ અગાઉ મજૂરીના પૈસાની વસૂલાતને લઈને થયેલી તકરારમાં ઉશ્કેરાઈને બે શખ્સોએ આધેડ મહિલાના માથામાં લાકડાનો મરણતોલ ફટકો મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓને મહેસાણા સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાનો હુકમ કર્યો છે. સાથે જ પ્રત્યેક આરોપીને રૂપિયા ૧.૧૦ લાખનો દંડ પણ લગાવ્યો છે. ઘટનાની વિગતો અનુસાર, દાહોદ જિલ્લાના મારગળા ગામના વતની સુભાષ રાકેશભાઈ ભાભોરે લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની માતા લલિબેન, પત્ની અરૂણા સહિત પરિવારના અન્ય સભ્યો અને બીજા મળીને કુલ ૧૪ મજૂરો સાથે વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં ભરતભાઈ પટેલના ખેતરમાં ઘઉંની કાપણી માટે આવ્યા હતા. બધા જ મજૂરો ખેતરના કૂવા પાસે રહેતા હતા. તા. ૧-૪-૨૦૨૪ના રોજ રાત્રે મજૂરી માટે આવેલા રાજુ બાબુભાઈ બારીયા (રહે. સાગડાપાડા, તા. ફતેપુરા, દાહોદ) અને કમલેશ કાંતીભાઈ ગરાસિયા (મૂળ વતની ગણેશપુર, બાસવાડા, રાજસ્થાન)એ સુભાષભાઈ પાસે મજૂરીના પૈસા માગ્યા હતા. સુભાષભાઈએ પૈસા આપવાની વાત ટાળતાં તકરાર વધી ગઈ હતી. ત્યારે લલિબેન (૪૫) ગાળો બોલવાની ના પાડતાં કમલેશ ગરાસિયા ઉશ્કેરાઈ ગયો અને નજીક પડેલું લાકડું ઉઠાવીને તેમના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. જેનાથી લલિબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. લાડોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. આ કેસની સુનાવણી મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રી સમક્ષ ચાલી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ૧૮ સાક્ષીઓની જુબાની અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે આ તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. સાથે જ ભોગ બનેલી મહિલાના વારસદારોને દંડની રકમમાંથી રૂપિયા બે લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો.
    1
    પોણા બે વર્ષ પછી કડક ચુકાદો : વિજાપુર હસ્નાપુરમાં મહિલા હત્યા, બે આરોપીને આજીવન જેલ
વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં પોણા બે વર્ષ અગાઉ મજૂરીના પૈસાની વસૂલાતને લઈને થયેલી તકરારમાં ઉશ્કેરાઈને બે શખ્સોએ આધેડ મહિલાના માથામાં લાકડાનો મરણતોલ ફટકો મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓને મહેસાણા સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાનો હુકમ કર્યો છે. સાથે જ પ્રત્યેક આરોપીને રૂપિયા ૧.૧૦ લાખનો દંડ પણ લગાવ્યો છે.
