logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક ડમ્પર ચાલકે મોપેડ પર સવાર માતા અને તેમની બાળકીને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં મોપેડ પર સવાર માતા રૂખસાર અને તેમની બાળકી ઝૈનબ ડમ્પરની અડફેટે આવ્યા હતા.

13 hrs ago
user_प्रतिभा महाजन की आवाज
प्रतिभा महाजन की आवाज
Chef બારડોલી, સુરત, ગુજરાત•
13 hrs ago

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક ડમ્પર ચાલકે મોપેડ પર સવાર માતા અને તેમની બાળકીને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં મોપેડ પર સવાર માતા રૂખસાર અને તેમની બાળકી ઝૈનબ ડમ્પરની અડફેટે આવ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધિત ગુનાઓ આચરનાર આરોપી ઓમ વાંસફોડીયાની કડોદરા GIDC પોલીસે પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરી છે. પોલીસે આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.
    1
    કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધિત ગુનાઓ આચરનાર આરોપી ઓમ વાંસફોડીયાની કડોદરા GIDC પોલીસે પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરી છે. પોલીસે આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.
    user_Dhart_news_kadodar_2296
    Dhart_news_kadodar_2296
    Mill Owner બારડોલી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • તાંતીથૈયા ગામમાં લાંબા સમયના અથાગ પ્રયત્નો, ગામજનોના સહયોગ અને શિક્ષણપ્રેમી નાગરિકોના આશીર્વાદથી પ્રાથમિક શાળાનું નવનિર્મિત ભવન તૈયાર થતાં ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો. આ નવા ભવનના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ બારડોલી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદહસ્તે યોજાયો હતો. ગામના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણક્ષેત્રે ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી ગામ પંચાયતના સ્વભંડોળમાંથી અંદાજે ₹90 લાખના ખર્ચે આ આધુનિક શાળા ભવનનું નિર્માણ કરાયું છે. ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ મળી કુલ 8,900 ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલા આ ભવનમાં 7 વિશાળ વર્ગખંડો અને એક હોલ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા માટે શાળામાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ શૌચાલય, ઇન્ડોર કનેક્ટિવિટી, મિનરલ વોટર પ્લાન્ટ, મધ્યાહન ભોજન માટે આધુનિક રસોડું તેમજ શેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી થઈ હતી, જેમાં શાળા પરિવાર તરફથી નિલેશભાઈ નાયકે ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો અને મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા સંગઠન ઉપપ્રમુખ મોહનભાઈ પટેલ, પલસાણા તાલુકા સંગઠન પ્રમુખ કૃણાલભાઈ પટેલ, તાલુકા મહામંત્રી કૃણાલસિંહ ગોહિલ, તાલુકા ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલ, મનીષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનીકુમારી નિકુંજકુમાર વાંસીયા, તાંતીથૈયા ગામ પંચાયતના સરપંચ જિગીષાબેન નાયક, પલસાણા તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ બી. પરમાર, તાલુકા શિક્ષણાધિકારી વિરલભાઈ ચૌધરી, યુવા મંત્રી નવગણભાઈ ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. કે. ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો, શિક્ષણપ્રેમીઓ, ગ્રામજનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓનું શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉષ્માભર્યો આવકાર કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને શિક્ષણને જીવનનું શ્રેષ્ઠ સાધન બનાવી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા પ્રેરણા આપી હતી. તાંતીથૈયા ગામમાં શિક્ષણના વિકાસ માટે તૈયાર થયેલું આ આધુનિક શાળા ભવન ગામજનોના સહકાર, સંકલ્પ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. ગામના લોકોમાં નવી પેઢીને ગુણવત્તાયુક્ત શિક્ષણની વધુ સારી સુવિધા મળતાં હર્ષ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.
    1
    તાંતીથૈયા ગામમાં લાંબા સમયના અથાગ પ્રયત્નો, ગામજનોના સહયોગ અને શિક્ષણપ્રેમી નાગરિકોના આશીર્વાદથી પ્રાથમિક શાળાનું નવનિર્મિત ભવન તૈયાર થતાં ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો. આ નવા ભવનના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ બારડોલી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદહસ્તે યોજાયો હતો. ગામના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણક્ષેત્રે ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી ગામ પંચાયતના સ્વભંડોળમાંથી અંદાજે ₹90 લાખના ખર્ચે આ આધુનિક શાળા ભવનનું નિર્માણ કરાયું છે.

ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ મળી કુલ 8,900 ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલા આ ભવનમાં 7 વિશાળ વર્ગખંડો અને એક હોલ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા માટે શાળામાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ શૌચાલય, ઇન્ડોર કનેક્ટિવિટી, મિનરલ વોટર પ્લાન્ટ, મધ્યાહન ભોજન માટે આધુનિક રસોડું તેમજ શેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી થઈ હતી, જેમાં શાળા પરિવાર તરફથી નિલેશભાઈ નાયકે ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો અને મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા સંગઠન ઉપપ્રમુખ મોહનભાઈ પટેલ, પલસાણા તાલુકા સંગઠન પ્રમુખ કૃણાલભાઈ પટેલ, તાલુકા મહામંત્રી કૃણાલસિંહ ગોહિલ, તાલુકા ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલ, મનીષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનીકુમારી નિકુંજકુમાર વાંસીયા, તાંતીથૈયા ગામ પંચાયતના સરપંચ જિગીષાબેન નાયક, પલસાણા તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ બી. પરમાર, તાલુકા શિક્ષણાધિકારી વિરલભાઈ ચૌધરી, યુવા મંત્રી નવગણભાઈ ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. કે. ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો, શિક્ષણપ્રેમીઓ, ગ્રામજનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓનું શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉષ્માભર્યો આવકાર કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને શિક્ષણને જીવનનું શ્રેષ્ઠ સાધન બનાવી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા પ્રેરણા આપી હતી.

તાંતીથૈયા ગામમાં શિક્ષણના વિકાસ માટે તૈયાર થયેલું આ આધુનિક શાળા ભવન ગામજનોના સહકાર, સંકલ્પ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. ગામના લોકોમાં નવી પેઢીને ગુણવત્તાયુક્ત શિક્ષણની વધુ સારી સુવિધા મળતાં હર્ષ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    22 hrs ago
  • સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સુમુખ સર્કલ પાસે એક વ્યક્તિ પર અજાણ્યા બદમાશો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલામાં પીડિતની પીઠ પર ચપ્પા વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જે હત્યાના પ્રયાસ સમાન છે. પ્રાથમિક માહિતી અનુસાર, પીડિત તેના બે મિત્રો સાથે બ્રધર ટી પોઈન્ટ નજીક હાજર હતો ત્યારે કેટલાક અજાણ્યા યુવકો ત્યાં પહોંચ્યા અને અચાનક પાછળથી હુમલો કર્યો. હુમલો કર્યા બાદ તમામ હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પીડિતનો કોઈની સાથે કોઈ ઝઘડો ન હોવા છતાં અચાનક થયેલા આ હુમલાને કારણે આસપાસના વેપારી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની બાબ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસ હુમલાખોરોની ઓળખ અને હુમલા પાછળના કારણોનો ભેદ ઉકેલવા માટે આસપાસના CCTV ફૂટેજ ખંગાળી રહી છે અને અન્ય જરૂરી પુરાવા એકત્ર કરી રહી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ પ્રવર્તી રહ્યો છે. પોલીસે આરોપીઓની ઝડપી ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ વધુ તેજ કરી છે.
    1
    સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સુમુખ સર્કલ પાસે એક વ્યક્તિ પર અજાણ્યા બદમાશો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલામાં પીડિતની પીઠ પર ચપ્પા વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જે હત્યાના પ્રયાસ સમાન છે.

