અમરેલી જિલ્લાના લીલીયા ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ૧૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિવિધ વસ્તી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના સમાજશાસ્ત્ર વિભાગ અને સામુદાયિક સેવા ધારા દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ. રાજેન્દ્રસિંહ એ. રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ સમાજશાસ્ત્ર વિભાગના વડા અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મહેશ એસ. ગઢિયાના નેતૃત્વમાં થયું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં વસ્તી વધારા અંગે જાગૃતિ લાવવા માટે નિબંધ, વકતૃત્વ, ચિત્રસ્પર્ધા અને રાજ્યકક્ષાની ઓનલાઈન ક્વિઝ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણી અંતર્ગત યોજાયેલી નિબંધ સ્પર્ધામાં 'વિકસિત ભારત માટે સંતુલિત વસ્તીનું મહત્વ', 'વિશ્વ વસ્તી દિવસનું મહત્વ' તથા 'વધતી વસ્તી : પડકારો અને ઉકેલો' જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ મંતવ્યો રજૂ કર્યા હતા. વકતૃત્વ સ્પર્ધામાં વસ્તી વૃદ્ધિની કુદરતી સંસાધનો અને બેરોજગારી પર અસર તેમજ મહિલા શિક્ષણ અને વસ્તી નિયંત્રણ જેવા મહત્વના વિષયો આવરી લેવાયા હતા. આ ઉપરાંત 'Viksit Bharat @2047: Young People in Action' વિષય પર યોજાયેલી ચિત્રસ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સર્જનાત્મક ચિત્રો રજૂ કર્યા હતા. ગુજરાત રાજ્યની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે ગૂગલ ફોર્મ મારફતે રાજ્યકક્ષાની ઓનલાઈન બહુવિકલ્પીય (MCQ) ક્વિઝ પણ યોજાઈ હતી, જેમાં ભાગ લેનારા તમામને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વસ્તી વિસ્ફોટના વૈશ્વિક અને રાષ્ટ્રીય પડકારો તેમજ તેના સામાજિક અને આર્થિક પ્રભાવ પર આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સબીર પરમારે વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. અંતમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પ્રકાશ પરમારે પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક તરીકે વસ્તી જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી અને આભારવિધિ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મહેશ વાઘેલા, ડૉ. ભારત ખેની તથા વિઝિટિંગ ફેકલ્ટી પ્રદીપભાઈ બલોલીતા, પ્રફુલભાઈ સોલંકી, ધર્મેશભાઈ સહિત સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સક્રિય યોગદાન આપ્યું હતું.
અમરેલી જિલ્લાના લીલીયા ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ૧૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિવિધ વસ્તી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના સમાજશાસ્ત્ર વિભાગ અને સામુદાયિક સેવા ધારા દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ. રાજેન્દ્રસિંહ એ. રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ સમાજશાસ્ત્ર વિભાગના વડા અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મહેશ એસ. ગઢિયાના નેતૃત્વમાં થયું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં વસ્તી વધારા અંગે જાગૃતિ લાવવા માટે નિબંધ, વકતૃત્વ, ચિત્રસ્પર્ધા અને રાજ્યકક્ષાની ઓનલાઈન ક્વિઝ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણી અંતર્ગત યોજાયેલી
નિબંધ સ્પર્ધામાં 'વિકસિત ભારત માટે સંતુલિત વસ્તીનું મહત્વ', 'વિશ્વ વસ્તી દિવસનું મહત્વ' તથા 'વધતી વસ્તી : પડકારો અને ઉકેલો' જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ મંતવ્યો રજૂ કર્યા હતા. વકતૃત્વ સ્પર્ધામાં વસ્તી વૃદ્ધિની કુદરતી સંસાધનો અને બેરોજગારી પર અસર તેમજ મહિલા શિક્ષણ અને વસ્તી નિયંત્રણ જેવા મહત્વના વિષયો આવરી લેવાયા હતા. આ ઉપરાંત 'Viksit Bharat @2047: Young People in Action' વિષય પર યોજાયેલી ચિત્રસ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સર્જનાત્મક ચિત્રો રજૂ કર્યા હતા. ગુજરાત રાજ્યની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે ગૂગલ ફોર્મ મારફતે રાજ્યકક્ષાની ઓનલાઈન બહુવિકલ્પીય (MCQ) ક્વિઝ પણ યોજાઈ
હતી, જેમાં ભાગ લેનારા તમામને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વસ્તી વિસ્ફોટના વૈશ્વિક અને રાષ્ટ્રીય પડકારો તેમજ તેના સામાજિક અને આર્થિક પ્રભાવ પર આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સબીર પરમારે વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. અંતમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પ્રકાશ પરમારે પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક તરીકે વસ્તી જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી અને આભારવિધિ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મહેશ વાઘેલા, ડૉ. ભારત ખેની તથા વિઝિટિંગ ફેકલ્ટી પ્રદીપભાઈ બલોલીતા, પ્રફુલભાઈ સોલંકી, ધર્મેશભાઈ સહિત સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સક્રિય યોગદાન આપ્યું હતું.
