આજે કેશોદના વેરાવળ રોડ પર આવેલ પટેલ સમાજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-૨૦૨૬ અંતર્ગત એક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના મહામંત્રી ભરત કોરિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ પ્રશિક્ષણ વર્ગમાં માત્ર અપેક્ષિત કાર્યકરોને જ હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ આયોજન સામે ત્યારે ગંભીર સવાલો ઉભા થયા જ્યારે ભાજપનો ખેસ પહેરેલી એક નાની વયની બાળકી કાર્યક્રમમાં હાજર જોવા મળી, જે "માત્ર અપેક્ષિત કાર્યકરો"ના દાવા સાથે સીધો વિરોધાભાસ દર્શાવે છે. આ બાળકી કયા આધારે અને કોની મંજૂરીથી કાર્યક્રમમાં હાજર રહી તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય પ્રશિક્ષણ જેવા ગંભીર સંગઠનાત્મક કાર્યક્રમોમાં સગીર વયના બાળકને સામેલ કરવામાં આવતા ભાજપના સ્થાનિક નેતૃત્વની કામગીરી અને નિયમોના પાલન અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. સ્થાનિક લોકોમાં પણ એવી ચર્ચા શરૂ થઈ છે કે શું રાજકીય કાર્યક્રમોમાં બાળકોની હાજરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, અને શું પક્ષના આંતરિક નિયમો માત્ર જાહેર નિવેદનો પૂરતા જ સીમિત છે. આ સમગ્ર ઘટનાએ જવાબદાર હોદ્દેદારોની ભૂમિકા અને રાજકીય કાર્યક્રમોમાં સગીર બાળકોની હાજરી અંગે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, જેના જવાબ હવે સંબંધિત આગેવાનો અને આયોજકોએ આપવા જરૂરી બન્યા છે.
આજે કેશોદના વેરાવળ રોડ પર આવેલ પટેલ સમાજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-૨૦૨૬ અંતર્ગત એક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના મહામંત્રી ભરત કોરિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ પ્રશિક્ષણ વર્ગમાં માત્ર અપેક્ષિત કાર્યકરોને જ હાજરી
આપવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ આયોજન સામે ત્યારે ગંભીર સવાલો ઉભા થયા જ્યારે ભાજપનો ખેસ પહેરેલી એક નાની વયની બાળકી કાર્યક્રમમાં હાજર જોવા મળી, જે "માત્ર અપેક્ષિત કાર્યકરો"ના દાવા સાથે સીધો વિરોધાભાસ દર્શાવે છે. આ બાળકી કયા આધારે અને કોની મંજૂરીથી કાર્યક્રમમાં હાજર રહી તે
હવે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય પ્રશિક્ષણ જેવા ગંભીર સંગઠનાત્મક કાર્યક્રમોમાં સગીર વયના બાળકને સામેલ કરવામાં આવતા ભાજપના સ્થાનિક નેતૃત્વની કામગીરી અને નિયમોના પાલન અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. સ્થાનિક લોકોમાં પણ એવી ચર્ચા શરૂ થઈ છે કે શું રાજકીય કાર્યક્રમોમાં બાળકોની હાજરીને પ્રોત્સાહન આપવામાં આવી
રહ્યું છે, અને શું પક્ષના આંતરિક નિયમો માત્ર જાહેર નિવેદનો પૂરતા જ સીમિત છે. આ સમગ્ર ઘટનાએ જવાબદાર હોદ્દેદારોની ભૂમિકા અને રાજકીય કાર્યક્રમોમાં સગીર બાળકોની હાજરી અંગે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, જેના જવાબ હવે સંબંધિત આગેવાનો અને આયોજકોએ આપવા જરૂરી બન્યા છે.
- આજે કેશોદના વેરાવળ રોડ પર આવેલ પટેલ સમાજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-૨૦૨૬ અંતર્ગત એક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના મહામંત્રી ભરત કોરિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ પ્રશિક્ષણ વર્ગમાં માત્ર અપેક્ષિત કાર્યકરોને જ હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ આયોજન સામે ત્યારે ગંભીર સવાલો ઉભા થયા જ્યારે ભાજપનો ખેસ પહેરેલી એક નાની વયની બાળકી કાર્યક્રમમાં હાજર જોવા મળી, જે "માત્ર અપેક્ષિત કાર્યકરો"ના દાવા સાથે સીધો વિરોધાભાસ દર્શાવે છે. આ બાળકી કયા આધારે અને કોની મંજૂરીથી કાર્યક્રમમાં હાજર રહી તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય પ્રશિક્ષણ જેવા ગંભીર સંગઠનાત્મક કાર્યક્રમોમાં સગીર વયના બાળકને સામેલ કરવામાં આવતા ભાજપના સ્થાનિક નેતૃત્વની કામગીરી અને નિયમોના પાલન અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. સ્થાનિક લોકોમાં પણ એવી ચર્ચા શરૂ થઈ છે કે શું રાજકીય કાર્યક્રમોમાં બાળકોની હાજરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, અને શું પક્ષના આંતરિક નિયમો માત્ર જાહેર નિવેદનો પૂરતા જ સીમિત છે. આ સમગ્ર ઘટનાએ જવાબદાર હોદ્દેદારોની ભૂમિકા અને રાજકીય કાર્યક્રમોમાં સગીર બાળકોની હાજરી અંગે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, જેના જવાબ હવે સંબંધિત આગેવાનો અને આયોજકોએ આપવા જરૂરી બન્યા છે.4
- બોટાદમાં મોહરમ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા પોલીસનું સન્માન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો.1
- તારીખ ૨૮-૦૬-૨૦૨૬ ના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઈડરી વર્કવાળા વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા, અને ૨૦૦ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં હાજરીગલ (ગલગોટા) અને ગુલાબના મિક્સ ફૂલોનો ભવ્ય શણગાર કરાયો હતો, જ્યારે સિંહાસને પણ ફૂલોથી દિવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ આ દિવ્ય દર્શનનો લહાવો લીધો અને ધન્ય બન્યા હતા. સમગ્ર મંદિર પરિસર "કષ્ટભંજનદેવની જય" ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.1
- P.M.B. ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોહરમ પર્વ નિમિત્તે એક ભવ્ય 'ફ્રી મેડિકલ નિદાન કેમ્પ'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર, ૨૮ જૂન ૨૦૨૬ ના રોજ યોજાયેલા આ કેમ્પમાં સર્વ સમાજના સેંકડો દર્દીઓએ લાભ લીધો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દરેક સમાજના દર્દીઓ ઉમટી પડ્યા હતા, જ્યાં સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા દર્દીઓનું સચોટ નિદાન અને માર્ગદર્શન તદ્દન મફત પૂરું પાડવામાં આવ્યું હતું. P.M.B. ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકો દ્વારા સમગ્ર કેમ્પનું આયોજન ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોહરમ પર્વ નિમિત્તે સમાજના દરેક વર્ગ અને જરૂરિયાતમંદ લોકો સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચે અને જનસેવાનું કાર્ય થાય તેવા શુદ્ધ આશયથી આ ભવ્ય ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.1
- જસદણ તાલુકાના આંબરડી ગામમાં ભાડાના મકાનમાં રહેતા એક ખાનગી શાળાના 25 વર્ષીય શિક્ષક કશ્યપભાઈ જયેશભાઈ જળુએ પોતાના ઘરે સ્લેબના હુકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૂળ માણાવદર તાલુકાના જાંબુડા ગામના વતની કશ્યપભાઈ આંબરડીની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં નોકરી કરતા હતા, જ્યારે તેમની પત્ની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે કાર્યરત છે. ઘટનાની જાણ થતા જસદણ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, શિક્ષકના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને જસદણ પોલીસ દ્વારા આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.4
- અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં મોહરમ પર્વ દરમિયાન કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. બગસરાના નટવર નગરના દલિત સમાજના યુવાનો દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને આઇસક્રીમનું વિતરણ કરીને ભાઈચારા અને કોમી સદ્ભાવનો સંદેશો આપવામાં આવ્યો.1
- સાવરકુંડલામાં ચાલી રહેલા ગટર લાઇનના કામ દરમિયાન એક મોટી બેદરકારી સામે આવી છે, જેના કારણે ગુજરાત ગેસની મેઈન લાઇન તોડી નાખવામાં આવી હતી. આ ઘટનાને બેદરકારીનો મોટો ફડાકો ગણાવવામાં આવ્યો છે.1
- મોરબી ખાતે શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા રવિવારે, ૨૮ જૂન ૨૦૨૬ના રોજ સમાજની વાડી, સો ઓરડી, સામા કાંઠે એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો મુખ્ય હેતુ સમાજના સંગઠનને વધુ સશક્ત બનાવવાનો અને નવી કારોબારી સમિતિની રચના કરવાનો હતો. સમાજના પ્રમુખ યોગેશભાઈ અગેચાણીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ભરતભાઈ સરવૈયાને મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની આ નિમણૂકને ઉપસ્થિત સમાજના આગેવાનો અને સભ્યોએ ભારે હર્ષ અને ઉત્સાહ સાથે આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કોળી સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને અન્ય સમાજજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સમાજના વિકાસ, શિક્ષણના સુધારા, સંગઠનની મજબૂતી અને સમાજહિતના વિવિધ મુદ્દાઓ પર ગહન અને રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન સમયે, નવી કારોબારી સમિતિને સમાજના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા માટે શુભકામનાઓ આપવામાં આવી હતી. આ સાથે જ, સમાજમાં એકતા, સહકાર અને સેવાભાવની ભાવના વધુ મજબૂત બને તેવો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.4