પ્રાથમિક માહિતી અનુસાર, પીડિત તેના બે મિત્રો સાથે બ્રધર ટી પોઈન્ટ નજીક હાજર હતો ત્યારે કેટલાક અજાણ્યા યુવકો ત્યાં પહોંચ્યા અને અચાનક પાછળથી હુમલો કર્યો. હુમલો કર્યા બાદ તમામ હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પીડિતનો કોઈની સાથે કોઈ ઝઘડો ન હોવા છતાં અચાનક થયેલા આ હુમલાને કારણે આસપાસના વેપારી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની બાબ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસ હુમલાખોરોની ઓળખ અને હુમલા પાછળના કારણોનો ભેદ ઉકેલવા માટે આસપાસના CCTV ફૂટેજ ખંગાળી રહી છે અને અન્ય જરૂરી પુરાવા એકત્ર કરી રહી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ પ્રવર્તી રહ્યો છે. પોલીસે આરોપીઓની ઝડપી ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ વધુ તેજ કરી છે.
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    23 hrs ago
  • સુરતમાં પર્યાવરણ સંરક્ષણ માટે એક ઐતિહાસિક જનઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એક જ દિવસમાં 25 હજારથી વધુ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિ રહી હતી, જેમાં સુરત મહાનગરપાલિકા, જિલ્લા પ્રશાસન, પોલીસ, ભાજપ, સામાજિક સંસ્થાઓ અને હજારો નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ અવસરે સી.આર. પાટીલે "એક પેડ મા કે નામ" અભિયાનનો ઉલ્લેખ કર્યો, જેને દેશભરમાં વ્યાપક જનસમર્થન મળ્યું છે. તેમણે દરેક નાગરિકને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખવા અપીલ કરી હતી. સુરતમાં મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને ઓછી જગ્યામાં વધુ ઘનત્વ સાથે ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પાટીલે જણાવ્યું હતું કે વધતા પ્રદૂષણ અને ઘટતા હરિયાળા વિસ્તાર વચ્ચે આવા અભિયાન પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે કાર્યક્રમની સફળતા બદલ સુરત મહાનગરપાલિકા, જિલ્લા પ્રશાસન, પોલીસ, ભાજપ, સામાજિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. જળ સંરક્ષણ અંગે વાત કરતા, કેન્દ્રીય મંત્રીએ સંભવિત અલ નીનોની અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર "જળ સંચય–જન ભાગીદારી" અભિયાનને જનઆંદોલન બનાવી રહી હોવાનું જણાવ્યું. તેમણે માહિતી આપી કે દેશભરમાં અત્યાર સુધી અંદાજે 1.55 કરોડ જળ સંરક્ષણ માળખાં તૈયાર થયા છે, જ્યારે આ વર્ષે 2 કરોડ માળખાં બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પાટીલે કહ્યું કે વરસાદ ઓછો પડે તો પણ સંચિત પાણી પીવાના પાણી, ખેતી અને પશુપાલન માટે ઉપયોગી બનશે. અંતે, તેમણે જળ સંરક્ષણ અને વૃક્ષારોપણને માત્ર સરકારની જ નહીં, પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી ગણાવી સૌને સક્રિય ભાગીદારી માટે અપીલ કરી.
    1
    સુરતમાં પર્યાવરણ સંરક્ષણ માટે એક ઐતિહાસિક જનઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એક જ દિવસમાં 25 હજારથી વધુ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિ રહી હતી, જેમાં સુરત મહાનગરપાલિકા, જિલ્લા પ્રશાસન, પોલીસ, ભાજપ, સામાજિક સંસ્થાઓ અને હજારો નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

આ અવસરે સી.આર. પાટીલે "એક પેડ મા કે નામ" અભિયાનનો ઉલ્લેખ કર્યો, જેને દેશભરમાં વ્યાપક જનસમર્થન મળ્યું છે. તેમણે દરેક નાગરિકને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખવા અપીલ કરી હતી. સુરતમાં મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને ઓછી જગ્યામાં વધુ ઘનત્વ સાથે ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પાટીલે જણાવ્યું હતું કે વધતા પ્રદૂષણ અને ઘટતા હરિયાળા વિસ્તાર વચ્ચે આવા અભિયાન પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે કાર્યક્રમની સફળતા બદલ સુરત મહાનગરપાલિકા, જિલ્લા પ્રશાસન, પોલીસ, ભાજપ, સામાજિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

