સંતરામપુરની આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પરીક્ષા દરમિયાન રૂમ નંબર 20 માં પંખા-લાઈટની અછત, વિદ્યાર્થીઓની પ્રિન્સિપાલ સમક્ષ લેખિત માં રજૂઆત કરવામાં આવી.. તારીખ: 01 એપ્રિલ 2026 સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર સ્થિત આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલુ યુનિવર્સિટી પરીક્ષા દરમિયાન રૂમ નંબર 20 માં પંખા અને લાઈટની યોગ્ય સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે તારીખ 01 એપ્રિલ 2026ના રોજ આશરે 20 જેટલા વિદ્યાર્થીઓએ આદિવાસી આર્ટસ એન્ડ કોમસ કોલેજ સંતરામપુર ના પ્રિન્સિપાલને લેખિત રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન ગરમી અને અયોગ્ય હવાની અવરજવરથી પરિસ્થિતિ અત્યંત અસહ્ય બની જાય છે. કેટલીક વખત વિદ્યાર્થીઓને ગભરામણ તથા ચક્કર જેવી તકલીફો પણ અનુભવાય છે, જે તેમની પરીક્ષા પ્રદર્શન પર સીધી અસર કરે છે. વિદ્યાર્થીઓએ કોલેજ પ્રશાસનને આ સમસ્યાની ગંભીરતાથી નોંધ લેવા અને તાત્કાલિક રૂમ નંબર 20 માં લાઈટ તથા પંખાની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. હવે જોવાનું રહ્યું કે આદિવાસી આર્ટસ એન્ડ કોમસ કોલેજ સંતરામપુર કોલેજના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓની આ રજૂઆતને કેટલા સમયગાળા દરમિયાન ધ્યાનમાં લઈને જરૂરી પગલાં લેવામાં આવે છે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409

- Post by Salman moravala1
- Congress Party Dahod हर्षद भाई निनामा,अध्यक्ष,दाहोद जिला कांग्रेस समिति पिछले 22 दिनों से धरने पर1
- દાહોદ રેલવે પોલીસ દ્વારા ચોરીના મોબાઈલ સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આજે તારીખ 01/04/2026 બુધવારના રોજ બપોરે 12.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઇલ ચોરીનો અનડિટેક્ટ ગુનો આખરે ઉકેલવામાં આવ્યો છે. દાહોદ રેલવે પોલીસ (GRP) દ્વારા CEIR PORTALના આધારે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન આરોપી સોયેબ સિદ્દીક શેખ ને કબ્જે લેવામાં આવ્યો હતો. તેની પાસેથી અંદાજે રૂ. 15,000ની કિંમતનો ચોરાયેલ મોબાઇલ મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ટેક્નિકલ આધારો અને CEIR PORTALની મદદથી ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દાહોદ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને કારણે અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવામાં સફળતા મળતી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આવા ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે આગળ પણ સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.1
- ધાનપુર તાલુકાના નવાનગર ગામ બાટણપુરા ફળિયામાં આજે ડાળુ અને માનતા રાખી હતી જે નિમિત્તે આજે તમે જોઈ રહ્યા છો કે આદિવાસી પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે લોકો બધા એક સાથે મળીને આ ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર1
