Shuru
Apke Nagar Ki App…
આજે કવાલી થી અંબાજી પગપાળા સંઘ રવાના . બોલ મારી અંબે જય જય અંબે આજે બપોર બાદ અંબાજી પગપાળા પ્રસ્થાન શહેરા તાલુકાના કવાલી ગામ થી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ હર્ષ ઉસ્લાશ સાથે કવાલી ગામના ભાવિ ભકતો અંબાજી પગપાળા પ્રસ્થાન
ન્યુઝ 24 પંચમહાલ
આજે કવાલી થી અંબાજી પગપાળા સંઘ રવાના . બોલ મારી અંબે જય જય અંબે આજે બપોર બાદ અંબાજી પગપાળા પ્રસ્થાન શહેરા તાલુકાના કવાલી ગામ થી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ હર્ષ ઉસ્લાશ સાથે કવાલી ગામના ભાવિ ભકતો અંબાજી પગપાળા પ્રસ્થાન
More news from ગુજરાત and nearby areas
- આજે કવાલી થી અંબાજી પગપાળા સંઘ રવાના . બોલ મારી અંબે જય જય અંબે આજે બપોર બાદ અંબાજી પગપાળા પ્રસ્થાન શહેરા તાલુકાના કવાલી ગામ થી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ હર્ષ ઉસ્લાશ સાથે કવાલી ગામના ભાવિ ભકતો અંબાજી પગપાળા પ્રસ્થાન1
- વિરપુરના સાલૈયા ગામે કારમાં અચાનક આગ ભભૂકી, બે વર્ષના બાળકનો આબાદ બચાવ... મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સાલૈયા ગામ નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતા અફરાતફરી મચી હતી. કારમાં સવાર કારચાલક સહિત બે વર્ષના બાળકનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. જોકે આગની જાણ કર્યા બાદ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ થતાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ વિરપુર તાલુકાના ભાટપુર ગામના નટવરસિંહ લક્ષ્મણસિંહ બારીયા પોતાના સગાને સરાડીયા ગામે મૂકવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે સાલૈયા ગામ નજીક તેમની કાર નં. GJ-01-KC-2422માં અચાનક આગ લાગી હતી. કારના આગળના ભાગમાં આવેલા એસીના ભાગમાંથી અચાનક આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી.આ સમયે કારમાં નટવરસિંહ બારીયાનો બે વર્ષનો પુત્ર પણ સવાર હતો. કારમાં આગ લાગ્યાની ખબર થતાં નટવરસિંહે સમયસૂચકતા દાખવી તરત જ કાર રોકી દરવાજો ખોલીને પોતાના બે વર્ષના બાળકને કારમાંથી બહાર કાઢી લીધો હતો. બાળકને બહાર કાઢ્યાની થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં સમગ્ર કાર આગની લપેટમાં આવી ગઈ હતી.ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જોકે સ્થાનિક સ્તરે ફાયર બ્રિગેડની વ્યવસ્થા ન હોવાના કારણે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચવામાં આશરે બે થી ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.સદનસીબે કારચાલક અને બે વર્ષના બાળકને સમયસર બહાર કાઢી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી. બનાવને પગલે વિરપુર તાલુકામાં કાયમી ફાયર બ્રિગેડની સુવિધાની જરૂરિયાત ફરી એક વખત સામે આવી છે. તાલુકામાં આગ જેવી કટોકટીની ઘટના બને ત્યારે સમયસર મદદ મળી રહે તે માટે ફાયર બ્રિગેડની સુવિધા ઉભી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે... રીપોર્ટર- વિપુલ જોષી મોં -૯૯૨૫૬૬૯૫૩૫2
- ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વનેતા આદરણીય શ્રી Narendra Modi સાહેબના મુખ્યમંત્રી તરીકે ૧૩ વર્ષ અને વડાપ્રધાન તરીકે ૧૨ વર્ષ મળીને કુલ ૨૫ વર્ષના અવિરત રાષ્ટ્રસેવા તથા જનકલ્યાણના કાર્યકાળને ઉજાગર કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે આગામી ૧૭મી સપ્ટેમ્બરે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સાંજે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન મહીસાગર જિલ્લાના પ્રત્યેક બૂથમાં દરેક ઘરે દીવડો પ્રગટાવવાનો વિશેષ સેવા સંકલ્પ લેવાયો છે. પૂજ્ય મોદી સાહેબના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશસેવાના સંકલ્પની સિદ્ધિ માટે સમર્પિત આ 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમમાં સહભાગી થવા મહીસાગર જિલ્લાના તમામ વડીલો, માતાઓ, યુવાનો અને નાગરિકોને ભાવભર્યું જાહેર આહ્વાન કરું છું.1