જળ સંરક્ષણ અંગે વાત કરતા, કેન્દ્રીય મંત્રીએ સંભવિત અલ નીનોની અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર "જળ સંચય–જન ભાગીદારી" અભિયાનને જનઆંદોલન બનાવી રહી હોવાનું જણાવ્યું. તેમણે માહિતી આપી કે દેશભરમાં અત્યાર સુધી અંદાજે 1.55 કરોડ જળ સંરક્ષણ માળખાં તૈયાર થયા છે, જ્યારે આ વર્ષે 2 કરોડ માળખાં બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પાટીલે કહ્યું કે વરસાદ ઓછો પડે તો પણ સંચિત પાણી પીવાના પાણી, ખેતી અને પશુપાલન માટે ઉપયોગી બનશે. અંતે, તેમણે જળ સંરક્ષણ અને વૃક્ષારોપણને માત્ર સરકારની જ નહીં, પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી ગણાવી સૌને સક્રિય ભાગીદારી માટે અપીલ કરી.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    5 min ago
  • સુરતમાં ભેસ્તાન બ્રિજ પર એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ ડમ્પરના ચાલક અને તેના માલિક બંનેની ધરપકડ કરવામાં આવી છે.
    1
    સુરતમાં ભેસ્તાન બ્રિજ પર એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ ડમ્પરના ચાલક અને તેના માલિક બંનેની ધરપકડ કરવામાં આવી છે.
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    31 min ago
  • સુરત ગ્રામ્ય SOGએ છેલ્લા 20 વર્ષથી ફરાર ચાલી રહેલા એક આરોપીને પલસાણા ચાર રસ્તા નજીકથી ઝડપી પાડ્યો છે. આ ધરપકડને કારણે લાંબા સમયથી વણઉકેલાયેલા કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. ઝડપાયેલા આરોપીનું નામ સંદીપસિંહ ઉમાશંકરસિંહ ઠાકુર હોવાનું સામે આવ્યું છે, જેના વિરુદ્ધ વર્ષ 2007માં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ, લાંબા સમયથી નાસતા-ફરતા આ આરોપીને પલસાણા પોલીસને સોંપવામાં આવ્યો છે.
    1
    સુરત ગ્રામ્ય SOGએ છેલ્લા 20 વર્ષથી ફરાર ચાલી રહેલા એક આરોપીને પલસાણા ચાર રસ્તા નજીકથી ઝડપી પાડ્યો છે. આ ધરપકડને કારણે લાંબા સમયથી વણઉકેલાયેલા કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે.

ઝડપાયેલા આરોપીનું નામ સંદીપસિંહ ઉમાશંકરસિંહ ઠાકુર હોવાનું સામે આવ્યું છે, જેના વિરુદ્ધ વર્ષ 2007માં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ, લાંબા સમયથી નાસતા-ફરતા આ આરોપીને પલસાણા પોલીસને સોંપવામાં આવ્યો છે.
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    33 min ago
  • ક્રાઈમ બ્રાન્ચ સુરત સિટીએ કતારગામ વિસ્તારમાંથી ₹14 લાખની કિંમતના ગાંજા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. DCB સુરત સિટીએ આ કાર્યવાહી કરીને તેમને દબોચી લીધા હતા.
    1
    ક્રાઈમ બ્રાન્ચ સુરત સિટીએ કતારગામ વિસ્તારમાંથી ₹14 લાખની કિંમતના ગાંજા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. DCB સુરત સિટીએ આ કાર્યવાહી કરીને તેમને દબોચી લીધા હતા.
    user_प्रतिभा महाजन की आवाज
    प्रतिभा महाजन की आवाज
    Chef બારડોલી, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક ડમ્પર ચાલકે મોપેડ પર સવાર માતા અને તેમની બાળકીને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં મોપેડ પર સવાર માતા રૂખસાર અને તેમની બાળકી ઝૈનબ ડમ્પરની અડફેટે આવ્યા હતા.
    1
    સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક ડમ્પર ચાલકે મોપેડ પર સવાર માતા અને તેમની બાળકીને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં મોપેડ પર સવાર માતા રૂખસાર અને તેમની બાળકી ઝૈનબ ડમ્પરની અડફેટે આવ્યા હતા.
    user_प्रतिभा महाजन की आवाज
    प्रतिभा महाजन की आवाज
    Chef બારડોલી, સુરત, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.