Shuru
Apke Nagar Ki App…
નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં વીજ કરંટથી ત્રણ મજૂરોના મોત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક પસાર થઈ રહેલો એક ટેમ્પો અકસ્માતે વીજળીના વાયર સાથે અથડાઈ જતા ટેમ્પોમાં સવાર મજૂરોને વીજ કરંટ લાગતા 3 ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ગવાયેલા 2 મજૂરોને સારવાર અર્થે ખારેલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે . જ્યારે વધુ એક દર્દીને સુરત રેફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ ગણદેવી પોલીસનો કાપલો સ્થળ પર પહોંચ્યો હતો. આ દુખદ ઘટલાને પગલે કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો પણ સ્થિતિની સમીક્ષા માટે ગણદેવા જવા રવાના થયા હતા.
Bauudhik Bharat News
નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં વીજ કરંટથી ત્રણ મજૂરોના મોત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક પસાર થઈ રહેલો એક ટેમ્પો અકસ્માતે વીજળીના વાયર સાથે અથડાઈ જતા ટેમ્પોમાં સવાર મજૂરોને વીજ કરંટ લાગતા 3 ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ગવાયેલા 2 મજૂરોને સારવાર અર્થે ખારેલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે . જ્યારે વધુ એક દર્દીને સુરત રેફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ ગણદેવી પોલીસનો કાપલો સ્થળ પર પહોંચ્યો હતો. આ દુખદ ઘટલાને પગલે કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો પણ સ્થિતિની સમીક્ષા માટે ગણદેવા જવા રવાના થયા હતા.
More news from ગુજરાત and nearby areas
- વરસાદ માં કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા ભરુચ વહીવટી તંત્ર સજ્જ. વરસાદ માં કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા ભરુચ વહીવટી તંત્ર સજ્જ.1
- ए सब सिर्फ सूरत में ही हो सकता हैं। n।1
- કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ભાવભીની વિદાય, PSI ભુપેન્દ્રસિંહ વાઘેલા અને ASI સંજય શર્માને સહકર્મીઓએ આપી લાગણીસભર વિદાય કડોદરા GIDC પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ભુપેન્દ્રસિંહ વાઘેલા અને અનુભવી તથા વરિષ્ઠ સ્ટાફ તરીકે સેવા આપતા સહાયક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સંજય શર્માના બદલી નિમિત્તે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બંને અધિકારીઓને ભાવભીની અને આત્મીય વિદાય આપવામાં આવી હતી. બદલી બાદ PSI ભુપેન્દ્રસિંહ વાઘેલા હવે અમદાવાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)માં પોતાની નવી જવાબદારી સંભાળશે, જ્યારે ASI સંજય શર્મા સુરત ગ્રામ્ય સ્થાનિક ગુના શાખા (LCB)માં પોતાની સેવાઓ આપશે. વિદાય સમારોહમાં સુરત ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એન. જી. પાંચાણી તેમજ પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરિયા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બંને પોલીસ કર્મચારીઓની ફરજપ્રતિની નિષ્ઠા, કાર્યકુશળતા, જવાબદારીપૂર્ણ કામગીરી અને ઉત્તમ સેવાઓને બિરદાવવામાં આવી હતી. સહકર્મીઓ તેમજ અધિકારીઓએ બંનેની કાર્યશૈલીને પ્રશંસનીય ગણાવી હતી. સમારોહ દરમિયાન કડોદરા GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.એ. દેસાઈએ પોતાના હાથેથી પોલીસ કર્મચારીઓને ભોજન પીરસીને આગવી આત્મીયતા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોલીસ પરિવાર વચ્ચેના સ્નેહ અને ભાઈચારા દર્શાવતા આ પ્રસંગે વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. બંને અધિકારીઓને પોલીસ કર્મચારીઓ દ્વારા પુષ્પમાળાઓ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પુષ્પવર્ષા કરીને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. વિદાયની ક્ષણોએ ઉપસ્થિત ઘણા પોલીસ કર્મચારીઓની આંખોમાં આંસુ લાવી દીધા હતા. આ પ્રસંગે PI વી.