Shuru
Apke Nagar Ki App…
#BreakingNews#Congratulations #Gujarati News #GujaratMantraSamachar 9979278677 #PoliticalNews #Gujarat News #LocalNews #NewsUpdate #Trending News #PublicService #Leadership #TarsadiNews #BJP #SuratNews #ViralNews #BreakingUpdate
GUJARAT MANTRA NEWS
#BreakingNews#Congratulations #Gujarati News #GujaratMantraSamachar 9979278677 #PoliticalNews #Gujarat News #LocalNews #NewsUpdate #Trending News #PublicService #Leadership #TarsadiNews #BJP #SuratNews #ViralNews #BreakingUpdate
More news from ગુજરાત and nearby areas
- #BreakingNews#Congratulations #Gujarati News #GujaratMantraSamachar 9979278677 #PoliticalNews #Gujarat News #LocalNews #NewsUpdate #Trending News #PublicService #Leadership #TarsadiNews #BJP #SuratNews #ViralNews #BreakingUpdate1
- અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ઇન્ટર-CETP એફ્લ્યુએન્ટ ટ્રાન્સફર સંબંધિત મહત્વપૂર્ણ નીતિગત ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. લઘુ ઉદ્યોગ ભારતી – ભરૂચ ચેપ્ટર દ્વારા સતત કરવામાં આવેલી રજૂઆતો અને પ્રયાસોના પરિણામે આ મહત્વપૂર્ણ ફેરફારો શક્ય બન્યા છે. આ નિર્ણયથી MSME ઉદ્યોગોને મોટી રાહત મળશે, CETP વચ્ચે એફ્લ્યુએન્ટ ટ્રાન્સફર માટે સ્પષ્ટ માર્ગદર્શિકા પ્રાપ્ત થશે, અને વહીવટી પ્રક્રિયામાં સરળીકરણ આવશે. આ ઉપરાંત, ડ્યુઅલ ડિસ્ચાર્જ પર નિયંત્રણ આવશે અને ZLD યુનિટ્સ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે, જે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' ને પ્રોત્સાહન આપશે. આ નીતિગત ફેરફારો પર્યાવરણની સુરક્ષા સાથે ઉદ્યોગોના વિકાસને ગતિ આપશે, જેનાથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને મોટો લાભ થશે. વાર્ષિક અંદાજે 4.25 લાખ ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે 1.93 કરોડ વૃક્ષોના વાવેતર જેટલી પર્યાવરણીય અસર સમાન છે. દૈનિક આશરે 300 ટેન્કર ટ્રિપ્સની પણ બચત થશે. લઘુ ઉદ્યોગ ભારતીના પ્રયાસો અને સરકાર તેમજ પ્રદૂષણ નિયંત્રણ તંત્રના હકારાત્મક અભિગમને ઉદ્યોગ જગતે ખૂબ આવકાર્યો છે.1
- તાંતીથૈયા ગામમાં લાંબા સમયના અથાગ પ્રયત્નો, ગામજનોના સહયોગ અને શિક્ષણપ્રેમી નાગરિકોના આશીર્વાદથી પ્રાથમિક શાળાનું નવનિર્મિત ભવન તૈયાર થતાં ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો. આ નવા ભવનના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ બારડોલી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદહસ્તે યોજાયો હતો. ગામના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણક્ષેત્રે ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી ગામ પંચાયતના સ્વભંડોળમાંથી અંદાજે ₹90 લાખના ખર્ચે આ આધુનિક શાળા ભવનનું નિર્માણ કરાયું છે. ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ મળી કુલ 8,900 ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલા આ ભવનમાં 7 વિશાળ વર્ગખંડો અને એક હોલ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા માટે શાળામાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ શૌચાલય, ઇન્ડોર કનેક્ટિવિટી, મિનરલ વોટર પ્લાન્ટ, મધ્યાહન ભોજન માટે આધુનિક રસોડું તેમજ શેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી થઈ હતી, જેમાં શાળા પરિવાર તરફથી નિલેશભાઈ નાયકે ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો અને મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા સંગઠન ઉપપ્રમુખ મોહનભાઈ પટેલ, પલસાણા તાલુકા સંગઠન પ્રમુખ કૃણાલભાઈ પટેલ, તાલુકા મહામંત્રી કૃણાલસિંહ ગોહિલ, તાલુકા ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલ, મનીષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનીકુમારી નિકુંજકુમાર વાંસીયા, તાંતીથૈયા ગામ પંચાયતના સરપંચ જિગીષાબેન નાયક, પલસાણા તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ બી. પરમાર, તાલુકા શિક્ષણાધિકારી વિરલભાઈ ચૌધરી, યુવા મંત્રી નવગણભાઈ ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. કે. ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો, શિક્ષણપ્રેમીઓ, ગ્રામજનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓનું શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉષ્માભર્યો આવકાર કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને શિક્ષણને જીવનનું શ્રેષ્ઠ સાધન બનાવી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા પ્રેરણા આપી હતી. તાંતીથૈયા ગામમાં શિક્ષણના વિકાસ માટે તૈયાર થયેલું આ આધુનિક શાળા ભવન ગામજનોના સહકાર, સંકલ્પ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. ગામના લોકોમાં નવી પેઢીને ગુણવત્તાયુક્ત શિક્ષણની વધુ સારી સુવિધા મળતાં હર્ષ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.1
- સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સુમુખ સર્કલ પાસે એક વ્યક્તિ પર અજાણ્યા બદમાશો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલામાં પીડિતની પીઠ પર ચપ્પા વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જે હત્યાના પ્રયાસ સમાન છે. પ્રાથમિક માહિતી અનુસાર, પીડિત તેના બે મિત્રો સાથે બ્રધર ટી પોઈન્ટ નજીક હાજર હતો ત્યારે કેટલાક અજાણ્યા યુવકો ત્યાં પહોંચ્યા અને અચાનક પાછળથી હુમલો કર્યો. હુમલો કર્યા બાદ તમામ હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પીડિતનો કોઈની સાથે કોઈ ઝઘડો ન હોવા છતાં અચાનક થયેલા આ હુમલાને કારણે આસપાસના વેપારી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની બાબ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસ હુમલાખોરોની ઓળખ અને હુમલા પાછળના કારણોનો ભેદ ઉકેલવા માટે આસપાસના CCTV ફૂટેજ ખંગાળી રહી છે અને અન્ય જરૂરી પુરાવા એકત્ર કરી રહી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ પ્રવર્તી રહ્યો છે. પોલીસે આરોપીઓની ઝડપી ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ વધુ તેજ કરી છે.1
- સુરત ગ્રામ્ય કામરેજ પોલીસ સ્ટેશનના પ્રભારી આર.બી. ગોજીયા દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન, કામરેજ પોલીસે જુગાર રમતા સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹5,71,810નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- #BreakingNews#Congratulations #Gujarati News #GujaratMantraSamachar 9979278677 #PoliticalNews #Gujarat News #LocalNews #NewsUpdate #Trending News #PublicService #Leadership #TarsadiNews #BJP #SuratNews #ViralNews #BreakingUpdate1
- સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક ડમ્પર ચાલકે મોપેડ પર સવાર માતા અને તેમની બાળકીને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં મોપેડ પર સવાર માતા રૂખસાર અને તેમની બાળકી ઝૈનબ ડમ્પરની અડફેટે આવ્યા હતા.1