વિજાપુરમાં ઈદ સ્નેહમિલન કાર્યક્રમે સમાજમાં સ્નેહ, સૌહાર્દ અને એકતાનો સુંદર સંદેશ ફેલાવ્યો વિજાપુરમાં ઈદ સ્નેહમિલન કાર્યક્રમે સમાજમાં સ્નેહ, સૌહાર્દ અને એકતાનો સુંદર સંદેશ ફેલાવ્યો સ્નેહ, સૌહાર્દ અને સહિષ્ણુતાની દિવ્ય પ્રેરણા અર્પતા પવિત્ર પર્વ ઈદની ઉજવણીને વધુ અર્થપૂર્ણ અને સામાજિક બનાવવા માટે સદભાવના મંચ, વિજાપુર દ્વારા ‘ઈદ સ્નેહમિલન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમે શહેરના વિવિધ વર્ગો, સમુદાયો અને ધર્મો વચ્ચે સદ્ભાવના, પરસ્પર પ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સુંદર સંદેશ પ્રસારિત કર્યો. આજે રવિવારે સાંજે ૫.૩૦ કલાકે , આ કાર્યક્રમમાં વિજાપુર યુનિયન બેંકની સામેની સામે આવેલ એસ્કા ગાર્ડન આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ઉપસ્થિતિ આપી અને સૌને સાથે મળીને ઈદની ખુશીઓ વહેંચવાની હૃદયસ્પર્શી તક મળી. કાર્યક્રમ દરમિયાન વાતાવરણમાં સ્નેહ અને સૌહાર્દની ભાવના છવાઈ રહી હતી. કાર્યક્રમમાં નવી દિલ્હી જમાતે ઈસ્લામી હિન્દ,સેક્રેટરી મહંમદ શફી મદની આશ એજ્યુકેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટી અશોકભાઈ પટેલ ડૉ લાલભાઈ શાહ પાલડી વ્યાસ, પ્રધોતભાઈ પ્રાથમિક શાળા ના શિક્ષક અને કાર્યકર્મ ને ચાર ચાંદ લગાવનાર ખ્યાતનામ કવિ અને શાયર મુસાફીર પાલનપુરી વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સદભાવના મંચના કાર્યકર્તાઓએ જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમ શહેર, સમાજ અને રાષ્ટ્રમાં શાંતિ, સહિષ્ણુતા અને પરસ્પર પ્રેમની ભાવના વિકસાવવા માટે આયોજિત કરવામાં આવ્યો છે. તેઓએ સમાજના તમામ વર્ગોના સ્નેહીઓને મિત્રમંડળ સાથે આ કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ આપ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ અતિથિઓએ પ્રસંગ અનુરૂપ પ્રેરક વક્તવ્યો આપીને સૌને વિચારવા મજબૂર કર્યા. માનનીય મહંમદ શફી મદનીએ કહ્યું કે, “ઈદ જેવા પર્વોને માત્ર ખુશીઓના તહેવાર તરીકે નહીં, પરંતુ સમાજમાં સુધારણા, ન્યાય અને માનવતાના માધ્યમ તરીકે જોવા જોઈએ. અમુમ્મતે મુસ્લિમાએ પોતાની નૈતિક અને સામાજિક નેતૃત્વની જવાબદારીને ફરીથી સ્વીકારવી જોઈએ જેથી આપણો સમાજ વધુ સારો અને સુખી બને.” માનનીય અશોકભાઈ પટેલએ જણાવ્યું, “શિક્ષણ અને સેવાના માર્ગે જ સાચી સદ્ભાવના વિકસે છે. આપણે બધાએ મળીને એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે જેમાં દરેક વ્યક્તિને સમાન તક અને સન્માન મળે. આ કાર્યક્રમ જેવા પ્રયાસો સમાજને એક સૂત્રમાં બાંધે છે. પ્રધોતભાઈએ કહ્યું, “બાળકો અને યુવાન પેઢીમાં સહિષ્ણુતા અને માનવતાના મૂલ્યો વાવવા જોઈએ. આજના કાર્યક્રમ જેવા સ્નેહમિલનો ભવિષ્યની પેઢીને એકતાનું સુંદર ઉદાહરણ આપી શકે છે અને સમાજમાં શાંતિની સ્થાપના કરી શકે છે.” સદભાવના મંચ, વિજાપુર ના મુહમ્મદ ઉમર વ્હોરા એ સંચાલન કરતાં જણાવ્યું, “દર વર્ષે આ કાર્યક્રમ દ્વારા વિજાપુરમાં વિવિધ સમુદાયો વચ્ચેની નિકટતા વધી રહી છે. આજનો પ્રસંગ સાબિત કરે છે કે સ્નેહ અને સદ્ભાવના જેવા સરળ પ્રયાસો પણ સમાજને મજબૂત બનાવી શકે છે.” મુસાફીર પાલનપુરીએ પ્રસંગ અનુરૂપ ગઝલ અને શેરો રજૂ કરીને વાતાવરણને મધુર બનાવ્યું. તેમણે કહ્યું, “કાવ્ય અને શાયરી દ્વારા હૃદયોને જોડવાની તાકાત અમૂલ્ય છે. આજે ઈદના પર્વે આપણે સૌએ એકબીજાના દુ:ખ-સુખમાં સાથે રહેવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ જેથી સમાજમાં પ્રેમની મીઠાશ ફેલાય.” કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હળવું ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના દ્વારા સૌ વચ્ચે વધુ નિકટતા, સૌહાર્દ અને પરસ્પર સંબંધો મજબૂત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી. આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં એકતા અને સદ્ભાવનાને મજબૂત કરે છે અને વિવિધ ધર્મો તથા સમુદાયો વચ્ચેના સેતુ તરીકે કામ કરે છે. વિજાપુરના આ સ્નેહમિલન કાર્યક્રમ દ્વારા સમાજમાં સકારાત્મક, પ્રેરક અને સુંદર સંદેશ પહોંચે તેવી આશા છે. આ કાર્યક્રમે એક વખત વધુ સાબિત કર્યું કે તહેવારોને સામાજિક સંયોજન અને સહિષ્ણુતાના માધ્યમ તરીકે વાપરીને આપણે વધુ સુંદર, શાંતિપૂર્ણ અને એકતાપૂર્ણ સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. આવા પ્રયાસોને સમાજમાં વધુ વેગ મળે તેવી સૌની અપેક્ષા છે.

- Post by Nareandrasinh Rathod1
- મોડાસા શહેરમાં સતત વધી રહેલી ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ના. જિલ્લા પોલીસવડા આર.ડી.ડાભી ને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરો દ્વારા રેકી કરીને ખાસ કરીને બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને શાળા-કોલેજોના વેકેશન દરમિયાન મકાનો બંધ રહેતા હોવાથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્રને જણાવ્યું હતું કે, જો ચોરીના બનાવોને તાત્કાલિક કાબૂમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને નાગરિકોની સુરક્ષા માટે લડત લડશે. કોંગ્રેસ દ્વારા પોલીસ સમક્ષ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું, ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વિશેષ ટીમ બનાવવી, CCTV સર્વેલન્સ મજબૂત કરવું, તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે શાળા અને કોલેજોમાં વેકેશન દરમિયાન કોમ્પ્યુટર સહિતના શૈક્ષણિક સાધનોની ચોરી અટકાવવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, બલવંતસિંહ રાઠોડ, રાહુલભાઈ પટેલ, કોર્પોરેટર ખાલકભાઈ, અંજુબેન, યુવા પ્રમુખ આશુતોષ રાઠોડ , અચલ સગર, મદની મલેક,હીરાભાઈ, અમિત મકવાણા, બાલુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જવાનસિંહ ઠાકોર અરવલ્લી . મોં. 96385006503
- પ્રાથમિક શિક્ષણ પ્રાયમરી ટીચર્સ ઓપ ઓપરેટિવ મંડળીની ચૂંટણી નું પરિણામ જાહેર કરાયું ખેડબ્રહ્મા તાલુકા પ્રા. ટીચર્સ કો.ઓ.કે.સો.ની ચૂંટણી યોજાઇ હતી જેનુ પરિણામ મોડી રાતે ગણતરી બાદ જાહેર કરવા મા આવ્યુ ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોની કો.ઓ.ક્રેડિટ સોસાયટીની કારોબારીની ચૂંટણી 28 માર્ચના રોજ શેઠ કેટી હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી જેનું મતદાન બપોરે 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું જેમાં ચાર બુથમા મતદાન કરવમાં આવ્યું હતું 3 મહિલાઓ સહિત 13 ઉમેદવારો માટે ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દીનેશકુમાર ડી પટેલ, મદદનીશ ચૂંટની અધિકારી મુકેશભાઈ ચૌહાણ સહિત અમીતભાઈ પટેલ ઘ્વારા પૂર્ણ કરવામાં આવી હતી રવિવાર ના રોજ સવારે મત ગણતરી ની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જે ગણતરી મોડી રાત સુધી ચાલી હતી જેનુ પરિણામ મોડી રાતે ગણતરી બાદ જાહેર કરવા મા આવ્યુ જેમો ચૂંટાયેલા ઉમેદવારોની જાહેર કરવામાં આવ્યા હતા જે આ પ્રમાણે પિયુષકુમાર ધીરુભાઈ ચૌધરી 870 મત હેમંતકુમાર ગાભાભાઇ પરમાર 816 મત ચિરાગભાઈ જેસીંગભાઇ પટેલ 751 મત સુરેશકુમાર રામજીભાઈ પટેલ 707 મત હેમાંશુ કુમાર કાંતિલાલ પટેલ 690 નિતીન કુમાર ડાયાલાલ પટેલ 684 ગીરીશકુમાર પોપટલાલ પટેલ 635 અલયકુમાર અજીતભાઈ સોલંકી 574 મત તૃષાલ કુમાર રમેશભાઈ પટેલ 574 મત નટવરભાઈ માધાભાઈ પરમાર 571 મત દિલીપકુમાર ચીમનલાલ પટેલ 571 મત ગીતાબેન રમણભાઈ પ્રજાપતિ 505 પ્રશાંતભાઈ અમૃતભાઈ પટેલ 4961
- Post by ARUN KUMAR VERMA2
- Post by Safik Khan1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- ભક્તિ, શક્તિ અને આસ્થાનું કેન્દ્ર – આરાસુરી અંબાજી ધામ ભક્તિ, શક્તિ અને આસ્થાનું પવિત્ર કેન્દ્ર ગણાતું આરાસુરી અંબાજી ધામ ચૈત્ર સુદ પૂનમના પવિત્ર અવસરે ભક્તિમય બની ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં ભક્તો અંબાજી માતાના દર્શન માટે પગપાળા યાત્રા કરી રહ્યા છે. આજ રોજ અંબાઘાટા ગામે વિવિધ જગ્યાઓથી આવતાં પગપાળા સંઘોનું આગમન થયું હતું. સંઘોના આગમન સાથે સમગ્ર અંબાઘાટા ગામ “જય અંબે” ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તો દ્વારા માતાજીના ભજન-કીર્તન અને જયકારોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.1
- મોડાસા શહેરમાં સતત વધી રહેલી ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ના. જિલ્લા પોલીસવડા આર.ડી.ડાભી ને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરો દ્વારા રેકી કરીને ખાસ કરીને બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને શાળા-કોલેજોના વેકેશન દરમિયાન મકાનો બંધ રહેતા હોવાથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્રને જણાવ્યું હતું કે, જો ચોરીના બનાવોને તાત્કાલિક કાબૂમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને નાગરિકોની સુરક્ષા માટે લડત લડશે. કોંગ્રેસ દ્વારા પોલીસ સમક્ષ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું, ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વિશેષ ટીમ બનાવવી, CCTV સર્વેલન્સ મજબૂત કરવું, તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે શાળા અને કોલેજોમાં વેકેશન દરમિયાન કોમ્પ્યુટર સહિતના શૈક્ષણિક સાધનોની ચોરી અટકાવવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, બલવંતસિંહ રાઠોડ, રાહુલભાઈ પટેલ, કોર્પોરેટર ખાલકભાઈ, અંજુબેન, યુવા પ્રમુખ આશુતોષ રાઠોડ , અચલ સગર, મદની મલેક,હીરાભાઈ, અમિત મકવાણા, બાલુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જવાનસિંહ ઠાકોર અરવલ્લી . મોં. 96385006504