- અરવલ્લી: શાહીકોટની શાળામાં સમાજ પરિવર્તનની પાઠશાળા! 45 વિદ્યાર્થીઓ બન્યા ‘લિટલ સોશિયલ રિફોર્મર્સ’ અરવલ્લી: શાહીકોટની શાળામાં સમાજ પરિવર્તનની પાઠશાળા! 45 વિદ્યાર્થીઓ બન્યા ‘લિટલ સોશિયલ રિફોર્મર્સ’ સરકારી યોજનાઓથી લઈને સામાજિક સમરસતા અને માનવસેવા સુધીનું વ્યવહારુ શિક્ષણ; બાળકોને અપાઈ પ્રેક્ટિકલ તાલીમ1
- અરવલ્લી જિલ્લાના મોડાસાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મોડાસાના મરડિયા-ચારણવાડા ખાતે આજથી વિસામો ખુલ્લો મુકવામા આવ્યો આગામી 20 સપ્ટેમ્બર થી અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમાનો મહા મેળો યોજનાર છે ત્યારે ગુજરાત સહિત આસપાસમાં રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી જતા હોય છે ત્યારે પદયાત્રીઓને રસ્તામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વિસામાં નું આયોજન કરવામાં આવતું હોય છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મોડાસાના મરડિયા-ચારણવાડા ખાતે આજથી વિસામો ખુલ્લો મુકવામા આવ્યો. વિસામાં ના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, મોડાસા નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો સહિત અગ્રણીઓ અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજથી શરૂ કરવામાં આવેલ વિસ્તારમાં પદયાત્રીઓ માટે નિશુલ્ક ભોજન ચા પાણી મેડિકલ અને આરામ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે..4
- જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તા. 17/9/2026 ના રોજ . મંડળ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન આરોગ્ય, જનસેવા અને આધ્યાત્મિકતાને સાંકળતા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં બપોરે ૩:૦૦ કલાકે માનવસેવાના ઉત્તમોત્તમ કાર્યરૂપે તાલુકા પંચાયત કચેરી હોલ, જાંબુઘોડા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં રક્તદાન કરશે. સાંજે ૫:૦૦ કલાકે નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો લાભ સ્થળ પર જ મળી રહે તે હેતુથી ગાંધીભવન હોલ, જાંબુઘોડા ખાતે 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાશે. વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહીને પ્રજાજના પ્રશ્નો અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરશે તેમજ રાત્રે ૭:૦૦ કલાકે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાથના અર્થે નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે "આશીર્વાદના દીવડા" કાર્યક્રમ તેમજ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ગ્રામજનોને આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે ના આયોજન ને લઇ આજ રોજ તાલુકા પંચાયત હોલ ખાતે મિટિંગ કરવામાં આવી હતી4
- દહેગામ તાલુકાના ખેડૂતો પરેશાન... જમવાના સમયે જ પાવર કટ... Ugvcl ની નીતિ સામે ખેડૂતોની ભારે નારાજગી.. પાવર કટ બંધ કરો....અથવા સમય બદલો.. જો દિવસ 2માં આ નીતિ સુધવામાં નહીં આવે તો Ugvcl ની કચેરીએ ધરણા પર બેસીશું... #trending #vairalreels #pgvcl #live #UGVCL #DEHGAMGEB #gandhinagar #gujarat1
- પત્રકારોના વિસામામાં જામ્યો માહોલ, EMA મીડિયા એસોસિએશનના આયોજનમાં પત્રકારોની મોજમસ્તી! પત્રકારોના વિસામામાં જામ્યો માહોલ, EMA મીડિયા એસોસિએશનના આયોજનમાં પત્રકારોની મોજમસ્તી!1