ઘટનાની વિગતો અનુસાર, દાહોદ જિલ્લાના મારગળા ગામના વતની સુભાષ રાકેશભાઈ ભાભોરે લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની માતા લલિબેન, પત્ની અરૂણા સહિત પરિવારના અન્ય સભ્યો અને બીજા મળીને કુલ ૧૪ મજૂરો સાથે વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં ભરતભાઈ પટેલના ખેતરમાં ઘઉંની કાપણી માટે આવ્યા હતા. બધા જ મજૂરો ખેતરના કૂવા પાસે રહેતા હતા. તા. ૧-૪-૨૦૨૪ના રોજ રાત્રે મજૂરી માટે આવેલા રાજુ બાબુભાઈ બારીયા (રહે. સાગડાપાડા, તા. ફતેપુરા, દાહોદ) અને કમલેશ કાંતીભાઈ ગરાસિયા (મૂળ વતની ગણેશપુર, બાસવાડા, રાજસ્થાન)એ સુભાષભાઈ પાસે મજૂરીના પૈસા માગ્યા હતા. સુભાષભાઈએ પૈસા આપવાની વાત ટાળતાં તકરાર વધી ગઈ હતી. ત્યારે લલિબેન (૪૫) ગાળો બોલવાની ના પાડતાં કમલેશ ગરાસિયા ઉશ્કેરાઈ ગયો અને નજીક પડેલું લાકડું ઉઠાવીને તેમના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. જેનાથી લલિબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
લાડોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. આ કેસની સુનાવણી મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રી સમક્ષ ચાલી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ૧૮ સાક્ષીઓની જુબાની અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે આ તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. સાથે જ ભોગ બનેલી મહિલાના વારસદારોને દંડની રકમમાંથી રૂપિયા બે લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    4 hrs ago
  • સાબરકાંઠા ઈડરના ગઢ નજીક ડુંગર પાસે આગ લાગી કાળઝાળ ગરમી વચ્ચે ગઢ વિસ્તારમાં આગ પ્રસરી આગ પ્રસરતા સ્થાનિક લોકોએ બુઝાવવા પ્રયાસ હાથ ધર્યાં સ્થાનિક ફાયર ટીમને જાણ કરી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો વિસ્તારમાં આગને લઈ ભારે ધુમાડો ફેલાયો
    1
    સાબરકાંઠા 
ઈડરના ગઢ નજીક ડુંગર પાસે આગ લાગી 
કાળઝાળ ગરમી વચ્ચે ગઢ વિસ્તારમાં આગ પ્રસરી 
આગ પ્રસરતા સ્થાનિક લોકોએ બુઝાવવા પ્રયાસ હાથ ધર્યાં 
સ્થાનિક ફાયર ટીમને જાણ કરી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો 
વિસ્તારમાં આગને લઈ ભારે ધુમાડો ફેલાયો
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • ખેડબ્રહ્મા આર એન બી સ્ટેટ દ્વારા હાલમાં ખેરોજથી લાંબડીયા તરફ બનાવવામાં આવી રહેલ નવીન ડામર રોડ તેમજ આ રોડ પર કટીંગ કરીને નાખવામાં આવેલ મેટલ બાદ જવાબદાર એજન્સી દ્વારા અહીંયા પાણીનો કોઇ જ છંટકાવ કરવામાં ન આવતા રોડ પર વાહનોની અવરજવરને લઈ ઉડી રહેલ ડષ્ટ ના લીધે અહીંયા થી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આ રોડ પર ઉડી રહેલ ધૂળના લીધે સામેથી આવતા વાહનો ન દેખાતા અકસ્માતની સંભાવના ઊઠવા પામી છે
    1
    ખેડબ્રહ્મા આર એન બી સ્ટેટ દ્વારા હાલમાં ખેરોજથી લાંબડીયા તરફ બનાવવામાં આવી રહેલ નવીન ડામર રોડ તેમજ આ રોડ પર કટીંગ કરીને નાખવામાં આવેલ મેટલ બાદ જવાબદાર એજન્સી દ્વારા અહીંયા પાણીનો કોઇ જ છંટકાવ કરવામાં ન આવતા રોડ પર વાહનોની અવરજવરને લઈ ઉડી રહેલ ડષ્ટ ના લીધે અહીંયા થી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આ રોડ પર ઉડી રહેલ ધૂળના લીધે સામેથી આવતા વાહનો ન દેખાતા અકસ્માતની સંભાવના ઊઠવા પામી છે
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    34 min ago
  • Post by D P
    1
    Post by D P
    user_D P
    D P
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    2 hrs ago
  • સાબરકાંઠા જિલ્લામાં આવેલા તલોદ તાલુકાના નવલપુર ગામે વિકાસ અને સુશાસનની દિશામાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવલપુર ગામના વિવિધ વિકાસકાર્યો અને વ્યવસ્થાપનના મોડલની પ્રશંસા કરી હતી. ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને ગામના સર્વાંગી વિકાસને તેમણે નોંધપાત્ર ગણાવ્યો હતો. નવલપુર ગામમાં ગ્રામ પંચાયતનું વહીવટ મુખ્યત્વે મહિલાઓ સંભાળી રહી છે, જેના કારણે ગામમાં મહિલા સશક્તિકરણનું સકારાત્મક ઉદાહરણ ઉભું થયું છે. ગામની પંચાયત દ્વારા પારદર્શક અને જવાબદાર વહીવટ થતો હોવાથી વિકાસકાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. ગામને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાના પ્રયાસો અંતર્ગત સમગ્ર નવલપુર ગામ સોલર ઊર્જાથી સુસજ્જ બન્યું છે. ઉપરાંત “નલ સે જલ” યોજના હેઠળ ગામમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દરેક મકાન સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે તે માટે દરેક ઘરમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. પાણીના વપરાશ મુજબ જ ચાર્જ વસૂલવાની વ્યવસ્થા કરવામાં આવતા પાણીનો બગાડ ઓછો થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાણીના મીટરના ઉપયોગથી લીકેજ અને બિનજરૂરી વપરાશ પર પણ નિયંત્રણ રહેશે. આ ઉપરાંત ગામમાં સીસી રોડ, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેમજ અત્યાધુનિક ગ્રામ પંચાયત ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. નવલપુર ગ્રામ પંચાયતે “જળ એ જ જીવન”ના સૂત્રને સાચા અર્થમાં સાકાર બનાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સાથે જ પાણીના બગાડ અને લીકેજ જેવા મુદ્દાઓને લઈને સ્થાનિક લોકોને પણ સાવચેત રહેવા અને પાણી બચાવવા માટે મુખ્યમંત્રીએ ટકોર કરી હતી. નવલપુર ગામનો આ વિકાસ મોડલ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે તેવું માનવામાં આવી રહ્યું છે.
    2
    સાબરકાંઠા જિલ્લામાં આવેલા તલોદ તાલુકાના નવલપુર ગામે વિકાસ અને સુશાસનની દિશામાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવલપુર ગામના વિવિધ વિકાસકાર્યો અને વ્યવસ્થાપનના મોડલની પ્રશંસા કરી હતી. ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને ગામના સર્વાંગી વિકાસને તેમણે નોંધપાત્ર ગણાવ્યો હતો.
નવલપુર ગામમાં ગ્રામ પંચાયતનું વહીવટ મુખ્યત્વે મહિલાઓ સંભાળી રહી છે, જેના કારણે ગામમાં મહિલા સશક્તિકરણનું સકારાત્મક ઉદાહરણ ઉભું થયું છે. ગામની પંચાયત દ્વારા પારદર્શક અને જવાબદાર વહીવટ થતો હોવાથી વિકાસકાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે.
ગામને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાના પ્રયાસો અંતર્ગત સમગ્ર નવલપુર ગામ સોલર ઊર્જાથી સુસજ્જ બન્યું છે. ઉપરાંત “નલ સે જલ” યોજના હેઠળ ગામમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દરેક મકાન સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે તે માટે દરેક ઘરમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે.
પાણીના વપરાશ મુજબ જ ચાર્જ વસૂલવાની વ્યવસ્થા કરવામાં આવતા પાણીનો બગાડ ઓછો થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાણીના મીટરના ઉપયોગથી લીકેજ અને બિનજરૂરી વપરાશ પર પણ નિયંત્રણ રહેશે.
આ ઉપરાંત ગામમાં સીસી રોડ, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેમજ અત્યાધુનિક ગ્રામ પંચાયત ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
નવલપુર ગ્રામ પંચાયતે “જળ એ જ જીવન”ના સૂત્રને સાચા અર્થમાં સાકાર બનાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સાથે જ પાણીના બગાડ અને લીકેજ જેવા મુદ્દાઓને લઈને સ્થાનિક લોકોને પણ સાવચેત રહેવા અને પાણી બચાવવા માટે મુખ્યમંત્રીએ ટકોર કરી હતી.