- એમજીએસ ગરનાળા પાસે પોલીસે કાલોલ આમ આદમી પાર્ટી વિધાનસભાનાં પ્રભારીને રાત્રી નાં સમયે નશાની હાલતમા કાર હંકારતા ઝડપ્યા પંચમહાલ જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ રાજકારણ માં ગરમાવો આવ્યો છે પંચમહાલ જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં તાલુકા અને જીલ્લા પંચાયત તેમજ નગર પાલિકા ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટી ના અધ્યક્ષ દ્વારા પ્રભારી ની નિમણૂક કરી જવાબદારી સોંપવામાં આવેલ છે.પ્રભારી દ્વારા સ્થાનિક ઉમેદવારોના સેન્સ પ્રક્રિયા અલગ અલગ ઝોન મુજબ લેવામાં આવે છે અને પ્રભારી દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માટે કેપેબલ ઉમેદવાર ની યાદી રાજકીય પાર્ટીના અધ્યક્ષ સુધી પહોંચાડી દેવામાં આવે છે ત્યારે કાલોલ આમ આદમી પાર્ટી વિધાનસભાનાં પ્રભારી રાત્રી નાં સમયે નશા ની હાલત માં ઝડપાયો હતો જેથી કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રાજકારણ માં ગરમાવો જોવા મળ્યો કાલોલ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા પોલીસ સ્ટાફ નાં માણસો નાઈટ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન એમજીએસ હાઇસ્કુલના ગરનાળા પાસે આમ આદમી પાર્ટી નાં કાલોલ વિધાનસભાનાં હાલ નાં પ્રભારી રાજેન્દ્રસિંહ સુરસંગજી ડાભી મૂળ રેહવાસી.વચલી શેરી ડાંગરવા તાલૂકા .કડી જી.મહેસાણા હાલ રેહવાસી.સંજીવની હોસ્પિટલ પાછળ કાલોલ તા.કાલોલ જી.પંચમહાલ નાઓ નશો કરેલ હાલતમાં પોતાની કબ્જા ની ફોરવ્હીલ ગાડી ગફલતભરી રીતે પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે દારૂ પીધેલ હાલતમાં ગાડી હંકારતા નાઈટ પેટ્રોલીંગ તપાસ દરમિયાન ઝડપાયા જેથી તેઓના વિરુદ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થતાં રાજકારણ માં ખળભળાટ મચી ગયો છે કાલોલ આમ આદમી પાર્ટી વિધાનસભાનાં પ્રભારી રાત્રી નાં સમયે નશા ની હાલત માં ઝડપાતા તેઓના વિરુદ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.૨૦૨૩ ની કલમ ૨૮૧, એમ.વી.એક્ટ કલમ-૧૮૫,૩,૧૮૧, તથા ગુજરાત પ્રોહીબીશન એકટ ની કલમ ૬૬(૧) બી મુજબ ગુન્હો દાખલ કરવામાં આવયો છે જેના કારણે રાજકારણ ગરમાવો જોવા મળ્યો છે.2
- ભાજપ સેન્સ પ્રક્રિયા – ઉમેદવારોનો રાફડો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બોડેલી ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા જિલ્લા, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો. ટૂંક સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ બોડેલી, નસવાડી અને સંખેડા વિસ્તારોના મોટી સંખ્યામાં સંભવિત ઉમેદવારો ઉપસ્થિત રહી પોતાની દાવેદારી નોંધાવી હતી. પ્રક્રિયા દરમિયાન સૌથી પહેલા સંખેડા, ત્યારબાદ નસવાડી અને અંતે બોડેલી ગ્રામ્ય તથા નગરપાલિકાના કાર્યકરોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. પક્ષ દ્વારા કાર્યકરોના સૂચનો અને પ્રતિસાદના આધારે આવનારા સમયમાં સક્ષમ ઉમેદવારોને ચૂંટણી માટે મેન્ડેટ આપવામાં આવશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારો આગળ આવતા ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર પ્રક્રિયા ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી. આ પ્રસંગે ભાટપુર ગામના સરપંચ પ્રમોદભાઈ તડવી ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. તેઓ વિકલાંગ હોવા છતાં છેલ્લા બે ટર્મથી સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે અને હાલ પરવેટા જિલ્લા પંચાયત બેઠક માટે મજબૂત દાવેદારી નોંધાવી છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહભાઈ, પુષ્કરભાઈ સહિત જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ સાથે જ આવતીકાલે પાવીજેતપુર, છોટાઉદેપુર, કદવાલ અને કવાંટ વિસ્તારોમાં પણ સેન્સ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે. “પાર્ટી દ્વારા દરેક કાર્યકરોનો અભિપ્રાય લઈને યોગ્ય ઉમેદવારોને તક આપવામાં આવશે એમ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેસભાઈ રાઠવાએ જણાવ્યું હતું1
- Post by E Kranti News1
- Post by Salman moravala1