- અમરેલીમાં અસામાજિક તત્વો વિરુદ્ધ અમરેલી પોલીસે એક ગર્જનાત્મક પગલું ભર્યું છે. પોલીસે આવા અસામાજિક તત્વોને ભારે કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. અમરેલી પોલીસ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.1
- અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે DYSP વિરલ ચંદનની આગેવાની હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બૂટલેગરો અને અસામાજિક તત્વોની એકસાથે 'હાજરી પરેડ' યોજવામાં આવી હતી. આ પરેડ દરમિયાન તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે યોજાયેલી આ વિશેષ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બૂટલેગરો, ગુજસીટોક (GUJCTOC) ના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલના 54 આરોપીઓ, લીલીયા પોલીસ સ્ટેશનના 11 આરોપીઓ અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ સહિત કુલ 173 ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓની હાલની સામાજિક પ્રવૃત્તિઓ અને કામધંધા અંગે ઝીણવટભરી પૂછપરછ કરીને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. DYSP વિરલ ચંદન સાહેબે તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપી હતી કે જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.4
- ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ૨૦ વર્ષ સુધી દૂધની ડેરીમાં કામ કરનાર વ્યક્તિનો અભિપ્રાય સામે આવ્યો છે. દૂધની ડેરીમાં સતત ૨૦ વર્ષ સુધી સેવા આપ્યા બાદ આ વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ અને અભિપ્રાય વ્યક્ત કર્યો છે.1
- ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં આવેલા એક ઊંડા કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી મોત સામે ઝઝૂમી રહેલા એક શિયાળને એનિમલ લવર્સની ટીમે જીવના જોખમે હેમખેમ બહાર કાઢી નવજીવન આપ્યું છે. ત્રણ દિવસથી કૂવામાં ફસાયેલું આ શિયાળ ભૂખ, તરસ અને મરણતોલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું, જેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે કૂવામાં પડેલા શિયાળને બહાર કાઢવાના વાડી માલિકના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે તેમણે ભાણવડ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક સાધ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સંસ્થાના અશોકભાઈ ભટ્ટની સાથે વિજય ખૂંટી, વિશાલ ભરવાડ અને રામા ભરવાડની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કૂવો ઊંડો હોવા છતાં, પોતાના જાનનું જોખમ ખેડીને ટીમના સભ્યો કૂવામાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ શિયાળને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. જીવના જોખમે અબોલ જીવનો જીવ બચાવવાની આ કામગીરીને ગ્રામજનો અને પશુપ્રેમીઓએ ભારે બિરદાવી હતી.4
- રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અષાઢી બીજ પહેલા સારો વરસાદ પડતાં જગતના તાત તરીકે ઓળખાતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોરાજી પંથકમાં વાવણીનો સમય થોડા વર્ષોથી ૧૮ થી ૨૩ જૂન સુધીનો રહેતો હતો, જોકે આ વખતે વાવણી થોડી મોડી થઈ છે. તેમ છતાં, સારો વરસાદ થવાના કારણે નદી, નાળા અને ચેક ડેમ પાણીથી ભરાઈ ગયા છે, જેથી ધરતીપુત્રો આ વિલંબને મોડો ગણતા નથી અને ખેતરોમાં ઉત્સાહભેર વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે. આ પંથકમાં ખેડૂતો દ્વારા મુખ્યત્વે મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર જેવા પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને અલનિનોના કારણે વાતાવરણ બગડ્યું હોવા છતાં, ધોરાજી પંથકમાં ભગવાનની કૃપાથી સારો વરસાદ નોંધાયો છે. બીજી તરફ, સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકા જિલ્લાના વિસ્તારોમાં હજુ વરસાદ ન પડ્યો હોવાથી, ત્યાં પણ ભગવાન દયા કરે અને યોગ્ય વરસાદ વરસે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. ખેડૂતોએ વાવણીલાયક વરસાદ બાદ વાવણીની પ્રક્રિયા તો શરૂ કરી દીધી છે, પરંતુ હવે બધો જ આધાર કુદરત પર નિર્ભર છે. ખેડૂતો આશા સેવી રહ્યા છે કે ભવિષ્યમાં પણ સમયસર વરસાદ વરસે, જેથી તેમની મહેનતનું યોગ્ય વળતર મળી શકે. આ અંગે મોટી પરબડી ગામના ખેડૂત રાજુભાઈ ડાંગર તેમજ તોરણીયા ગામના મહિલા ખેડૂત સંગીતા બેન અને ખેડૂત વિનુભાઈએ પણ ખુશી વ્યક્ત કરી છે.1
- ગીરના જંગલમાં સિંહની પજવણી કરવાના અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના વિડિયો ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગીર (પૂર્વ) વન વિભાગે ગંભીર નોંધ લીધી છે. વન વિભાગ દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાંથી કુલ ૮ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી વન વિભાગની વિશેષ ટીમ દ્વારા છેલ્લા ૧૫ થી ૨૦ દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વેરાવળ પોલીસના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ ઓપરેશન ગીર (પૂર્વ) વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી કપિલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં પંજા મોહમદ અમીનભાઈ, મહમદજાબીલ અબુલ કાલાવાણીયા, કાજી ફારૂકનાઝહુસૈન ઝાકીરહુસૈન, બ્લોચ અયાઝ અનવર, કાલવત ઝેનુલ આબેદીનમહમદ, ભાદરકા સોફિયાન ઇકબાલભાઈ, સબિરહુસૈન ઈસા મોહમદ ભાદરકા અને ભાદરકા સોહિલ સુલેમાનનો સમાવેશ થાય છે. આ આરોપીઓ સોશિયલ મીડિયા પર વિવિધ આઈડી દ્વારા સિંહની પજવણી કરતા વિડિયો અપલોડ કરતા હતા અને વન વિભાગે આ તમામ સામે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનમાં જસાધાર રેન્જના વનપાલ સર્વશ્રી એમ.એચ. સોંદરવા, એચ.પી. માડમ, આર.બી. વાળા તથા વનરક્ષક સર્વશ્રી જી.વી. પાથર, એસ.કે. કસોટિયા અને ડી.એન. વાઢેળે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના બાદ વન વિભાગે સામાન્ય જનતાને અપીલ કરી છે કે વન્યપ્રાણીઓને હેરાન કરતા અથવા પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કે શેર કરવા નહીં તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું નહીં. જો વન્યજીવોની સતામણીના આવા કોઈ દ્રશ્યો લોકોના ધ્યાને આવે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. વન વિભાગે ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સતત પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.1
- જૂનાગઢમાં ગિરનાર સીડી પર સિંહના હુમલામાં એક ૧૧ વર્ષીય બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વન વિભાગ અને ટ્રેકર ટીમો દ્વારા તાત્કાલિક અને ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ત્રણ સિંહોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. રેસ્ક્યુ કરાયેલા સિંહની ઉલ્ટીમાંથી માનવ અવશેષો મળી આવતા વન વિભાગે સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે જ સુરક્ષાના પગલાંરૂપે રાત્રિ દરમિયાન ગિરનાર સીડી પર લોકોની અવર-જવર બંધ રાખવા અંગે સરકાર સાથે નીતિવિષયક ચર્ચા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર ગંભીર મામલે ડીસીએફ દ્વારા પણ એક મહત્વનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.1
- ગુજરાતના ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ)ના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.1