નવલપુર ગામનો આ વિકાસ મોડલ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે તેવું માનવામાં આવી રહ્યું છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • ખેડબ્રહ્માની હરણાવ નદીમાંથી મળી લાશ, મૃતકની તપાસ ધરાઈ હાથ
    1
    ખેડબ્રહ્માની હરણાવ નદીમાંથી મળી લાશ, મૃતકની તપાસ ધરાઈ હાથ
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    1 hr ago
  • gandagi hone ka karan pablik ki la parbhai
    1
    gandagi hone ka karan pablik ki la parbhai
    user_DD TODAY DD TODAY NEWS
    DD TODAY DD TODAY NEWS
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ, ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬ મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરની કોઈ અછત નથી તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે જોડાયેલા ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે. જેગોડાએ અધ્યક્ષતા ભજવી હતી. આ બેઠકમાં જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આવેલી કુલ ૩૮ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં HPCLની ૧૬, IOCLની ૧૧ અને BPCLની ૧૧ એજન્સીઓનો સમાવેશ થતો હતો. ઉપરાંત IOCL, HPCL તથા BPCLના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર બેઠકમાં ઘરેલુ LPG સિલિન્ડરોના બિનજરૂરી સંગ્રહ તથા કાળાબજારી અટકાવવા માટે કડક તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત કંપનીઓના સેલ્સ ઓફિસરોએ જણાવ્યું હતું કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG કનેક્શન તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કોઈ અછત નથી અને કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ કંપનીઓ કાર્યરત રહેશે. ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિશ્ચિત સમયમર્યાદામાં સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, નિયત ભાવ, નિયત રિસિપ્ટ તથા નિયત વજન મુજબ સિલિન્ડર આપવાની ખાતરી કરવા તેમજ પૂરતો જથ્થો સમયસર પહોંચાડવા માટે ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ઓનલાઇન માધ્યમથી જોડાયેલા તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, નાયબ મામલતદાર (પુરવઠા) તથા નાયબ મામલતદાર (MDM)ને તાલુકા કક્ષાએ ગેસ એજન્સીઓની બેઠક યોજી દૈનિક ધોરણે ડિમાન્ડ અને સપ્લાયનું સઘન મોનીટરિંગ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગેસ એજન્સીઓની નિયમિત તપાસ કરવા તથા ગેરરીતિના કિસ્સાઓમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. હાલના સંજોગોમાં ડિલિવરી સમયગાળો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને બિનજરૂરી સંગ્રહ ન કરવા તથા જરૂરિયાત વગર બુકિંગ ન કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે અને જનતાને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને ચિંતા ન કરવા પણ નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તમામ મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ, ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬
મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરની કોઈ અછત નથી તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે જોડાયેલા ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે. જેગોડાએ અધ્યક્ષતા ભજવી હતી.
આ બેઠકમાં જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આવેલી કુલ ૩૮ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં HPCLની ૧૬, IOCLની ૧૧ અને BPCLની ૧૧ એજન્સીઓનો સમાવેશ થતો હતો. ઉપરાંત IOCL, HPCL તથા BPCLના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર બેઠકમાં ઘરેલુ LPG સિલિન્ડરોના બિનજરૂરી સંગ્રહ તથા કાળાબજારી અટકાવવા માટે કડક તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત કંપનીઓના સેલ્સ ઓફિસરોએ જણાવ્યું હતું કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG કનેક્શન તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કોઈ અછત નથી અને કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ કંપનીઓ કાર્યરત રહેશે.
ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિશ્ચિત સમયમર્યાદામાં સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, નિયત ભાવ, નિયત રિસિપ્ટ તથા નિયત વજન મુજબ સિલિન્ડર આપવાની ખાતરી કરવા તેમજ પૂરતો જથ્થો સમયસર પહોંચાડવા માટે ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ઓનલાઇન માધ્યમથી જોડાયેલા તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, નાયબ મામલતદાર (પુરવઠા) તથા નાયબ મામલતદાર (MDM)ને તાલુકા કક્ષાએ ગેસ એજન્સીઓની બેઠક યોજી દૈનિક ધોરણે ડિમાન્ડ અને સપ્લાયનું સઘન મોનીટરિંગ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગેસ એજન્સીઓની નિયમિત તપાસ કરવા તથા ગેરરીતિના કિસ્સાઓમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. હાલના સંજોગોમાં ડિલિવરી સમયગાળો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને બિનજરૂરી સંગ્રહ ન કરવા તથા જરૂરિયાત વગર બુકિંગ ન કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે અને જનતાને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને ચિંતા ન કરવા પણ નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તમામ મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.