સાંતલપુર તાલુકામાં સિક્સ લેન હાઇવે મુદ્દે ખેડૂતોમાં રોષ, વળતર વગર જમીન સંપાદનનો આક્ષેપ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે ખેડૂત જીવણભાઈ ભોજાભાઈ ગામ ગરાબડી #Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews

- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખાખરેચી ગામના એક ખેડૂત વરિયાળી વેચવા આવ્યા હતા. વેચાણ પૂર્ણ કર્યા બાદ તેઓ રિક્ષામાં બેસીને પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડ થી હળવદ ગામમાં ઉતર્યા બાદ તેમને ખબર પડી કે તેમનો રૂપિયા ભરેલો પર્સ રિક્ષામાં જ રહી ગયો છે. થોડી જ વારમાં રિક્ષા ચાલક તરફથી ખેડૂતને ફોન આવ્યો અને જાણ કરવામાં આવી કે તમારો પર્સ મારી રિક્ષામાં રહી ગયુ છે, તમે જ્યાં હો ત્યાંથી આવીને તમારો પર્સ લઈ જાઓ. રિક્ષા ચાલકે પોતાની ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પર્સ સલામત પરત આપ્યું હતું. આજના સમયમાં આવી ઘટનાઓ સમાજ માટે પ્રેરણાદાયક છે અને માનવતા હજુ જીવંત હોવાનો સંદેશ આપે છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ એસપી વેદિકા બીહાનીની દેખરેખમાં SOG ટીમે ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ રેડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે ગઢસીર વાણીયા ગામે દુકાન ભાડે રાખી બિનડિગ્રી ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતા વિપુલભાઈ પાયાભાઈ રોજાસરાને રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. આરોપી કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે આરોપી પાસેથી ₹6,273 કિંમતની 33 પ્રકારની દવાઓનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આરોપીને ધજાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 👉 આવી જ તાજી અને સચોટ ખબર માટે અમારી ચેનલને Subscribe કરો અને Notification Bell દબાવો. 🎤 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા 📍 સાથે: ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા1
- Post by Pooja patel1
- મહેસાણા મહાનગરપાલિકા ના સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં aap ના બીજા લિસ્ટ માં મહેસાણાના જાણીતા પત્રકાર ગાયત્રીબા ઝાલા વૉર્ડ નં.7 થી ઉમેદવારી નોંધાઈ. જે બદલ આજરોજ રાધનપુર ચાર રસ્તા ખાતે જિલ્લા પ્રમુખ જયદીપસિંહ ચાવડા તથા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા મો મીઠું કરાવી શુભકામના પાઠવી4
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 4/4/261
- દેશના સમુદ્રી વ્યાપારમાં ડીકાર્બનાઈઝેશનની દિશામાં દિનદયાલ પોર્ટ કંડલાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ડીપીએ ખાતે દેશમાં પ્રથમ વખત 'ઈ-મીથેનોલ' બંકરીંગનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આસામ પેટ્રોકેમીકલ સાથેના કરાર બાદ, જહાજમાં મીથેનોલ લોડિંગ અને પાઈપલાઈન વહનની ક્ષમતાનું નિરીક્ષણ કરાયું હતું. ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંઘ અને યુરોપિયન સંસ્થા ડીએનવીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. હવે સિંગાપોર અને રોટાડેમ પોર્ટના ગ્રીન કોરીડોર પર ચાલતા જહાજો કંડલા ખાતે ઈ-મીથેનોલ ભરવા આવી શકશે.1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1