એ. દેસાઈ પણ ભાવુક બની ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવા નિષ્ઠાવાન, જાંબાજ અને જવાબદાર સ્ટાફ સાથે કામ કરવાનો અનુભવ તેમના માટે અત્યંત આનંદદાયક અને યાદગાર રહ્યો છે. બંને અધિકારીઓની કાર્યનિષ્ઠા અને પોલીસ ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમની બદલી બાદ કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં બંને અધિકારીઓની ખોટ ચોક્કસપણે અનુભવાશે. PI દેસાઈએ બંને અધિકારીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે, તેઓને નવી જવાબદારીમાં સફળતા, સન્માન અને સતત પ્રગતિ પ્રાપ્ત થાય તથા તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય. વિદાય સમારોહ દરમિયાન બંને અધિકારીઓએ પણ કડોદરા GIDC પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સહકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ફરજ દરમિયાન મળેલા સહકાર અને સાથને યાદ કરતાં તેમણે પોલીસ પરિવાર સાથેના પોતાના અનુભવોને ભાવુકતાથી વ્યક્ત કર્યા હતા. કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં યોજાયેલ આ વિદાય સમારોહ માત્ર બદલીની ઔપચારિક વિદાય પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ બંને અધિકારીઓએ પોતાના કાર્યકાળ દરમિયાન નિષ્ઠાપૂર્વક બજાવેલી ફરજ, સફળ કામગીરી અને સહકર્મીઓ સાથે જાળવેલા આત્મીય સંબંધોને ઉજાગર કરતો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. બંને અધિકારીઓએ પોલીસ વિભાગમાં પોતાની સેવાઓ દરમિયાન અનેક પડકારજનક પરિસ્થિતિઓમાં જવાબદારીપૂર્વક કામગીરી બજાવી હોવાને લઈ તેમના સહકર્મીઓએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. હવે PSI ભુપેન્દ્રસિંહ વાઘેલા અમદાવાદ ATSમાં અને ASI સંજય શર્મા સુરત ગ્રામ્ય LCBમાં નવી જવાબદારી સંભાળશે ત્યારે કડોદરા GIDC પોલીસ પરિવાર તરફથી બંને અધિકારીઓને સફળ કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.3
- સુરત DCP ઝોન 7 શ્રી શૈફાલી બરવાલ સાહેબ તથા ACP શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ નાઓ દ્વારા વરસાદી વાતાવરણ ને લઈ ઇચ્છાપોર પોલોસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું સુરત DCP ઝોન 7 શ્રી શૈફાલી બરવાલ સાહેબ તથા ACP શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ નાઓ દ્વારા વરસાદી વાતાવરણ ને લઈ ઇચ્છાપોર પોલોસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું1
- ભારે વરસાદની આગાહીને પગલે ડેડિયાપાડા વિસ્તારની ચાર સગર્ભા બહેનોનું 108 દ્વારા સુરક્ષિત સ્થળાંતર કરાઈ ઈકબાલ સોલંકી1
- ઝઘડિયામાં કાંટોલ ગામનો સંપર્ક તૂટ્યો: વરસાદી પાણી ભરાતા માર્ગ બંધ, કાયમી પુલની માંગ . ઝઘડિયામાં કાંટોલ ગામનો સંપર્ક તૂટ્યો: વરસાદી પાણી ભરાતા માર્ગ બંધ, કાયમી પુલની માંગ .1
- 36 કલાકની ભારે વરસાદની આગાહી વચ્ચે ગીરા નદીનું રૌદ્ર સ્વરૂપ, આહવા–સોનગઢ મુખ્ય માર્ગ બંધ તાપી/ડાંગ: રાજ્યમાં આગામી 36 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. તાપી અને ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે બંને જિલ્લાઓને જોડતા મુખ્ય આહવા–સોનગઢ માર્ગ પર આવેલ ગીરા નદીમાં ભારે પૂર આવ્યું છે. નદીમાં પાણીની આવક વધતા ગીરા નદીનું પાણી સીધું જ મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું, જેના કારણે માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. માર્ગ બંધ થતાં ડાંગ અને તાપી જિલ્લામાં અવરજવર કરતા ગ્રામજનો, નોકરીયાતો, વેપારીઓ તેમજ સહેલાણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો રસ્તાની બંને બાજુ અટવાઈ ગયા હતા અને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા લોકોને નદી-નાળા નજીક ન જવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. તાપી અને ડાંગ જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ સાવચેતીના વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી 36 કલાકની ભારે વરસાદની આગાહી વચ્ચે ગીરા નદીનું રૌદ્ર સ્વરૂપ, આહવા–સોનગઢ મુખ્ય માર્ગ બંધ તાપી/ડાંગ: રાજ્યમાં આગામી 36 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. તાપી અને ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે બંને જિલ્લાઓને જોડતા મુખ્ય આહવા–સોનગઢ માર્ગ પર આવેલ ગીરા નદીમાં ભારે પૂર આવ્યું છે. નદીમાં પાણીની આવક વધતા ગીરા નદીનું પાણી સીધું જ મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું, જેના કારણે માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. માર્ગ બંધ થતાં ડાંગ અને તાપી જિલ્લામાં અવરજવર કરતા ગ્રામજનો, નોકરીયાતો, વેપારીઓ તેમજ સહેલાણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો રસ્તાની બંને બાજુ અટવાઈ ગયા હતા અને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા લોકોને નદી-નાળા નજીક ન જવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. તાપી અને ડાંગ જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ સાવચેતીના વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી1