સંતરામપુરના હડમત ફળિયા વિસ્તારમાં આવેલા સંત શ્રી આશારામજી આશ્રમ ખાતે શ્રી યોગ વેદાંત સેવા સમિતિ, સંતરામપુર દ્વારા આશારામ બાપુના 86મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.. તારીખ: 08 એપ્રિલ 2026 સંતરામપુરના હડમત ફળિયા વિસ્તારમાં આવેલા સંત શ્રી આશારામજી આશ્રમ ખાતે શ્રી યોગ વેદાંત સેવા સમિતિ, સંતરામપુર દ્વારા આશારામ બાપુના 86મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમોની શ્રેણી યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત સવારે આશારામાયણ પાઠથી કરવામાં આવી હતી, ત્યારબાદ સત્સંગ, કીર્તન અને ભજન દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી આ આધ્યાત્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. આ ઉપરાંત સેવા કાર્યરૂપે સંતરામપુર સરકારી દવાખાનામાં દર્દીઓને ફળફૂટ અને બિસ્કીટ રૂપે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ગરમીને ધ્યાનમાં રાખીને સરબતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409

- Post by Salman moravala1
- બાલાસિનોર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં મહીસાગર એસ.ઓ.જી.ને મળેલ સફળતા. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી સાહેબશ્રી નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે આધારે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓએ એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ શ્રી એચ.બી.સિસોદીયા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ. દરમ્યાન એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓને ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સથી બાતમી મળેલ કે, બાલાસિનોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૦૩૨/૨૦૨૬ BNS કલમ ૩૧૮(૪),૫૪ તથા આઇ.ટી.એક્ટ કડ(ડી) મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઇ લીમડીવાલા રહે. જુનીઅંજુમન હાઇસ્કુલની પાછળ જમાલપુર અમદાવાદ નાનો પોતાના ઘરે હોવાની ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી. ટીમના પો.સ.ઇ. એચ.બી.સિસોદીયા તથા એ.એસ.આઇ.કિર્તીપાલસિહ તથા હે.કો અક્ષયભાઇ તથા પો.કો.નથુભાઇ તથા પો.કો. મયુરસિંહ નાઓને અમદાવાદ ખાતે મોકલી તપાસ કરાવતાં ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો આરોપી મળી આવેલ જેથી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાસિનોર પો.સ્ટે. સોપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી - સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઇ લીમડીવાલા1
- દાહોદ આમ આદમી પાર્ટીમાં ફતેપુરા વિધાનસભાના કાર્યકરો જોડાયા આજે તારીખ 08/04/2026 બુધવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં જિલ્લા આપ પ્રમુખના નિવાસ સ્થાને જિલ્લા પ્રમુખ Rakesh Bariya ના હસ્તે ફતેપુરા વિધાનસભા વિસ્તારના ઘુઘસ જિલ્લા પંચાયત અને ડુંગરા ગામના પૂર્વ સરપંચ Paragi Lalsingh Bhai તેમજ ડુંગરા ગામના પૂર્વ સરપંચ Gamanbhai Katara પોતાના સમર્થકો સાથે આજ રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આ પ્રસંગે નવા જોડાયેલા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને પક્ષની નીતિઓને ગામ સ્તરે મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। આ જોડાણને કારણે ફતેપુરા વિસ્તારમાં આપ પાર્ટીની સંગઠનાત્મક શક્તિમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।1
- Post by Deval Vikas1
- ટ્રેનની નીચે આવી આવી જતાવ્યક્તિનું મોત દાહોદના પ્લેટફોર્મ નંબર ૩ નજીક માલગાડીનીચે આવતા બની ઘટના અજાણ્યા મુસાફરીનું ઘટનામાં મોત રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરીઅજાણ્યા વ્યક્તિના પરિવારની શોધ કોણે હાથ ધરાઈ1
- દાહોદ જિલ્લા ધાનપુર તાલુકા ના નવાનગર બાટનપુરા ફળિયામાં લાઈટ ના આપતાં કર્મચારીની દાદાગીરી આ કર્મચારી કાયમ આવીરીતે જવાબ આપે છે ગરબાડા geb mgvcl1
- કાલોલ ભાજપ દ્વારા મૌન રેલી કાઢી કોંગ્રેસ પ્રમુખ ના નિવેદન નો વિરોધ નોંધાવ્યો. કાલોલ નગર ભાજપા અને તાલુકા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા બદલ જન આક્રોશ રેલી કાઢી ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મૌન રેલી કાલોલ નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી કાલોલ નગરપાલિકા પાસે આવી હતી કાલોલ ભાજપા યુવા મોરચા દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા અધ્યક્ષ મહિદિપસિંહ ગોહિલ નગરના અધ્યક્ષ કલ્પેશ પારેખ પંચમહાલ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન યુવા મોરચાના જયુભાઈ રાણા ,નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ અને એસસી મોરચાના ઉપાધ્યક્ષ કિરણભાઈ મકવાણા,બક્ષીપંચ મોરચાના મંત્રી સંતોષભાઈ વાલા મહિલા મોરચાના પ્રમુખ શોભાબેન શાહ અને સમગ્ર સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો હતો અને કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.1
- Post by Salman moravala1